સદ્‍ગુરુ મંત્ર-વિજ્ઞાન વિષે અને મંત્ર કઈ રીતે અસ્તિત્વના ઊંડાણમાં જવાની ચાવી બની શકે, એ જણાવે છે. તેઓ પાંચ પવિત્ર મંત્રોના સેટ, “વૈરાગ્ય” અને એનાથી પ્રાપ્ત થઈ શકે એવા લાભ વિષે જણાવે છે.

સદ્ગુરુ: મંત્રનો અર્થ છે ધ્વનિ, કોઈ એક વિશિષ્ટ ઉચ્ચારણ. આજે, આધુનિક વિજ્ઞાન સૃષ્ટિના સમગ્ર અસ્તિત્વને ઊર્જાના પ્રતિધ્વનિ, સ્પંદનોના વિવિધ સ્તર તરીકે જુએ છે. જ્યાં સ્પંદન છે, ત્યાં ધ્વનિ હોય જ. એટલે, એનો અર્થ એમ થાય કે, સૃષ્ટિ નું સમગ્ર અસ્તિત્વ એક પ્રકારનો ધ્વનિ અથવા અવાજોનું એક જટિલ મિશ્રણ જ છે – સૃષ્ટિનું સમગ્ર અસ્તિત્વ એકથી વધુ મંત્રોનું જટિલ મિશ્રણ છે. આ પૈકીના અમુક મંત્રો અથવા અવાજો ઓળખી શકાયા છે, જે ચાવીરૂપ થઈ શકે. તમે એમનો ઉપયોગ એક ચોક્કસ રીતે કરો, તો તેઓ તમારી અંદર જીવન અને અનુભવનાં વિભિન્ન પાસાંઓ નું અનાવરણ કરવાની ચાવી બને છે.

 

મંત્ર – અસ્તિત્વ ની ચાવી બનવું

મંત્ર એ નથી જે તમે બોલો. મંત્ર એ છે જેમાં સ્વયંને ઢાળી દેવા માટે તમે સખત પરિશ્રમ કરો છો કારણકે જ્યાં સુધી તમે સ્વયં ચાવીરૂપ નહીં બની જાવ, ત્યાં સુધી તમને અસ્તિત્વનો અર્થ નહીં સમજાય. મંત્રના રૂપમાં એકાકાર થઈ જવું, એનો અર્થ એ કે તમે ચાવીરૂપ બની રહ્યા છો. જો તમે સ્વયં ચાવી હો, તો જ એ તાળું ખોલી શકશો. નહીં તો કોઈ બીજાએ તમારી માટે એ તાળું ખોલવું પડશે અને તમારે એની આજ્ઞા માનવી પડશે.

મંત્રો ખૂબ સારું પ્રારંભિક પગલું હોઈ શકે છે. ફક્ત એક જ મંત્ર લોકો માટે જબરદસ્ત વસ્તુઓ કરી શકે છે. તેઓ રચનાત્મકતા માટે એક અસરકારક પરિબળ બની શકે છે, પરંતુ એ ફક્ત ત્યારે જ શક્ય છે, જ્યારે તે એવા સ્રોતમાંથી આવે જ્યાં ધ્વનિની (દરેક પ્રકારના અવાજો) સંપૂર્ણ સમજ હોય. આપણે જ્યારે “દરેક પ્રકારના અવાજો” એમ બોલીએ, ત્યારે આપણે સમગ્ર સૃષ્ટિની વાત કરતાં હોઈએ છે. મંત્ર ત્યારે જ અસરકારક પરિબળ બની શકે છે જ્યારે એવા ઉદગમ-સ્થાનમાંથી, એવી સમજ સાથે આવે, અને જ્યારે એનું પ્રવાહન પવિત્ર હોય.

