સદ્‍ગુરુ: તમે હંમેશા જે લોકો તમારી વિચારશૈલીને, લાગણીને, સમજણને, ગમા-અણગમાને ટેકો આપે છે, તેમની સાથે જ તમે મિત્રતા બનાવો છો. તમે તમારી જાતને જે બકવાસ બનાવી લીધી છે, ટેકો આપવા માટે કંઇ શોધી રહ્યા છો

સારા મિત્રો કાયમ સારા ન હોય

Illustration of a bird in a heap of dung

ગયા શિયાળામાં એક વાત બની.એક નાનકડા પક્ષીએ પાનખરને વધારે પડતી માણી અને દક્ષીણ દિશામાં જવા માટે પૂરતી વ્હેલી સફર શરુ કરી નહિ. શિયાળામાં થોડા મોડેથી ઊડવાની શરુઆત કરી. તે થીજી ગયું અને નીચે પડ્યું. એક ગાય ત્યાંથી પસાર થઇ રહી હતી અને તેણે ત્યાં પોદળો કર્યો.એ પોદળો બરાબર પેલા પક્ષી પર પડ્યો અને પક્ષી તેનાથી ઢંકાઈ ગયું. પોદળાની ગરમાશને કારણે પક્ષી થીજેલી અવસ્થામાંથી બહાર આવ્યું અને આનંદથી કલરવ કરવા લાગ્યું.

સાચો મિત્ર એ છે કે જેનામાં તમે કેવા વાહિયાત મિત્ર છો તે કેહવાની હિમ્મત હોય અને છતાં તમારી સાથે સારા અને પ્રેમાળ બની રહે. આ જ મિત્રતા છે.

એક બિલાડી તે રસ્તેથી પસાર થઇ રહી હતી. તેણે આ પક્ષીનો કલરવ સાંભળ્યો, ચારે બાજુ નજર ફેરવી અને જોયું કે અવાજ પોદળામાંથી આવી રહ્યો હતો. તેણે પોદળાને દૂર હટાવ્યો, પક્ષીને પોદળામાંથી બહાર કાઢ્યું અને ખાઈ ગયું. તેથી, જે તમને પોદળામાં પાડી નાખે, જરૂરી નથી કે એ તમારો શત્રુ હોય અને જે તમને પોદળામાંથી બહાર કાઢે, જરૂરી નથી કે એ તમારો મિત્ર હોય. અને છેલ્લે, જ્યારે તમે પોદળાના ઢગ નીચે હોવ ત્યારે તમારું મોં બંધ રાખતાં શીખો.

સારા મિત્રો એ કહે છે જેની જરૂર છે

જો તમે કોઈના મિત્ર હોવ અને તેમની સાથે કંઇક ખોટું હોય તમારે તેની ટીકા કરવાની જરૂર નથી; મુદ્દો એ નથી. પણ સાથે સાથે જ તમારી પાસે લોકોમાં અપ્રસિદ્ધ થવાની હિંમત પણ જોઈએ. લોકો સાથે લોકપ્રિય થવાના પ્રયત્નોમાં, તમારી આસપાસ પ્રસન્ન વાતવરણ જાળવી રાખવાના પ્રયત્નોમાં, તમે એ જુઓ કે તમે તમારી અંદર કેટલી બધી અપ્રસન્નતા ધરબાવેલી છે.

તમારી મિત્રતામાં થોડા હિંમતવાળા બનો. તેમને ગુમાવવા પડે તો તેમાં પણ ખોટું નથી. જો તમે કાળજી લેતા હોવ તો, તમારે જે બીજા માટે સારું હોય તે કરવું જોઈએ, નહીં કે જે તમારા માટે સારું હોય.

જો તમે અપ્રસન્નતાના બીજ જમીનમાં વાવશો અને તેને ઉછરવા દેશો, તો તમે અપ્રસન્નતાના જ ફળ મેળવશો. જો ખરેખર કોઈ તમારું મિત્ર હોય,તો તમારી પાસે તેઓમાં અપ્રસિદ્ધ બનવાની હિંમત હોવી જ જોઈએ અને તેમ છતાં તમે પ્રેમાળ રહો અને તેમની સાથે તેમની સાથે ઠીક હોવ. અત્યારે તમારી મિત્રતા દરેક વખતે સમજુતીઓ અને ગમા-અણગમાના આધારે બનેલી હોય છે. તમે સફરજન જેવા અને તમારા નિત્ર સંતરા હોય તો પણ, તમે સારા મિત્રો બની શકો છો. સાચો મિત્ર એ છે કે જેનામાં તમે કેટલા વાહિયાત છો તે કેહવાની હિંમત હોય અને છતાં તમારી સાથે પ્રેમાળ અને સારા બની રહે. આ જ મિત્રતા છે.

સારા મિત્રો પાસે તેમના મિત્રોમાં અપ્રસિદ્ધ થવાની હિંમત હોય છે.

એક દિવસ , અમેરીકન લશ્કરના ત્રણ જનરલ્સ મળ્યા. તેઓ તેમના લશ્કરી દળો સાથે ગ્રાંડ કૅન્યોનના પ્રવાસે નીકળ્યા હતા. પ્રથમ જનરલ તેમની બટાલિયનની હિંમત અને આજ્ઞાપાલન વિષે બડાઈ મારવા માંગતા હતા. તેથી તમણે કહ્યું, “મારી બટાલિયન જેવી બીજી કોઈ બટાલિયન નથી. તેમાં હિંમત અને આજ્ઞાપાલનનું સ્તર ખુબ ઊંચું છે. ખરી હિંમત! હું તમને એનું એક ઉદાહરણ પણ બતાવું.” તેમણે બૂમ મારી “પ્રાઇવેટ પીટર!”

