માનવ ચેતનના વિકાસ માટે મૂળભૂત ઢાંચા બનાવવા પડશે.
અહિયાં સદગુરુ એ રોકાણ વિષે વાત કરી રહ્યા છે જેનાથી માનવ ચેતનની ઉન્નતિ માટે મનુષ્યો, પદાર્થો અને ઉરજાઓના રૂપમાં ની જરૂર છે.
ગરીબીથી સમૃદ્ધિ તરફની મુસાફરી એ એક મુશ્કેલ મુસાફરી છે, પછી ભલે તે કોઈ પણ વ્યક્તિ માટે હોય, કે સમાજ માટે, અથવા રાષ્ટ્ર કે વિશ્વની મોટી જનસંખ્યા માટે હોય. અને આ પર્યાવરણની દૃષ્ટિ એ પણ અનુકૂળ નથી. પરંતુ, જ્યારે મોટા ભાગના લોકો સમૃદ્ધિ મેળવે છે, ત્યારે તેઓ તેનો આનંદ માણી શકતા નથી.
લોકોએ તે જાણવું જોઈએ, સમજવું કે તેમના જીવનની ગુણવત્તા એ વસ્તુથી નક્કી નથી થતુ કે તેઓ કઇ ગાડી ચલાવે છે, તેઓ ક્યાં રહે છે, અથવા તેઓ શું પહેરે છે? તે એ વાતથી નક્કી થાય છે કે વ્યક્તિ કેટલી શાંતિપૂર્ણ અને આનંદિત છે. સુખ પ્રાપ્ત કરવા માટે, લોકો હંમેશા ઉપર તરફ જોતા રહ્યા છે અને પછી એકબીજા સાથે લડતા રહ્યા છે. પછી તેઓ આસપાસ જોવાનું શરૂ કર્યું અને પૃથ્વી નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તમે અંતર્ગત થાવ ત્યારે જ સુખ આવે છે. ઉકેલ મેળવવાનો એકમાત્ર રસ્તો આંતરિક તરફ વળવાથી છે.
આધ્યાત્મિક સંભાવનામાં, તમારી ભૌતિકતાથી ઉપર ઉઠવાની શક્યતામાં રોકાણ જ એકમાત્ર સાચો રસ્તો છે. જો તમે લાંબા ગાળાના લાભો ઇચ્છતા હો, તો તમારે લાંબા-ગાળામાં રોકાણ કરવું પડશે.
મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગેરહાજરીમાં, તમે આત્મજ્ઞાની લોકો કેવી રીતે બનાવશો?
સો વર્ષ પહેલાં, જો તમે કોઈ ભારતીય ગામમાં ગયા હોવ, તો તમારે એક એવો વ્યક્તિ શોધવા માટે સમગ્ર ગામ ફરવું પડતું જે સ્થાનિક ભાષામાં વાંચી અને લખી શકે. આજે લગભગ 70% લોકો તેમની માતૃભાષા વાંચી શકે છે અને ઘણી સારી અંગ્રેજી પણ બોલી શકે છે. આ પરિવર્તન આવી ગયું છે કારણ કે અમે શાળાઓ, વર્ગો સ્થાપિત કર્યા અને શિક્ષકોને પ્રશિક્ષિત કર્યા છે.
તેવી જ રીતે, મનુષ્યની ચેતના વધારવા માટે, વ્યક્તિગત સ્તર પર મનુષયોમાં પરિવર્તન લાવવા માટે, એક વસ્તુ જેને સમગ્ર વિશ્વમાં કરવાની જરૂર છે તે એ છે કે આપણે મૂળભૂત ઢાંચા નો વિકાર કરીએ, માનવીય અને બીજા અન્ય પ્રકારના વિકાસ પણ.
ગૌતમ બુદ્ધને આત્મ-જ્ઞાન પ્રાપ્ત થયા પછી, જ્યારે રાજા-મહારાજાઓ તેમના શહેરોમાં અને કસબામાં આવવાનું કહેતા હતા ત્યારે તેઓ કહેતા, "જો તમે ઈચ્છો છો કે હું ત્યાં આવું તો તમારે ત્યાં ધ્યાન કરવા માટે સભાગૃહ અને બગીચો બનાવવું પડશે.".
