ખરેખર સૂર્યને સક્રિય કરવાનો અર્થ શું થાય છે
અંદરનો સૂર્ય સક્રિય કરવાનો ખરેખર શું અર્થ છે? યુવાનીમાં સૂર્ય ક્રિયા શીખતી વખતે સદગુરુ પરિવર્તનની પોતાની વાર્તા સંભળાવે છે. તે સમજાવે છે કે ક્રિયાનો અભ્યાસ કરવાનો મૂળ ઉદ્દેશ તમને અસ્તિત્વમાં રહેલી દરેક વસ્તુ સાથે સીધમાં લાવવાનો છે.
પ્ર: સદગુરુ, તમે કહ્યું હતું કે તમે એક યુવા તરીકે હઠ યોગની પ્રેક્ટિસ શરૂ કરી હતી. શું એમાં સૂર્ય ક્રિયા શામેલ હતી? અને જો હા, તો તમારો અનુભવ કેવો હતો?
સદગુરુ: જ્યારે હું નાનો હતો ત્યારે સવારે મને જગાડવું એ એક પ્રોજેક્ટ જેવું હતું. અમારે 8:30 વાગ્યે સ્કૂલ માટે નીકળવું પડતું, તેથી, 6:30 વાગ્યાથી, મારા પરિવારજનો પ્રયાસ શરૂ કરી દેતા. પ્રથમ, મારી બંને મોટી બહેનો તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરતા. હું છત્તા પણ સૂઈ રેતો. પછી તેઓ ઠંડુ પાણી લાવતા અને મારા ચહેરા પર છંટકાવ કરતા – હું પાછો સૂઈ જતો. પછી મારી માતા આવીને મને બેસાડી દેતા. તેઓ કહેતા, “પલંગથી ઉતારીને હવે આવી જા.” “હા, હા.” તેમના જતાંની સાથે જ હું ફરીથી સૂઈ જતો.
મને પલંગથી ઉતાર્યા પછી તેઓ અને મારા વારાની રાહ જોવા માટે મને બાથરૂમની નજીક લઈ જતા. ઘરમાં ફક્ત બે બાથરૂમ હતા. જેમાં ફક્ત એક જ સ્નાન કરવાની વાસ્તવિક જગ્યા હતી, બીજી જગ્યા ફક્ત પાણીની ટાંકી માટે હતી. અમારા ચારેય ભાઈ-બહેનોને શાળાએ જવાનું હતું, અને મારા પપ્પાને હોસ્પિટલમાં જવાનું હતું, તેથી બાથરૂમમાં ચોક્કસ સમયનો ઉપયોગ કરવાની મંજૂરી મળતી. મારી માતા ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડીને મને આપી દેતી. હું તેને મારા મોઢામાં નાખીને સૂઈ જતો. પછી મારો બાથરૂમમાં જવાનો વારો આવ્યો, અને હું અંદર જતો, ફ્લોર પર આડો પડતો અને ફરીથી સૂઈ જતો. જો કોઈ મને ના જગાડતા, તો હું બાર કે એક વાગ્યા સુધી સૂઈ રહેતો. હું ત્યારે જ ઊભો થતો જ્યારે હું ખૂબ જ ભૂખ્યો હોઉં. એવું નથી કે હું ઢોંગ કરતો હતો - મને ઊંઘ આવી જતી. જ્યારે હું સક્રિય હોવ, ત્યારે હું ખૂબ સક્રિય હોવ. નહિંતર, જ્યારે હું સુઈ જતો ત્યારે હું સુઈ જતો.
પછી મેં યોગની પ્રેક્ટિસ શરૂ કરી. મૂળભૂત રીતે, મેં સૂર્ય ક્રિયા કરી હતી, પરંતુ તમે હાલમાં જે રીતે કરી રહ્યા છો તેના કરતા એક સંપૂર્ણપણે અલગ રીતે. લગભગ છ થી આઠ મહિનાની પ્રેક્ટિસમાં, હું ભલે ગમે ત્યાં હોઉ, સવારના લગભગ 3:3૦ અથવા 3:40, હું હંમેશાં તૈયાર હોઉ. મારે ઊઠવું જ હતું - તેના વિશે કોઈ પ્રશ્ન નહોતો. મારી ઊંઘ ઘટવા લાગી. જ્યારે હું તેર કે ચૌદ વર્ષનો થયો ત્યાં સુધીમાં, હું બધા કરતાં પહેલા ઉઠી જતો.
બ્રહ્મા મુહૂર્ત અને સૂર્ય
સૂર્ય ક્ષિતિજ પર આવવાનું શરૂ કરે તે પહેલાં, આશરે સવારના 3:20 થી 4:00 વાગ્યે, સૂર્યની ઉર્જા આપણા સુધી પહોંચવાનું શરૂ કરે છે. પ્રકાશ હજી આવશે નહીં, પરંતુ તે સમયે ગ્રહ પર સૌર ઉર્જા નોંધપાત્ર રીતે વધે છે. રાત્રે, સૂર્ય ઉર્જા ખરેખર સૂર્યાસ્ત પહેલાં ખાસ્સી નીચે જતી રહે છે. વિશ્વના જુદા જુદા ભાગોમાં, વર્ષના અલગ સમયને આધારે, સૂર્ય જુદા જુદા સમયે આથમે છે. જેમ જેમ તમે ઈક્વેટરની નજીક આવશો, સૂર્યાસ્ત ક્યાંક સાંજના 6:00 થી 6:30 વાગ્યાની વચ્ચે થશે.
