Mahabharat All Episodes

પ્રશ્નકર્તા: જ્યારે યક્ષ પ્રશ્નોની હારમાળા સાથે યુધિષ્ઠિરને તેનું પોતાનું જીવન બચાવવા માટે અને તેના ભાઈઓને પુંર્જીવિત કરવા માટે પડકાર ફેંકે છે, ત્યારે એક જવાબમાં તે કહે છે કે, ક્ષમા નો અર્થ છે શત્રુતા સહન કરતા રહેવું. પણ જો કોઈ તમારી સાથે સતત ખોટું કરી રહ્યું હોય, તો તમે તેને કઈ રીતે કરી માફ શકો?

યક્ષ: અને ક્ષમા શું છે?

યુધિષ્ઠિર: જે શત્રુતા સહન કરી જાય છે, તે જ હકીકત માં ક્ષમા આપી શકે છે.

સદ્‍ગુરુ: એનો સમગ્ર આધાર તમે ક્ષમા કોને ગણો છો તેના પર છે. માફ કરવાનો અર્થ ભૂલી જવું તેવો નથી. એ ખૂબ અગત્યનું છે કે, તમે તમારા જીવનની સૌથી મીઠી અને સૌથી કડવી વાતો કદી વીસરો નહિ. તમારે તેને હંમેશા યાદ રાખવી જોઈએ. તમે માફ કરવાનો અર્થ છે કે, તમે તમારા અંતરમાં કડવાશ ન રાખો કારણ કે, તે તમારી જિંદગીને બરબાદ કરે છે. જે લોકો તમારો કે બીજા કોઈનો અપરાધ કરે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો? જે જરૂરી હોય તે પ્રમાણે વર્તવું. તમને આઘાત લાગશે કે આવું હું કહું છું. પરંતુ જ્યારે પરિસ્થિતિઓ નિયંત્રણ બહાર જાય ત્યારે કોઈ પણ રીતે તમે તેમ કરશો જ. ધારો કે, કોઈ તમારા ઘરમાં ઘૂસીને તમારા બાળકો અથવા તમારા પરિવાર ઉપર હિંસા કરવાનું શરુ કરે છે, તો તમારા હાથમાં જે કંઇ આવે તે ઉપાડીને તમે તેની સામે થશો કે નહિ?

માફ કરવાનો અર્થ છે કે તમે રોષપૂર્વક વર્તન નહિ કરો - તમે જે તે સંજોગોમાં જરૂરી હોય તે મુજબ કાર્ય કરશો.

કાર્ય પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. સમય પહેલા શું કરશો તે નક્કી કરી કાઢશો નહિ. તેનો અર્થ એ થાય કે, તમે સામી વ્યક્તિને જરૂરી એવી તક નથી આપી રહ્યા. કોઈ આજે કંઇ કરે અને આપણે તેને એક રીતે પ્રતિસાદ આપીએ અને કોઈ આવતીકાલે એવી જ વસ્તુ ફરીથી કરે અને આપણે કદચ અલગ રીતે પ્રતિસાદ આપીએ તેમજ કોઇ પરમ દિવસે ફરીથી તેવી જ રીતે વર્તે અને કદાચ આપણે તદ્દન અલદ પ્રતિસાદ આપીએ. તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.

માફ કરવાનો અર્થ છે કે તમે રોષપૂર્વક વર્તન નહિ કરો – તમે જે તે સંજોગોમાં જરૂરી હોય તે મુજબ કાર્ય કરશો. આનો અર્થ છે, હૃદયમાં કોઈ દુશ્મનાવટ રાખ્યા વગર તમે જે જરૂરી હોય તે કરશો -કોઈ પણ દાવપેચ વિના; કશું પણ મેળવ્યા કે ગુમાવ્યા વિના. માત્ર જે જરૂરી હોય તેટલું કરવું - મહાભારત નો આ સાર છે; આ કૃષ્ણએનો માર્ગ છે. માફીનો એ અર્થ નથી કે, તમે જે જરૂરી છે તે ન કરો. તેનો અર્થ તો એ થાય કે, તમે તમારી સાથે ભૂતકાળમન જે બન્યું છે તે ભૂલી ગયા છો. ભૂલી જવાનો અર્થ છે - તમારી યાદશક્તિ નબળી છે – એ સદ્‍ગુણ નથી. તમને તમારા જીવનની પ્રત્યેક કડવી ક્ષણ યાદ હોય અને તેમ છતાં તમારા દિલમાં કડવાશ ન હોય તે માફી છે. 

ક્રમશ:...

More Mahabharat Stories