જાગૃતિ સાથે મંત્રો ની નિકટ પહોંચવું

મંત્રોના અનેક પ્રકાર છે. પ્રત્યેક મંત્ર, શરીરના અમુક ચોક્કસ ભાગમાં, એક વિશિષ્ટ પ્રકારની ઊર્જાને સક્રિય કરે છે. આવશ્યક એવી એ સભાનતા વગર, ફક્ત ધ્વનિનો પુનરુચ્ચાર મનમાં ફક્ત નિરુત્સાહિતા લાવે છે. ધ્વનિનું કોઈ પણ પ્રકારનો પુનરુચ્ચાર મન ને કાયમ નિરુત્સાહી બનાવે છે. પણ એ જ્યારે યોગ્ય રીતે અને સભાનપણે, એની સંપૂર્ણ સમજ સાથે કરવામાં આવે, તો મંત્ર એક અત્યંત શક્તિશાળી સાધન બની શકે છે. એક વિજ્ઞાન તરીકે મંત્ર ખૂબજ શક્તિશાળી પાસું છે, પણ જો એને પાયાના જરૂરી જ્ઞાન વગર અને જરૂરી વાતાવરણ નિર્માણ કર્યા વગર શિખવવામાં આવે, તો એ ઘણું નુકસાન કરી શકે છે કારણકે આ એક વ્યક્તિલક્ષી વિજ્ઞાન છે. ગાયત્રી મંત્ર જેવા સામાન્ય મંત્રનું અશુદ્ધ ઉચ્ચારણ કરીને પોતાનું જ નુકસાન કરી બેઠેલા ઘણા લોકોને અમે જાણીએ છીએ.

મંત્ર અને સંસ્કૃત- શું સંબંધ છે?

મંત્રો હમેશાં સંસ્કૃત મૂળ ધરાવતા હોય છે, અને સંસ્કૃત ભાષાના પાયાના સિદ્ધાંતો ધ્વનિ પરત્વે અત્યંત સંવેદનશીલ છે. પણ જ્યારે જુદાં-જુદાં લોકો બોલે ત્યારે પ્રત્યેક વ્યક્તિ પોતાની આગવી શૈલીમાં ઉચ્ચારણ કરે છે. બંગાળી લોકો મંત્ર બોલે ત્યારે એક રીતનું ઉચ્ચારણ કરે છે, એ જ મંત્ર જ્યારે તમિળ લોકો બોલે ત્યારે ઉચ્ચારણ બદલાઈ જાય છે. અમેરિકન લોકો બોલે, ત્યારે સાવ જુદી રીતે બોલે છે. આમ, સાચી તાલીમ આપવામાં ન આવી હોય, તો અલગ-અલગ ભાષાઓ બોલતાં અલગ-અલગ લોકો, તેમની વિશિષ્ટ ઉચ્ચારણ-પદ્ધતિના આધારે મંત્રોનું ઉચ્ચારણ અશુદ્ધ કરી નાખે છે. આવી તાલીમ ખૂબજ વિસ્તૃત હોય છે, અને આજના દોરમાં, લોકોમાં સામાન્ય રીતે એટલી ધીરજ, અને સમર્પણની એવી ભાવના નથી હોતી કારણકે એમાં સમય અને સહયોગની વિશેષ માત્રા જરૂરી હોય છે.

નાદ યોગ – ધ્વનિ અને આકાર વચ્ચે નો સેતુ

સંસ્કૃત ભાષા એક ઉપકરણ છે, પણ આવશ્યક રીતે સંદેશ વ્યવહારનું માધ્યમ નથી. મોટા ભાગની ભાષાઓ અમુક ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરવાના આશયથી બનાવવામાં આવી હતી. એ બધીજ થોડા-ઘણા શબ્દોથી શરૂ થઈ અને પછીથી એનું રૂપાંતર જટિલ સ્વરૂપોમાં થયું. પણ સંસ્કૃત એક શોધાયેલી ભાષા છે કારણકે આજે આપણને ખબર છે કે ઓસિલોસ્કોપ યંત્રમાં કોઈ પણ ધ્વનિ મોકલાવો, તો ખબર પડે છે કે પ્રત્યેક ધ્વનિનો એક આકાર છે. એવી જ રીતે પ્રત્યેક આકારનો પોતાનો એક આગવો ધ્વનિ પણ હોય છે. અસ્તિત્વનું દરેક પાસું એક વિશિષ્ટ રીતે પડઘા પાડે છે અને એક વિશિષ્ટ ધ્વનિ નિર્માણ કરે છે.

