કૈલાશ - એક રહસ્યવાદી સ્પર્શ
કૈલાશ - એક રહસ્યવાદી સ્પર્શ
પ્રશ્નકાર: હું કૈલાશ ૨૦૧૨માં ગયો હતો અને તમે ત્યાં અમારા દરેક સાથે દીક્ષા પ્રક્રિયા કરી હતી. આજની તારીખ સુધી તે મારા જીવનનો સૌથી મહત્ત્વનો દિવસ રહ્યો છે. શું તમે એનું વિષે થોડું વર્ણન કરશો?
સદગુરુ: સામાન્ય રીતે દીક્ષા પ્રક્રિયા એ કોઈ ચોક્કસ હેતુ માટે હોય છે. જો અમે તમને શૂન્યમાં દીક્ષા આપીએ તો તમે સ્વાભાવિક રીતે જ મેડિટેટીવ બની જાઓ, તમારી પાસે પૂરતી ઉર્જાઓ હશે તેમજ તમે તમારી જાતને તમારી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓથી અલગ પાડવા જેટલા સચેત થઈ જશો. તે જ રીતે અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ પ્રકારની દીક્ષાઓ હોય છે. પણ કૈલાશમાં મોટેભાગે અમે તમે કોઈ ચોક્કસ અનુભવ પમાડવા માટે નહીં પણ ત્યાં રહેલી અખૂટ શક્યતાઓ માટે ખોલવા માટે કે જે સૌથી અગત્યની વસ્તુ છે - તેની માટે દીક્ષા પ્રક્રિયા કરીએ છીએ. આ પ્રકારની દીક્ષાથી તમે એ દરવાજો ખોલી, મહત્તમ ગ્રહણ કરી શકો તે પ્રકારની હોય છે કારણ કે એ આખી જગ્યા એક જબરદસ્ત ચમત્કારી જગ્યા છે. તમારામાંના દરેકને આ દીક્ષાનો અનુભવ અલગ અલગ થશે. જો તમે સંમત થશો અને ખૂલશો તો તમને કદાચ કઈક અસાધારણ વસ્તુ તમારી માટે ખૂલી જશે.
પ્રશ્નકાર:સદગુરુ, તમે કૈલાશને એક ગૂઢ ગ્રંથાલય તરીકે વર્ણાવો છો તો આ બધી માહિતી ચોક્કસ કઈ જગ્યાએ સંગ્રહીત છે? કોઈ ચોક્કસ તત્વમાં? કદાચ આકાશમાં કે પછી એ આખેઆખા પર્વતમાં?
સદગુરુ:માહિતી સંગ્રહની બાબતે આકાશ ઘણું જ અગત્યનું છે. પણ જો માહિતીનો સંગ્રહ પ્રકૃતિના માત્ર આકાશ તત્વ થકી જ કરવામાં આવે તો એ ઘણું જ નાજુક હશે. આખેઆખો ભૌતિક જથ્થો, પાંચ તત્વો સહિત બધી જ માહિતિ, સંગ્રહ માટે વાપરવામાં આવી છે. અને તેથી પણ વધુ એ ઉર્જા, જે અભૌતિક છે અને તેને આ પાંચ તત્વો સાથે કાંઇ લેવાદેવા નથી, તેનો ઉપયોગ કાયમી ધોરણે સંગ્રહ કરવા માટે થયો છે. કૈલાશ મોટેભાગે એ જ છે. તેના જ કારણે આ પાંચ તત્વોના આંદોલનો પણ ત્યાં અમુક પ્રકારે થાય છે. આ પાંચેય તત્વો આ અભૌતિક પરિમાણને કારણે જ ત્યાં તેમના શિખર પર હોય છે.
