Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
એક આનંદથી ભરપુર જીવન જીવવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે જીવનની અનિશ્ચિતતાઓ પર નૃત્ય કરી શકો છો.
જો તમે માનતા હોવ કે તમે મોટા છો, તો તમે નાના બની જશો. જો તમે જાણતા હોવ કે તમે કંઇ જ નથી, તો તમે વિશાળ બની જશો. આ માણસ હોવાની સુંદરતા છે.
જીવન ચેતના વિષે છે - ચિંતાઓ, વિવશતાઓ કે સંઘર્ષ વિષે નહિ. આવનારા મહિનાઓ મનુષ્ય જીવનની એવી ગહનતાને લાવે જે એક ઉલ્લાસપૂર્ણ જીવન તરફ લઈ જાય એવી કામના.પ્રેમ અને આશીર્વાદ,
તમે શું કરો તે તમારા ઉપર છે, પણ તમારે તે જાગરૂક રીતે કરવું જોઈએ. મનુષ્ય હોવાનો એ જ અર્થ છે.
સદ્ગુણ એ નીતિ-નિયમ પાળવા વિષે નથી. સૌથી સારો ગુણ છે બધા જ જીવન માટે સમાવેશી હોવું.
શાનદાર વ્યક્તિને મળવાની આકાંક્ષા ન રાખો. તમે બીજા પાસે જેવા બનવાની અપેક્ષા રાખો છો તેવા શાનદાર વ્યક્તિ બનવાની આકાંક્ષા રાખો.
ભૂતકાળ અને ભવિષ્ય ખાલી તમારી સ્મૃતિ અને કલ્પનામાં જ અસ્તિત્વ ધરાવે છે. તમે બસ જે અત્યારે છે તેને જ અનુભવો છો.
એક આધ્યાત્મિક પ્રક્રિયા એ જીવન સાથે છૂટાછેડા નથી, તે જીવન સાથેનો એક અતૂટ પ્રેમ સંબંધ છે.
જો તમે અત્યારે જે છો તેનાથી સંતુષ્ટ છો, તો તમે જાણતાં નથી કે જો તમે મહેનત કરવા રાજી હોવ તો તમે શું બની શકો છો.
આત્મજ્ઞાન ચુપચાપ થાય છે, જેમ કોઈ ફૂલ ખીલે છે તેમ.
ચતુરાઈ ખાલી સામાજિક રીતે કિંમતી છે. પ્રજ્ઞા પ્રકૃતિની રીત છે.
તમે તમારા પરિવાર, તમારા બાળકો, સમાજ અને તમારી આસપાસની દુનિયા માટે જે શ્રેષ્ઠ વસ્તુ કરી શકો એ છે પોતાને વિકસિત કરવા.