ભારતમાં, માનીલો કે સૂર્ય લગભગ સાંજના છ વાગ્યે આથમે છે. ક્યાંક સાંજના 5:20 વાગ્યાની આસપાસ, સૌર ઉર્જાઓ ઓછી થતી જાય છે. પ્રકાશ હજી પણ દેખાશે, પરંતુ શક્તિ ઓછી થઈ જશે. ગ્રહના વળાંકને લીધે, સૂર્ય આપણાથી દૂર થઈ રહ્યો છે અને ઉર્જા પાછો ખેંચવા માંડે છે. અને આ ઉર્જા પાછી ખેંચવાના અનુભવને લોકો એક અલૌકિક ઘટના ની જેમ અનુભવી શકે છે. જો તમે ખરેખર સૂર્યાસ્ત પર ધ્યાન આપશો, તો તમે જોશો કે તેના માટે એક ક્ષણિક પ્રકૃતિ છે કારણ કે ત્યાં જે હતો અને બપોરની આસપાસ પૂર્ણ વિસ્ફોટમાં અને અચાનક જતો રહ્યો. તે લગભગ તમારો શ્વાસ દૂર લઈ જાય છે.
સવારે, ક્યાંક 3: 20. સવારથી, સૌર ઉર્જા વધવા માંડે છે. આપણે આને બ્રહ્મ મુહૂર્ત . Brahman કહીએ છીએ. બ્રહ્મ એ સર્જનનો અમૂર્ત સ્રોત છે. જ્યાં સુધી આપણો પ્રશ્ન છે, આ સૌરમંડળમાં, આપણી ઉર્જા અને આપણી બનાવટનો મૂળ સ્ત્રોત સૂર્ય છે. તમારા શરીરમાં દર સેકંડમાં થતી કરોડો રાસાયણિક પ્રતિક્રિયાઓ સૌર ઉર્જા વિના થશે નહીં. જે ક્ષણે બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે, તમારું શરીર જાતે જ ઉંડાણપૂર્વક જાગી જાય છે. સૂર્ય ક્રિયાની પ્રેક્ટિસના છ થી આઠ મહિનામાં, હું બીજા બધાથી પહેલા ઉઠવા લાગ્યો. મારા પરિવાર વાળાને વિશ્વાસ જ ના થતો કે આ વ્યક્તિ ખરેખર ઉઠી જાય છે!
ક્રિયા આખરે શું છે
સૂર્ય ક્રિયાએ બસ મને સુયોજિત કર્યો. તે કસરત નહોતી. તે માત્ર એ જ છે કે તમે તે ઉર્જા સાથે સુસંગત થાઓ, અને અચાનક જ બધું ચાલુ થઈ જાય.ક્રિઆઓ આ વિશે છે. ક્રિયા તમને અમુક દિશામાં ચલાવવા વિશે નથી - તે દરેક વસ્તુ સાથે યોગ્ય ગોઠવણીમાં આવવા વિશે છે. જ્યારે બધું ગોઠવણીમાં હોય છે, ત્યારે તે ખૂબ સરળ હોય છે, ત્યાં કોઈ ઘર્ષણ નથી. જ્યાં કોઈ ઘર્ષણ નથી, ત્યાં કોઈ ઘસારો નથી, તણાવ નથી. જ્યાં કોઈ ઘર્ષણ ન હોય ત્યાં તે સતત આગળ વધી શકે છે. જ્યાં ઘર્ષણ હોય છે, તેને વધુ વિરામની જરૂર પડે છે.
બાકીના અસ્તિત્વ સાથે જોડાણ બનાવવા માટે - ઘણા સ્તરો પર - યોગની પ્રક્રિયા ફક્ત આના વિષે છે. જ્યારે તમે સંપૂર્ણ સંરેખણમાં હોવ ત્યારે જ યોગને જાણવાનો એકમાત્ર રસ્તો ખૂલે છે. તમારે બહારની કોઈ વસ્તુ સાથે ગોઠવણી કરવાની જરૂર નથી. જો તમે તમારી પોતાની સિસ્ટમ સાથે સંપૂર્ણ સંરેખણમાં આવો છો, તો કુદરતી રીતે, દરેક વસ્તુ સાથે એક સંપૂર્ણ ગોઠવણીમાં હશે. જ્યારે આવું થાય છે, ત્યારે બધું કુદરતી હુકમ મુજબ થશે.
કેટલું ખાવું, કેટલી કેલરી લેવી જોઈએ, કેટલી કસરત કરવી જોઈએ, શું કરવું જોઈએ - આ બધી બકવાસ અદૃશ્ય થઈ જશે. તમારા જીવન સાથે શું કરવું જોઈએ તે તમે ફક્ત વિચાર્યા વિના જ કરશો, કારણ કે આ જીવનમાં જરૂરી બુદ્ધિનું રોકાણ કરવામાં આવ્યું છે. આ એ જ બુદ્ધિ છે જે તમારા શરીર અને મગજને અંદરથી બનાવે છે.
સંપાદકની નોંધ: ઇશા હઠ યોગ કાર્યક્રમો એ શાસ્ત્રીય હઠ યોગનું વિસ્તૃત સંશોધન છે, જે આ પ્રાચીન વિજ્ઞાનના વિવિધ પરિમાણોને પુનર્જીવિત કરે છે જે આજે વિશ્વમાં મોટાભાગે ગેરહાજર છે. આ કાર્યક્રમો અન્ય શક્તિશાળી યોગ પ્રથાઓમાં ઉપ-યોગ, અંગમર્દન, સૂર્ય ક્રિયા, સૂર્ય શક્તિ, યોગાસન અને ભૂત શુદ્ધિની શોધખોળ કરવાની અજોડ તક આપે છે.
Find Hatha Yoga Program Near You
A version of this article was originally published in Isha Forest Flower May 2017.