Mahabharat All Episodes

પ્રશ્નકર્તા: સદ્‍ગુરુ, પહેલા લોકો માટે અલગ અલગ વર્ગ રહેતા, જેમ કે; બ્રાહ્મણ અને ક્ષત્રિય, પણ આધુનિક સમયમાં એ પ્રથા નાબૂદ થઈ ગઈ છે. શું આજે પણ તે ઉચિત છે કે, મહાભારત કાળમાં અનુસરાતા મનુ ધર્મને અમલમાં મૂકી શકાય?

સદ્‍ગુરુ: પહેલાની જાતિ વ્યવસ્થા આજે નાબૂદ થઈ ગઈ છે, પરંતુ હવે જુદા પ્રકારની વર્ગ વ્યવસ્થા અમલમાં છે. આજે દુનિયા અર્થશાસ્ત્રના ઍન્જિન વડે ચાલે છે - પૈસા વર્ગીકરણ કરે છે કે તમે કયા વર્ગ કે “જાતિ”માં આવો છો. જ્યારે માર્ક્સે શ્રમજીવી અને પુંજીપતિની વ્યાખ્યા કરી ત્યારે તેણે એક પ્રકારનું વર્ગીકારણ કર્યું હતું. આજે જ્યારે દુનિયાની ગાડી આર્થિક વ્યવસ્થા ચલાવતી હોવાના કારણે, અર્થશાસ્ત્ર જ બધા અધિકાર ધરાવે છે. 

આજે દુનિયામાં બીજી કોઈ ફિલસૂફી કે વિચારધારાને શ્રેય અપાતું નથી. લોકો આજે અર્થશાસ્ત્રની વાત એ રીતે કરી રહ્યા છે જાણે એ કોઈ ફિલસૂફી હોય. પૈસા કઈ રીતે ગણવા તે આજે જીવનની ફિલસૂફી બની ગઈ છે. તમે જોઈ શકો છો કે સમાચાર પત્રોમાં, સામાયિકોમાં કે ટેલિવિઝનોમાં છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષોમાં દુનિયામાં કેવા પરિવર્તનો આવ્યા છે: અર્થશાસ્ત્ર સિવાયની કોઈ વાત તેમાં હોતી નથી. આ મૂડીવાદી જીવનધારા છે. એવું લાગે કે તેનાથી સમૃદ્ધિ વધશે, શરઆતમાં ચોક્કસપણે વધે પણ ખરી, પરંતુ જો આપણે તેમાં સંયમ ન રાખીએ તો તે મોટી આફત લાવી શકે છે.

એક સમયે કૃષ્ણ ક્ષત્રિયોની બાબતમાં કહે છે, ક્યાં તો તમે તેમને રૂપાંતરિત કરી દો અથવા તેમનો વંશ નાબૂદ કરી દો. તેઓ કહે છે કે, પૃથ્વી માતા ગાય જેવી છે, જે જીવન આપે છે. તેઓ પૃથ્વીની સરખામણી ગાય સાથે કરે છે કારણ કે, તેઓ પશુપાલક સમાજમાંથી હતા. જેમાં ગાય જીવન ચલાવનારી ગાય હોતી. જો તમારા ઘરમાં ગાય હોય તો, તમારા બાળકો (ભૂખે) નહિ મરે - તે સમયનું આ એક સહજ જ્ઞાન હતું. તેઓએ કહેતા કે ક્ષત્રિયો ગાયને એ હદ સુધી દોહતા કે, ગાયને દર્દ થઈ આવતું.

ક્યાં તો તમે તમારી જાતને બદલશો ક્યાં તો તમે માર્યા જશો - કૃષ્ણ દ્વારા નહિ, પ્રકૃતિ દ્વારા.

આ બધી બાબતો આજે સંપૂર્ણપણે જતી રહી છે. ધારો કે, તમે ૨૫ વર્ષ પૂર્વે કોઈ ગામમાં રહેતા હતા. જો કોઈ ગાયને દોહવા માંગે તો, પહેલા તે વાછરડાને દૂધ પીવા દે, પછી ગાય ને દોહે અને છેલ્લે થોડું દૂધ વાછરડા માટે રહેવા દે, જેથી તે ફરી તે દૂધ પી શકે. આજે, તમારી પાસે મશીન છે જે ગાયનું બધું દૂધ ખેંચી લઈ શકે છે. અને જો વાછરડું બળદ હોય, તો તેને તરત જ મારી નાખવામાં આવે, અને ગાય હોય તો તેને બીજે ક્યાંક લઈ જઈને ઉછેરવામાં આવે છે. આપણે નક્કી જ ગાયને એ હદે દોહી નાખીએ છીએ કે, તે ગાયને તો દુઃખી કરેજ છે સાથે ધરતી માતાને પણ દુઃખ પહોંચાડે છે.

પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણએ પર્યાવરણવિદ જેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું, “તેઓ ગાયને ખૂબ સખત રીતે દોહે છે. જો તેમને તક મળે તો, તેઓ વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રાખશે. ક્યાં તો આપણે તેમનામાં એવો બદલાવ લાવીએ, જેથી તેઓ આધ્યાત્મિક બને, અથવા તેમની હત્યા કરી નાખવી જોઈએ.” હાલ આપણે આ વાતને અનુમોદન આપી ન શકીએ, પરંતુ સમય જતાં આવું થશે.

જો તમે તમારી જાતને ન બદલો તો તમે માર્યા જશો - કૃષ્ણ દ્વારા નહિ, પ્રકૃતિ દ્વારા. આ કોઈ પ્રકારની તમને સજા નહિ હોય, પરંતુ કુદરતનો નિયમ આવો જ હોય છે. તમે જો સભાનપણે તેમ ન કરો તો કુદરત તમારી સાથે તે ક્રૂરતાપૂર્વક કરશે. માણસજાત સાથે આ ચોક્કસ થશે જ. ક્યાં તો તમે સમજદારીપૂર્વક તમારામાં સુધારો કરો અથવા તે તમારી સાથે ક્રૂરતાપૂર્વક રીતે થશે. તે સમયે કૃષ્ણએ પ્રથમ કૌરવોને સુધારવાની તક આપી અને બધા પ્રયત્નો કર્યા. જો એ કારગર ન નીવડે તો પછી, ક્રૂર પગલા લેવા. કુરુક્ષેત્રમાં ટીઈ જ થયું હતું. 

શું વર્ણાશ્રમ ધર્મ જેમાં સમાજમાં યોગ્યતા અને સામર્થ્યને આધારે વર્ગીકરણ થાય છે, હજી માં છે? શું દુનિયા યોગ્યતાના આધારે વિભાજિત નથી? તમને ગમે કે ન ગમે, તે વિભાજિત છે. માત્ર તે થોડી વધુ પોલી થઈ હઈ છે. તે સમયે પણ, દુર્યોધન કહે છે, “કોઈ યકિત ત્રણ રીતે રાજા બની શકે છે. જન્મના આધરે બનવું જરૂરી નથી.” તેમજ વ્યાસ અને કૃષ્ણ, બન્નેએ ઘણી વખત કહ્યું છે કે, એક બ્રાહ્મણ તેના જન્મ ને કારણે બ્રાહ્મણ નથી હોતો, પણ તેના જ્ઞાનને કારણે હોય છે.

જો આ માપદંડ પ્રમાણે જોઈએ તો શું આજે પણ સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ જેવા વર્ગીકરણ નથી? જાતિ પ્રથાને જોવાનો બીજો દૃષ્ટિકોણ છે. જો તમે માનતા હો કે તમારે માત્ર તમારી સુખાકારીનો વિચાર કરવો જોઈએ, તમારી સમજણમાં તમારી જવાબદારી માત્ર તમારી સુખાકારી પૂરતી મર્યાદિત છે, તો અમે તમને શુદ્ધ કહીશું. જો તમને તમારી, તમારા પરિવારની અને તમારા સમુદાયની ચિંતા હોય તો આપણે તમને વૈશ્ય કહી શકીએ. તમને રાષ્ટ્રની સુખાકારીની ચિંતા હોય તો, તમે ક્ષત્રિય છો. જો તમને આ પૃથ્વી પર વસતા પ્રત્યેક જીવનને સુખી જોવામાં રસ હોય તો અમે કહી શકીએ કે તમે બ્રાહ્મણ છો. સમાજ આ પ્રમાણે વર્ગીકૃત હતો.

આ વર્ગીકરણ સગવડ માટે અને લોકોમાં રહેલી પ્રતિભાનો પૂરો ઉપયોગ થાય તે હેતુથી હતું. પણ સમય જતાં, દરેક ભિન્નતા ભેદભાવમાં ફેરવાઈ ગઈ ને કદરૂપી બની ગઈ. વર્ગ વ્યવસ્થા નાબૂદ કરવી શક્ય નથી. જો તમે કોઈ એક પ્રકારની વર્ગ વ્યવસ્થા નાબૂદ કરવા જશો તો, તે કોઈ બીજી રીતે અસ્તિત્વમાં આવશે. આપણે સમાનતા નહિ, આપણે સમાન તક પૂરી પાડવાની છે. સમાનતાનો અર્થ એવો થશે કે આપણે દુનિયાને એક જ ઢાંચામાં ઢાળી છે. માનવ જાત સાથે આચરી શકાય તેવું આ સહુથી હીન અપરાધ હોઈ શકે. બે વ્યક્તિઓ સમાન ન હોય અને તેઓ મૂણભૂત પ્રકૃતિમાં પણ સમાન નથી હોઈ શકતા. પરંતુ દરેક વ્યક્તિ પાસે એકસમાન તકો હોવી જોઈએ.

ક્રમશ:...

More Mahabharat Stories