ગુરુ પાદુકા સ્ત્રોતમ્ – ઈશા બ્લોગ પર મંત્રોચ્ચારવાળી ઑડિઓ ફાઈલ (ડાઉનલોડ કરો)
ગુરુ પાદુકા સ્ત્રોતમ્ માં શક્તિશાળી મંત્રોચ્ચાર છે. જે ગુરુની કૃપા બનાવે છે. જે અહીં એમપી થ્રી ફોરમેટ અને એન્ડ્રોયડ એપમાં ઉપલબ્ધ છે.
ગુરુ પાદુકા સ્ત્રોત્તમ્ ખૂબ શક્તિશાળી મંત્ર છે. જે "ગુરુના ચરણ પાદુકા" ની ભવ્યતા જણાવે છે. આ તો, પ્રતિકાત્મક રૂપે "જીવનરૂપી ભવસાગર પાર કરાવતી હોડીના રૂપક તરીકે છે." આ મંત્રો ઉચ્ચારણોથી ગુરુની અસિમ કૃપા મળવા પાત્ર બનીએ છીએ. ઇશાના પ્રખર બ્રહ્મચારીઓ દ્વારા ઉચ્ચારણ કરેલા મંત્રો વૈરાગ્ય આલ્બમમાં ઉપલબ્ધ છે અને આને ડાઉનલોડ પણ કરી શકો છો. તે ઇશા ચન્ટ એપ્લિકેશનનો એક ભાગમાં ઉપલબ્ધ છે. સંસ્કૃત મંત્રો નીચે આપેલ છે
સદગુરુ: જો ગુરુ કૃપા તમારા પર ન હોય અથવા કૃપા ન મળે તો, તો ફરક નથી પડતો કે, તમારી પાસે કેટલી સંપત્તિ છે, કેટલું ધન છે, બધું જ માટી કે મિથ્યા સમાન છે. કારણ કે તમે સુંદર જીવન જીવી શકશો નહીં. ગુરુકૃપા કોઈ સામન્ય વસ્તુ નથી, કે જે તમે કલ્પના કરો ને તમને મળી જાય. કૃપા એક અદભૂત આશિર્વાદ છે. તમે જટેલો મેળવો એટલો ઓછો છે. તે સુરજ સમાન પ્રકાશિત છે. જેટલો વધારે પ્રકાશ એટલું તમારું જીવન ધન્ય.
તમે જેને ગુરુ તરીકે જુવો છો. તે એક ચોક્કસ ઊર્જા છે, ચોક્કસ સંભાવના છે. તેઓ વ્યક્તિ નથી. પણ તે વ્યક્તિ ચોક્કસ રૂપમાં અને સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. ધારોકે, તમારે પ્રકાશને જોવો હોયો તો, તમારે બલ્બની જરૂર નથી. પણ બલ્બમાંથી ચોક્કસ પ્રકારનો પ્રકાશ આવે છે અને તમને લાગે છે કે "બલ્બ વગર પ્રકાશ શક્ય નથી. એક મર્યાદા સુધી આ સત્ય પણ છે. પરંતુ ગુરુ સમય અને સ્થળની મર્યાદાથી પર છે. બલ્બની નજીક વધારે પ્રકાશ મળે છે પણ તેનાથી દૂર જતા પ્રકાશ નથી મળતો. પણ, ગુરુકૃપામાં આવું નથી થતું. તમે બલ્બની બાજુમાં બેસીને પ્રકાશ (ગુરુકૃપા) મળે છે અથવા હજારો માઇલ દૂર રહેનાર વ્યક્તિને પણ પ્રકાશ (ગુરુકૃપા) ઓછો નહી મળે. દરેકને એક સમાન કૃપા પ્રાપ્ત થશે.
