મહાભારત અંક ૬૪: માણસના જીવનનો પાઠ્યક્રમ કોણ નક્કી કરે છે – નિયતિ કે તેની પોતાનું કામ પોતાની મરજી મુજબ કરવાની તાકાત?
શું આપણા જીવનની કથા પહેલેથી લખાઈ ચૂકી હોય છે, કે આપણે પોતે એક પછી એક જીવાનના કોરા કાગળ ભરીએ છીએ? નિયતિનો વિચાર બીજું કંઇ નથી પણ માત્ર આપણી પોતાના જીવનની જવાબદારીઓમાંથી મુક્ત થવા માટેનું બહાનું છે કે તે વાસ્તવિક છે? સદ્ગુરુ આ છેતરામણા વિષયનો નિખાલસતાપૂર્વક જવાબ આપે છે, જે કદાચ તમને નવાઈ પમાડી શકે.
પ્રશ્નકર્તા: આપની કવિતા “નિયતિ”માં આપ કહો છો કે, વ્યક્તિ પોતાની નિયતિ હમણાં અથવા પાછળથી પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કરી શકે. તમે તે વિષે વધુ કહી શકો? અને કેટલી હદ સુધી એ અગાઉથી જ જાણીતું છે કે, વ્યક્તિ તેના જીવનકાળમાં કયા વિકલ્પોનું ચયન કરશે?
નિયતિ એ કોઈ પરવારી ચૂકેલી વસ્તુ નથી
તે એવો તાર છે જેમાંથી તમે ફૂલ, મણકાઓ કે હાડકાઓની
માળા બનાવી શકો
તમે તેને હમણાં પહેરો કે પછી
અહીં કે ત્યાં.
અથવા તમે તેને બીજાની છાતી પર ઠેલી દઈ શકો
પણ દોરીના આધાર વગર તો એક ફૂલ પણ નહિ ખરે
તમે ભલે તમારી ઊંચાઈ વધારી ન શકો, પણ જો તમે “માંસ” - તમારું શરીર, મગજ, ભાવનાઓ, જીવન ઊર્જા - નો સારો ઉપયોગ કરતા શીખો, તો જીવનમાં અલગ આયામમાં હશો. તમે જો નિયતિ થી દૂર જવાનો પ્રયત્ન કરશો તો, વધુમાં વધુ એટલું થઈ શકે કે, તમે તેને થોડી મોડી પાડી શકો. પણ તમે તેમાંથી છટકી ન શકો. તમે માનતા હો કે તેને પાછળ ઠાલવવી એ હમણાં ભોગવી લેવા કરતા વધારે સારી છે, તો તે તમારી ઉપર છે, પણ મને લાગે છે કે તેમ કરવું એક નિરર્થક જીવન છે. આ જીવનમાં જે થઈ શકે છે, તે આ જીવનમાં થઈ જવું જોઈએ. શા માટે તેને બીજા જન્મ સુધી વિલંબિત કરવું, બીજા જન્મનું નિર્માણ જ શા માટે કરવું? જો તમે શાણા છો અને તમારા અસ્તિત્વની પ્રકૃતિને સમજો છો, ભલે તે બૌદ્ધિક સ્તરે હોય, તો તમારે નિયતિને મુલતવી રાખવી જોઈએ નહિ; તમરે આ જ જીવનમાં તેને ભોગવી લેવી જોઈએ. તમે તમારી નિયતિ સાથે વ્યવહાર અત્યારે જ કરી કાઢો તે જ આધ્યાત્મિક પ્રક્રિયાનો સાર છે.
મોટે ભાગે હું જો કોઈ નસીબની વાત કરે તો અટકાવી દેતો હોઉં છું કારણ કે, તેઓ થોડી અતિશયોક્તિ કરે છે અને કારણ વગર પોતાના જીવનને મર્યાદાઓમાં બાંધે છે. નિયતિને કારણે થોડી મર્યાદાઓ આવે છે, પણ તમારે તેની તરફ નથી જોવાનું. જે બીજી શક્યતાઓ હોય તેને અવગણો નહિ. આ માનસિકતા બની ચૂકી છે - જ્યારે કોઈ કહે કે, “હું માણસ છું”, ત્યારે તેઓ માત્ર માનવીય મર્યાદાઓની વાત કરતા હોય છે, સંભાવનાઓની નહિ. હું ઇચ્છું છું કે, તમે માનવ હોવાને અમર્યાદિત સંભાવના તરીકે જુઓ. ચાવીના નાનકડા કાણામાં ચાવી નાખીને તમે મોટો દરવાજો ખોલી શકો છો અને તે ત્યાં રહેલા ઘણા વધુ મોટા વિશ્વમાં ખુલશે.
શું નિયતિ જેવું કશું છે જ નહિ? છે, પણ તમારે તેને તમારા મનમાંથી સદંતર કાઢી નાખવું જોઈએ. તમારે ઇનર ઍન્જિનિયરિંગ કરવું જોઈએ, જેમાં નસીબમાં વિશ્વાસ કરવામાં આવતો નથી. જે નક્કી છે તે બાબતમાં કંઇ કરી ન શકાય – તેને છોડી દો. તમારે જે નક્કી નથી તેની ઉપર કામ કરવાનું છે. એ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જેમાં તમે કંઇ કરી શકો છો.
ક્રમશ:...