Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમારી ચેતના જેના પર તીવ્ર રીતે કેન્દ્રિત હોય તે તમારા જીવનમાં અને તમારી આજુબાજુના વિશ્વમાં પ્રગટ થશે.
આરામ બધી પ્રવૃત્તિઓનો આધાર છે. સ્થિરતા બધી ગતિશીલતાનો આધાર છે.
જો તમે અંદરની તરફ વળો, તો તમને એક એવું સ્થાન મળશે જ્યાં બધી વસ્તુનું સમાધાન રહેલું છે.
તમારી ઊર્જા અને તમારી જાગરૂકતા વચ્ચે સીધો સંબંધ છે. જો તમારી ઊર્જાઓ તીવ્ર હોય, તો તમારી જાગરૂકતા સ્વાભાવિક રીતે વધે છે અને ધારદાર થાય છે.
તમારામાં કોઈ પ્રત્યે ગુસ્સો હોય, નફરત હોય, ઈર્ષ્યા હોય કે રોષ હોય, મૂળભૂત રીતે, તે તમારી વિરુદ્ધમાં જ કામ કરે છે.
હજારો વર્ષોથી, ભારત ધરતી પરનું સૌથી જીવંત અર્થતંત્ર અને સંસ્કૃતિ હતું. આજે, આપણે મંગળ અને સૂર્ય સુધી પહોંચી રહ્યા છીએ. જો આપણે વ્યક્તિઓમાં રહેલી આધ્યાત્મિક શક્તિને પ્રજ્વલિત કરીએ, તો આપણે સભ્યતાનું ગૌરવ ફરીથી મેળવી શકીએ છીએ. ચાલો તે કરી બતાવીએ.
એકદમ જડ પસંદ અને નાપસંદથી, તમે જીવનની ઘણી સંભાવનાઓ માટે તમારા દરવાજા બંધ કરી દો છો.
હું નથી જાણતો' એ મનની નકારાત્મક સ્થિતિ નથી. દરેક ખોજ આ જાણવામાંથી જ આવી છે.
જો તમે સતત નવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવ, તો તેનો મતલબ છે કે તમે એક વિશાળ સંભાવના ધરાવતું અને વિકસતું જીવન જીવી રહ્યા છો.
તમારી અંદરનું જીવન પોતે જ આનંદિત થવા ઝંખી રહ્યું છે, કેમ કે આનંદ સર્જનના સ્ત્રોતનો સ્વભાવ છે.
ચમત્કાર બધે હાજર છે. જો તમે તેને જીવતા શીખો, તો જીવન એક રોજિંદો ચમત્કાર છે.
જે લોકો જીવનથી છલકાઈ રહ્યા છે તેમને જીવવા માટે ઉદ્દેશ્યની જરૂર નથી. જીવન તેના પોતાનામાં જ એક ઉદ્દેશ્ય છે.