જો તમે ઉષ્ણકટિબંધીય (ટ્રોપીકલ) પ્રદેશમાં રહેતા હો, તો તમને હમણાં ગરમીનો અહેસાસ થાય છે! વર્ષનો આ સમય, અગ્નિ નક્ષત્ર તરીકે ઓળખાય છે, તે વિશ્વના આ વિસ્તારોમાં વર્ષનો સૌથી ગરમ ભાગ છે. અગ્નિ નક્ષત્ર તે સમયગાળાનો સંદર્ભ આપે છે જ્યારે સૂર્ય ‘કૃતિકા’ તારામાંથી પસાર થાય છે. આ તારો ‘અગ્નિ નક્ષત્ર’ તરીકે પણ જાણીતો છે. અગ્નિ નક્ષત્રનો સમયગાળો ઉનાળાની રૂતુની શરૂઆતને ચિહ્નિત કરે છે અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં મે-જૂન મહિનાને અનુરૂપ છે.

તમારા આહારમાં એશ ગાર્ડ (પેઠા કોળું) અથવા શિયાળુ તરબૂચનો સમાવેશ કરવો એ ગરમીને હરાવવાનો, શક્તિશાળી ઉર્જાને વધારવાનો અને સલાડ, રસ, નાસ્તા અને મીઠાઈઓમાં સ્વાદિષ્ટ વિવિધતા ઉમેરવાની એક સરળ રીત છે. આ માનવમાં ન આવે તેવી બહુગુણકારી શાકભાજી આરોગ્ય અને સુખાકારી માટેની લાંબી સૂચિ ધરાવે છે. આ ફાયદાઓ વિશે વધુ જાણો અને નીચે આપેલ એશ ગાર્ડની વાનગીઓની વિશાળ પસંદગીનો આનંદ લો.

એશ ગાર્ડ (પેઠા કોળું) શું છે?

એશ ગાર્ડ, બેનિનકસા હિસ્પિડા, એક અનોખું તરબૂચ છે જે મોટાભાગે ભારત અને ચીનમાં ખવાય છે. તે ઘણી વખત ઘન બને છે અને એશિયન રસોઈમાં સૂપમાં ઉમેરવામાં આવે છે. જો કે, યોગીક વિજ્ઞાને “પ્રાણ” અથવા જીવંત જીવનશક્તિ તરીકે સંદર્ભિત કરતાં તેના ભાગને કારણે ભારતના યોગીઓ લાંબા સમયથી એશ ગોર્ડને કુદરતી રીતે ઉત્તેજિત કરનારા ખોરાકમાંના એક તરીકે માનતા હોય છે.

એશ ગાર્ડ વિવિધ પ્રકારના અને પ્રાદેશિક નામોથી પણ જાણીતા છે :

સફેદ દૂધી
શિયાળુ તરબૂચ
મીણ લસણી (એક જાતનાં એશ ગાર્ડનો એક પેટા પ્રકાર સૂચવે છે)
કુષ્માંડા, બ્રિહતફળ, ઘ્રીનવાસા, ગ્રામ્યકરકાતી, કરકરુ (સંસ્કૃત)
પેઠા, પેઠાકડ્ડુ(હિન્દી)
ટોરોબોટ (મણિપુરી)
કોહલા (મરાઠી)
નીર પૂસનિકાઇ (તમિલ)
કુંબલાંગા (મલયાલમ)
બૂડીડા ગુમ્માદિકાયા (તેલુગુ)
બુડેકુંબલકાયી, બૂડુ ગુંબાળા (કન્નડ)
કુમરા, ચલકુમ્રા (બંગાળી)
કોમોરા (આસામી)

દેખાવ

અપરિપક્વ એશ ગાર્ડ સરસ રેસાથી આવરણયુક્ત હોય છે જે તરબૂચ પાકતા અદૃશ્ય થઈ જાય છે. બાહ્ય રંગ ઘાટા લીલાથી માંડીને નિસ્તેજ ભૂખરા રંગ વચ્ચેનો હોઈ શકે છે. પરિપક્વ તરબૂચો એક વિશિષ્ટ સફેદ રાખ રંગથી આવરણયુક્ત હોય છે. આ પાવડરી આવરણના લીધે તરબૂચ તેનું અન્ય સામાન્ય નામ, "એશ ગાર્ડ" ધરાવે છે. તરબૂચનો આકાર પણ ગોળ અને લંબગોળની વચ્ચે બદલાઇ શકે છે.