પ્રાચીન સમયમાં, આપણા દેશમાં, આંતરિક સમૃદ્ધિ માટે એક જબરદસ્ત મૂળભૂત ઢાંચો હયાત હતો. ઉદાહરણ તરીકે, શ્રી કૃષ્ણે ઉત્તરીય ભાગના મેદાન વાળા ભાગોમાં અને મધ્ય ભારતમાં એક હજારથી વધુ આશ્રમ સ્થાપિત કર્યા હતા. ગૌતમ બુદ્ધને આત્મ-જ્ઞાન પ્રાપ્ત થયા પછી, જ્યારે રાજા-મહારાજાઓ તેમના શહેરોમાં અને કસબામાં આવવાનું કહેતા હતા ત્યારે તેઓ કહેતા, "જો તમે ઈચ્છો છો કે હું ત્યાં આવું તો તમારે ત્યાં ધ્યાન કરવા માટે સભાગૃહ અને બગીચો બનાવવું પડશે". તેથી તે એક સામાન્ય નિયમ હતો.
આપણી સંસ્કૃતિ એ એકમાત્ર સંસ્કૃતિ છે જેણે સમૃદ્ધિ માટે ઘણાં મૂળભૂત માળખા બનાવ્યા છે. દુનિયાના અન્ય સ્થળોની તુલનામાં, આપણા દેશમાં આધ્યાત્મિક પ્રગતિ માટે ઉચ્ચતમ સ્થાન બનાવવામાં આવ્યા છે. તેથી આ માત્ર એક સંયોગ નથી, અને ના કોઈ અચાનક ઘટના કે આપણે ત્યાં દરેક પેઢીમાં આત્મજ્ઞાની પ્રગટ થયા છે.
પરંતુ આ માળખા હાલમાં ઘટી રહી છે, ઓછા થઈ રહ્યા છે, વધી નથી. મનુષ્યને બનાવવા માટે કોઈ મૂળભૂત પાયો નથી. બધી પ્રકારની વસ્તુઓ માટે માળખા છે. તમે શું વિચારો છો, મુંબઈ અને દિલ્હીમાં કેટલા દારુ-ખાના છે? દારૂના નશામાં ડૂબી જવા માટે ઘણાં માળખા ઉપલબ્ધ છે, પરંતુ આત્મજ્ઞાની થવા માટે પૂરતા પાયા નથી. આ દુનિયાને સંભાળવા માટેની એક રીત છે. જો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, તો પછી તમે પ્રબુદ્ધ વ્યક્તિ કેવી રીતે બનાવશો? તમે કરી શકશો નહીં. આ એ વસ્તુ છે જે અસ્તિત્વમાં નથી. આપણે તેને પાછા લાવવું પડશે.
શારીરિક અને માનવીય મૂળભૂત પાયો
સમગ્ર વિશ્વ માટે, ઇશાની જે પ્રતિબદ્ધતાઓમાંની એક એ છે: અમે મનુષ્યોના આંતરિક સુખ માટે મૂળભૂત માળખું બનાવવા ઈચ્છીએ છીએ. મૂળભૂત પાયાથી મારો અર્થ ફક્ત ભૌતિક સ્વરૂપમાં નથી. ભૌતિક સ્વરૂપ અથવા માળખું ફક્ત એટલા માટે જ છે કે લોકો ત્યાં રહીને આંતરિક પોષણ મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે કયા પ્રકારનાં લોકો તૈયાર કરી રહ્યા છો? યોગ્ય લોકો વિના, તમે આ વિજ્ઞાનને માનવ સમાજમાં લાવી શકતા નથી કારણ કે તે આંતરિક વિજ્ઞાન છે. યોગ્ય લોકો વિના, એ લોકો સુધી યોગ્ય રૂપમાં પહોંચી શકશે નહીં જે રૂપમાં એને પહોંચવું જોઈએ.
