મહાભારત ધારાવાહિકના બધા અંક

હમણાં સુધી શું બન્યું: યુદ્ધ પછી પાંડવો હસ્તિનાપુર પરત ફર્યા અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળ્યા. તેમણે યુધિષ્ઠિર અને ભીમને મારવાના અંતિમ પ્રયાસો કર્યા, પણ તે નિષ્ફળ ગયા. પાંડવો તેમને મહેલમાં બંધ કરી દે છે.

હવે અંધ રાજા અને તેની પત્નીને વનમાં પ્રસ્થાન કરવાનો સમય આવી ગયો છે. જ્યાં સમય જતા કુરુ-સામ્રાજ્યની આ પેઢીના છેલ્લા સભ્યો ભયાનક રીતે મૃત્યુ પામે છે.

ભીમનો બદલો 

સદ્‍ગુરુ: હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના હાથ પગ બાંધી દેવાયા, અને તેઓ સ્થાયી થવાના પ્રયત્નોમાં લાગ્યા. યુધિષ્ઠિર તેમને ઘણું માન આપતો અને શક્ય એટલી સવલતો પૂરી પાડતો. પણ ભીમ તેમને એકલા મૂકતો નહિ, તેને જ્યારે પણ તક મળે ત્યારે તે તેમને મહેણા મારતો અને ટીખળ કરતો. ધૃતરાષ્ટ્રનો ખોરાક ખૂબ વધારે હતો. તેઓ ભોજન માટે બેસતા અને જ્યારે ધૃતરાષ્ટ્ર સબડકા બોલાવીને ખાતો ત્યારે ભીમ કહેતો, “મેં જ્યારે દુઃશાસનનું હૃદય ચૂસ્યું ત્યારે આવો જ અવાજ આવ્યો હતો.” એને તે જ્યારે તેના દાંત હાડકા પર લાગતા ત્યારે ભીમ કહેતો, “જ્યારે મેં દુર્યોધનની જાંઘ તોડી ત્યારે આવો જ અવાજ આવ્યો હતો.” આ પ્રમાણે ભીમ શક્ય હોય તેટલું ધૃતરાષ્ટ્રનું અપમાન કરતો.

“આપનું સમગ્ર જીવન તમારા પુત્રોના કુકર્મોને છાવરવામાં ગયું છે. હવે સમય છે કે તમે તમારા પોતાને માટે કશુંક કરો. ચાલો, આપણે વનમાં પ્રસ્થાન કરીએ.”

સામાન્ય રીતે, તે સમયમાં જ્યારે તમારા પુત્રને ત્યાં પુત્ર અવતરે એટલે તમારે નિવૃત્તિ લઈને વનમાં જવાનો સમય થયો તેમ ગણાતું; આને વાનપ્રસ્થ કહેવાય. પણ ધૃતરાષ્ટ્રએ વાનપ્રસ્થ ન્હોતું સ્વીકાર્યું કારણ કે, તેઓ અંધ હતા અને સુખ-સાહ્યથી ખૂબ બંધાયેલા હતા. પણ ભીમ તેમને સુખેથી રહેવા દે તેમ ન હતું. તે લગભગ રોજ તેમને દયાજનક પરિસ્થિતિઓમાં મૂકતો. યુધિષ્ઠિર ભીમને અટકાવવા ઘણા પ્રયત્નો કરતો, પણ ભીમ સાંભળતો નહિ. તે કહેતો, “આપણે યુદ્ધ જીત્યા છીએ, તેમ છતાં, તેમણે મને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, એ વૃદ્ધાએ તમને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. ના! હવે મારા હદયમાં તેમને માટે કોઈ દયા રહી નથી.”