સ્વાદ અને ઉપયોગ

એશ ગાર્ડનો સ્વાદ કાકડીની જેમ ખૂબ જ હળવો હોય છે. તેનો વાસ્તવિક રીતે કોઈ સ્વાદ નથી, તેથી ગરમ દિવસોમાં તેનું તમામ પ્રકારના સલાડ, સોડામાં અને રસમાં શામેલ થવું સરળ છે. ઠંડા દિવસોમાં, તમે કાચી ઉર્જાને જાળવી રાખીને ફળમાં રહેલા કુદરતી ઠંડકના ગુણોને ઘટાડવા માટે, તરબૂચમાં મધ અથવા કાળા મરી ઉમેરી શકો છો. મહત્વની ઉર્જા મહત્તમ જાળવવા માટે, તેને કાચું ખાવું જોઈએ.

શોધવું અને પસંદ કરવું

ભારત, બાંગ્લાદેશ, દક્ષિણ ચાઇના અને દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય ભાગોમાં એશ ગાર્ડનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. એશિયાની બહાર, જ્યારે એશ ગાર્ડ તમારા સ્થાનિક સુપરમાર્કેટ દ્વારા સ્ટોક કરવામાં નહીં આવતા, મોટાભાગના શહેરોમાં તે ચીની બજારો, ભારતીય બજારો અથવા આંતરરાષ્ટ્રીય ખેડુતોના બજારોમાં મળી શકે છે.

એશ ગાર્ડની પસંદગી કરતી વખતે, કોઈ ડાળીઓવાળું નિશાન અથવા ખાડા વગરનું પસંદ કરો. તરબૂચ તેના કદને માટે ભારે લાગવું જોઈએ, અને તે તરબૂચના આશરે સમાન કદ, આકાર અને રંગ તરીકે ઓળખાઈ શકે છે, પરંતુ એક સફેદ, રાખ-આવરણયુક્ત સપાટી સાથે. આ પાવડર ખાવા માટે હાનિકારક નથી, પરંતુ ભીનું હોય ત્યારે ચોંટી જાય છે. તરબૂચ કાપી નાંખતા પહેલા તેને સપાટી વીંછળવી/ધોવી જોઈએ. તેનું આંતરિક તડતડતું અને સરખું સફેદ હોવું જોઈએ. વણકપાયેલું, એક એશ ગોર્ડ એક મહિના કે તેથી વધુ સમય માટે ઠંડા, સૂકા સંગ્રહસ્થાનમાં રાખી શકાશે.

એશ ગાર્ડનો ઇતિહાસ

એશ ગાર્ડનું પ્રાચીન મૂળ તેના ચોક્કસ ઉદભવને શોધી કાઢવું મુશ્કેલ બનાવે છે, જો કે વનસ્પતિશાસ્ત્રીઓ એવું અનુમાન કરે છે કે તરબૂચનો ઉદ્ભવ સંભવત: જાપાન, ઇન્ડોનેશિયા, ચીન અથવા ઇન્ડો-મલેશિયામાં થયો છે. આ બધા પ્રદેશોમાં, એશ ગોર્ડ હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. તરબૂચના ઔષધીય મૂલ્યના વર્ણન ચિની ગ્રંથોમાં ઈ.સ. 5 મી -6 ઠ્ઠી સદી થી મળી શકે છે..

સદગુરુ ભારતીય પરંપરામાં એશ ગાર્ડની આસપાસના કેટલીક માન્યતાના ગુણો અને ઉપયોગો વર્ણવ્યા છે

સદગુરુ: સદગુરુ: તેઓએ તમને કહ્યું છે કે આ ખૂબ જ શુભ શાક છે. જો તમે નવું મકાન બનાવો છો, તો તમે તેને તમારા ઘરની સામે લટકાવી દો છો. જો તમે કોઈ સમારંભ કરવા માંગતા હો, તો તે તમારા ઘરમાં આવે છે. પરંપરાગત રીતે તે આ રીતે નક્કી કરવામાં આવ્યું હતું કે, જો તમે તમારા પોતાના ઘરમાં એશ ગાર્ડને ઉગાડશો તો પણ તમારે તેને ન ખાવું જોઈએ. તમારે તેને બ્રાહ્મણને દાન તરીકે આપવું જ જોઇએ. જો તમે કોઈ બ્રાહ્મણને આપી દો, તો તમને ક્યાંક પુણ્ય મળશે, પણ તેને અહીં સારો ખોરાક મળશે.

