પારિવારિક સમસ્યાઓ અને સંઘર્ષ: મલિનતાથી મઘમઘાટ સુધી
સદ્ગુરુ માતા-પિતા, બાળકો અને ભાઈ-બહેનો વચ્ચે પારિવારિક સમસ્યાઓ અને સંઘર્ષને કઈ રીતે સંભાળવા તે વિષે એક પ્રશ્નનો જવાબ આપે છે અને જુએ છે કે, કઈ રીતે “યુદ્ધક્ષેત્ર” રૂપાંતરણની એક સંભાવના બની શકે છે
પ્રશ્નકાર: જ્યારે પરિવારમાં સંઘર્ષ અને મતભેદો સર્જાય છે - માતા-પિતા અને બાળકો વચ્ચે – ઉદાહરણ તરીકે – એ ગમે તે કારણોસર હોય, કઈ રીતે વ્યક્તિ અમુક તાલમેલ ઉપર આવી શકે છે?
સદ્ગુરુ: તમે માતા-પિતા અને બાળકો, ભાઈ-બહેન તેમ કહ્યું, તેથી તમારી પાસે એક બહાનું છે – તમે આ લોકોને પસંદ નથી કર્યા. જો તે પતિ અથવા પત્ની વિષે હોત તો ત્યાં વિકલ્પ હતો – તમે બીજા કોઈ ઉપર દોષારોપણ ન કરી શકો!પરિવાર એ તમારા માટે તમારી મર્યાદાઓને જાણવા માટે સારું તાલીમક્ષેત્ર છે. તમે અમુક લોકોને આવરાયેલા છો – તેનો અર્થ દરરોજ, તમે ગમે તે કરો, તમારે બીજાઓને નારાજ કરવા જ પડશે. અમુક વસ્તુઓ જે તમે કરો છો જેનાથી તેઓ ઘૃણા કરે છે, પણ છતાંય તમારે તેઓની સાથે રહેવાનું છે. એ તમારા ૧૦,૦૦૦ના ફેસબૂક ફૅમિલી જેવુ નથી – જો તમને કોઈ નાપસંદ હોય તો તમે તેને ક્લિક કરીને બહાર કાઢી નાખો.
પરિવાર પસંદ-નાપસંદથી પરે વિકસિત થવા માટે એક સુંદર સ્થાન છે. તમારે પસંદ અને નાપસંદ તમારી અંદરની વિવશતાઓનો આધાર છે. જ્યારે તમે પસંદ અને નાપસંદમાં અટવાયેલા હો છો ત્યારે જાગરૂકતાનો તો કોઈ પ્રશ્ન જ નથી. જે ક્ષણથી તમે કંશાકને પસંદ અથવા નાપસંદ કરવા લાદો છો, તે ક્ષણથી તમે સ્વાભાવિક રીતે જ વિવશતાપૂર્ણ વર્તન કરવા લાગો છો – જે તમને પસંદ છે તેના પ્રત્યે અનુકૂળ રીતે વિવશ અને જે તમને નાપસંદ છે તેના પ્રત્યે પ્રતિક્રિયાત્મક રીતે વિવશ.
જાગૃત બનવું
પરિવાર તમને ગમે કે ન ગમે, તે એક આવરણ છે, તમારે આ લોકો સાથે અમુક સમય પૂરતું રહેવાનું જ છે. ક્યાં તો તમે તેને એક કડવો અનુભવ બનાવી શકો છો અથવા તો તમે તમારી પસંદ-નાપસંદથી પરે જતા શીખો છો. ધારોકે, તમારા પતિની અમુક બાબતોથી તમે ઘૃણા કરો છો. થોડા સમય પછિ તમે કહેશો, “એ તો એવો જ છે – એ ઠીક છે,” એ બદલાયો નથી પણ તમે તમારી નાપસંદને અમુક પ્રકારના વર્તન માટે અથવા તેમનાની એ બાબત જે તમને ખૂંચતી હતી તેને ઓળંગી ચૂક્યા છો. જો તમે કડવા બની જાઓ અથવા તમે તે છોડી દો, એ અર્થમાં કે, “બીજો કોઈ માર્ગ નથી – મારે તેમને સહન કરવા જ પડશે,” તો તેમની સાથે રહેવાની બધા પીડા અને સંઘર્ષ વેડફાઈ જશે. પણ જો તમે કહો કે, “હા, તેઓ આવા જ છે, પણ મારે માટે તે ઠીક છે. મને આ લોકો સાથે ખુશી-ખુશી જવા દો,” તો તમે જાગરૂકતાપૂર્વક રૂપાંતરિત થયા છો.
