સેક્સ: એક પવિત્ર વસ્તુ કે પાપ?
મનુષ્યની કામુકતા એક પવિત્ર વસ્તુ છે કે એક પાપ છે? સદ્ગુરુ કહે છે કે સેક્સમાં કંઇ જ સાચું કે ખોટું નથી, કેમ કે તે ભૌતિક અસ્તિત્વનો એક આવશ્યક ભાગ છે, પણ તેની ભૂમિકા સીમિત છે. તેઓ જણાવે છે કે કામેચ્છાને સ્વીકારવી મહત્ત્વનું છે, પરંતુ તેનું સંચાલન જવાબદારી પૂર્વક કરવું પણ મહત્ત્વનું છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે ધર્મો અને નૈતિકતાના શિક્ષકોએ આપણને કહ્યું છે કે આપણી શારીરિકતા એક પાપ છે. આને કારણે સદીઓથી અકથિત અપરાધભાવ અને પીડાનું સર્જન થયું છે. તમે કોઈ વસ્તુનો જેટલો વધુ ઇન્કાર કરો, તમારા મનમાં તે તેટલું વધુ મહત્ત્વનું બની જાય છે. આ દમનને કારણે મનુષ્યની માનસિકતામાં અકથિત વિધ્વંસ થયો છે.
તે જ સમયે, શું આપણે ખાલી આપણા રસાયણોની કઠપૂતળી છીએ? ચોક્કસ તેવું નથી. મનુષ્યના જીવનમાં સેક્સની ભૂમિકા રહેલી છે, પણ મૂળભૂત રીતે તે ભૂમિકા સીમિત છે. જેઓ મન પર વધુ કેન્દ્રિત છે તેઓ જુએ છે કે તે ઈચ્છા ઓછી પ્રબળ છે. એકવાર તમે મનથી ઊંડા સુખ ખોજી લો પછી કામુકતાનું મહત્ત્વ ઘટી જાય છે.
કામુકતાને યોગ્ય સ્થાન લેવા દેવું
સેક્સના પારંપરિક ધાર્મિક દમનની પ્રતિક્રિયામાં, પશ્ચિમે શરીર સાથે વધુ પડતા ઓળખાવાની ઊંધી દિશા પકડી છે. તેની નકલ કરવી દુર્ભાગ્યપૂર્ણ રહેશે. આપણી મૂળભૂત શારીરિકતાની નિંદા કરવાની જરૂર નથી. પણ તેને એક ભવ્ય વસ્તુ બનાવવાની પણ જરૂર નથી. જો તમે બાળપણથી તરુણાવસ્થા સુધીનો તમારો વિકાસ જુઓ તો તમને તેની જિજ્ઞાસા થવી જોઈએ, તે તમારા પર રાજ ન કરવું જોઈએ. એક પ્રાકૃતિક બુદ્ધિમત્તા છે જે આપણને એ વિષે જાગરૂક બનાવે છે કે આપણે હોર્મોનની રમતથી કૈક વધુ છીએ. પ્રાણીઓ કરતા અલગ, મનુષ્યો તેમની કેમેસ્ટ્રીના ગુલામ નથી. મનુષ્યની ભાવનાત્મક અને બૌદ્ધિક સાથ-સંગાથની જરૂરિયાત શારીરિક જરૂરિયાત કરતાં ઘણી વધુ પ્રબળ છે.
દુર્ભાગ્યે, જેઓ હોર્મોનની પ્રક્રિયાઓને તેમની બુદ્ધિમત્તા પર હાવી થવા દે છે તેઓ તેમનું આંતરિક સંતુલન ગુમાવી બેસે છે. તે દયનિય બાબત છે કે આટલા બધા યુવાન લોકો તેમની બુદ્ધિમત્તાને તેઓ જે વાંચે અને ઓનલાઇન અથવા ફિલ્મોમાં જે જુએ તેના વશમાં થવા દે છે. તેનું પરિણામ છે કામુકતા પ્રત્યે એક આંતરિક જાગરૂકતા અને સંતુલન પર આધારિત પ્રતિસાદને બદલે એક નિશ્ચિત, પ્રમાણિત પ્રતિસાદ. લોકો કામુકતાના સમર્થનમાં અને વિરોધમાં બોલતા રહેશે. બંનેમાંથી કોઈની જરૂર નથી. આપણે જેની જરૂર છે તે છે શરીર અને મનમાં એક આંતરિક સમતા કેળવવાની, જેથી કામુકતા કુદરતી રીતે તેની જગ્યા શોધી લે. કામેચ્છાને સ્વીકારવી મહત્ત્વનું છે, પરંતુ તેનું સંચાલન જવાબદારી પૂર્વક કરવું પણ મહત્ત્વનું છે.
કોઈ સરળ યોગ, જો વ્યક્તિ નાની ઉંમરે કરવાનું ચાલુ કરે તો તે મોટા પ્રમાણમાં ફાયદાકારક થઈ શકે છે કેમ કે તે શરીર અને મનને કોઈ પણ શિક્ષા કરી શકે તેના કરતા વધુ અસરકારક રીતે સુમેળમાં લાવે છે.
Editor's Note: Whether you're struggling with a controversial query, feeling puzzled about a taboo topic, or just burning with a question that no one else is willing to answer, now is your chance to ask! Ask Sadhguru your questions at UnplugWithSadhguru.org.
A version of this article was originally published in Speaking Tree.