વનમાં આશ્રય લીધો

જ્યારે ભીમ દ્વારા કરાતા અપમાન અસહ્ય બન્યા ત્યારે વિદુરે ધૃતરાષ્ટ્રને સલાહ આપી, “હવે આ જગ્યા આપના મટે સારી રહી નથી. આપે વનમાં પ્રસ્થાન કરી જવું જોઈએ, જે આપની ઉંમરના પુરૂષ માટે યોગ્ય પણ છે. હમણાં સુધી, આપે આપની અંતરની પ્રકૃતિ માટે કશું કર્યું નથી. તમારું સમગ્ર જીવન તમારા પુત્રોના કુકર્મોને છાવરવામાં ગયું છે. હવે સમય છે કે તમે તમારા પોતાના માટે કશુંક કરો. ચાલો, આપણે વનમાં પ્રસ્થાન કરીએ.” તેથી ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર, કુંતી અને તેમનો સહાયક સંજય સહુ વન તરફ નીકળી ગયા. જ્યારે તેઓ કોઈ એક આશ્રમ પાસે પહોંચ્યા ત્યારે વિદુર, જે પહેલેથી મહાત્મા જેવો હતો, ત્યારે તેણે તીવ્ર આધ્યાત્મિક સાધના શરૂ કરી દીધી. તે બીજાઓથી છૂટો પડ્યો અને ગુફામાં જઈને રહ્યો. તે પછી તેઓ માત્ર એક વખત દેખાયા હતા; પછી તેમણે દેહનો ત્યાગ કરી દીધો. 

કુરુવંશની એક પેઢી અગ્નિમાં બળી મરી

ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી અને તેમનો સહાયક આગળ વધ્યા. હવે, તેમના જીવનના અંતિમ ચરણમાં ગાંધારી અને કુંતી સાથે હતા. તેમણે ઉપરછેલ્લી સભ્યતા જાળવી રાખી હતી, અંદરખાને તેમની વચ્ચે કુરુક્ષેત્ર કરતા પણ મોટું યુદ્ધ ચાલતું હતું. તેઓની અંદર, વધુ લોહિયાળ જંગ ખેલાયો હતો, વધારે વૈમનસ્ય છતું થયું હતું, પરંતુ સામાજિક બંધનો અને તેઓ રાણી હોવાને કારણે તેમણે તેમની વચ્ચે મધુર સંબંધ હોવાનો દેખાવ જાળવી રાખ્યો હતો. પણ હવે જીવનના અંતિમ ચરણ માં તેઓ એક અંધ પુરુષ સાથે મૂકાઈ હતી.

પછી એક દિવસ જંગલનાં દવ લાગ્યો. ધૃતરાષ્ટ્રને બળવાની વાસ આવી અને હવા ગરમ લાગી અને તેણે કહ્યું, “એવું લાગે છે કે જંગલમાં આગ લાગી છે. ચાલો આપણે ભાગી જઈએ.” ગાંધારી, જે હવે માં શિવની મોટી ભક્ત થઈ ગઈ હતી, તેણે કહ્યું, “શા માટે?” કુંતીએ ઉમેર્યું, “સાચે જ, શા માટે? આપણે આગથી ભાગવું શા માટે છે?” તેઓ ત્યાં જ બેસી રહ્યા અને જંગલની આગ તેમને ભરખી ગઈ. કુરુ સામ્રાજ્યની એક પેઢી નો અંત આવ્યો.

સામ્રાજ્યનો વિસ્તાર

હસ્તિનાપુરમાં, યુધિષ્ઠિરે શક્ય તેટલી ન્યાયસંગત રીતે ૩૬ વર્ષ રાજ કર્યું. બીજા ભાઈઓએ ઘણી જમીનો જીતીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેઓએ અશ્વમેધ યજ્ઞ કર્યો. અશ્વમેધ યજ્ઞ માટે તેઓ ખાસ પ્રકારના ઘોડાની પસંદગી કરે છે અને તેની સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કરે છે. પછી તેઓ ઘોડાને છુટ્ટો મૂકી દે અને તે જ્યાં જાય ત્યાં લોકો તેની પાછળ જાય. ઘોડો જે રાજ્યમાં દાખલ થાય, ત્યાંના રાજાએ ક્યાં તો યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારવું પડે અથવા તેની સાથે યુદ્ધ કરવું પડે. પાંડવોએ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. જ્યારે અશ્વ પરત ફર્યો, ત્યારે રાજાએ તેની બલિ ચઢાવી અને રાજા યુધિષ્ઠિરે તેના અંગો ખાધા કારણ કે, અશ્વને અમુક રીતે ઊર્જાન્વિત કરવામાં આવ્યો હતો, જેનાથી રાજ્યની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. તે પછી કુરુ-સામ્રાજ્યમાં ઘણી સુખાકારી આવી અને યુધિષ્ઠિરે સુંદર રીતે રાજ્ય સંભાળ્યું.

ક્રમશ:...

મહાભારતની વાર્તાઓ