પ્ર. નમસ્કારમ સદગુરુ. રમતોના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોના સમુદાયો સુધી પહોંચવાની વાત રસપ્રદ છે. કેવી રીતે ઇશા ફાઉન્ડેશનને રમતને અપનાવી અને સમુદાયના વિકાસ માટે આ કાર્યક્રમ શરૂ કર્યો?

સદગુરુઃ આ ઘણા વર્ષો પહેલાની વાતા છે. જ્યારે અમે સૌ પ્રથમ એકશન ફોર રૂરલ નવીનીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. અમે ગ્રામીણ લોકોને ધ્યાન પ્રકિયામાં લાવવા માંગતા હતા. આ માટેનો પ્રથમ વર્ગ શરૂ કર્યો ત્યારે સો જેટલા લોકો આવ્યાં હતા.

ત્રીજા દિવસે અને બધાને સાથે ભોજન પણ આપ્યું હતું. પણ ચોથા દિવસે પચાસ ટકા જેટલી સંખ્યા ઓછી થઈ ગઈ. તે વખતે મેં પુછ્યું કેમ આમ થયું. તેઓએ મને કહ્યું કે, અન્ય જાતિના લોકો સાથે ભોજન લેવું તે યોગ્ય ન હોતું. આથી મેં નક્કી કર્યું કે, હું હવે આ કાર્યક્રમ વધુ નહી ચલાવવું. આ કાર્યક્રમ મેં વચમાંથી જ બંધ કરી દીધો.

બાદમાં અમે જ્યારે તેમને ધ્યાનનો કાર્યક્રમ કરાવા હતા. એ પહેલા અમે લોકોને કલાક માટે વિવિધ રમતો રમડતા હતા. તમે નહીં માને આ રમતો રમતી વખતે તેવો સાવ નાના બાળકો જેવા થઈ જતા. 

 

પણ, જ્યારે હું સાથે જમવાના કાર્યક્રમ વિશે વિચાર્યું ત્યારે મને લાગ્યું કે, આ સમસ્યા તો, હજોરો વર્ષથી ચાલતી આવે છે. એક ઝાટકે આ સમસ્યાનું નિરાકરણ નથી આવવાનું. આથી મેં સાથે જમડવાનો વિચાર માંડી વાળ્યો અને સાથે મળીનો  રમત રમવાના વિચારને વેગ આપ્યો. અને લોકોને કહ્યું કે ચાલો સાથે રમીએ. 

તે લોકોને સાથે રમવામાં કોઈ મુશ્કેલી ન હતી. આથી જે ગ્રામીણ રૂરલ નવિનીકરણ કાર્યક્રમનું સમુલ પરિમાણ બદલાઈ ગયું. રમતી વખતે તેઓ ભૂલી જતા કે તેઓ કોણ છે. આજ તો રમતની ખાસ વાત છે. તમે એક કક્ષાએ તમે તમારી જાતને ભૂલ જાવ છો અને તેમા તમારી ઓળખ પણ ઓગળી જાય છે.

દેશ અને દુનિયામાં જ્યારે પણ ધ્યાનના કાર્યક્રમો કરીએ છીએ. ત્યારે ચોક્કસ પણે રમતોનો સહારો અમે લઈએ છીએ. કોઈપણ સ્થળે અમે લોકોને ધ્યાન કરાવતા પહેલાં એક કલાક વિવિધ સરળ રમતો રમાડીએ છીએ. જ્યાં લોકો રમતા રમતા નાના બાળકો બની જાય છે.

રમતનું મેદાન બધા માટે સરખું

વર્ષોથી લોકોના મનમાં નાત જાતના વાડા ઘર કરીને બેઠાં છે. પણ અમે જોયું છે કે, જ્યારે અમે તમિલનાડુમાં ગ્રામીણ કક્ષાની લીગ મેચો રમાડીએ છીએ. ત્યારે ખેલાડી ગમે તે નાત જાતનો હોય પણ જો તે સારુ રમે તો તે, ખેલાડી લોકો માટે હિરો બની જાય છે. બધુ ભૂલીને માત્ર તેઓ વિજેતાને  યાદ રાખે છે. આમ રમતના સ્તરેથી આંશિક રીતે નાતજાતનું દુષણ દૂર કરી શકાય છે. હવે આ ભાવના સમુદાયના લોકામાં વધી રહી છે.

આજે પણ અમે વિવિધ મેચો રમાડીએ છીએ. તેમાં દરેક સમુદાના લોકો સાથે મળીને રમે છે. તેઓ નાત જાતની મર્યાદા ભૂલી જાય છે. તેઓ તમેની ટીમના સભ્યો કે ટીમના પ્રતિનિધિનું પ્રોત્સાહન વધારે છે. જેમ જેમ રતમ જામે, છે તેમ તેમ લોકોનો ઉત્સાહ ચરમ પર પહોંચે છે. એક બીજાના ખેભેથી ખભો મેળવીને એક બીજાને ચીઅર્સ કરે છે. આ સમયે તેઓ બઘુ ભૂલી એક થઈ જાય છે. 

આ જ રમતની મહાનતા છે. કોઈપણ રમતમાં સક્રિય ભાગીદારી વગર રમત રમી શકતા નથી. અને એજ સૌથી સારુ પાસુ છે. જો આમ ન થાય તો રમત રમત નથી રહેતી. જે અમે ક્યારેય વિર્ચાયું ન હતું. તેવી રીતે અમે રમતના માધ્યમથી ગામ લોકોને એકબીજાની વધૂ નજીક લાવ્યા અને ધ્યાન માટે પ્રેરીત કર્યા. માટે જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે. પ્રાથનામાં તમે નથી હોતા એનાથી વધારે તમે ફુટબોલના બોલને કિક મારતી વખતે ભગવાનની સમીપે હોવ છો.

