Mahabharat All Episodes

સદ્‍ગુરુ એક વાર્તા વાંચે છે: કુરુક્ષેત્રના યુદ્ધ પછી, કૃષ્ણ નિદ્રાધીન થાય છે અને સ્વપ્ન જુએ છે, જેમાં અનેક સ્ત્રીઓ અને પુરુષો અનંત સરઘસમાં તેમની આગળ આવે છે અને પોતાના ધર્મ વિષે બોલે છે. દરેક વ્યક્તિ કૃષ્ણને પોતાના માટે ધર્મ શું હતો તે સમજાવતા જાય છે, કૃષ્ણ તે સાંભળીને તેના પર ટિપ્પણી કરે છે અને તેમને ઉત્તીર્ણ થઈ જવા દે છે, સિવાય કે એક માણસ, જે મોં વકાંસીને મલકાતો મલકાતો આવે છે, તેના વાળમાં સારી રીતે તેલ નાખાયેલું છે. તે કહે છે, “બધા ધર્મ ભ્રમ છે. હું ખાઉં છું, પીઉં છું અને મને જે ગમે તે કરીને હું મજા કરું છું. મારું શરીર મારું એકમાત્ર મંદિર છે અને હાડમાંસના શારીરિક સુખો જ મારે માટે ધાર્મિક વિધિઓ છે. તેથી વિશેષ કંઇ નથી, તેના પછી કંઇ નથી.” કૃષ્ણ જવાબ આપે છે, “તું અસુરનું સંતાન છે. હું તને કદી માફ નહિ કરું અને હું તને ઉત્તીર્ણ નહિ થવા દઉં.”

પ્રશ્નકર્તા: સદ્‍ગુરુ, કૃષ્ણએ જેમને પસાર થઈ જવા દીધા તેઓ ક્યાં તો શોષણ કરનારા હતા અથવા શોષણ પામેલા હતા પણ, આ વ્યક્તિ જેને કૃષ્ણ પાર થવા નથી દેતા, તે તો એ બેમાંથી એક પણ નથી લાગતો. તેમ છતાં તે કેમ ઉત્તીર્ણ ન થયો?

સદ્‍ગુરુ: ધર્મ માત્ર સામાજિક નિયમોના વિષે નથી હોતો. ધર્મ માત્ર સામાજિક નિયમોના વિષે નથી હોતો. તમારી સાચા અને ખોટા વિષેના વિચારો સ્વભાવે સામાજિક હોય છે, પણ સર્જન સાથે વિસંગતતા હોય તે જુદો વિષય છે. તમે કરેલી શોષણ, મદદ, પ્રેમ, કરુણાની વ્યાખ્યાઓ સામાજિક ખ્યાલ છે. કોઈ ખેડૂત પાસે જાઓ અને તેને કહો, “તમે જે જમીન ખેડો છો તેની પ્રત્યે તમારે કરુણા રાખવી જોઈએ.” તે સમજી નહિ શકશે કે તમે શું કહી રહ્યા છો. તે જમીન બળપૂર્વક ખેડશે, કરુણાપૂર્વક નહિ કારણ કે, આ કામ આ રીતે જ થાય. તેમ કરુણા રાખીને હળ ચલાવશો તો કશું ઊગશે જ નહિ.

જીવનની મધુરતા એ કોઈ પોતાનામાં જ કોઈ લક્ષ્ય નથી પણ તમને ખીલવા માટે એક જરૂરી અવસ્થા છે. આ જીવન ત્યારે જ ખીલે છે જ્યારે તે મધુરતા ચાખે છે.

પર્યાવરણવિદો કદાચ એવું કહી શકે કે ધરતીને પ્રેમ કરો અને તેના પ્રત્યે કરુણા રાખો, ભલે તેઓ ક્યારેય ઉઘાડા પગે તેની ઉપર ચાલ્યા ન હોય કે ન તો તેમણે ધરતીમાતા સાથે કોઈ સંબંધ સ્થાપ્યો હોય. હું કહું છું કે, જીવન અને સર્જન વચ્ચેનો સંબંધ તૂટી ચૂક્યો છે. જીવન જ સર્જન છે અને તેનો સર્જક તેની અંદર જ સમાયેલો છે–તમે તે બન્નેને ક્યારેય અલગ કરી જ ન શકો. જ્યારે તમે તેમને જુદા પાડો ત્યારે તમારે વેઠવું પડે છે – કોઈ સામાજિક નિયમોને કારણે નહિ. તમે કોઈને માટે વિચારતા હો કે તે સારા માણસ નથી, પરંતુ શક્ય છે કે તેઓ તમારા કરતાં ઘણી સારી રીતે જીવી રહ્યા હોય.

આ વાર્તામાં વ્યક્તિ તરીકે કૃષ્ણ નિદ્રાધીન છે અને તેઓ અસ્તિત્વને પોતાના થકી દ્વારા બોલવા દે છે. તેઓ કહે છે કે,&ldquoયાતના અને અપૂરતો વિકાસ અસ્તિત્વ સાથે સેતુ તૂટવાને કારણે થાય છે, તમારા સાચા અને ખોટા વિષેના ખ્યાલોને કારણે નહિ. તમે જો સૃષ્ટિ અને સૃષ્ટાથી છૂટા પડી જશો તો તે તમને અસહાય છોડી દેશે.” તેઓ કહે છે કે, તું વિખૂટો પડી ગયો છે, તેથી પસાર ન થઈ શકે. તું જો એવું સમજતો હોય કે તારા અને તારા શરીર સિવાય બીજું કશું નથી તો તું ભટકી ગયો છે.

જીવનમાં મધુરતા તમે ચતુર છો તેથી નથી આવતી, જીવનમાં મધુરતા આવે છે કરણ કે, તમે અસ્તિત્વ સાથે જોડાયેલા છો જીવનની મધુરતા એ કોઈ પોતાનામાં જ કોઈ લક્ષ્ય નથી પણ તમને ખીલવા માટે એક જરૂરી અવસ્થા છે. આ જીવન ત્યારે જ ખીલે છે જ્યારે તે મધુરતા ચાખે છે. જો તમારી અંદર રહેલો જીવનનો સ્ત્રોત જીવનની મધુરતા ન ચાખે તો તે ઉજ્જડ રહેશે. કૃષ્ણ એ સંદર્ભમાં કહી રહ્યા છે, “જીવનના સ્ત્રોત સાથે તારો સંપર્ક તૂટી ગયો છે અને તું એમ વિચારે છે કે તું પોતે જ પરિપૂર્ણ છે. તું પાસ ન થઈ શકે.” કૃષ્ણએ એને પસાર થતા રોકવો પડ્યો તેમ નથી. કુદરતી રીતે જ તે પસાર થઈ શકે નહિ.

ક્રમશ:...

Editor's Note:  This article first appeared in the February 2021 issue of Isha Forest Flower. Click here to explore the all-new Isha Forest Flower!

The articles of this series are based on talks by Sadhguru during the Mahabharat program at the Isha Yoga Center, Coimbatore, in February 2012. Guided by Sadhguru, participants went on a mystical exploration into the wisdom of this immortal saga, through music, dance, and spiritual processes.

More Mahabharat Stories