Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
વિચાર અને લાગણી બે અલગ વસ્તુઓ નથી. તમે જેવું વિચારો તેવું અનુભવો છો.
તમે કેટલું કરો છો તે નહિ - તમે તે કેવી રીતે કરો છો તે જીવનને સુંદર બનાવે છે.
તમારું સ્વાસ્થ્ય અને તમારી બીમારી, તમારો આનંદ અને તમારી પીડા, બધું અંદરથી આવે છે. જો તમે સુખાકારી ઈચ્છતા હોવ, તો આ જ સમય છે અંદરની તરફ વળવાનો.
એકવાર તમે તમારા અસ્તિત્વના આંતરિક સુખને માણો પછી બહારના સુખ સાવ ફિક્કા લાગશે.
જો તમે તમારી ઊર્જાઓને ઉલ્લાસપૂર્ણ અને કેન્દ્રિત રાખો તો તમારે જેની પણ જરૂર હોય તે સહજ રીતે થઈ જશે.
જે પણ ગતિમાન છે તે એક દિવસ ખતમ થઈ જશે. ખાલી જે નિશ્ચલ છે, તે જ શાશ્વત છે. ધ્યાન મૂળભૂત રીતે તે નિશ્ચલતા તરફ આગળ વધવા અને અસ્તિત્વના મૂળ જેવા બનવા વિષે છે.
જીવનનો સૌથી મોટો સંતોષ કંઇક એવું કરવામાં છે જે તમારા કરતાં ઘણું મોટું હોય.
તમારી આસપાસની બધી વસ્તુ સાથેની ગહન, જાગરૂક ભાગીદારીમાં કોઈ બંધન નથી; તેમાં બસ આનંદ છે.
તમે તણાવ, ગુસ્સો, ડર કે બીજી કોઈપણ નકારાત્મક ભાવના અનુભવો, તેની પાછળ બસ એક મૂળભૂત કારણ છે: પોતાની આંતરિક પ્રકૃતિથી અજાણ હોવું.
તમે જે પણ માર્ગ પર ચાલવાનું પસંદ કરો, મને તેનો પ્રકાશ બનવા દો જે તમારા માર્ગને રોશન કરે. આ દિવાળી તમારા જીવનને અંદર અને બહારથી રોશન કરે તેવી કામના.પ્રેમ અને આશીર્વાદ,
કર્મ તમારા કાર્યોમાં નથી - તે તમારાં ઈરાદામાં છે. તે તમારા જીવનમાં ઘટિત થતી વસ્તુઓ નથી, પણ તેમની પાછળનો સંદર્ભ છે, જે કર્મનું નિર્માણ કરે છે.
જો તમે તમારા શરીર, મન, ઊર્જા અને લાગણીઓને અમુક સ્તરની પરિપક્વતા સુધી વિકસાવો, તો ધ્યાન આપમેળે ખીલશે.