ગુરુકૃપા વગર સફળતા તમારી પાસે નહીં આવે. માટે તમારે કૃપા મેળવવા કોઈને કોઈ રસ્તાનો સ્વીકારી તમારે શીખવું પડશે કે ગુરુકૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. ફક્ત તમારે માનસિક રીતે ગ્રહણ કરવાની જરૂર છે. જે રીતે તમે તમારા શરીરનું ધ્યાન રાખો છો. તે તમને ગ્રહન કરે છે. તમે જે રીતે તમારી લાગણીઓને સંભાળો છો અથવા તમારી પાસે વધુ જટિલ પદ્ધતિઓ કે માર્ગ હોઈ શકે છે, તમારે ગુરુકૃપા અંગેના મેકેનિઝમ કેવી રીતે કામ કરે છે તે સમજવું પડશે. પણ કૃપા વગર કોઈપણ પ્રકારની સફળતા નહીં મળે. તમે તેજસ્વી, મેધાવી હશો પણ, નિષ્ફળતાના દરવાજે જ ઉભા રહેશો. તમે અત્યંત સક્ષમ હશો, પણ નિષ્ફળતા તમારો પીછો નહીં છોડે
પરંતુ કૃપા મળતાની ક્ષણે, અચાનક તમે અનુભવશો કે, બધું સુગમ અને સફળ થવા લાગ્યું. તમે શાંતિ અને સુખનો અહેસાસ કરશો. તમે તમારા શરીર અને મનને શાંત કરી શકશો. પણ તમે જે કરી રહ્યા છો. તેમાં સફળ થવાં કૃપા વગર શક્ય નહીં બને ગુરુકૃપાની સુગમતા વગર તમે બહુ સમય સફળ પણ નહીં રહી શકો. ગુરુકૃપાથી મોટાભાગના મનુષ્યો એટલા દૂર જતા રહે છે કે, તેઓ કૃપા માટે ઉપલબ્ધ થતા નથી. પછી તેમના જીવનમાં બધું જ પછી અધરું બનતું જાય છે, તેઓ જે કામ કરે, શિક્ષણ પ્રાપ્ત કરે, લગ્ન કરે તેમાં સુખ નહીં મળે, પણ જો તમને ગુરુકૃપા ગ્રહણ કરો છો, તો તમને બધું જ સહેલું લાગે છે. કારણ કે તમે હવે સારી રીતે સુગમ અને ઉપલબ્ધ થઈ રહ્યાં છો.
અનંતસંસાર સમુદ્રતાર નૌકાયિતામ્યાં ગુરુભક્તિદાભ્યામ્ ।
વૈરાગ્યસામ્રાજ્યપજનાભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 1 ॥
કવિત્વવારાશિનિશાકરાભ્યાં દૌર્ભાગ્યદાવાં બુદમાલિકાભ્યામ ।
દૂરીકૃતાનમ્ર વિપત્તતિભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 2 ॥
નતા યયોઃ શ્રીપતિતાં સમીયુઃ કદાચિદપ્યાશુ દ્રરિદ્રવર્યાઃ ।
મુકાશ્ચ વાચસ્પતિતાં હિ તાભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 3 ॥
નાલીકનીકાશ પદાહ્યતાભ્યાં નાનાવિમોહાદી નિવારિકાભ્યામ્ ।
નમજ્જનાભીષ્ટતતિપ્રદાભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 4 ॥
નૃપાલિ મૌલિવ્રજરત્નકાંતિ સરિદ્વવિરાજત્ ઝષકન્યકાભ્યામ્ ।
નૃપત્વદાભ્યાં નતલોકપંકતેઃ નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 5 ॥
પાપાંધકારાર્ક પરંપરાભ્યાં તાપત્રયાહીંદ્ર ખગેશ્વરાભ્યાંમ્ ।
જાડ્યાબ્ધિ સંશોષણ વાડવાભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 6 ॥
શમાદિષટ્ક પ્રદવૈભવાભ્યાં સમાધિદાન વ્રતદીક્ષિતાભ્યામ્ ।
રમાધવાંધ્રિસ્થિરભક્તિદાભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 7 ॥
સ્વાર્ચાપરાણામ્ અખિલેષ્ટદાભ્યાં સ્વાહાસહાયાક્ષધુરંધરાભ્યામ્ ।
સ્વાંતાચ્છભાવપ્રદપૂજનાભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 8 ॥
કામાદિસર્પ વ્રજગારુડાભ્યાં વિવેકવૈરાગ્ય નિધિપ્રદાભ્યામ્ ।
બોઘપ્રદાભ્યાં દ્રતમોક્ષદાભ્યાં નમો નમઃ શ્રીગુરુપાદુકાભ્યામ્ ॥ 9 ॥
સંપાદકિય નોંધ, સદગુરુ સ્પોટની મુલાકાત લો અને મંત્રોના મહત્વ વિશે વાંચો સાથે
You can find the other Mystic Chants here.