તમે જ્યારે કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ કરો છો, ત્યારે એક વિશિષ્ટ આકાર નિર્માણ થાય છે. યોગ્ય આકારનું નિર્માણ કરવાના આશયથી ધ્વનિનો ઉપયોગ અમુક ચોક્કસ રીતે કરવાનું એક આખું વિજ્ઞાન છે. અમુક ચોક્કસ ગોઠવણમાં ધ્વનિનું ઉચ્ચારણ કરીને આપણે શક્તિશાળી આકારો રચી શકીએ. એને નાદ યોગ, અર્થાત ધ્વનિનો યોગ કહે છે. તમે જો ધ્વનિ ઉપર પ્રભુત્વ ધરાવતા હો, તો એનો અર્થ એમ થાય કે તમે એ ધ્વનિ દ્વારા નિર્મિત વિશિષ્ટ આકાર ઉપર પણ પ્રભુત્વ ધરાવો છો.

જ્યારે સંસ્કૃત શિખવાડવામાં આવે છે ત્યારે એને કંઠસ્થ કરીને શિખાય છે. ધ્વનિ મહત્વનો છે, અર્થ નહીં.

બાળપણમાં મારી સાથે એમ બન્યું છે: કોઈક બોલતું હોય એને હું સતત એને ટીકી-ટીકીને જોયા કરતો. શરૂ-શરૂમાં મે એમના શબ્દો સાંભળ્યા, પછી ફક્ત ધ્વનિ. થોડા સમય પછી, મને એમની આસપાસ વિચિત્ર સ્વરૂપની આકૃતિઓ દેખાવા માંડી જેમણે મને એમના પ્રતિ એટલો તલ્લીન, આશ્ચર્યચકિત અને વિસ્મિત કરી દીધો કે હું અનંત કાળ માટે બેસીને, એક પણ શબ્દ સમજ્યા વગર એમને દિગ્મૂઢ થઇ જોઇ શકું, કારણકે હું શબ્દો તો સાંભળી જ નહોતો રહ્યો.

સંસ્કૃત એક એવી ભાષા છે જેમાં આકાર અને ધ્વનિ સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજી ભાષામાં, તમે ‘સન’ શબ્દ નું ઉચ્ચારણ કરો, તો એ ‘સૂર્ય’ માટે પણ હોઇ શકે અને ‘પુત્ર’ માટે પણ... માત્ર એની જોડણી એટલે કે સ્પેલિંગ ભિન્ન હોય, એસ, યૂ, એન “sun” અથવા એસ, ઓ, એન “son,”. તમે શું લખો છો એ માપદંડ નથી. માપદંડ છે એ શબ્દ નો ધ્વનિ. તમને જ્યારે સમજાય છે કે ક્યો ધ્વનિ કઈ વિશિષ્ટ આકૃતિ સાથે જોડાયેલ છે, ત્યારે તમે એ ધ્વનિને એ આકૃતિ નું નામ આપો છો. હવે એ ધ્વનિ અને એ આકૃતિ એકમેક સાથે સંકળાઈ જાય છે. તમે જો એ ધ્વનિનું ઉચ્ચારણ કરો છો, તો તમે એની આકૃતિ વિષે વાત કરો છો - માત્ર મનોવૈજ્ઞાનિક રીતે નહીં, પરંતુ અસ્તિત્વમાં, તમે એ આકાર સાથે જોડાઈ રહ્યા છો. સંસ્કૃત અસ્તિત્વના નકશા જેવી છે. જે આકાર છે, એને આપણે ધ્વનિમાં રૂપાંતરિત કર્યો છે. એમાં ઘણી વિકૃતિઓ આવી છે. એને એના મૂળ સ્વરૂપમાં કઈ રીતે સાચવવી એ આજના દિવસમાં પણ એક મોટો પડકાર બની ગયો છે, કારણકે મોટા ભાગે, આવશ્યક જ્ઞાન, સમજ અને જાગૃતિનો અભાવ છે.