પ્રાઈવેટ પીટર દોડતો આવ્યો “યસ સર!“

જનરલે ગ્રાન્ડ કેન્યોન તરફ આંગળી ચીંધી અને કહ્યું, “તું આ જુએ છે. હું ઈચ્છું છું કે તું આ ખીણ અત્યારે જ પાર કરે.

પેલો માણસ દોડ્યો અને છલાંગ મારી. તે ક્યાં પડયો હશે તે ખબર પડી જ હશે.

પછી બીજો જનરલ હસ્યો અને કહ્યું. “આ તો કંઈ નથી. આ તરફ જુઓ.” તેણે કહ્યું , “ટ્રુપર હિગ્ગન્સ!”

“યસ સર!” ટ્રુપર હિગ્ગેન્સ આવ્યો.

“કટોકટી છે. હું ઈચ્છું છું કે તું ઉડી ને આ ખીણ ની સામે પાર જાય અને આ વિષે મારા અધિકારી ને માહિતગાર કરે.“

પેલા માણસે તેના હાથ ફફડાવ્યા અને ખીણ ઓળંગવા ગયો... તમને એનું પરિણામ ખબર પડી ગયું હશે.

ત્રીજો જનરલ શાંત હતો. બીજા બંનેએ તેને પૂછ્યું, “તારી બટાલિયન વિષે શું કહેવું છે?” “હિંમત વગરની બટાલિયન.”  કહી તે બંને હસી પડ્યા.

જનરલ ના કેટલાક માણસો આમતેમ ફરી રહ્યા હતા, તેથી તેણે એકને બોલાવ્યો. એક ત્યાં આવ્યો. જનરલે કહ્યું , “જો, નીચે નજર નાખ.” અને નીચે વહેતા ધસમસતાં પ્રવાહ તરફ આંગળી ચીંધી, જ્યાંથી એક મોટો ધોધ માત્ર ૨૦૦ મીટર દૂર હતો. તેણે કહ્યું , “તું આ નાની હોડી લે અને નદી પાર કર.”

પેલા માણસે નીચે જોયું અને કહ્યું, “જનરલ, મને લાગે છે કે તમે ફરીથી નશામાં છો. હું આ મૂર્ખામી ભરેલું કાર્ય કરવાનો નથી.

પછી જનરલ બીજા બે જનરલ્સ ફર્યો અને કહ્યું, “જુઓ, સાચી હિંમત છે.”

તમારી મિત્રતામાં થોડાં વધુ હિંમતવાન થાઓ. તેમને ખોવા પડે તો તેને માટે પણ તૈયાર રહો. એ ઠીક છે. જો તમે કાળજી રાખો છો, તો તમારે તેમને માટે જે સારું હોય તે કરવું જોઈએ, નહીં કે જે તમારે માટે સારું હોય તે.

સારા મિત્રો શરતી ન હોય

મારા એક ઓળખીતા ડૉક્ટર છે, જેઓને બીયર પીવાની ટેવ હતી. જ્યારે હું તેમને મળ્યો ત્યાંરે તેઓ લગભગ ૭૦ વર્ષના હતા. થોડા સમય પહેલા તેઓ તેમના એક મિત્રને નિયમિત રીતે મળતા જતાં. જ્યારે પણ તેઓ જતાં ત્યારે તે મિત્ર તેમને બીયર સર્વ કરતો અને બંને સાથે માળીને બીયર પીતાં. જ્યારે પણ સમય હોય ત્યારે, ક્યાં તો તે મિત્ર અહીં આવતો અથવા તો ડૉક્ટર ત્યાં જતાં.

અચાનક એક દિવસ, પેલા મિત્રને કોઈ ગુરૂ મળી ગયાં અને તેણે આદ્યાત્મિક સાધના કરવાનું શરુ કર્યું અને બીયર પીવાનું છોડી દીધું. તેથી ડૉકટરે આ વાત મને વિસ્તારપૂર્વક જણાવી અને કહ્યું કે, તે એક ઉત્તમ મિત્રતાનો અંત હતો. પછી ક્યારેય તે મિત્રના ઘરે ગયા નહીં કારણ કે, તે મિત્રએ તેમને બીયર પાવાનું છોડી દીધું હતું. ઘણી બધી મિત્રતાઓ આવી જ રીતે ચાલતી હોય છે. જ્યાં સુધી કંઈક મળતું રહે ત્યાં સુધી ટકશે, અને જે ક્ષણે મળવાનું બંધ તે ક્ષણે બધું જ સમાપ્ત.

જો તમારા જીવનમાં સાચો મિત્ર ના હોય, તો તમે કંઈક ગુમાવી રહ્યા છો. છેવટે મિત્ર શું છે? મિત્ર એ તમારા જેવો જ બીજો એક ગૂંચવાયેલો માણસ જ છે. મિત્રનો અર્થ એક પરિપૂર્ણ માણસ એવો થતો નથી. જ્યારે બે વ્યક્તિ એકબીજાનો સંપર્ક કરવા પૂરતાં રિલૅક્સ હોય છે, ત્યારે તેઓ મિત્ર બને છે. તમારો મિત્ર તમારા જેટલો જ ગૂંચવાયેલો હોય છે. પણ જો બે વ્યક્તિ એકબીજાને અનુરૂપ વાતાવરણમાં રહી શકતા હોય તો તે તમારો મિત્ર બની શકે છે. તમારે એક નહીં પણ ઘણાબધા સાચા મિત્રો હોવા જ જોઈએ. જો તમારે એક સાચો મિત્ર ના હોય તો, તમારે હવે તમારી જિંદગી વિષે કંઈક કરવાની જરૂર છે.

તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! -   unplugwithsadhguru.org