જ્યારે તમે તમારી અસંદ-નાપસંદને ઓળંગી જાઓ છો ત્યારે અજાણતા જ તમે જાગૃત થઈ જાઓ છો. અજાણતા જ તમે આધ્યાત્મિક થઈ જાઓ છો, જે આધ્યાત્મિક બનવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. એમ કહીને નહિ , “હું આધ્યાત્મિક માર્ગે જઈ રહ્યો છું” પણ એક જીવન તરીકે, તમે તમારી મર્યાદાઓ, પસંદ-નાપસંદને ઓળંગવા પૂરતા જાગૃત થયા છો અને આધ્યાત્મિક બન્યા છો, તે પણ તેની સાથે “આધ્યાત્મિક” એવો શબ્દ જોડ્યા વિના. આધ્યાત્મિક બનવા માટેનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે, તમે જાગરૂક રીતે એ સ્થાન ઉપર પહોંચો જ્યાં તમે પ્રતિક્રિયા સહેજ પણ વિવશતાપૂર્ણ રીતે નથી આપતા. પરિવાર તમારા માટે તે દિશામાં તાલીમ પામવા માટે એક સરસ જગ્યા છે. તમે આમાં હંમેશા માટે ફસાયેલા નથી. તમે જે પણ પ્રકારના પરિવારમાં રહો છો, તે માત્ર અમિક સમય પૂરતું જ છે. તમારે આ સમયનો ઉપયોગ તમારી પસંદ-નાપસંદને ઓળંગવા માટે કરવો જોઈએ.
જો તમારી આસપાસના લોકો તમારી સાથે સહમત ન થાય તો તમે ખૂબ સરસ જગ્યાએ છો. હું આશ્રમમાં લોકોને હંમેશા કહેતો હોઉં છું કે, “એવા લોકોને તસંદ કરો કે જેઓને તમે સહેજ પણ સહન નથી કરી શકતા અને તેમની સાથે ખુશી-ખુશી કામ કરતા શીખો. એ તમારી સાથે આશ્ચર્યજનક હશે.” જો તમે એવા લોકો સાથે રહેવાનું પસંદ કરો છો જે તમને ગમે છે, તો તમે માત્ર તેવા જ પ્રકારના લોકો સાથે રહેવા પૂરતા વિવશ થઈ જશો. પરિવાર એ સમસ્યા નથી. તમારી તમને જે પસંદ છે તેમની સાથે રહેવાની ઈચ્છા – એ સમસ્યા છે. તમને જે પસંદ છે તેનું ચયન ન કરો. એ જુઓ કે, જે છે તેને અદ્ભૂત કઈ રીતે બનાવી શકાય. તમારા તરફ જે આવે છે તે તમારો વ્યવસાય નથી. તમે તેમાંથી શું બનાવી જાણો છો તે તમારો વ્યવસાય છે.
લોકો હવામાનને અનુલક્ષીને કહે છે , “ઓ, કેટલો સરસ દિવસ છે” અથવા “કેટલો ખરાબ દિવસ છે.” માત્ર ત્યાં વાદળો હોવાને કારણે તે ખરાબ દિવસ નથી. હવામાનને પ્રકૃતિ ઉપર છોડી દો. એક દિવસ સૂર્ય, બીજે દિવસે વાદળો; એક દિવસ દરસાદ, બીજે દિવસે બરફ – તે ઠીક છે. જો સૂર્યપ્રકાશ ઠીક હશે તો તમે ઉઘાડા થઈને ફરશો; જો વરસાદ પડતો હશે તો તમે રઈનકોટ પહેરીને ફરશો; જો બરફ પડતો હશે તો તમે સ્નોબૉર્ડ લઈને ફરશો. કંઇ પણ થાય, તેને સારો દિવસ બનાવવો તમારી ઉપર છે.
