ક્યારેય તમારી ફિકર ના કરી હોત તો તે તમારી સૌથી ખરાબ દુશ્મન હોત, હોત ને? બીજા જીવને પોતાના એક ભાગ તરીકે સમાવવા માટે ઇચ્છુક હોવું, માતૃ દિવસે આપણે આ સુંદરતાની ઉજવણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી માતા, કેમ કે શારીરિક રીતે તેણે આ બાળકને જન્મ આપેલો એટલે તે આ બાળકને પોતાના જ એક ભાગ તરીકે અનુભવે છે. જે તેને તે બાળકની સુખાકારીને પોતાનાથી ઉપર રાખવાની તાકાત આપે છે. તે તેનામાં સરળતાથી આવે છે. તે ગમે તે વ્યક્તિમાં આવી શકે છે. જુઓ, તમે ઘણી બધી રીતે બીજાઓની સુખાકારીને પોતાની સુખાકારીથી ઉપર રાખી શકો છો પણ કુદરત પોતે જ જીવનને તે રીતે અનુભવવા માટે તેની સહાયતા કરી રહી છે. જે અદ્ભુત છે. તમારું માતૃત્ત્વ એ તમે કેવું અનુભવો છો તેનો સવાલ છે. તે તમારી આસપાસ જે છે તેને સમાવવાનો સવાલ છે. કોઈકને તમારા એક ભાગ તરીકે સમાવવું એ તમારી એક જરૂરિયાત છે. તમને શું રોકી રહ્યું છે? હું તમને આખી દુનિયા આપીશ સમાવવા માટે. તમે અહીં આખા વિશ્વની માતા તરીકે જીવી શકો છો. તમને શું રોકી રહ્યું છે? બસ દરેકને તે રીતે જુઓ.