ધ્વનિ અર્થ કરતાં વધુ મહત્વનો છે

ધ્વનિ અર્થ કરતાં વધુ મહત્વનો છે અને એટલા માટે જ સંસ્કૃત રટણ કરીને શિખવાય છે. લોકો એ ભાષા નો સતત ઉદઘોષ કર્યા કરે, તમને તેનો અર્થ ખબર છે કે નહીં એના થી કશો ફેર નથી પડતો. ધ્વનિ સર્વાધિક મહત્વનો છે, અર્થ નહીં. શબ્દોના અર્થ આપણા મનમાં રચાતા હોય છે. ધ્વનિ અને આકૃતિ જોડાય છે. પ્રશ્ન એ છે કે - શું તમે જોડાઈ રહ્યા છો? અને એટલે જ સંસ્કૃત લગભગ બધીજ ભારતીય અને યુરોપિયન ભાષાઓની જનની છે, ફક્ત તમિળ ભાષાના અપવાદ સાથે. તમિળ ભાષા નું ઉદગમ-સ્થાન સંસ્કૃત નથી. એનો વિકાસ સ્વતંત્ર ભાષા તરીકે થયો છે. અન્ય બધીજ ભારતીય ભાષાઓ તેમજ લગભગ બધીજ અન્ય યુરોપિયન ભાષાઓનાં મૂળ સંસ્કૃતમાં જ છે.

મંત્ર – એનો લાભ કઈ રીતે લેવો

સંગીત  એ અમુક ચોક્કસ પ્રકારની મિઠાશ ઉત્પન્ન કરવા માટેની ધ્વનિની ગોઠવણ છે. સંગીત સારી ગોઠવણ છે, પણ એ વહેતા પાણી જેવું છે. સૌંદર્ય-બોધની દ્રષ્ટિએ મંત્ર બહુ સુંદર નથી પણ એ ખૂબ વધારે અસરકારક છે. હું ઇચ્છું છુ કે તમે એક પ્રયોગ કરો: સાઉંડ્સ ઓફ ઈશા દ્વારા ‘વૈરાગી’ નામક એક CD નું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં પાંચ મંત્રો છે: નિર્વાણ શતક, ગુરુ પાદુકા સ્તોત્રમ, બ્રહ્માનંદ સ્વરૂપ, ૐ નમ: શિવાય અને શમ્ભો (કલ્યાણકારી). એની રજૂઆત એક વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવી છે. CD ને વારંવાર સાંભળો, પ્રત્યેક મંત્ર ને સાંભળો – પ્રત્યેક મંત્ર દસ મિનિટ માટે વાગે છે. એ જાણી લો કે કયો મંત્ર તમને ખરેખર આકર્ષિત કરે છે. આ પ્રક્રિયા, મંત્રની પસંદગી કરવાની નથી કે તમે પૂછો: “ અરે, મને તો ફલાણા મંત્ર માં મજા આવી. તમે કયો મંત્ર પસંદ કર્યો છે? ચાલો, હું પણ એ જ પસંદ કરું છું.” વાત આટલી સરળ નથી. વારંવાર સાંભળો. તમને જ્યારે લાગે કે એ પૈકી એક મંત્ર ખરેખર તમારા મન-મગજ ઉપર સવાર થઈ ગયો છે, ત્યારે તેની પસંદગી કરો. તેને સતત ચાલુ રાખો – તમારી ગાડી માં, તમારા ઘર માં, તમારા iPad માં, iPod માં, ફોન માં... સર્વત્ર. થોડા સમય માટે એને સતત ચાલુ રહેવા દો.