Sadhguru's quote on sport | How Sports Can Build the Nation

 

રમત અને ભારતનું ભવિષ્ય

પ્ર. એક રાષ્ટ્ર દેશ તરીકે, આપણે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ. રાષ્ટ્રના વિકાસમાં રમતો શું ભૂમિકા ભજવી શકે છે. તેના વિશે તમે શું વિચારી રહ્યાં છો?

સદગુરુઃ મહત્ત્વની વાત એ છે કે, કરોડોની સંખ્યામાં આપણે છીએ. પણ તેની સામે વિવિધ રમતોમાં હાજરી પુરતી નથી. આપણે આટલા બધા છીએ તો, દરેક રમત માટે આપણી એક ટીમ હોવી જોઈએ. જેમકે, કોસ્ટા રિકા જેવા દેશની વાત કરૂ તો તે દેશની કુલ વસ્તી પચાસ લાખ આસપાસ છે. તેમ છતાં ફૂટબોલ વર્લ્ડ કપમાં તેમની ટીમ સ્થાન ઘરાવે છે., જ્યારે આપણે 1.25 અબજ લોકો છીએ પણ, ફૂટબોલ વર્લ્ડ કપમાં આપણું નામો નિશાન નથી, કેમ?

કારણ કે આપણે લોકોએ રમતને ક્યારે આપણા જીવનમાં ક્યાર પ્રમુખતા આપી નથી. આપણે લોકોઅ  રમતને માત્ર આનંદ પ્રમોદ સુધી જ સીમિત રાખી છે. જેની આપણે મોટી કિંમત ચુકવી છે. હવે સમય આવી ગયો છે, રમતોનો પોછો પ્રચાર પ્રસાર કરીએ. 

ખાસ કરીને શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભણતરના સમયની સાથે રમત રમવા માટે તેમના કુલ સમયમાંથી 12 થી 15 ટકા તો સમય રમવા માટે મળવો જ જોઈએ. રમત રમવા માટે આપણે બાળકોને ઉત્સાહી કરવા આપવો, ન કે ખૂણામાં બેસી રહેવા મજબૂર કરવા જોઈએ.

 

ખાસ કરીને શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભણતરના સમયની  સાથે રમત રમવા માટે તેમના કુલ સમયમાંથી 12 થી 15 ટકા તો સમય રમવા માટે મળવો જ જોઈએ.

હંમેશા સ્પર્ધાત્મક રમતો રમવાની જરૂર નથી. શક્ય છે આ રમતો માત્ર મનોરંજન માટે હોય, પણ ગમે તે થાય લોકોએ રમતો તો રમવી જ જોઈએ. જે શારિરીક અને માનસિક વિકાસ માટે જરૂરી છે. ત્યારે જ આપણે એક ઉન્નત માનવ સભ્યતા વિકસાવી શકવા સક્ષમ બનીશું. જો તે નાનપણમાં જ આ ક્ષમતા બનાવવામાં ન આવી, તો દેશના મોટાભાગના લોકો ફીટ નહીં હોય.

યોગ્ય જીવન

થોડાક સમય પહેલા હું નામાંકિત ઉદ્યોગકારો અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરતો હતો. ત્યારે મેં એ લોકોને કહ્યું કે, “તમારામાંથી એકપણને મને  ફિટ નથી દેખાતું.તે લોકોએ કહ્યું “તમારો કહેવાનો અર્થ શું છે? અમે બઘા જ સુંદર લાગીએ છીએ.” મે જવાબ આપ્યો ધારો કે આવતી કાલ સવારે તમે મોર્નિક વોક કરતા હોવ અને ત્યારે અચાનક વાઘ આવે તો. તમારી જાતને બચાવવા તમે કેટલા લોકો ઝાડ પર ચઢી શકો? શક્ય છે તમારામાંથી કોઈપણ નહીં કરી શકે, કદાચ રોડ સફાઈકર્મી ચઢી જશે. જે લોકો વિચારો છે કે અમે આટલા સફળ છીએ. તે લોકો માત્ર વાઘના એક ટંકના ભોજન સમાન છે.

દેશ જેવી કોઈ વસ્તુ નથી. માત્ર લોકો છે અને તેમાં રમતો જ મહત્ત્વ પૂર્ણ ભમિકા ભજવી શકે છે.

ભારતમાં લોકોનું ફિટનેશ લેવલ ઘીમે ઘીમે નીચું થતું જાય છે. જો કે થોડા વર્ષોમાં આ અંગે જાગ્રતતા વધી છે. પણ સમાજના ચોક્ક્સ સમુહમાં, જે આ જાગ્રતતા સમસ્ત દેશમાં ફેલાવવાની છે.

જો આપણે એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો, દેશના તમામ લોકોએ તંદુરસ્તી રહેવાની જરૂર છે અને તેમાં વિવિધ રમતો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. વ્યક્તિગત માનવતા નિર્માણ કર્યા વગર - સારી રીતે પોષિત, તંદુરસ્ત અને ચુસ્ત મહાન રાષ્ટ્રનું નિર્માણ થવાનું નથી. દેશ જેવી કોઈ વસ્તુ નથી. માત્ર લોકો છે અને તેમાં રમતો જ મહત્ત્વ પૂર્ણ ભમિકા ભજવી શકે છે.