તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની 17 ટિપ્સ
આ પડકારજનક સમયમાં, દરેક વ્યક્તિ માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ સૌથી વધારે મહત્વની છે. અહીં સદગુરુ તમારી રોગ પ્રતિકારકશક્તિ કૂદરતી રીતે વધારવા માટે 17 ટિપ્સ આપે છે.
જેમ જેમ કોરોનાનો રોગચાળો સમગ્ર દેશોમાં ફેલાતો જાય છે, વિશ્વ વાયરસ સાથે ઝઝૂમી રહ્યું છે અને તેના ફેલાતો રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોકટરોએ વાત સાથે સંમત છે કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આ નવી જાતનાં કોરોના વાયરસનો સામનો કરવા માટે વધુ સજ્જ છે. સદગુરુ અહીં રોગપ્રતિકારક શક્તિને કુદરતી રીતે વધારવાની કેટલીક રીતો બતાવે છે.
સદગુરુ: વાયરસ આપણા જીવનમાં કોઈ નવીન વસ્તુ નથી. ખરેખર આપણે બેક્ટેરિયા અને વાયરસથી ભરેલા સમુદ્રમાં જ જીવીએ છીએ. મહત્વની બાબત એ છે કે આ ખાસ વાયરસ આપણી સિસ્ટમ માટે નવો છે, તેથી આપણું શરીર તેની સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આપણે જરૂરી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી અને તેનાથી પોતાની રક્ષા કરવામાં સક્ષમ થઈ શકીએ - જેમ આપણે બાકીની બધી બાબતોને સંભાળવા માટે સક્ષમ બની ગયા છીએ - તે માટે આપણે કેટલીક વસ્તુઓ કરી શકીએ છીએ. એવું નથી કે આ કોરોના વાયરસનો ઉપચાર છે, પરંતુ જો આ સરળ બાબતોનો અભ્યાસ કરવામાં આવે, તો તમે જોશો કે છ થી આઠ અઠવાડિયાના સમયમાં, તમારી રોગપ્રતિકારક શક્તિમાં ઓછામાં ઓછા થોડા ટકાનો વધારો થશે. તમે અને તમારી આસપાસના લોકો આ પરિસ્થિતિમાંથી જાનહાનિ પહોંચાડ્યા વિના પસાર થાવ તેના માટે તમારે આની જરૂર છે.
1.લીમડો
તમે સવારની સાધના શરુ કરો તેની પહેલા ખાલી પેટે લીમડાના આઠથી બાર પાન તમારે લેવાં જ જોઈએ, તેને ચાવો અને તમારાં મોંમાં રાખો. એ ખુબ અગત્યનું છે કે તે તમારાં મોંમાં રહે કારણકે તે અહીં સૌથી વધુ અસરકારક છે. તેને એકથી બે કલાક સુધી ચાવો. તેને થુંકી ન નાખો કે ગળી ન જાવ, તેને ત્યાં મોંમાં જ રહેવા દો. તેની સાથે તમારી સાધના કરો.
2. હળદર
હળદરનું દરરોજ સવારે સેવન કરો અને તમે કઈ ખાવ તેની પહેલા ઓછામાં ઓછા ૧ કલાક સુધી તેને પેટમાં રહેવા દો. આનાથી તમને અદ્ભૂત ફાયદા થશે. કુદરતી હળદર સારામાં સારી રહેશે.
3. બીલીપત્ર
પશ્ચિમી ઘાટના વિસ્તારમાં બીલીના પાંદડાઓ મળી આવે છે. જો તમે દિવસમાં ૩ થી ૫ પાંદડાઓ સવારે ખાઈ શકો તો તે પણ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે.