શૂદ્રને એશ ગાર્ડ ખાવાનું ન હતું. જો કોઈ શૂદ્ર એશ ગોર્ડ ખાતો મળે, તો તેને મારી નાખવામાં આવતો, કારણ કે તેઓએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ એશ ગાર્ડને ખાય છે, તો તે તેનું મગજ સ્પષ્ટ અને તિક્ષ્ણ થઈ જશે. તેથી શૂદ્રને એશ ગાર્ડ ખાવા દેવામાં ન આવતું. આજે તમને આવી કોઈ સમસ્યા નથી. દરેક જણ પસંદગી કરે છે અને જે જોઈએ છે તે ખાય છે.  
 
પરંપરાગત રીતે, આ શાકભાજીનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. નવા ઘરોની સામે તેને લટકાવવાનું એક કારણ એ છે કે, જ્યારે તમે નવી બનેલી બિલ્ડિંગમાં પ્રવેશ કરો છો, ત્યારે કેટલીક ચોક્કસ નકારાત્મક શક્તિઓ ફસાઈ શકે છે. તેથી તેઓએ લોકોને એશ ગાર્ડને લટકાવવાની સલાહ આપી કારણ કે તે એટલું હકારાત્મક કંપન બનાવે છે કે તે નકારાત્મકતાને સાફ કરે છે. મને લાગે છે કે તેને તમારા શરીરમાં મૂકવું વધુ સારું છે. હવે તેને તમારા ઘરની સામે મૂકવાને બદલે, જો તમે તેને તમારા પેટમાં મૂકી દો છો, તો તમે સારા કંપનોનો સ્ત્રોત બનશો. તમે જ્યાં પણ જાઓ છો, તમારી સાથે બધુ બરાબર છે.

એશ ગાર્ડનું પોષણ

જ્યારે એશ ગાર્ડ મુખ્યત્વે પાણીથી બનેલું છે (લગભગ 96%), ત્યારે તે વિવિધ ફાયદાકારક વિટામિન્સ અને ખનિજ તત્વોને પણ પ્રોત્સાહન આપે છે, જેમાં વિટામિન સી અને બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ જેવા કે નિયાસિન, થાઇમિન અને રિબોફ્લેવિન છે. એશ ગોર્ડ આયર્ન, પોટેશિયમ, જસત, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વોનો મૂલ્યવાન સ્રોત પણ છે. તરબૂચમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર આહાર પણ સારી માત્રામાં મળે છે.

એશ ગાર્ડના ફાયદા

દિમાગની તિક્ષ્ણતા

સદગુરુ: : સવારે એક ગ્લાસ એશ ગાર્ડનો રસ પીવો અને તમને શરીરમાં જબરદસ્ત ઠંડક જોવા મળશે, જ્યારે તે જ સમયે તે તમારામાં જાગૃતતા લાવે છે. દરરોજ એશ ગાર્ડનો આહાર તમારી બૌદ્ધિક ક્ષમતાઓમાં મોટા પ્રમાણમાં વધારે છે. ખાસ કરીને બાળકોએ એશ ગાર્ડનો રસ પીવો જોઇએ. જો તમે તેને એક અઠવાડિયા સુધી પીશો, તો તમે તમારા મનની તીવ્રતામાં એક અલગ ફેરફાર જોશો. આ ખૂબ જ ઉચ્ચ રીતે પ્રાણિક છે. દરરોજ, જો તમે સવારે એક ગ્લાસ એશ ગાર્ડનો રસ પીવો છો, તો તમે જોશો કે તે તમારી બુદ્ધિ માટે અજાયબીઓ આપશે. તમારી બુદ્ધિ ખૂબ તીવ્ર હશે અને તે સિસ્ટમમાં આંદોલન વિના ઉર્જા લાવશે. દરરોજ એશ ગાર્ડનું સેવન તમારા માટે ચમત્કાર કરશે.

