મૃત્યુ અને આધ્યાત્મિકતા: કેવી રીતે નશ્વરતાને જાણવું, આધ્યાત્મિકતાને ઉત્તેજિત કરે છે
મૃત્યુ અને આધ્યાત્મિક પ્રક્રિયા હંમેશા જોડાયેલ છે. સદગુરુના આ મર્મભેદક લેખમાં જાણો કે જ્યારે કોઈ વ્યક્તિને નશ્વરતાની યાદ અપાવામાં આવે ત્યારે આધ્યાત્મિક માર્ગ પર કેવી રીતે આગળ ધપી જવાય છે.
આથી જ કહેવામાં આવે છે કે શિવ સતત સ્મશાનમાં સમય વિતાવતા. લગભગ દરેક યોગીએ અમુક સમય સ્મશાનમાં પસાર કર્યો. સ્મશાનના મેદાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે જ એક મજબૂત રીતે તમને તમારી નશ્વરતાની યાદ અપાવે છે. જ્યારે કોઈ મૃત્યુ પામે છે, ત્યારે તમારા અસ્તિત્વનો ભયંકર સ્વભાવ તમને તમારા શરીરમાં ક્યાંક હચમચાવી દે છે; તે માત્ર એક ભાવનાત્મક પ્રતિક્રિયા કરતાં વધુ છે. ભલે તે કોઈ એવું છે જેને તમે જાણતા નથી, જ્યારે તમે કોઈ માનવ સ્વરૂપ મરેલો જોશો, ત્યારે તે તમને હચમચાવી દે છે, શું તેમ નથી? જો તમે થોડા વધુ સંવેદનશીલ હોવ, તો કોઈ પણ મૃત્યુ પામેલો જીવ તમને મનમાં નહીં, શરીરમાંથી હચમચાવી દે છે. માનસિક અને ભાવનાત્મકરૂપે પણ પ્રતિક્રિયાઓ થઈ શકે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે શરીર જીવનને પોતાની રીતે આત્મસાત કરે છે.
શરીરની પોતાની એક મેમરી/યાદશક્તિ હોય છે, જે તેની રીતે કાર્ય કરે છે. હમણાં, તમારુ શરીર જે યાદશક્તિ વહન કરે છે તે તમારી પર તમારા મનની યાદો કરતાં વધારે શાસન કરે છે. તે શરીરની યાદશક્તિ છે જે માનસિક યાદશક્તિ કરતા ઘણી વધુ નોંધપાત્ર છે.
યોગીઓએ હંમેશાં પર્વતોમાં રહેવાનું પસંદ કર્યું કારણ કે ત્યાં, શરીરને અચાનક તેની નશ્વરતાની ભારપૂર્વક યાદ આવે છે - કોઈ માનસિક અથવા બૌદ્ધિક યાદ નહીં - પરંતુ શારીરિક યાદ. જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર ખૂબ જ નજીવું છે. તે જગ્યા અથવા તે રેખા પર્વતોમાં સાંકડી થઈ પડે છે. પર્વતોમાં જીવવું એ તમને તમારા અસ્તિત્વના ક્ષણિક પ્રકૃતિની યાદ અપાવે છે. જો તમને ખબર હોય કે તમે કોણ છો, જો તમે સતત જાગૃત રહો કે તમે મરી જશો, જો તમારું શારીરિક શરીર જાણે છે કે તે કાયમી નથી, તો તે એક દિવસ આ પૃથ્વીમાં સમાઈ જશે, અને તે દિવસ આજે હોઈ શકે છે - હવે તમારી આધ્યાત્મિક શોધ અટલ છે. એટલા માટે યોગીઓએ પર્વતો પસંદ કર્યા. તેઓ તેમની નશ્વરતાને સતત યાદ રાખવા માગે છે જેથી તેમની આધ્યાત્મિક શોધ જરા પણ ડગે નહી.
તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમને તમારા શરીરની પ્રકૃતિ શું છે તે સતત યાદ આવે. હમણાં, તમે પૃથ્વીના મણ સમાન છો જે તાનમાં નાચ્યા-કૂદયા કરે છે. આ શરીર જેની આસપાસ તમારું આખું જીવન ફરે છે તે પૃથ્વીનો થોડો ભાગ છે. જ્યારે પૃથ્વી તમને સમાવી લેવાનું નક્કી કરે છે, ત્યારે તમે માત્ર એક નાનો ઢગલો બની જશો.
યોગીઓ ઇચ્છતા હતા કે સતત શારીરિક રીતે યાદ રહે કે તમે ફક્ત પૃથ્વી છો અને બીજું કંઈ નહીં; તેઓ પૃથ્વી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હતા. આ કારણોસર, તેઓ હંમેશા પૃથ્વી સાથે રહેવાનું પસંદ કરે છે. પૃથ્વીથી ઘેરાયેલા કેવી રીતે રહેવું? તમે ખાડો ખોદી શકશો અને કૂવામાં બેસી શકશો, પરંતુ તે વ્યવહારિક નથી. તેથી તેઓ પર્વતો પર ગયા અને ત્યાં રહેલી કુદરતી ગુફાઓ પસંદ કરી, જ્યાં ભૌતિક શરીરને સતત યાદ આવે છે કે પૃથ્વી તમને પાછા ખેંચવાની પ્રયાસ કરી રહી છે. માતા ધરતી શક્ય તેટલી ઝડપથી તેની લોન પરત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તમારી અસ્તિત્વ માટેની લડત એની સામેની લડત છે.
આશ્રમમાં હું હંમેશા લોકોને કહું છું કે તમે જે કઈ પણ કામ કરતા હોવ, દરરોજ તમારે ઓછામાં ઓછું એક કલાક માટે પૃથ્વી પર તમારી આંગળીઓ મૂકવી જોઈએ. બગીચામાં કંઈક કરો; ક્યાંક તમારા હાથમાં કાદવ આવવો જોઈએ. આ એક કુદરતી શારીરિક સ્મૃતિ, તમારામાં શારીરિક યાદ બનાવશે કે તમે નશ્વર છો; તમારું શરીર જાણશે કે તે કાયમી નથી. વ્યક્તિએ તેના આધ્યાત્મિક માર્ગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખવા માટે શરીરમાં તે અનુભૂતિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અનુભૂતિ જેટલી તાકીદે બને છે, આધ્યાત્મિક ભાવના તેટલી જ મજબૂત બને છે.
સંપાદકની નોંધ: મૃત્યુ પછી શું થાય છે તે જાણવાની ઉત્સુકતા છે? સદગુરુ માનવ તંત્રની રચના કેવી રીતે થાય છે અને ભૌતિક શરીર મરી જાય છે ત્યારે શું થાય છે તેના મિકેનિક્સ પર ધ્યાન આપે છે.