૪. નીલાવેમ્બુ કશાયમ
અમે ઈશા યોગા કેન્દ્રની આસપાસ ગામડાઓમાં નીલાવેમ્બુ કશાયમ વહેંચી રહ્યા છીએ. અમે જોયું છે કે તમિલનાડુના જે ભાગમાં અમે કામ કરી રહ્યા છીએ ત્યાં છેલ્લા બે મહિનામાં એકપણ કોરોનાનો કેસ આવ્યો નથી. એક વસ્તુ એ છે કે અમારા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલી અસરકારક સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થાની જાળવણી અને સાથે નીલાવેમ્બુ કશાયમ પણ મહત્વનું પરિબળ છે. જો તમે આ શિષ્ટાચારો પાળો છો, તો બહુ સરળતાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો, અંતમાં રોગપ્રતિકારક શક્તિ જ તમારું એક માત્ર કવચ છે.Ishalife.com પર ટેબ્લેટ અને પાવડરમાં ઉપલબ્ધ છે.
5.ગરમ પીણાં
દિવસમાં ચારથી પાંચ વાર ગરમ પાણી પીવો. તે સાદું ગરમ પાણી હોઈ શકે કે તમે થોડા પ્રમાણમાં કોથમીર કે ફૂદીનો કે ચપટી હળદર કે લીંબુના રસ સાથે લઇ શકો છો અને તેનું નિયમિત સેવન કરો.
6. કાચાં આમળા
આ આમળાની ૠતુ છે, તે કન્નડ લોકો માટે બેટ્ટાડ નલીકાઇ છે. આ પેલા વિશાળ, ગોલ્ફ બોલ જેવા આમળા નથી. તે બધા હાઇબ્રીડ આમળા છે, જો તમને બીજું કંઇ ન મળે તો તે પણ ઠીક છે. પરંતુ નહિતર, જે પહાડોમાં ઉગે છે તે કદમાં નાના છે. તમે ફક્ત એક આમળુ તોડો, તેના પર થોડું મીઠું નાખો અને તેને માત્ર ચાવો. તમારે તેને એકથી બે કલાક તમારા મોંમાં રાખવું જ જોઇએ, કારણ કે તે મોંમાં સૌથી વધુ અસરકારક છે.
7. આમળા સાથે મધ અને મરીના દાણાં
આમળા (ગૂઝબેરી અથવા નલીકાઈ) ને થોડાક વાટેલાં કાળા અથવા લીલા મરી સાથે આખી રાત મધમાં પલાળી રાખો. દિવસમાં ત્રણેક વાર ત્રણ ચમચી લો. જયારે તમે ખાલી પેટ હોવ ત્યારે, આ વસ્તુ તમે પહેલી લેશો તો તે સૌથી સારું કામ કરશે. જો તમે આ કરો, તો ચારથી આઠ અઠવાડિયામાં, તમારી રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો જોઈ શકાય છે.
8. કાચી કેરી & 9. ચ્યવનપ્રાશ
આ કાચી કેરીની ઋતુની પણ શરૂઆત છે. તેની પાકવાની રાહ ન જુઓ, કાચી કેરી ખાઓ. તે કોરોના વાયરસ માટે નિવારક નથી, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિને થોડીક વધારી શકે છે. જીવ લેયમ અથવા ચ્યવનપ્રાશ જેવા પરંપરાગત ઉપાયો છે તે પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. જો તમારાં ઘરમાં સાઈઠ વર્ષની વધારે વયનાં વૃધ્ધ લોકો છે, તો તેમને ચ્યવનપ્રાશથી શરૂ કરાવવું સારું છે.
10. ભૈરવી રક્ષા
આપણે જે ભૈરવી રક્ષા કહેવાય છે તે બનાવી રહ્યા છીએ. આ રસ વિદ્યા અથવા ભારતીય રસાયણ વિજ્ઞાનવડે ચોક્કસ રીતે કરવામાં આવે છે કે તમે એને હાથ પર બંગડી કે કડા તરીકે પહેરી શકો. તેઓ વિવિધ કદમાં આવે છે તેથી જો તમે ઇચ્છો, તો તમે તેને તમારા પગની પીંડી પર પણ પહેરી શકો. તે એક પ્રાણપ્રતિષ્ઠિત વસ્તુ છે જે નિશ્ચિતરૂપે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે. IshaLife.com પર ભૈરવી રક્ષા વિશે વધુ વિગતો મેળવો.
