25 ગુરુ પૂર્ણિમા કોટ્સ - ગુરુ, સાધના અને આદિયોગી શિવથી જોડાયેલ સૂત્રો
ગુરુ પુર્ણિમાના અવસર ઉપર ગુરુથી જોડાયેલા 25 કોટ્સ, જેમાં સદગુરુની પ્રકૃતિ, એમની ભૂમિકાની સાથે સાથે મહાન ગુરુઓના વિષે બતાવી રહ્યા છે જેમને પોતાની ઉપસ્થિતિ થી આ ધરતીને કૃતાર્થ કર્યું છે.
ArticleJul 27, 2018
જુલાઇ 27 ના ઉજવો ગુરુ પુર્ણિમા સદગુરુ સાથે, આદિયોગી ના સાનિધ્યમાં . જોડાઓ ઈશા યોગ કેન્દ્ર થી અથવા તો લાઈવ વેબસ્ટ્રીમ થી.
Read Guru Purnima Quotes in Hindi
Guru Purnima Quotes in Gujarati
ગુરુ પુર્ણિમા કોટ્સ
ગુરુ પુર્ણિમા, માનવ ક્ષમતાઓને તેની ભૌતિક પ્રકૃતિથી ઉપર ઉઠવવાનો અને આદિયોગી જેમને આને શક્ય બનાવ્યું તેમની મહિમાની ઉજવણી નો દિવસ છે.- સદગુરુ
હું ઈચ્છું છું કે તમને તમારા જીવનના સાચ્ચા ઉદેશ્ય અને સમર્થ થી પ્રત્યક્ષ થાઓ. આ ગુરુ પુર્ણિમા માં મારા આશીર્વાદ તમારી સાથે છે.- સદગુરુ
ગુરુ પુર્ણિમા કોટ્સ : આદિગુરુ અથવા પ્રથમ ગુરુ
યોગીક પ્રથામાં આપણે શિવ ને ભગવાન ના રૂપ માં નથી જોતાં. આપણી માટે શિવ આદિયોગી -પ્રથમ યોગી અને આદિગુરુ- પ્રથમ ગુરુ છે.- સદગુરુ
આદિયોગીએ જે યોગ વિજ્ઞાન ના સાધનો તમારા સ્વપરિવર્તન માટે આપ્યા છે તે દબાણ ને કારણે નહીં પરંતુ તેની ક્ષમતાઓને કારણે ટકી રહ્યા છે.-સદગુરુ
આદિયોગી આત્મિક કલ્યાણના એક એવા પ્રાચીન ટેકનિકના પ્રતિક છે જે ધર્મના પ્રારંભથી પણ પહેલાની છે .- સદગુરુ
આદિયોગીનું મહત્વએ છે કે તેઓએ માનવ ચેતનાઓ ને વિકસાવવાની પદ્ધતિ પ્રદાન કરે છે, જે આજદિન સુધી મહત્વ ધરાવે છે.- સદગુરુ
આદિયોગી એક પ્રતિરૂપ, શક્યતા અને આંતરિક રૂપાંતરણના સાધન અને પોતાના જીવનની રચનાના સ્ત્રોત છે.-સદગુરુ
આદિયોગી તમને રોગો, અગવડ અને ગરીબી થી મુક્ત કરે છે અને આ બધાથી પરે તમને જીવન મરણના ચક્રથી મુક્ત કરે છે. – સદગુરુ
આદિયોગી ભૂતકાળથી નહીં પરંતુ ભવિષ્યથી સંબંધ ધરાવે છે.- સદગુરુ.