ઉર્જામાં વધારો

સદગુરુ: એશ ગાર્ડના સેવનથી પ્રચંડ માત્રામાં ઉર્જા આવે છે, તે જ સમયે તે તમારી ચેતાઓને ખૂબ શાંત રાખે છે. જો તમે કોફી પીતા હોવ તો, તે તમને આંદોલન સાથે ઉર્જા આપે છે. જો તમે એશ ગોર્ડના રસનો ગ્લાસ પીવો છો, તો તે તમને ખૂબ જ શક્તિ આપે છે, અને છતાં પણ તમને શાંત રાખે છે.

કબજિયાત, હરસ, ખીલ

Sadhguru: સદગુરુ: જો તમે એશ ગાર્ડના રસનું થોડુક સેવન કરો છો, તો તે સિસ્ટમને ઠંડુ પાડે છે. આ એવા લોકો માટે ફાયદાકારક છે જેઓનાં શરીરમાં વધારે ગરમી હોય છે, જે ખીલ, હરસ અને કબજિયાત જેવી સમસ્યા પેદા કરી શકે છે.

સાવધાની વળી ઠંડક

સદગુરુ:શરદી, અસ્થમા અને સિનુસાઇટિસ જેવી સમસ્યાઓ માટે સંવેદનશીલ એવા લોકોને એશ ગાર્ડ સાથે થોડી સાવચેતી રાખવી જોઈએ કારણ કે તે સિસ્ટમમાં ખૂબ જ શીત અથવા ઠંડક પેદા કરે છે. આવા લોકોએ તેને હંમેશાં મધ અથવા મરી સાથે ભેળવીને પીવું જોઈએ, જેથી ઠંડકની અસર થોડી હદ સુધી તટસ્થ થઈ જાય.

વૈજ્ઞાનિક અધ્યયન એશ ગાર્ડના ઘણા બધાં વધારાના સ્વાસ્થ્ય લાભો પણ જાહેર કરે છે

  • 2001 ના જર્નલ ઓફ એથોનોફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જ્યારે ઉંદરોમાં પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે એશ ગાર્ડ અલ્સરના વિકાસમાં અવરોધે છે. આ અર્ક પણ બિન-ઝેરી હોવાનું જણાયું હતું.
  • એથનોફાર્માકોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ 2005 નો અભ્યાસ પણ સૂચવે છે કે એશ ગાર્ડના બીજના દાણાના અર્ક એન્ટી-એન્જીયોજેનિક ગુણોનું ચિત્રણ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, છોડ કેન્સરગ્રસ્ત ગાંઠોને લોહીનો આવશ્યક પૂરવઠો અટકાવે છે.
  • ફીટોટેરેપિયામાં પ્રકાશિત 2000 ના પ્રારંભિક અભ્યાસ મુજબ, એશ ગાર્ડના રસથી ઉંદરોમાં મોર્ફિન ખસી જવાના લક્ષણોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આમ, ઓપિઓઇડ વ્યસનવાળા દર્દીઓની સારવાર કરવામાં રસ સંભવિત છે.
  • જિઆંગસુ જર્નલ ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સમાં પ્રકાશિત થયેલ 1995 ના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કિડનીના નુકસાનવાળા ઉંદરોમાં જ્યારે પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે એશ ગાર્ડના સંયોજનોમાં મજબૂત કિડની સુરક્ષા લાભો દર્શાવ્યા છે.
  • ઇરાની જર્નલ ઓફ ફાર્માકોલોજી અને થેરાપ્યુટિક્સમાં પ્રકાશિત થયેલ 2005 નો અભ્યાસ એશ ગાર્ડના પરંપરાગત ઉપયોગને એન્ટિ-ડાયરીઅલ એજન્ટ તરીકે સમર્થન આપે છે.
  • ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલા 2010 ના અભ્યાસ મુજબ, એશ ગાર્ડના બીજના દાણાના મેથેનોલિક અર્કથી બળતરા વિરોધી અને એનલજેસિક સંભવિતતા જોવા મળી હતી.
  • કોરિયન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં એંટી ડાયેબિટીક એજન્ટ તરીકે એશ ગોર્ડના પરંપરાગત ઉપયોગનો 2003 માં દર્શાવેલ અભ્યાસ: જ્યારે ઉંદરોમાં માપવામાં આવે છે, ત્યારે વનસ્પતિના પાવડરને ગ્લુકોઝ, ઇન્સ્યુલિન, કોલેસ્ટેરોલ, ફ્રી ફેટી એસિડ અને એચડીએલ-કોલેસ્ટેરોલના સ્તરને સકારાત્મક અસર થાય છે.
  • ઇન્ડિયન જર્નલ ઓફ ફાર્માકોલોજીમાં 2003 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, એશ ગાર્ડના અર્કમાં ઉંદરોમાં ડિપ્રેસન વિરોધી પ્રવૃત્તિઓ સચિત્ર છે.