11. પૃથ્વી પ્રેમ સેવા
મોટાભાગના લોકો માટી સાથે સંબંધ મૃત્યુ પામ્યા પછી જ બાંધે છે, પરંતુ એ ખુબ અગત્યનું છે કે તમે જીવિત હો ત્યારે માટી સાથે સંબંધ બાંધો.ખાસ કરીને અત્યારે જયારે વાયરસ આસપાસ છે. અમે તેને પૃથ્વી પ્રેમ સેવા કહીએ છીએ. તેનો અર્થ છે કે માટીની સાથે પ્રેમાળ રીતે સંબંધિત થવું. આ કરવાથી આવા વાયરસના તમારા જીવન પરના આક્રમણોનો પ્રતિકાર કરવાની તમારી ક્ષમતા ખાસ્સી વધશે. ફક્ત જીવિત હોવું પૂરતું નથી, એ અગત્યનું છે કે તમે મજબૂતીથી જીવો.
જો તમારી પાસે કોઈ નાનો બગીચો છે તો તમે ત્યાં પૃથ્વી પ્રેમ સેવા કરી શકો છો અથવા તમે કોઈ બીજાના બગીચામાં સ્વયંસેવા આપી શકો છો. તેઓને મફત મજૂરી કરનારા મળશે પરંતુ તેઓને કંઈ વધુ મળે છે એવું ન વિચારતા; તમે ઘણું વધારે મેળવો છો કારણ કે તમારા માટી સાથેના જોડાણથી તમારા શરીરના કામ કરવામાં અસાધારણ ફેર પડી જશે. દરેક વ્યક્તિએ કોઈવાર આનો ઉપયોગ કરવો જ જોઈએ - ઓછામાં ઓછું શેરીઓ સાફ કરો. કંઈક કરો! તમારા હાથને માટીમાં નાખવા ખૂબ જરૂરી છે. નહિંતર, તમારામાંના જે લોકો ખૂબ સધ્ધર છે પણ કોઈ કામ કરતા દેખાવા નથી માંગતા કારણકે કામ કરવાથી તમારી સમૃધ્ધિની છબી ખોટી પડશે, તો તમે કાદવ સ્નાન કરી શકો છો! હા, તે પણ એક રસ્તો છે.
12. ઉષ્ણ વધારવા માટે મંત્ર જાપ
“યોગ યોગ યોગેશ્વરાય” મંત્ર સિસ્ટમમાં સમત પ્રાણ અથવા ઉષ્ણ ઉત્પન્ન કરવા વિશે છે. કંઈક એવું કે જેને ઉષ્ણઅને શીત કહેવામાં આવે છે, જેને અંગ્રેજી ભાષામાં ગરમી અને ઠંડીમાં અનુવાદિત કરવાંમાં આવેલ છે, પરંતુ તેનો આ અર્થ બરાબર નથી. તે તે દિશા સૂચવે છે, પરંતુ તેનો અર્થ એ નથી. જો તમે પૂરતા પ્રમાણમાં સમત પ્રાણ ઉત્પન્ન કરો છો અને સિસ્ટમમાં ઉષ્ણ બનાવો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રીતે કાર્ય કરશે. આ જાપ રોગપ્રતિકારક તંત્રમાં ચોક્કસ પ્રમાણમાં શક્તિ પેદા કરશે, કારણ કે તે ગરમી ઉત્પન્ન કરે છે.અહીં આ સાધના માટેની લિંક છે.
ચાલો આને સ્પષ્ટ કરીએ કે આ કોરોના વાયરસની કોઈ સારવાર નથી, અથવા તેનું કોઈ નિવારણ નથી. "મેં મારાં જાપ કર્યા, તેથી હું જઈને બેજવાબદાર બાબતો કરી શકું" - તે આ રીતે કામ નહિ કરે. આ તે વસ્તુઓ છે કે જે તમે તમારી સિસ્ટમને મજબૂત બનાવવા માટે સમય-સમય પર કરો છો, જેથી જ્યારે હવે પછીનો વાયરસ આવે, ત્યારે તમે તેને સાંભળવા માટે થોડી સારી જગ્યાએ હોઇ શકો.
