પ્રશ્નકર્તા : સદગુરૂ , આ આવું કેમ છે, કે તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમે વિશેષ સ્થિતિમાં બેસો છો? ડાબા પગમાંથી સેન્ડલ દૂર કરવાની સાથે , ડાબો પગ ઉપર , અને જમણો પગ જમીન પર.આ તમારી શૈલી છે કે કોઈ વ્યક્તિને બેસવા માટેની રીત ?


સદગુરૂ: શું તમે હજુ પણ ભારતીય ટોઇલેટ વાપરો છો?


પ્રશ્ન પૂછનાર : હા


સદગુરૂ : શું તમે ચોક્કસ રીતે બેસો છો? કેમ? કારણકે  શરીર તેવું બન્યું છે. કોઈક યુનિવર્સીટીએ વિદેશમાં અભ્યાસ કર્યો અને કહ્યું ,” સંડાસ કરવાનો આ સૌથી સારો રસ્તો છે., કેમકે તમારી જાંઘ તમારા પેટમાં જશે અને જે કઈ બહાર આવવાની જરૂર છે તે બાહર આવશે.  જે કઈ બહાર આવવાની જરૂર છે તે બાહર ના આવે તો , તે ધીમે ધીમેં તમારા માથા તરફ જશે.
 

સમતોલન લાવવું

યોગ વિજ્ઞાનમાં અમે જોયુ છે કે શરીરની સ્થિતિના કેટલાક પ્રકાર  ચોક્કસ પ્રવૃત્તિઓને સૌથી સારું સ્થાન આપશે .બીજા શબ્દોમાં હઠયોગથી ઓળખાતી શારીરિક સ્થિતિ એ શરીરને એવી રીતે ઢાળે છે કે તમે ભૌમિતિક પૂર્ણતા સુધી પહોચો છો .તમારી ભૂમિતિ સર્જનની વિશાળ ભૂમિતિ સાથે જોડાય છે. તેથી તમે હમેશા સુમેળમાં રહો છો.

તમે કેટલા સંતુલિત છો,તમે કેટલી સ્પષ્ટતાથી બાબતોને જુઓ છો, અને કેટલી સારી રીતે કામ કરો છો તેનો આધાર તમે કેટલા સુમેળવાળા છો તેની પર છે.

તમે કેટલા સંતુલિત છો , તમે કેટલી સ્પષ્ટતાથી બાબતોને જુઓ છો, અને તમે કામ કેટલું સારું કરો છો તે બધું જ તમે કેટલા સુમેળવાળા છો તેની પર આધાર રાખે છે. તમે લોકો , વૃક્ષો , જીવન કે તમારી આસપાસની જગ્યા સાથે સુમેળતા રાખો છો કે નહિ , તે નક્કી કરશે કે આ દુનિયામાં તમારું કાર્ય કેટલું સહજ અને સરળ હશે.
 

હું હંમેશા આવી રીતે નથી બેસતો.- માત્ર બોલુ છું ત્યારે જ આવી રીતે બેસું છું. સિદ્ધાસન જેવું કઈક છે. તેના ઘણા બધા પાસા  છે. એક સાદું પાસું એ છે કે ડાબી એડી પર એક પોઈન્ટ છે જેને મેડીકલ વિજ્ઞાનમા “એકીલીઝ “ તરીકે ઓળખવામાં આવે છે. તમે તે માણસ વિષે સાંભળ્યું છે?
 

તમે તમારા એકલીઝને મૂલધારા પર મુકો છો, અથવા તમારા શરીરમાં પેરીનીઅમ(મુલાધાર)પર મુકો છો.જો આ બે વસ્તુઓ સ્પર્શે , તો તમારામાં ઘણા બધા પાસા સ્પષ્ટ થાય છે.

