ભારતમાં રમતને પ્રોત્સાહન આપવાની શરૂઆત કેવી રીતે કરાય?
અભિનવ બિંદ્રા એ સદગુરુ ને પૂછ્યું કે ભારત માં રમત ને લોકપ્રિય બનાવવા માટે શું કરવું જોઈએ. સદગુરુ આપણે બતાવી રહ્યા છે કે ભારતની ગ્રામીણ આબાદી રમવાનું શરૂ કરી દે, તો રમત લોકપ્રિય બની જશે.
અભિનવ બિન્દ્રા:- યુવાઓ ના સંપૂર્ણ વિકાસ માટે રમત-ગમત મહત્વપૂર્ણ છે જે શારીરક, સામાજિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય ને સારું બનાવવાની સાથે સાથે ટીમ વર્ક અને ખેલદિલી ને વધારો આપે છે. આપણે એવી ચળવળ કેવી રીતે શરુ કરી શકીએ, જે આપણા દેશના યુવાનોને રમત-ગમત તરફ દોરે?
સદગુરુ:- સ્પોર્ટ્સ વિશેની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે તમે સંપૂર્ણ ભાગીદારી વિના રમી નથી શકતા. જીવનનો સાર આપણી ભાગીદારી માં જ છે. તો રમત ભાગીદારીની માંગ કરે છે. તમે ભાગીદારી વગર શાળા કે કોલેજ જઈ શકો છો, તમે ભાગીદારી વગર ઓફિસ જઈ શકો છો, તમે ભાગીદારી વગર લગ્ન સુદ્ધાં કરી શકો છો, પણ તમે ભાગીદારી વગર રમી નથી શકતા, કારણકે રમત ભાગીદારી વગર રમી નહીં શકાય- કઈ પણ એવું નહીં થાય જેવુ તમે ઈચ્છો છો.
જ્યારે તમે બોલને કિક મારો છો, અથવા તો હિટ કરો છો કાતો તો બુલેટ શૂટ કરો છો, તમે જાણો છો કે પૂરી ભાગીદારી વગર એ ત્યાં નહીં જાય, જ્યાં તમે મારવા ઈચ્છો છો. સમાજમાં તમે તમારી નિષ્ફળતા નો દોષ બીજા કોઈ પર નાખી એને છુપાઈ શકો છો, રમતમાં આ સ્પષ્ટ દેખાઈ જશે કે તમે જે કરી રહ્યા છો તેની માટે તમે પોતે જવાબદાર છો, નહીં તો એ કામ નહીં કરે. તો રમતનું સૌથી શ્રેષ્ઠ પાસું આ જ છે. શું આને આપણા જીવનમાં પણ આવવું જોઇયે? બિલકુલ.. સ્પોર્ટસને આ દેશનો ભાગ શી રીતે બનાવવો?
ભારતમાં રમત લાવવા માટે, તેના 65% વસ્તી ને આમાં શામેલ કરવી પડ્શે. અમે ગ્રામોત્સવમ આયોજિત કર્યે છે, જેમાં હજારો ગામ રમતોમાં ભાગ લે છે. આપણે દેશ ભર માં આને લાવવું જોઇયે. ગ્રામીણ ભારત માં રમત લાવ્યા વગર ભારત રમતોનો એક મહાન દેશ નહીં બની શકે.
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org