13.ઇશા ક્રિયાનો અભ્યાસ કરો
આપણે જે મૂળભૂત ભૂલ કરી રહ્યા છીએ તે એ છે કે આપણે “હું” અને “મારું” વચ્ચે ભેદભાવ નથી કર્યો.. હું જે એકત્રિત કરું છું તે મારું હોઈ શકે છે, અમે હમણાં તે અંગે વિવાદ કરી રહ્યાં નથી, પરંતુ તે હું ના હોઈ શકું. જો હું કહું છું કે આ કપડાંનો ટુકડો હું છું, તો દેખીતી વાત છે કે મેં તે ગુમાવી દીધું છે. એ જ રીતે, જો હું કહું કે આ શરીર અને આ મનમાં મેં એકત્રિત કરેલી વિગતો - જે હું જાણું છું અને જાણતો નથી - તે હું પોતે છું, તો પછી મારામાં કંઇક સમસ્યા છે. ઠીક છે, તે તમારા જીવનને દૈનિક ધોરણે પાયમાલ કરી રહ્યું છે, પરંતુ આવી કટોકટીની ક્ષણોમાં, તે મજબૂત રીતે દેખાઈ શકે છે. આ માટે આપણી પાસે એક સરળ ઉપાય છે: ઇશા ક્રિયા, તમે શું છો અને તમે શું નથી તે અલગ કરવાની એક સરળ રીત. દરેક માટે ઉપયોગમાં લેવા તે વિના મુલ્યે ઉપલબ્ધ છે. જો તમે તમારામાં આટલી સભાનતા લાવો છો કે , હું શું છું, હું શું નથી, તો તમારા માટે આવા સમયમાંથી પસાર થવું ખૂબ જ સરળ રહેશે.
14. સિંહ ક્રિયાનો અભ્યાસ કરો
એકમાત્ર વસ્તુ જે આપણે ખરેખર જાણીએ છીએ તે છે કે જેની પાસે રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે તે ટકી રહેશે જ્યારે જેઓની રોગપ્રતિકારક શક્તિ મજબૂત નથી તેઓ કોરોનાથી પ્રભાવિત થઇ જશે. આપણે વાયરસ વિશે આના સિવાય બીજી કોઈ વસ્તુ જાણતા નથી. આ એક વસ્તુ માટે તમારે તમારી સાધના ચાલુ રાખવી જરૂરી છે, જે ખ્યાલ રાખશે કે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહે. ઇન્ડિયાના યુનિવર્સિટી, વર્જિનિયા યુનિવર્સિટી, હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને અન્યના સંશોધકોએ ઇશા યોગ પધ્ધતિઓ પર અભ્યાસ કર્યો છે. તેઓએ સંશોધન પ્રકાશિત કરેલ છે જે ઉત્તેજકો, બીડીએનએફ અને અન્ય માપદંડોના સ્તરે શું થઇ રહ્યું છે તેના આધારે સ્પષ્ટપણે દર્શાવે છે કે જે લોકો આ ક્રિયાઓ કરી રહ્યા છે તેઓની રોગપ્રતિકારક શક્તિ ઘણી વધારે છે. દરેક વ્યક્તિએ પોતાની યોગ ક્રિયાઓ ચાલુ રાખવી જોઈએ.
હવે લોકો ઘરે છે. જો તેઓ ફક્ત આસપાસ બેસી રહે છે, અને દિવસ દરમિયાન જો તેઓ કંઈક ખાતા રહે અથવા દારૂ પીતા હોય, તો તેઓ પોતાને વધુ સંવેદનશીલ બનાવશે. એક સરળ બાબત એ છે કે શારીરિક રીતે સક્રિય રહેવું. સ્વસ્થ થવા આ થોડા અઠવાડિયાનો સમય આપણા માટે ઉપયોગમાં લેવાનો સારો સમય છે. જો તમને બીજું કંઇ ખબર નથી, તો ઓછામાં ઓછું ખાલી જગ્યા પર દરરોજ જુદા જુદા સમયે જોગ કરો - એક સમયે પંદર મિનિટ, દિવસમાં પાંચથી છ વખત. શરીર વસ્તુઓને વધુ સારી રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરશે.