તે જ રીતે, અત્યારે સમારી બાજુમાં કોણ બેઠું છે તેના પ્રત્યે ચિંતા કરશો નહિ. તમે તે વ્યક્તિ સાથે બેસવાની પ્રક્રિયાને અદ્ભૂત પ્રક્રિયા બનાવી શકો છો. તેનો અર્થ એ નથી કે તમારે એ વ્યક્તિ સાથે આજીવન બેસવાનું છે. દરેક વ્યક્તિ આવે અને જાય છે. ક્યાં તો તેઓ આવે અને જાય છે અથવા તમે આવો અને જાઓ છો. ત્યાં જે પણ કોઈ હશે, જે પણ કંઇ હોય – અત્યાર પૂરતું તેમાંથી શ્રેષ્ઠ બનાવો. જો તમારી પાસે બીજા વિકલ્પો છે તો તમે બદલાઈ શકો છો પણ, સૌથી અગત્યની વસ્તુ એ છે કે, તમે ખુશી-ખુશી બદલાઓ. તે જાગરૂક વિકલ્પના ચયનને કારણે હોવું જોઈએ, વિવશતાને કારણે નહિ કે, તમે અહીં નથી રહી શકતા તેથી તમારે બીજે ક્યાંક કૂદકો મારવો પડે છો. જો તમે એવી સ્થિતિમાં છોડી દેશો તો તમે જ્યાં પણ જશો, તમે આવ જ રહેશો. જો તમે જાણતા નથી કે, તેને અહીં કઈ રીતે સંભવ કરવું તો તમે તેને બીજે ક્યાંય પણ સંભવ કઈ રીતે બનાવવું તે નહિ જાણો.
પરિણામોની માપણી
અને તમને ખબર કઈ રીતે પડશે કે, આ આખી આધ્યાત્મિક પ્રક્રિયા કામ કરી રહી છે કે નહિ? માત્ર પરિણામો ઉપરથી. જો તે જ લોકો સાથે, તમે થોડા વધારે ખુશ ઊઠો છો તો તમે થોડા વધુ આરામમાં છો, પહેલાની માફક હવે તેઓ તમને હેરાન નથી કરતા – તેનો અર્થ એ કે તમારી પ્રગતિ થઈ રહી છે. દરેક જગ્યાએ, પ્રગતિને પરિણામો દ્વારા માપવામાં આવે છે, અહીં પણ.
એક દિવસ આમ થયું – સ્વર્ગના દરવાજાઓ ઉપર લાઈન લાગી હતી. તેમને અંદર પ્રવેશ આપતા પહેલા સંત પીટર દરેકના વહી-ખાતા તપાસી રહ્યા હતા. ત્યાં લાસ વેગાસનો એક ઇટાલીયન તૅક્સી ડ્રાઈવર તેના આગવા કપડા અને ગોગલ્સ પહેરીલો હતો અને સીગરેટ પી રહ્યો હતો. તેની પાછળ જ બિશપ(ખ્રિસ્તી ધર્માધ્યક્ષ) હતો. તેણે આ માણસ સામે જોઈને અણગમાપૂર્વક કહ્યું, “સૌથી પહેલા તો આ માણસ સ્વર્ગની લાઇનમાં છે જ કઈ રીતે?” પણ તમે જાણો છો, ભગવાનના રસ્તાઓ ચિત્ર-વિચિત્ર હોય છે. જ્યારે ટૅક્સી ડ્રાઈવરનો સમય આવ્યો ત્યારે તેણે તેના ભાવી માટે રાજીનામું આપતા કહ્યું, “ઠીક છે, તમે મને જ્યાં પણ મોકલો... શું સમસ્યા છે?” એક ટૅક્સી ડ્રાઈવર તરીકે તે આવું કરવા ટેવાયેલો હતો – ગ્રાહકને જ્યાં જવું હોય તે ત્યાં જતો; તે પોતાનું ગંતવ્ય પસંદ કરતો નહિ. તેનું આખું વહી-ખાતું તપાસવામાં આવ્યું. તછી પીટરે તેનું મોટા સ્મિત સાથે સ્વાગત કર્યું અને તેને એક સુંદર રેશમી વસ્ત્ર આપ્યું. બે અખૂબ જ સુદર દેવદૂતો આવીને તેને સ્વર્ગમાં લઈ ગયા.