થોડા સમય પછી એ તમારા અસ્તિત્વનો એક અભિન્ન ભાગ બની જશે અને તમારી માટે એક વિશિષ્ટ વાતાવરણનું નિર્માણ કરશે. મંત્ર સ્વયં ચૈતન્યતા નથી પણ મંત્ર યોગ્ય વાતાવરણનું નિર્માણ કરે છે. ધ્વનિ શારીરિક, મનોવૈજ્ઞાનિક માળખામાં તેમજ વાયુમંડળમાં યોગ્ય  વાતાવરણનું નિર્માણ કરશે. વ્યક્તિ તેનો સદુપયોગ કરી શકે.

વૈરાગ્ય મંત્રો

https://www.youtube.com/playlist?list=PLd1t7W2ShsB8dpyiUWpQeP0hQag12fwnX

આ આલ્બમ એમપી3 તરીકે તેમજ મફત મોબાઈલ એપ તરીકે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

નાદ બ્રહ્મ – સમગ્ર વિશ્વનો અનુભવ એક ધ્વનિ તરીકે

https://www.youtube.com/watch?v=9Ni2MeDyU8c

 નાદનો અર્થ છે ધ્વનિ.” “બ્રહ્મઅર્થાત દિવ્ય,” સમગ્ર. મૂળભૂત રીતે, અસ્તિત્વમાં ત્રણ ધ્વનિ છે. એ ત્રણ ધ્વનિમાંથી કોઈ પણ અન્ય ધ્વનિની રચના થઈ શકે. તમને જો રંગીન ટેલિવિઝન વિષે જાણકારી હોય, તો ખબર હશે કે એમાં ફક્ત ત્રણ જ રંગ-જાળ હોય છે. એ ત્રણ રંગ-જાળમાંથી અસંખ્ય રંગોની રચના થઈ શકે છે. એવી જ રીતે, આ ત્રણ ધ્વનિમાંથી બીજા અસંખ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકાય. તમે એક સાદા પ્રયોગ દ્વારા જોઈ શકો છો: તમારી જીભના ઉપયોગ દ્વારા, તમે ફક્ત એ ત્રણ ધ્વનિ જ ઉત્પન્ન કરી શકો છો: “અઅઅ” “ઉઉઉ” અને “મમમ”. તમારી જીભ કપાઈ જાય તો પણ તમે એ ત્રણ ધ્વનિનું ઉચ્ચારણ કરી શકો. અન્ય કોઈ પણ ધ્વનિ માટે તમારી જીભનો ઉપયોગ જરૂરી છે. તમે તમારી જીભનો ઉપયોગ, અન્ય ધ્વનિ ઉત્પન્ન કરવા માટે, આ ત્રણ ધ્વનિનું અસંખ્ય રીતે મિશ્રણ કરવા માટે કરો છો. તમે તમારા મોઢા વડે લાખો-કરોડો ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો, પણ એક મૂંગો માણસ ફક્ત અને ફક્ત “અઅઅ” “ઉઉઉ” અને “મમમ” બોલી શકે છે. એ અન્ય કઇં પણ બોલી શકતો નથી કારણકે એ એની જીભ વાપરવા સક્ષમ નથી.

ૐ – મૂળભૂત ધ્વનિ

તમે જો એ ત્રણ ધ્વનિ નું ઉચ્ચારણ એક સાથે કરો, તો શું સંભળાય? ૐ. ૐ કોઈ ધાર્મિક ટ્રેડમાર્ક નથી. એ અસ્તિત્વનો મૂળભૂત ધ્વનિ છે. એમ કહેવાય છે કે શિવ ત્રણ વાર ૐ નું ઉચ્ચારણ કરીને એક નવી સૃષ્ટિ ની રચના કરી શકે છે. એ હકીકત નથી, પણ એ સત્ય છે. હકીકત અને સત્ય વચ્ચે શું ફેર છે? જો તમે એક સ્ત્રી છો, તો શું એનો અર્થ એમ થાય કે તમારા અસ્તિત્વમાં તમારા પિતાનું કોઈ યોગદાન નથી?? તો શું એનો અર્થ એમ થાય કે તમારા પિતાનું અસ્તિત્વ તમારી અંદર નથી મોજૂદ? ના. એનો અર્થ એમ થાય કે હકીકત એ છે કે તમે કાં તો પુરુષ અથવા સ્ત્રી છો, પણ સત્ય એ છે કે તમે બન્ને છો. એવું નેથી કે શિવ સ્વયં ક્યાંય બેસીને ૐ નું ઉચ્ચારણ કરી રહ્યા છે. પ્રશ્ન એ નથી. અહીં ફક્ત એમ કહેવાઈ રહ્યું છે કે બધું જ એક સ્પંદન છે.