તમે તમારા એકલીઝને મૂલધારા પર મુકો છો, અથવા તમારા શરીરમાં પેરીનીઅમ(મુલાધાર)પર મુકો છો.જો આ બે વસ્તુઓ સ્પર્શે , તો તમારામાં ઘણા બધા પાસા સ્પષ્ટ થાય છે. તમારા વિચારો સ્પષ્ટ થાય છે, તમારા ભાવ બહાર આવે છે,અને તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
 

તમે સાંભળ્યું જ હશે કે એકીલીઝ મરાયો હતો કારણકે એક તીર તેની એડીમાં વાગ્યું હતું.એડીમાં વાગવાને કારણે કોઈ મરી જાય એ તમે માનો ખરા? પણ એકીલીઝ તે  રીતે મર્યો. એના ઘણા વર્ષો પહેલા ભારતમાં કૃષ્ણનું મૃત્યુ આવી રીતે થયું હતું. હું એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું  કે  તેઓને વિશિષ્ટ રીતે મારવામાં આવ્યા હતા. ગળું કાપીને કે માથું ફોડીને નહિ પણ એકીલીઝ પર પોઈન્ટ મુકીને મારવામાં આવ્યા. તેઓને મરવું પડ્યું. શરીરમાં ચોક્કસ એનર્જી સિસ્ટમ છે.  જ્યારે તમે તમારા મૂલાધાર સાથે સંપર્કમાં અકિલીઝ  પોઈન્ટ સાથે બેસો છો ત્યારે એવું સંતુલન હોય છે કે તમે કોઈ બાજુ લેતા નથી.
 

કોઈ બાજુ ના લેવી
 

આપણા બધાને ખુદના વિચારો, અભિપ્રાયો અને આદર્શો છે. જીવનના ખુદના અનુભવોને તમારા મનમાં તમે લીધેલી છાપો તમે જે જુઓ છો તે બધાને પ્રભાવિત કરે છે. તમને આ ગમે છે, પેલું ગમતું નથી, પેલી વ્યક્તિ ગમે છે , આ વ્યક્તિ  નથી ગમતી –આ બધું થાય છે કેમકે તમે સતત તમારો  ખુદનો પક્ષ સંભાળો છો. પણ જો તમારે જીવનને ખરેખર જાણવું હોય તો, મહત્વની વાત એ છે કે , તમારે કોઈ પક્ષ ના લેવો . તમારા જીવનની દરેક ક્ષણે બધીજ વસ્તુઓ તરફ તાજગીથી જોવાની ઈચ્છા તમારામાં  હોવી જ જોઈએ .
 

આ લોકો માટે સમજવું ખૂબ મુશ્કેલ છે. મારી સાથે એવા ઘણા લોકો છે જે ત્રીસ વર્ષથી વધુ સમયથી મારી સાથે છે, દરરોજ મારી સાથે કામ કરે છે, અને ઘણું બધું કરે છે, પણ હું આજદિન સુધી તેમના  વિષે કોઈ અભિપ્રાય બાંધી શક્યો નથી.

આ લોકો માટે સમજવું ખૂબ મુશ્કેલ છે. મારી સાથે એવા ઘણા લોકો છે જે ત્રીસ વર્ષથી વધુ સમયથી મારી સાથે છે, દરરોજ મારી સાથે કામ કરે છે, અને ઘણું બધું કરે છે, પણ હું આજદિન સુધી તેમના  વિષે કોઈ અભિપ્રાય બાંધી શક્યો નથી. જ્યારે  મારે કોઈ કામ કરવાની જરૂર હોય ત્યારે હું કદાચ તેમની ક્ષમતા તરફ જોવું . પણ મારે તેમના વિષે કોઈ પણ અભીપ્રાય નથી.અત્યાર સુધીમાં તમે તમારો અભિપ્રાય બાંધી લીધો હશે, પણ હું નથી બાંધતો કેમકે તે આદ્યાત્મિક પ્રક્રિયાનું સત્વ છે. જેને આપણે એક શક્યાતારૂપે દરેક જીવન તરફ  સતત જોઈએ છીએ.
 

શક્યતા અને વાસ્તવિકતા વચ્ચે એક અંતર છે.તે અંતરને પાર કરવાની કેટલાક લોકોમાં હિંમત અને નિષ્ઠા હશે, તો કેટલાક માં નહિ હોય . પણ દરેક જીવન એ શક્યતા છે. જો તમારે શક્યતાને ખુલ્લી રાખવી હોય તો તમારે કોઈપણ પ્રકારના અભિપ્રાય બંધાવામાંથી દૂર રહેવું.

