Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જ્યારે તમે પોતાને તમે ઈચ્છો તે રીતે બનાવી શકો છો, ત્યારે તમે તમારા ભાગ્યને પણ પોતે ઈચ્છો તે રીતે બનાવી શકો છો.
વસંતની સુંદરતા એ છે કે, ફળ હજી આવવાના બાકી છે, પણ ફૂલ એક વાયદો અને એક સંભાવના છે.
જો તમે આખા બ્રહ્માંડના સંદર્ભમાં તમારા વિચારોને જુઓ, તો તેમનું કોઈ મહત્ત્વ નથી. જો તમને આ સમજાય, તો તમે સ્વાભાવિક રીતે તમારી વિચાર પ્રક્રિયાથી એક અંતર ઊભું કરશો.
જો તમે ઉલ્લાસપૂર્ણ, આનંદિત અને મસ્ત હોવ, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ તમે ચિંતામાં હોવ તેના કરતાં ઘણી વધુ સારી રીતે કામ કરશે. જીવનની પૂર્ણતા સ્વાસ્થ્ય છે.
જરૂરી ઊર્જા વિના જાગરૂક હોવું ખૂબ જ અઘરું છે. એટલા માટે જ સાધના કે યોગિક અભ્યાસ - ઊર્જાને જગાડવા માટે.
મોટાભાગના લોકોમાં લાગણીઓ સૌથી શક્તિશાળી બળ હોય છે - જેઓ પોતાને બૌદ્ધિક માને છે તેમનામાં પણ.
પ્રેમ લેવડ-દેવડ નથી પણ તમારી અંદરની એક સળગતી જ્વાળા છે. જ્યારે તે તમે જે છો તેના અંતરતમને સળગાવે છે, ત્યારે તે મુક્તિ આપનાર છે.
ઈમાનદારી કે નિષ્ઠા કાર્ય વિષે નથી પણ તેની પાછળના હેતુ વિષે છે. સવાલ એ છે કે, તમે જે કરો છો તે બધાની સુખાકારી માટે કરો છે કે તમારા વ્યક્તિગત લાભ માટે.
એક મનુષ્ય એક બીજ જેવો છે. કાં તો તમે જેમ છો તેમ રહી શકો, અથવા તો તમે ફૂલો અને ફાળો વાળા એક શાનદાર ઝાડમાં વિકસિત થઈ શકો.
કાર્યક્ષમતા હંમેશા તમારી આસપાસના લોકો પ્રત્યેના પ્રેમ અને કાળજી સાથે હોવી જોઈએ - એક મશીન જેવું બેફિકર કાર્ય નહિ.
સર્જકના સર્જન પર ધ્યાન આપવું તમારા મનમાં તમે જે બકવાસ ઉત્પન્ન કરો છો તેના પર ધ્યાન આપવા કરતાં વધુ મહત્ત્વનું છે.
રહસ્યવાદ ચમત્કારો કરવા વિષે નથી. રહસ્યવાદ જીવનના ચમત્કારની એક ગહન ખોજ છે, જે પાંચ ઈન્દ્રિયોથી જાણી ન શકાય.