બિશપ આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યો હતો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેમણે તેના ચોપડાઓમાં જોયું, તેનું સ્વાગત કર્યું, તેને સામદારના કપડા અને પોતું આપીને કહ્યું કે, “તમે કૉરોડોર નં. ૧૨૭ સાફ કરો.” બિશપ વિચલિત થઈ ગયો, “ આ શું છે? પેલો ઇટાલીયન ટૅક્સી ડ્રાઈવર પાપોના શહેરમાંથી આવે છે – મારે તે નામ પણ નથી લેવું – તેણે બધા જ પ્રકારના લોકો માટે ડ્રાઈવ કર્યું હશે – તમે તેને રેશમી વસ્ત્ર અને દેવદૂતો પાઠવ્યા અને તે સ્વર્ગમાં ગયો. અને હું એક બિશપ છું – હું ભગવાનની સેવામાં જ હતો અને મારે માટે સાકદારોના કપડા અને કૉરોડોરની સફાઇ – મને ખબર છે તેમાં કેટલો લાંબો સમય લાઅગશે તે. આવું શા માટે?” પીટરે તેની સામું જોયું અને બોલ્યા, “મહેરબાની કરી સાંભળ, અહીં ચર્ચ જેવું નથી – આ સ્વર્ગ છે. અહીં અમે પરિણામોના ધારે જઈએ છીએ. જ્યારે તમે તમારા ઉપદેશો આપ્યા ત્યારે લોકો સામાન્ય રીતે સૂઈ જતા. પણ જ્યારે પેલો માણસ ટૅક્સી ચલાવતો ત્યારે દરેક વ્યક્તિએ કહ્યું, “ઓહ માય ગોડ! ઓહ માય ગોડ! ઓહ માય ગોડ!”
તમારે પણ પરિણામોના આધારે જ જવું જોઈએ. તમારી આધ્યાત્મિક પ્રક્રિયાઓ કામ કરી રહી છે કે નહિ તે જાણવા માટે માત્ર જુઓ, બહારની જે પણ કંઇ પરિસ્થિતિ હોય, શું તમે તમે તમારી અંદર સંઘર્ષમાં હો છો કે નહિ? જો તમારી અંદર સંઘર્ષ હશે તો તમારે સાર્ય કરવું પડશે. તમને શારીરિક રીતે કાનિ નથી પહોંચાડવામાં આવી. તેઓ માત્ર આટલું જ કહે છે, તમને બોલે છે. તેઓ જે સૌથી શ્રેષ્ઠ જાણે છે, તેઓ તે કરશે. તમે જે શ્રેષ્ઠ જાણો છો તમારે તે કરવું જ જોઈએ. જો તમને શ્રેષ્ઠ ખબર હશે તો તમે તમારી જાતને સારી રાખશો. જો તમે પોતાને સારા રાખશો તો કદાચ તમે તેમને પણ રૂપાંતરિત કરી નખો પણ, હું તમારી સાથે અહીં એટલું ઊંડાણમાં નહિ જાઉં. કોઈ તમારા ઉપર બરાડતું હોય કે તમને ગાળો ભાંડતું હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે ઈચ્છો તો તમે પોતાને માટે નવો શબ્દકોષ પણ લખી શકો છો. તમે બધી જ ગાળોનો સરસ, મધુર વસ્તુઓમાં અનુવાદ કરી શકો છો. કોઈ પણ કિસ્સામાં, તમારે જાણવું જ જોઈએ કે, તેઓ એ જ સરી રહ્યા છે જે તેઓ શ્રેષ્ઠપણે જાણે છે. દુર્ભાગ્યપણે – તેમનું શ્રેષ્ઠ કચરો પણ હોઈ શકે છે – શું કરી શકાય. તમે આવા લોકો પ્રત્યે માત્ર સહાનુભૂતિ રાખી શકો છો.