એશ ગાર્ડ રેસિપિ

એશ ગાર્ડનો રસ

સામગ્રી

  • એશ ગોર્ડ, 4-5 ઇંચ કદનું – 1
  • લીંબુનો રસ - 6 ચમચી
  • કાળા મરી પાવડર - 3 ચમચી
  • મીઠું - 3 ચમચી

પદ્ધતિ

  • એશ ગાર્ડને કાપો, છાલ અને બીજ કાપો
  • એક સરળ રસો માટે મિશ્ર કરોe
  • ગાળી લો
  • લીંબુનો રસ, કાળા મરીનો પાવડર અને મીઠું નાખો

એશ ગાર્ડ અને તડબૂચ સ્મૂધી

પાણી અથવા સાદા દહીં સાથે બ્લેન્ડરમાં સમાન ભાગે એશ ગાર્ડ અને તડબૂચને બ્લેન્ડ કરો અને સ્વાદ માટે મધ અથવા રામબાણની ચાસણી ઉમેરો.

એશ ગાર્ડ રાયતું

એશ ગાર્ડ નાખો અને સાદા દહીં સાથે મિક્સ કરો, લીંબુ અથવા ચૂનાનો રસ, મીઠું, કાળા મરી અને શેકેલા જીરુંનો છંટકાવ કરવો. (રાયતું એ કોઈપણ મસાલેદાર ભારતીય અથવા મેક્સીકન વાનગીનું ઉત્તમ પ્રતિરૂપ છે.)

લીંબુ અને એશ ગાર્ડ કૂલર

જ્યુસરમાં 2-3 કપ એશ ગાર્ડનો રસ, તાજા લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ટ્વિસ્ટ માટે પીસેલા ફુદીના અથવા લીલા ધાણાના નાખો.

ઇઆર નર્સ એશ ગાર્ડ જ્યુસથી આરોગ્ય અને ઉર્જાને વેગ આપે છે

ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં તેની ભાગીદારીને કારણે, લોસ એન્જલસની રહેવાસી જેનિફર કાર્લસને ઉત્તેજક પદાર્થ વિના તેની ઉર્જાને આરોગ્યપ્રદ રીતે વધારવા માટે કેટલીક અસામાન્ય યોગીક વાનગીઓ શીખી છે. જેનિફર માટે, આ સરળ વાનગીઓ, જે તેમને દરરોજ શાંભવી મહામુદ્રા ક્રિયા અભ્યાસ સાથે મળી હતી, જે તેમણે પ્રોગ્રામ દરમિયાન શીખી હતી, તેણીને તેના આરોગ્યને નુક્સાનકારક ગંભીર કેફીનના અવલંબનને દૂર કરવામાં મદદ કરી હતી. આ ધ્યાન અને આહારના સરળ ઉમેરાઓ, દિવસ દરમિયાન ઉચ્ચ સ્તરની ઉર્જા જાળવવાની વૈકલ્પિક પદ્ધતિ પ્રદાન કરી શકે છે.

"મારા દૈનિક ધ્યાન અભ્યાસ સાથેના સંયોજનમાં મારા આહારમાં આ એક ઉમેરો , મને અપ્સ એન્ડ ડાઉન્સના અનિચ્છનીય ચક્રને તોડવા માટે સક્ષમ બનાવ્યું છે."

