નકારાત્મક અભિપ્રાય કેવી રીતે ટાળવા?
જ્યારે ક્રિકેટ ના બોલ સામે આવે ત્યારે બેટ ઉઠાવવાની જરૂર છે. પણ તમે શું કરશો જ્યારે લોકોના અભિપ્રાયો તમારી સામે ઉડીને આવે? મિતાલી રાજ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની કપ્તાન સદગુરુ ને પૂછે છે કે લોકોના નકારાત્મક અભિપ્રાયો ને કેવી રીતે ટાડવા.
મિતાલી: નમસ્કારમ! હું મિતાલી રાજ છું. સદગુરુજી મને આના વિષે સત્ય જાણવું છે કે કેવી રીતે હું અમારી તરફ ઉઠતાં નકારાત્મક અભિપ્રાયો ને ટાડવાની ક્ષમતા કેવી રીતે મેળવી શકાય?
સદગુરુ:- નમસ્કારમ મિતાલી. બધી વસ્તુઓ માટે લોકોના પોતાના અભિપ્રાય હોય છે પણ તમારે કે બીજા કોઈને પણ આના થી ફરક કેમ પડવો જોઇયે? બીજાના અભિપ્રાય આપણી માટે ફક્ત ત્યારેજ મહત્વ ના હશે જ્યારે આપણે જે કર્યે છે તેના વિષે સ્પષ્ટ નથી હોતા.તો બીજા ના અભિપ્રાય થી લડવાના બદલે આપણે એ સ્પષ્ટતા લાવવાના પ્રયત્નો કરવા જોઇયે કે આપણે શું કર્યે છે અને જે કર્યે છે તે કેમ કર્યે છે. જો આ સ્પષ્ટતા હશે તો બીજાના અભિપ્રાય મહત્વના નહીં રહે.લોકોના આપણાં વિષે અભિપ્રાયો હશે જ અને એ એમનો હક છે. અકકા મહાદેવી-કન્નડ સંતે કહ્યું હતું કે “તમે પહાડ અને જંગલ માં ઘર બનાવ્ય છે અને હવે તમે જાનવરો થી બિવો છો. તમારે ત્યાં નાં હોવું જોઇયે. તમે બજાર ના વચ્ચેવચ ઘર બનાવ્યું છે અને તમે ત્યાંના ઘોંઘાટ થી બિવો છો. તારી માટે એ જ્ગ્યા બરાબર નથી.”
હવે તમે એક જીવંત સમાજમાં રહો છો અને બીજા લોકો શું કહેશે તેના થી ડરો છો. આ સામાજિક જીવનનો એક ભાગ છે. કોઈ કઈક ને કઈક તો કહેતું જ રહેશે. આજકાલ સોશિયલ મીડિયાની સાથે આ વધારે મોટું કરીને બતાવવામાં આવે છે. પણ લોકો પહેલાથી જ અભિપ્રાયો રાખે છે.
એક સમય હતો જ્યારે તમને ફક્ત બે, ત્રણ કે પાંચ લોકોના અભિપ્રાય થી લડવું પડતું હતું. પણ આજે તમને પચાસ લાખ લોકોના અભિપ્રાય થી લડવું પડે છે, કારણ કે તેઓ પોતપોતાના અભિપ્રાયો જતાવી રહ્યા છે. આમાં કઈ ખોટું નથી, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. પણ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તમારા જીવન માં પૂરી સ્પષ્ટતા લાવવી કે અમે શું કર્યે છે અને જે કર્યે છે તે કેમ કર્યે છે. જો આપણી સામે આ સ્પષ્ટ હશે તો અભિપ્રાયો આવતા રહેશે અને બદલતા રહેશે.
મે સાંભળ્યું છે કે તમે બોલ બહુ જોર થી મારો છો. બસ બોલ ને સરસ રીતે મારતા રહો અને બધાના અભિપ્રાય બદલાઈ જશે.
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org