તમે જો તમારા અસ્તિત્વ ને એ ગીતમાં ભેળવી દો, તો એક વિશિષ્ટ ઊર્જા મળશે. એમાં તમે જો સ્વયં ને ખરેખર હોમી દો, તો એનામાં તમને એકાકાર કરી લેવાની શક્તિ છે.

એ જોવાના અનેક દ્રષ્ટિકોણ છે. ઘણાં વર્ષો પહેલાં હું દર વર્ષે મહિનો કે બે મહિના હિમાલયમાં એકલો ફરવા જતો હતો, એમાં એક વખત હું કેદારનાથ પહોંચી ગયો. કેદાર એક શક્તિશાળી અને અદ્ભુત જગ્યા છે. કેદારની ઉપલી બાજુએ કાન્તિ સરોવર નામનું એક જળાશય છે, જ્યાં લોકો સામાન્ય રીતે જતાં નથી કારણકે એ ચઢાણ જરા કપરું છે. હું કાન્તિ સરોવર સુધી ચઢ્યો અને ત્યાં એક ખડક પર બેઠો.

મારા અનુભવનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે, પણ થોડા સમય પછી, બધું જ ધ્વનિમાં પરિવર્તિત થઈ ગયું. મારું શરીર, ત્યાંનો પર્વત, મારી સામેનું સરોવર, બધું જ ધ્વનિમાં રૂપાંતરિત થઈ ગયું. એણે ધ્વનિનું રૂપ ધારણ કર્યું હતું અને હું એને એક અલગ જ રીતે આત્મસાત કરી રહ્યો હતો. મારું મોઢું બંધ હતું – મને સ્પષ્ટ રીતે યાદ છે – પણ મારો અવાજ ખૂબ મોટો સંભળાઈ રહ્યો હતો, જાણે કે હું માઇક્રોફોનમાં બોલતો હોઉં, ગીત ગાઈ રહ્યો હોઉં, અને એ સંસ્કૃતમાં હતું.

નાદ બ્રહ્મ વિશ્વરૂપ

નાદ હી સકલ જીવરૂપ

નાદ હી કર્મ, નાદ હી ધર્મ

નાદ હી બંધન, નાદ હી મુક્તિ

નાદ હી શંકર, નાદ હી શક્તિ

નાદમ નાદમ સર્વં નાદમ

નાદમ નાદમ નાદમ નાદમ

ભાષાંતર: ધ્વનિ બ્રહ્મ છે, બ્રહ્માંડની અભિવ્યક્તિ છે, ધ્વનિ સ્વયંને જીવનના પ્રત્યેક રૂપમાં અભિવ્યક્ત કરે છે, ધ્વનિ બંધન છે, ધ્વનિ મુક્તિ માટેનું સાધન છે, ધ્વનિ જ બાંધે છે, ધ્વનિ જ મુક્ત કરે છે, ધ્વનિ જ લાભકર્તા છે, ધ્વનિ પ્રત્યેક વસ્તુ પાછળની ઊર્જા છે. ધ્વનિ સર્વસ્વ છે.

તમે જો તમારા અસ્તિત્વને એ ગીતમાં ભેળવી દો, તો એક વિશિષ્ટ ઉર્જા મળશે. એમાં તમે જો સ્વયંને ખરેખર હોમી દો, તો એનામાં તમને એકાકાર કરી લેવાની શક્તિ છે.