સમગ્ર વિશ્વમાં, ઇશાની પ્રતિબદ્ધતાઓમાંની એક આ છે: અમે મનુષ્યોના આંતરિક સુખ માટે મૂળભૂત માળખું બનાવવા ઈચ્છીએ છીએ.
અમે ઈશા યોગ કાર્યક્રમ, જેમ કે ઇનર એંજીન્યરિંગ કે અન્ય ઉચ્ચ સ્તરનાં કાર્યક્રમો વ્યવસાયિક રીતે શીખવવાની મંજૂરી આપતા નથી. તેઓને આ કાર્યક્રમોને તેમના પોતાના જીવનથી ઉપર રાખવાનું છે, પોતાના જીવનથી વધુ મહત્વ આપવું છે, પછી જ અમે તેમને શીખવવાની મંજૂરી આપીએ છીએ. તે એક ભેંટ જેવુ છે, બલિદાનની જેવું, કોઈ વ્યવસાય અથવા શોખ જેવુ નહી.
અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે આ પૃથ્વી પર દરેક મનુષ્યને, જાતિ, સંપ્રદાય, ધર્મ, લિંગ અથવા પ્રદેશના ભેદભાવ વગર આધ્યાત્મિક પ્રક્રિયા ભેંટ કરવા ઈચ્છીએ છે. આપણી પાસે આ આધુનિક વિશ્વને પ્રદાન કરવા માટેનું આવશ્યક જ્ઞાન, ઊર્જા અને ક્ષમતા છે. આ એક એવો સમય અને યુગ છે જ્યારે આપણે, જરૂરી સાધનો, તકનિકી જ્ઞાન તથા એવી કાબેલિયતથી દરેક મનુષ્યને એટલ સક્ષમ બનાવી શકયે છીએ કે એ બીજાના જીવનમાં બધા ઉત્પન્ન કર્યા વગર, પોતાના આંતરિક સુખને જાતે જ નિયંત્રિત કરી શકે છે.
વિશ્વને પ્રાણ-પ્રતિષ્ઠિત કરવાની શક્યતા
આજે, માનવતાના ઇતિહાસમાં પ્રથમ વખત, માનવ સ્વરૂપમાં આપણી પાસે એવી કાબેલિયત છે કે આ દુનિયામાં મનુષ્યની તમામ મૂળભૂત સમસ્યાઓ - પોષક, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, મૂળભૂત સમૃદ્ધિ - માટે સમાધાન શોધી શકયે છે. આપણી પાસે આવશ્યક સ્રોત, ટેક્નિક અને સક્ષમતા છે જેથી આપણે તે કરી શકીએ. બસ સમાવેશ કરવાની ચેતનાનો અભાવ છે. એક પેઢીના રૂપમાં આપણે તેના ખૂબ નજીક છીએ - મોટો પ્રશ્ન એ છે કે શું આપણે તેને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી શકીએ? જો મને તક મળે તો, સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ થશે કે હું આખા વિશ્વને પ્રાણ-પ્રતિષ્ઠિત કરી દઇશ. તે કોઈ સારી વસ્તુ નથી કે કોઈ પણ વ્યક્તિ એવી જગ્યાએ રહે જે પ્રાણ-પ્રતિષ્ઠિત નથી.
એક પ્રાણ-પ્રતિષ્ઠિત સ્થાન એ જગ્યા છે જેની સારી રીતે સંભાળ રાખવામાં આવી છે, જે ખાસ રીતે બનાવવામાં આવેલી જગ્યા છે. મનુષ્યને એવી જગ્યા પર હોવું જોઈએ, જો તે ઉન્નત થવા માંગે, તો ઉન્નત થાય. આજે, બહુ ઓછા લોકોને આવી તક મળે છે, પરંતુ આવું થવું જરૂરી નથી.
મારા મનમાં, મારી સમજમાં અને જીવનના અનુભવમાં, મને લાગે છે કે આ શક્યતા બીજાને આપવી, એ શ્રેષ્ઠ વસ્તુ છે જે તમે કરી શકો છો, કારણ કે અંતે આ વસ્તુ મહત્વપૂર્ણ છે.