“હું એક રાત-પાળી નર્સ છું, જેનો અર્થ છે કે હું આખી રાત 12 કલાક સુધી કામ કરું છું. કટોકટીનાં ઓરડાની પરિસ્થિતિમાં, દરેક ક્ષણ કોઈનું જીવન મારી જાગૃતતા પર આધારિત છે,” જેનિફરે ભારપૂર્વક જણાવ્યું, “મારી અસરકારકતા જાળવવા માટે હું મારી પાળી દરમ્યાન કોફી અને સોડા પીતી હતી. જ્યારે હું ઘરે આવું, ત્યારે હું સંપૂર્ણપણે હતાશ, ચીતરી ચડે તેવી અને કડકડતી હતી. મારે ખરેખર કંઈક ભારેખમ ખાવું પડતું જેથી હું મારા પેટને આરામ આપી શકું અને થોડા કલાકો સુધી સૂઈ શકું - પછી હું ફરીથી આ ચક્ર શરૂ કરતી. રાત-પાળી મારા શરીર પર આટલી મોટી અસર કરતી હતી. માનસિક રીતે પણ હું ઉદાસી અનુભવી રહી હતી. હું જાણતી હતી કે હું આટલા લાંબા સમય સુધી ટકી શકીશ નહીં, પરંતુ હું મારી કારકિર્દીને મહત્વ આપું છું.”

તે પછી, જેનિફરને ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં શીખેલી આહાર ટિપ યાદ આવી. તેણીએ કહ્યું, "સદગુરુએ એક સફેદ તરબૂચનો ઉલ્લેખ કર્યો જે કુદરતી રીતે સિસ્ટમને ઠંડક આપે છે અને કેફીન અથવા અન્ય ઉત્તેજક પદાર્થ વિના કુદરતી ઉર્જાને ઉત્તેજન આપે છે." કેફીનને બદલવા માટે કંઇક કરવા માટે આતુર તેણીએ પ્રયત્ન કર્યો. “તેણે નાટકીય રીતે મદદ કરી છે. તે મને ખૂબ ઉત્સાહી અને જાગૃતિની અનુભતી આપે છે, પરંતુ કોફીની જેમ કંટાળાજનક, ગભરાયેલી અથવા ઉશ્કેરાયેલી નહી - તેના પછીના કોઈ પણ ‘ક્રેશ’ થયાં નથી. તે મને એડ્રેનાલિન વેગ નહીં, ખરેખર તંદુરસ્ત-અનુભૂતિને વેગ આપે છે.”

“મારા દૈનિક ધ્યાન આભ્યાસ સાથેના સંયોજનમાં મારા આહારમાં આ એક વધારો, મને અપ્સ એન્ડ ડાઉન્સના અનિચ્છનીય ચક્રને તોડવા માટે સક્ષમ બનાવી છે. હું રાત્રિ દરમિયાન ઉત્સાહિત રહેવા માટે અને કામ કરવા માટે 2-3 ગ્લાસ એશ ગાર્ડનો રસ પીઉં છું, અને પછી જ્યારે મારી પાળી પતી જાય ત્યારે આરામ કરવા માટે અને મારી સિસ્ટમ પર ફરીથી ચાર્જ કરવા માટે હું લગભગ 20 મિનિટ ધ્યાન માટે બેસું છું,” જેનિફરે સમજાવ્યું. “મારો શાંભવી અભ્યાસ પણ મારી ઊંઘની જરૂરિયાતને મોટા પ્રમાણમાં ઘટાડે છે. તેથી હવે જ્યારે હું ઘરે આવું છું, ત્યારે હું તંદુરસ્ત ભોજન કરું છું અને પછી લગભગ 5-6 કલાક સૂઈ જાઉં છું.” આ સરળ જીવનશૈલી પરિવર્તનોએ, જેનિફરને શાળા પછી તેના બાળકો સાથે સમય પસાર કરવાની અને ફરીથી કામ કરવા જતા પહેલાં રાત્રિભોજન કરવાની મંજૂરી આપી છે.

સંપાદકની નોંધ: વધુ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઇશા વાનગીઓ જોઈએ છે? સુખાકારીનો સ્વાદ, ઇશા યોગ કેન્દ્રના રસોડામાંથી વાનગીઓથી ભરેલું, એક પુસ્તક છે જે તમને તમારી અંદર રહેલી સંભાવનાઓ અને ખાવાની સરળ ક્રિયાથી તમને મળતા આનંદ શોધવામાં મદદ કરશે. સદગુરુનું પાચન, પોષણ, ખોરાકનું વર્ગીકરણ અને વધુ વિષે આખી પુસ્તકમાં ગૂંથાયેલું છે. ડાઉનલોડ કરો. Download now.

The Indian Vegan