આપણી રાષ્ટ્રવાદની ભાવના પ્રમાણસરની હોવી જોઈએ. જ્યારે દેશની અડધી વસ્તીને સારું પોષણ પૂરું પાડવાનું બાકી હોય ત્યારે આપણી પાસે એ માટે દૃઢ આયોજન હોવું જોઈએ. જ્યારે રાષ્ટ્રમાં સુખાકારી વધે ત્યારે આપણે રાષ્ટ્રવાદના આવેશને ઓછો કરી શકીએ.
મર્યાદિત ઓળખથી ઉપર ઉઠવાની શક્યતા અગાઉ કરાતાં આજે અત્યંત મોટાં પ્રમાણમાં છે. ટેક્નોલૉજીએ ભૌગોલિકતાને નજીવી બનાવી દીધી છે. હવે સમય આવી ગયો છે જ્યારે દરેક વ્યક્તિ રાષ્ટ્ર થકી ઓળખાય કારણ કે, માનવતાનો સૌથી મોટો વર્ગ જેને આપણે સંબોધી શકીએ તે અત્યારે એક રાષ્ટ્ર છે.
આપણી આંતરરાષ્ટ્રીય સીમાઓ ૧૯૪૭માં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે નક્કી કરી લેવાની જરૂર હતી. પણ કમનસીબે, આપણે અત્યારે પણ નિયંત્રણ રેખા પકડીને બેઠા છીએ, જે હંમેશા નિયંત્રણની બહાર હોય છે. હવે સમય આવી ગયો છે કે આપણી ભલાઈ માટે સીમાઓ નક્કી થઈ જાય.
રાષ્ટ્ર એ જમીન નથી – રાષ્ટ્ર એટલે ત્યાંના લોકો. લોકોમાં રૂપાંતરણ લાવવાથી આપણી પાસે એક મહાન રાષ્ટ્ર હશે.
રાજકારણમાં આધ્યાત્મિકતા અતિઆવશ્યક છે કારણ કે, જો આપણે ઉત્તમ મનુષ્યોને ઉત્પન્ન કરીશું તો જ આપણે એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કરી શકી શકીશું.
આપણા રાષ્ટ્રની સાચી સંપદા આપણાં જળસ્ત્રોત છે, જેમાં દુનિયાની સૌથી વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિમાંની એક પાંગરે છે.
તમે ગમે તે કરતાં હો - વ્યાપાર કરતા હો, ઉદ્યોગ ચલાવતા હો કે રાષ્ટ્ર ચલાવતા હો - જે જરૂરી છે તે છે અંતર્દૃષ્ટિ, પ્રામાણિકતા અને પ્રેરણા.
કોઈ રષ્ટ્રના રૂપાંતરણ માટે આધ્યાત્મિક સાક્ષાત્કાર થવો જરૂરી નથી - માત્ર આપણી આસપાસ રહેતા સૌ કોઈ પ્રત્યે થોડાં પ્રેમ અને સમજણશક્તિપૂરતા છે.
ભારત હજારો વર્ષોથી આ પૃથ્વી પર ખૂબ જીવંત અને વૈવિદ્યપૂર્ણ સંસ્કૃતિ રહી છે. ચાલો, સાથે મળીને તેને ફરી સમૃદ્ધ બનાવીએ, કારણ કે એ માત્ર એક રાષ્ટ્ર નહિ પણ દુનિયાને માટે એક ખજાનો છે.
ભારતનું ભવિષ્ય આજની પેઢીના હાથમાં છે. ચાલો આપણે કાયદાકીય રીતે સ્થાયી રાષ્ટ્ર નિર્માણ માટે પ્રયત્નો કરીએ જે પ્રત્યેક જિંદગીની એક સરખી કદર કરે અને અને એક સરખું સન્માન આપે.
જયાં સુધી આપણે ભારતના ગામડાઓને શિક્ષિત નહિ કરીએ, જ્યાં સુધી આપણે તે વસ્તીને સમર્થ ન બનાવીએ, ત્યાં સુધી રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી.
ભારત એક વૈવિદ્યસભર અને જટિલ વ્યવસ્થા છે, અને એ જ એની તાકાત છે
ભારત એક મહાન સંભાવના છે. આ સંભાવના હકીકતમાં ફેરવાઈ શકશે કે નહિ એનો આધાર આપણી હિંમત અને એ માટે જરૂરી અંતર કાપવાની આપણી પ્રતિબદ્ધતા ઉપર છે.
જો આપણે આપણા દેશના લોકોને તાલીમબદ્ધ, કેન્દ્રિત, સંતુલિત અને પ્રેરિત વ્યક્તિઓમાં રૂપાંતરિત કરી શકીએ તો, ભારત એક ચમત્કાર બની જશે.
જો આપણે ભારતને નિપુણ નહિ બનાવીએ તો એને ખતમ કરી નાખીશું.
ભારતની મૂળભૂત તાકાત એ છે કે આપણી ધરતી જિજ્ઞાસુઓની છે - સત્ય અને મુક્તિને શોધનારા
લોકશાહીનો અર્થ લોકો દ્વારા બનેલી સરકાર એવો થાય. જો આપણે એક મહાન રાષ્ટ્ર ઈચ્છતાં હોઈએ તો જે પણ કંઈ આપણી ફરજ હોય, આપણે તેને અને ઉત્તમ રીતે નિભાવવી જોઈએ.
લોકશાહી કોઈ દર્શક બનીને જોવાની રમત નથી. આપણે તેમાં ભાગ લેવો પડે.