6. ઉષ્ણા વધારવા માટે મંત્ર જાપ
“યોગ યોગ યોગેશ્વરાય” મંત્ર સિસ્ટમમાં સમાત પ્રાણ અથવા ઉષ્ના ઉત્પન્ન કરવા વિશે છે. કંઈક એવું કે જેને ઉષ્ના અને શીત કહેવામાં આવે છે, જેને અંગ્રેજી ભાષામાં ગરમી અને ઠંડામાં અનુવાદિત કરવાંમાં આવેલ છે, પરંતુ તેનો આ અર્થ બરાબર નથી. તે તે દિશા સૂચવે છે, પરંતુ તેનો અર્થ એ નથી. જો તમે પૂરતા પ્રમાણમાં સમાત પ્રાણ ઉત્પન્ન કરો છો અને સિસ્ટમમાં ઉષ્ના બનાવો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રીતે કાર્ય કરશે. આ જાપ રોગપ્રતિકારક શક્તિમાં ચોક્કસ પ્રમાણમાં શક્તિ પેદા કરશે, કારણ કે તે ગરમી ઉત્પન્ન કરે છે.
ચાલો આને ખૂબ સ્પષ્ટ કરો કે આ કોરોનાવાયરસની કોઈ સારવાર નથી, અથવા તેનું કોઈ નિવારણ નથી. "મેં મારો જાપ કર્યો, તેથી હું જઈને બેજવાબદાર બાબતો કરી શકું" - તે આ રીતે કામ નહિ કરે. આ તે વસ્તુઓ છે કે જે તમે તમારી સિસ્ટમને મજબૂત બનાવવા માટે સમય-સમય પર કરો છો, જેથી જ્યારે આગળનો વાયરસ આવે, ત્યારે તમે તેને નિયંત્રિત કરવા માટે થોડી સારી જગ્યાએ હોઇ શકો.
16.પૂરતી શારીરિક પ્રવૃત્તિ કરો
હવે લોકો ઘરે છે. જો તેઓ ફક્ત આસપાસ બેસી રહે છે, અને દિવસ દરમિયાન જો તેઓ કંઈક ખાતા રહે અથવા દારૂ પીતા હોય, તો તેઓ કોરોના પ્રત્યે વધારે સંવેદનશીલ બનશે. એક સરળ બાબત એ છે કે શારીરિક રીતે સક્રિય રહેવું. આપણા માટે સ્વસ્થ થવા આ થોડા અઠવાડિયા ઉપયોગમાં લેવાનો સારો સમય છે. જો તમને બીજું કંઇ ખબર નથી, તો ઓછામાં ઓછું કોઈ જગ્યા પર દરરોજ જુદા જુદા સમયે દોડવા જાવ - એક સમયે પંદર મિનિટ, દિવસમાં પાંચથી છ વખત. શરીર વસ્તુઓને વધુ સારી રીતે સંભાળવાનો પ્રયાસ કરશે.
17. તમારી જાતને આનંદિત રાખો
માનસિક તાણ એ રોગપ્રતિકારક શક્તિને જરૂરથી ખરાબ કરે છે. સંપૂર્ણ ઉત્સાહિત, આનંદકારક અને પ્રસન્ન રહેવું એ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ અને શરીરને વધુ સારી રીતે કાર્યરત રાખવાની એક સરળ રીત છે. બધી જ બાબતો પ્રત્યે ખુબ ગંભીર રહેનાર વ્યક્તિ કરતા, આનંદિત, સંવેદનશીલ અને જવાબદાર વ્યક્તિ,પરિસ્થિતિઓનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. ખાસ કરીને જો તમે ગભરાટમાં છો, તો તમે લકવાગ્રસ્ત છો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી શારીરિક અને માનસિક ક્ષમતાઓ સતેજ હોય અને વાયરસના હુમલાનો યોગ્ય પ્રતિકાર આપવાની સ્થિતિમાં હોય.
સંપાદકની નોંધ: પોતાને આનંદિત અને જીવંત રાખો ઇનર એન્જિનિયરીંગ ઓનલાઇન દ્વારા જે કોવિડ યોધ્ધાઓ માટે નિ:શુલ્ક અને બીજા લોકો માટે 50%ની છુટ પર ઉપલબ્ધ છે. અત્યારે જ રજિસ્ટર કરો!