મલિનતાથી મઘમઘાટ સુધી
હાલમાં, તમારે ત્યાં હોવું જ પડશે. અનેક વખત, માત્ર તમે જ નહિ, આપણામાંની દરેક વ્યક્તિ લોકો અને પરિસ્થિતિઓમાં ફસાયેલી છે જેમાં આપણે ચોક્કસપણે નથે હોવું હોતું. આપણે જ્યાં છીએ તે સંપૂર્ણપણે આપણી પસંદગી નથી. પણ આપણે તેમાંથી શું બનાવીએ છીએ તે સંપૂર્ણપણે આપણો વોકલ્પ છે. સમયાંતરે, તમે જોશો કે, સ્વાભાવિક રીતે જ, તમારી આસપાસ પરિસ્થિતિઓ સૌથી સુંદર રીતે ગોઠવાઈ ગઈ છે.
વિશ્વનો મારો અનુભવ અત્યંત અદ્ભૂત છે. હું જ્યાં પણ જાઉં ત્યાં લોકોની આંખોમાં પ્રેમ અને ખુશીના આંસુ હોય છે. મારે આનાથી વધુ શું જોઈએ? હું જાણું છું કે, આ આખી દુનિયાની વાસ્તવિકતા નથી પણ, મારી આજુબાજુનું વિશ્વ પોતાને તે જ રીતે ગોઠવે છે. આ એને કારણે છે કે, મેં મારી જાતને સમય આપીને એ રીતે ગોઠવ્યો છે કે, હું જ્યાં પણ હોઉં, ત્યાં હું આવો જ રહું છું. ધીરે રહીને, વિશ્વ હું જે છું તેનું અનુસરણ કરવા માંડે છે. તમે પણ આમ કરો. વિશ્વ પોતાને અમુક રીતે ગોઠવે છે કે કેમ તેની ચિંતા ન કરો – તે સમયાંતરે નિશ્ચિતપણે થશે જ.
અત્યારે, તેમને ગટર સાથે ચાલવું છે – તેમને થોડા સમય માટે ચાલવા દો, જ્યાં સુધી તેઓ થાકો ન જાય. એવી રીતે જીવો કે, જ્યારે તેઓ તમને જુએ ત્યારે ગટરના લોકો પણ એક સમયે એ જુએ કે, તમારી જેમ હોવું વધારે ઉચિત છે. તેઓ આનાથી બચી શકશે નહિ. તેઓ કડવા છે કારણ કે, જીવનનો તેમનો અનુભવ કડવો અને અસંતૃપ્ત છે આને આ કડવાશ સંઘર્ષના સ્વરૂપમાં બહાર આવે છે. તેમની સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત કરો કે, અલગ રીતે જીવવા માટે પણ એક માર્ગ છે. યોગમાં, કમળનું પુષ્પ સૌથી સ્થિર પ્રતીકોમાંનું એક રહ્યું છે કરન કે, કમળનું પુષ્પ જ્યાં કાદવ જાડો હોય ત્યાં ઊહે છે – જેટલું મલિન, તેટલું ઉચિત. આવી મલિનતા અલૌકિક સૌંદર્ય અને સુગંધમાં રૂપાંતરિત થઈ શકે છે. આ આધ્યાત્મિક પ્રક્રિયા છે. કાદવની ઍલર્જી રાખવી એ આધ્યાત્મિક પ્રક્રિયા નથી. કાદવનો ભાગ બની જવું એ પણ આધ્યાત્મિક પ્રક્રિયા નથી. કાદવને સુગંધમાં ફેરવી નાખવું એ આધ્યાત્મિક પ્રક્રિયા છે.