સારું, ખરાબ, કદરૂપું – તમારે આ અભિપ્રાય બાંધવાના નથી., તમારે માત્ર તેની તરફ અત્યારે જોવાનું છે. આ ક્ષણે તે કેવા છે તેની મને પરવા છે. તમે ગઈકાલે કેવા હતા તેની મને પડી નથી. તમે આવતીકાલે કેવા હશો , તે જોઈશું. આવતીકાલનું સર્જન થવું જ જોઈએ, તેનું અત્યારે ચણતર ના થવું જોઈએ 
 

સાચી ભૂમિતિ મેળવવી.

શરીરની આ ચોક્કસ પ્રકારની ભૂમિતિ છે. અત્યારે , પશ્ચિમી સંસ્કૃતિઓ “ યોગ એ સ્ટ્રેચિંગ કસરત છે તેના બદલે તમે બોક્ષિન્ગ ,ટેનીસ પીલેત્સ કરી શકો છો ” એવો પ્રચાર કરી રહી છે. જો તમારે ફીટ રહેવું હોત તો ,ક્યાંક દોડો , પર્વત ચઢો , ટેનીસ રમો અથવા બીજું કઈક ફરો. યોગ એ ફીટ્નેસ માટે નથી. ફિટનેસ એ એક પરીણામ છે. જીવનની સાચી ભૂમિતિ મેળવવી એ મહત્વની બાબત છે કારણકે ભૌતિક બ્રહ્માંડ એ  ભૂમિતિ છે.

શું કોઈ ઈમારત  આજે આપણા માથા પર પડશે કે લાંબા સમય સુધી ઉભી રહેશે એનો આધાર તે કેટલું ભુમીતિક રીતે યોગ્ય છે તેના પર છે. આવું જ શરીર માટે , બ્રહ્માંડ માટે , સૂર્ય મંડળ માટે અને બધાજ માટે  છે.


સ્ટીલનું દોરડું પૃથ્વીને બાંધેલું છે એટલે  પૃથ્વી ગ્રહ  સુર્યની આસપાસ ફરે છે એવું નથી. પણ ભૂમિતિની પરિપૂર્ણતાને કારણે ફરે છે. જો સહેજ પણ ભૂમિતિની ખામી હોય તો તે હંમેશ માટે ચાલી જાય. અને તે બાબત તમારા માટે પણ સાચી છે. જો તમે તમારી  મૂળભૂત ભૂમિતિથી  ફન્ટાવ તો તમે ફેંકાઈ જાવ .

જો તમારે ફીટ રહેવું હોત તો ,ક્યાંક દોડો , પર્વત ચઢો , ટેનીસ રમો અથવા બીજું કઈક ફરો. યોગ એ ફીટ્નેસ માટે નથી. ફિટનેસ એ એક પરીણામ છે. જીવનની સાચી ભૂમિતિ મેળવવી એ મહત્વની બાબત છે કારણકે ભૌતિક બ્રહ્માંડ એ  ભૂમિતિ છે.

નાની ઉમરે ભૂમિતિના  સાચા  ખ્યાલ માટે તમે યોગ્ય કરો એ ખુબ મહત્વનું છે.પછી તમે જીવનમાંથી પસાર થવા માટે સક્ષમ બનશો.જે લોકો એવું માને છે કે તેમને બધું સારું જ થવું જોઈએ તેઓ જીવન માટે ફીટ નથી કેમકે જો  તમને ખબર ન હોય  કે કપરી પરિસ્થિતિમાંથી કેવી રીતે આનંદપૂર્વક બહાર આવવું તો જીવનની બધી જ શક્યતાઓ ને ટાળશો કારણ કે તમે નાની સરખી મુશ્કેલીને ટાળવા માંગો છો. માત્ર ત્યારે જ તમે એકાકારની ચોક્કસ પરિસ્થિતિમાં ભૌમિતિક રીતે હોવ ત્યારે જ  તમે કોઈપણ સ્થિતિમાંથી પસાર થવા તૈયાર છો. તે શું છે તેનો કોઈ ફરક પડતો  નથી.
 

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org