ૐ ના રટણ ના લાભ

સદગુરુના શબ્દોમાંથી પ્રેરણા લઈને, દિલ્લીની લેડી ઇરવિન કોલેજના સંશોધકોએ થોડાં વર્ષો પહેલાં, ૐ નું રટણ કઈ રીતે ખેલાડીઓને મદદ કરી શકે, એ વિષય ઉપર એક અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસના તારણ પ્રમાણે ઈશાના ઓમકાર ધ્યાનનો પ્રયોગ કરનાર ખેલાડીઓના શરીરના હાઇડ્રેશન સ્તરોની ચેતનતામાં વધારો નોંધવામાં આવ્યો. 2011 માં બે મહિનાના સમય-ગાળા દરમિયાન કરવામાં આવેલ આ અભ્યાસ, ડૉ. પ્રીતિ ઋષિ લાલ દ્વારા  ક્લિનિકલ અને રમત દરમિયાન ના પોષણના વિષય ઉપર કરવામાં આવી રહેલ સંશોધનનો એક ભાગ છે અને ઓક્ટોબર મહિનામાં, ઇલિનોઇ, યૂ.એસ.એ. ખાતે આયોજિત ખાન-પાનના અભ્યાસ વિષેના આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં પ્રસ્તુત કરવામાં આવશે. કુ. આંચલ અગ્રવાલ ની માસ્ટર થિસિસ માં રજૂઆત પામેલ આ અભ્યાસનું લક્ષ્ય, “આવો અને રમો” યોજનાના એક ભાગ સ્વરૂપે, ભારતીય ખેલ પ્રાધિકરણ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા તાલીમ લઈ રહેલ યુવા પુરુષ હોકી ખેલાડીઓની પાણી પીવાની આદત સુધારવા ઉપર કેન્દ્રિત હતું.

કુ. અગ્રવાલ અને ડૉ. લાલ બન્નેએ તારણ કાઢ્યું કે ખેલાડીઓ ને રમત દરમિયાન પૂરતું પાણી પીવા વિષે જાણકારી આપી હોવા છતાં, મોટા ભાગના ખેલાડીઓ, રમત દરમિયાન નિર્જલીકરણ (ડી-હાઈડ્રેશન) થી પીડાયા, જેના પરિણામે ખેલ-પ્રદર્શન ખરાબ થયું, શારીરિક ક્ષમતાઓ ઓછી થઈ તેમજ નોંધપાત્ર લાંબા ગાળાની સ્વાસ્થ્ય-સમસ્યાઓ થઈ.

ડૉ. લાલ કહે છે, “ ખેલાડીઓને શરીરની પાણીની જરૂરિયાત વિષે અગાઉથી જ સમજણ આપવામાં આવી હતી. તેમને જાણકારી આપવામાં આવી હતી તેમજ ડેમો દ્વારા અજમાયશી શિક્ષણ આપવામાં આવ્યું હતું. ખરેખર તો, અમે જ્યારે શરીરના જલયોજન (હાઇડ્રેશન) વિશેના તેમના પાયાના જ્ઞાનની પરીક્ષા લીધી, ત્યારે તેમના પૈકી મોટા ભાગનાઓ એ 100% મેળવ્યા. તેમને જાણ હતી કે તેમણે શું કરવું જોઈએ, પણ તેઓ કરી નહોતા રહ્યા. જ્ઞાન અને આચરણ-પરિવર્તન વચ્ચે કઇંક ખૂટતું હતું. શરીરની તરસના સ્તર વિષે એક સભાન જાગૃતિની જરૂર હતી.” શું એનો જવાબ ઓમકાર હતો?