આધુનિક જગતમાં અને આધુનિક વિજ્ઞાનમા જેને માહિતિ તરીકે જોવામાં આવે છે તે એક એવા નિષ્કર્ષોનો ઢગલો છે જે પ્રકૃતિના માત્ર થોડા જ પરિમાણોના અવલોકનો પરથી કાઢવામાં આવ્યો છે. પણ અહીં કૈલાશમાં જે માહિતી છે એ આવા નિષ્કર્ષોનો ઢગલો નથી- એ તો એક મજબૂત ઉદ્દીપક જેવુ છે. તો તમે એને અડશો તો એ તમારી ભીતર અને આસપાસ નવા પરિમાણોને ખોલશે. એ નિષ્કર્ષો કાઢીને એકઠી કરેલી માહિતી નથી પણ એક ઉત્તેજક ઉદ્દીપક છે. જો તમે એને અડશો તો એ તમારામાં પ્રગટ થશે અને એથી તમે એ માહિતી વાંચી શકશો.
પ્રશ્નકાર:તમે કહ્યું કે ઘણાબધા યોગીઓ કે જેઓને એવા અભૌતિક પરિમાણોને લઈને ચાલવાનો લાભ તેમજ ભારણ પડ્યું છે કે જે સામાન્ય માનવીના અનુભવમાં નથી, તેમણે પોતાની જાણકારી કૈલાશમાં સાચવી રાખી છે. શું તેથી જ તમે દર વર્ષે કૈલાશની યાત્રા કરો છો?
સદગુરુ: તમે કૈલાશ તમારી છાપ છોડવા માટે નથી જતાં. એ મારે માટે કરવાનું અંતિમ કાર્ય હશે. તમે કૈલાશ જાઓ છે કારણ કે એ એટલો પ્રચંડ છે કે તમે જો આજીવન પણ ત્યાં રહો તો પણ એ તમને ત્યાં દોર્યે રાખે. હું યાત્રાળુ પ્રવૃત્તિનો ન હોવા છતાં અત્યારે આ દસમી વખત કૈલાશ આવી રહ્યો છું. મારા માટે તો હું જ્યાં પણ આંખો બંધ કરું ત્યાં જ ઠીક હોંઉ છું. મારે કશે જવાની જરૂર નથી. હું ત્યાં થાકીપાકીને પણ નથી જતો. કે નથી હું શિવને કે મારી જાતને શોધવા માટે ત્યાં જતો. પણ કૈલાશની પ્રચંડ તીવ્રતા જ મને ત્યાં દોરી જાય છે. તમે એને ગમે તેટલી વાર અને ગમે તેટલા નજરીએ જુઓ, છતાં પણ એની તરફ જોવાની બીજી અસંખ્ય રીતો છે. ત્યાં ન જઇ શકવાનું એકમાત્ર કારણ એ પગ અને ફેફસાંનું નબળાપણું એ જ હોવું જોઈએ.
ચોક્કસ, એવી ઘણી જગ્યાઓ છે જ્યાં યોગીઓની છાપ રહેલી છે જેવીકે દક્ષિણ ભારતમાં વેલ્લિયનગિરિ પર્વતમાળા, કૈલાશ અને હિમાલયના ઘણાબધા ભાગો. સમય અને ઘટનાઓના સંદર્ભમાં ઘણું બધુ ઘટિત થઈ જવા છતાં એ છાપ ત્યાં અકબધ છે. એ લોકો કે જેમણે પોતાના શરીર કે મન સાથે નહીં પરંતુ પોતાના સૌથી આંતરિક પરિમાણ પર કામ કર્યું હોય, તેમની છાપ હંમેશા માટે હોય છે. એ છાપ સચવાશે તો ખરી પણ તેનું એવા વાતાવરણમાં સચવાવું કે જ્યાં બીજા લોકો પણ એનો અનુભાવ કરી શકે તે પણ ખૂબ જ અગત્યનું છે. એ લોકોની જવાબદારી છે જે આજે આસપાસ છે. ધારો કે તમે ધ્યાનલિંગની આસપાસ બજાર ભરી દો તો પણ ધ્યાનલિંગના પડઘાઓ તો જેમ છે તેમ જ પડશે પણ લોકો આનો અનુભવ નહીં કરી શકે. કૈલાશ માટે અને તેમાં જેવી બીજી જગ્યાઓ માટે પણ અમુક વાતાવરણનું નિર્માણ કરવું ખૂબ જ અગત્યનું છે.