Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જ્યારે જીવનમાં વસ્તુઓ ખોટી દિશામાં જાય, ત્યારે તમે કેવા છો તે સામે આવે છે. જ્યારે વસ્તુઓ સારી દિશામાં જતી હોય, ત્યારે તો બધા શાનદાર હોવાનો દેખાડો કરી શકે છે.
જ્યારે તમે જે કરી રહ્યા છો તેના પ્રત્યે પૂરેપૂરા સમર્પિત હોવ, ત્યારે જ તમે દુનિયામાં કૈક મહત્ત્વનું બનાવી શકો.
તમારા વિચાર સહીત આખું અસ્તિત્વ એક સ્પંદન છે. જો તમે એક શક્તિશાળી વિચાર ઉત્પન્ન કરીને તેને બહાર જવા દો, તો તે પોતાને સાકાર કરશે.
જો તમે તમારી ઊર્જાઓને ઉલ્લાસપૂર્ણ અને કેન્દ્રિત રાખો તો તમારે જેની પણ જરૂર હોય તે સહજ રીતે થઈ જશે.
મૂળભૂત રીતે, જે એક જ વસ્તુ તમે આપી શકો છો તે છે બસ પોતાને આપવા.
યોગનું વિજ્ઞાન ખાલી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વિષે નથી. તે મનુષ્યના અસ્તિત્વના દરેક પાસાંનો એક પરમ ઉપાય છે.
જો તમને અણગમતી પરિસ્થિતિઓમાં મુકવામાં આવ્યા હોય, તો તમારામાં એટલી સમજ હોવી જોઈએ કે તમે બીજા કોઈને એવી પરિસ્થિતિઓમાં ન મુકો.
તમે તણાવ, ગુસ્સો, ડર કે બીજી કોઈપણ નકારાત્મક ભાવના અનુભવો, તેની પાછળ બસ એક મૂળભૂત કારણ છે: પોતાની આંતરિક પ્રકૃતિથી અજાણ હોવું.
કોઈ વ્યક્તિના વર્તનના આધારે તેમની આધ્યાત્મિક પ્રક્રિયા વિષે નિષ્કર્ષો ન બનાવો. આધ્યાત્મિક પ્રક્રિયા શરીર અને મનની રીતોથી પરે છે.
આત્મ-સાક્ષાત્કારનો મતલબ છે તમે જુઓ છો કે તમે કેટલા મૂર્ખ હતા. બધું અહીં તમારી અંદર જ છે અને છતાં તમને ખબર ન પડી.
વિચાર અને લાગણી બે અલગ વસ્તુઓ નથી. તમે જેવું વિચારો તેવું અનુભવો છો.
તમે કેટલું કરો છો તે નહિ - તમે તે કેવી રીતે કરો છો તે જીવનને સુંદર બનાવે છે.