જાણકારી (જ્ઞાન) અને  આચરણ-પરીવર્તન વચ્ચે નો અંતરાલ પૂરે છે

સંશોધન દ્વારા ૐના ધ્યાનના શારીરિક અને મનોવૈજ્ઞાનિક લાભ સિદ્ધ થઈ ચુક્યા છે. અન્ય સ્થળોએ કરવવામાં આવતા ઓમકાર ધ્યાનની સરખામણીમાં ઈશામાં કરાવાતા ધ્યાન વચ્ચે નો તફાવત, કુ. અગ્રવાલ અને ડૉ. લાલ, દેખાડે છે. કુ. અગ્રવાલ કહે છે, “ જ્યાં તાજેતરમાં થયેલ એક ભારતીય અભ્યાસમાં ૐ ને એકાક્ષરી અથવા એકપદી શબ્દ તરીકે વર્ણવ્યો છે… ત્યાં ઈશા ફાઉન્ડેશન એને ત્રિ-ઉચ્ચારણ વાળો અથવા ત્રણ અક્ષરનો શબ્દ ગણાવે છે.” શાંભવી મહામુદ્રા ની સકારાત્મક અસરો ઉપર કરવામાં આવેલ એક અભ્યાસનું ઉદાહરણ આપતાં તેઓ વધુમાં કહે છે, “ૐ ધરાવતી યોગિક ક્રિયાઓ મગજને ઝડપી બનાવે છે, એવું તાજેતરમાં જાહેર થયું છે.” સંશોધકોએ શારીરિક જલયોજન (હાઇડ્રેશન) ને લગતા એમના અભ્યાસ માં ‘જ્ઞાન અને આચરણ વચ્ચેના અંતરાલ ને પૂરવાના સાધન’ તરીકે ઓમકાર ધ્યાનની પસંદગીનું આ છે અનેક કારણો પૈકી એ મહત્વનું કારણ.

ઘણા સહભાગીઓ એ મારી પાસે આવીને મને જણાવ્યું કે રમતમાં એમના સારા ખેલ-પ્રદર્શન ઉપરાંત તેઓ અન્ય લાભ પણ અનુભવી રહયા હતા.

અજમાયશી અભ્યાસ દરમિયાન, 30 ખેલાડીઓ અક્રમિત (રેન્ડમ) રીતે બે જૂથોમાં વિભાજિત થયા હતા: એક નિયંત્રણ જૂથ – જેમને મળ્યો પર્યાપ્ત પાણી વપરાશ પર અગાઉથી નક્કી થયેલ શિક્ષણ માપાંક (મોડ્યુલ) – અને એક અજમાયશી જૂથ જેમને શિક્ષણ માપાંક (મોડ્યુલ) તો મળ્યો પણ સાથોસાથ 21 દિવસ માટે દરરોજ 21 મિનિટનું એક નાનકડું ઓમકાર ધ્યાનનું સત્ર પણ મળ્યું. 21 દિવસના અંતે, પરીક્ષણો દ્વારા જાણવા મળ્યું કે રમત પછી, ઓમકાર ધ્યાન કરનાર જૂથ ના ખેલાડીઓ નું જલયોજન (હાઇડ્રેશન)-સ્તર, નિયંત્રણ જૂથની સરખામણી એ નોંધપાત્ર રીતે વધુ સ્વસ્થ હતું. એનું પરિણામ હ્રદય ગતિ અને શારીરિક ચપળતાનાં પરીક્ષણોમાં પણ સારું દેખાયું. ખેલાડીઓ એ જાહેર કર્યું કે તેઓ વધુ આનંદિત, શાંત અને હતા અને એમનું ધ્યાન લક્ષ્ય ઉપર વધુ સારી રીતે કેન્દ્રિત હતું.

“ઘણા સહભાગીઓ એ મારી પાસે આવીને મને જણાવ્યું કે રમતમાં એમના સારા ખેલ-પ્રદર્શન ઉપરાંત તેઓ અન્ય લાભ પણ અનુભવી રહયા હતા. એક સહભાગીએ જણાવ્યું કે એ ઘરમાં પણ બધા સાથે વધુ સારી રીતે હળીમળી શકતો હતો. અભ્યાસ દરમિયાન તેઓ વધુ પીઢ થઈ ગયા હોય એમ લાગ્યું. આ અભ્યાસમાં શક્યતાઓની સંપૂર્ણ મર્યાદા ખૂલી ગઇ. ઈશા દ્વારા ઑફર કરવામાં આવેલ ધ્યાનના વધુ લાભ શોધવા માટે, અમે વધુ બે અભ્યાસ –સત્રોનું આયોજન કરી લીધું છે.” એમ ડૉ. લાલ કહે છે.