શાંતિ જીવનનો સર્વોચ્ચ ધ્યેય નથી. એ જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત છે.

સદગુરુ દ્વારા ૧૦ શાંતિ સુવિચારો

દુનિયામાં સંઘર્ષ એ માણસના મનની બાહ્ય અભિવ્યક્તિ છે. માણસના મનને સરળતાથી રહેવાની સુખદ અનુભૂતિ કરાવતા, આપણે શાંતિની શક્તિને સાચા અર્થમાં જાણી શકીશું.

વિશ્વ શાંતિપૂર્ણ ત્યારે જ બનશે જ્યારે વ્યક્તિગત જીવન શાંતિપૂર્ણ હશે.

તમારું મન અને શરીર ત્યારે જ શ્રેષ્ઠ રીતે કાર્ય કરશે અને સંપૂર્ણ રીતે અભિવ્યક્ત થશે જ્યારે તમે આનંદિત અને શાંત હશો.

દુનિયામાં સંઘર્ષ એ માણસના મનની બાહ્ય અભિવ્યક્તિ છે. જો આપણે આપણા મનને શાંતિપૂર્ણ નહીં રાખીએ તો દુનિયા શાંતિપૂર્ણ કેવી રીતે રહી શકે?

શાંતિ અસ્તિત્વનું કેન્દ્ર છે. એને આપણે સર્જી નથી શકતા. જો વધુપડતો હસ્તક્ષેપ કરવામાં ન આવે તો શાંતિ સ્વાભાવિક રીતે ઉદ્દભવશે.

જો આપણે સ્વ-રૂપાંતરણની શરૂઆત ન કરીએ તો વિશ્વશાંતિ માટે કામ કરવાની વાત માત્ર મનોરંજન બની રહેશે.

શાંતિને બહારથી અમલ કરાવી નહીં શકાય. એ તો આપણે અંદરથી કેવા છીએ તેનું પરિણામ છે.

જ્યાં સુધી આપણા જીવનનું સંચાલન અર્થતંત્રથી પ્રભાવિત થશે, પૃથ્વી પરનાં મર્યાદિત સંસાધનો સાથે યુદ્ધ તો અનિવાર્યપણે થશે; શાંતિ માત્ર એક સ્વપ્ન જ રહેશે.

જીવન શાંતિ વિષે નથી પરંતુ જો તમે શાંતિ શું છે એ નથી જાણતા તો તમે જીવન શું છે એ ક્યારેય જાણી નહીં શકો.

Editor's Note: Create a peaceful, joyful and vibrant life with Inner Engineering Online, offered free of cost for COVID Warriors and at 50% for all, as a support during these challenging times.