આદિયોગી કોઈ ધર્મથી જોડણી નથી ધરાવતા. આદિયોગી પોતાની જીવન પ્રક્રિયાને પોતાના હાથમાં લેવાની ક્ષમતા વિષેની જવાબદારીની જોડણી દ્રશાવે છે.- સદગુરુ
હું ઈચ્છું છું કે આ દુનિયા આદિયોગીને યોગના સ્ત્રોત તરીકે જાણે, જે શિવ પોતે જ છે.- સદગુરુ
આદિયોગીની ઉપસ્થિતિ વિશ્વને મુક્તિ તરફ વાળવા માટેનું માર્ગદર્શન છે.-સદગુરુ
આદિયોગી સર્વ ધર્મના આવવાના પહેલા થી મોજૂદ છે. એમની વિધિઓની સાર્વભૌમિકતાના ઉત્સવને મનાવવા માટે આદિયોગીનો આ ભવ્ય મુખ 112 ફિટ ઊચો છે.-સદગુરુ
આદિયોગી દ્વારા બનાવેલ જ્ઞાનનો આધાર, આ ધરતી પરના દરેક આધ્યાત્મિક પાસાઓ નો સ્ત્રોત છે.- સદગુરુ
Iયોગીક સંસ્કૃતિમાં શિવને આદિયોગી-પ્રથમ યોગી તરીકે જોવાય છે- જે જ્ઞાન અને મુક્તિ ના સ્ત્રોત છે.-સદગુરુ
જો તમને બીજી જ ક્ષણે એક નવા માનવીના રૂપમાં પગલું લેવા ઇચ્છતા હોવ તો શિવ જ એ માર્ગ છે.- સદગુરુ
આપણે જે પરમ સંભાવનાઓ ને શિવનું નામ આપ્યે છે-તે અત્યંત જીવંત અને સુલભ છે અને તે હમેશાંથી જ એવી રહી છે. -સદગુરુ
ગુરુની મહિમા
ગુરુનું કામ ગ્રંથો અને પુરાણોની વ્યાખ્યા કરવું નથી પરંતુ એમનું કામ તમારા જીવનને બીજા પહેલુંઓ તરફ લઈ જવાનું છે. -સદગુરુ
ગુરુ ભૌતિકતા ના દ્વાર થી પરે છે. ગુરુ ફક્ત એટ્લા માટે મહત્વપૂર્ણ છે કારણ કે જે એમના થી પરે છે તે જ મહત્વપૂર્ણ છે.-સદગુરુ
ગુરુ કોઈ એવા વ્યક્તિ છે જે તમને રાહ બતાવવા માટે મશાલ પકડીને ઊભા રહશે. તેઓ પોતેજ મશાલ છે. -સદગુરુ
ગુરુ માનવીનો ટેકો નહીં પરંતુ સેતુ હોય છે.-સદગુરુ
ગુરુ એક ઉત્પ્રેરક (કેટાલિસ્ટ) છે. તેમની હાજરી આધ્યાત્મિક પ્રક્રિયા ને સક્રિય કરે છે, ઉપર ઉઠાવે છે અને તીવ્ર કરે છે.-સદગુરુ
પહેલાના ગુરુ અને યોગીક સાધનોનું મહત્વ
જે પહેલુઓ ના કારણે કૃષ્ણ અને જીસસ, કૃષ્ણ અને જીસસ બનાવ્યા, એજ પહેલુઓ તમારી અને તમારા આસપાસ ના લોકોની અંદર પણ અસ્તિત્વ ધરાવે છે. એ પહેલુઓ ને સાકાર કરવા માટે ફક્ત ધ્યાન આપવાની જરૂર છે.-સદગુરુ
જીસસ એ કહ્યું હતું કે ઈશ્વર નું સમરાજય તમારી અંદર છે – યોગ એનેજ અનુભવ કરાવે છે.- સદગુરુ.
જુલાઇ 27 ના ઉજવો ગુરુ પુર્ણિમા સદગુરુ સાથે, આદિયોગી ના સાનિધ્યમાં . જોડાઓ ઈશા યોગ કેન્દ્ર થી અથવા તો લાઈવ વેબસ્ટ્રીમ થી.