સંબંધો આટલા જટિલ કેમ હોય છે?
જ્યારે સંબંધો આપણાં જીવનને મીઠાશથી ભરી દે છે, તે ઘણી વાર ખટાશ પણ છોડે છે. મૌની રોય સદગુરુ ને પૂછે છે કે કેમ સંબંધોમાં ઘણી વાર ખટાશ આવી જાય છે.
મૌની રોય:- સંબંધો આટલા જટિલ કેમ બની જાય છે ખાસ કરીને જ્યારે એ ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ અથવા પતિ-પત્ની વચ્ચેના સંબંધો હોય.
સદ્ગુરુ:- નમસ્કારમ્ મૌની. નિશ્ચિત રીતે દરેક વ્યક્તિ સંબંધોની મીઠાશને જાણે છે, પણ તેમાં ઘણી બધી ખટાશ પણ હોય છે, જેનો તમે સ્વાદ ચાખવાની શરુઆત કરો છો. દુર્ભાગ્યપણે આજે આપણે આ વિચારને પશ્ચિમથી ગ્રહણ કર્યો છે, કે જ્યારે તમે અંગ્રેજી શબ્દ રિલેશનશિપ વાપરો છો તો સામાન્ય રીતે લોકો શારીર આધારિત સંબંધો વિષે વિચારે છે, પણ સંબંધો ઘણાં પ્રકારના હોઇ શકે.
જો સંબંધોનો આધાર શરીર હોય તો, એકબીજાના શરીર માટેનો ઉત્સાહ થોડા સમાયમાં મરી જશે. જેને તમે પરમ્ અનુભૂતિ માનતા હતાં તે થોડા સમય પછી પરમ્ નહીં રહે. જે વસ્તુ તેમને એકવીજાની સાથે લાવી હતી જ્યારે તે પીગળી જાય છે ત્યારે લોકો માટે આનાથી ઉપર ઊઠવું સ્વાભાવિક છે. આની પાછળનું કારણ જાણ્યા વગર, તેઓ એકબીજા સાથે અપ્રિય વ્યવહાર કરવા લાગે છે. કારણ કે, મૂળભૂત રીતે આવા સંબંધોનો હેતુ બીજી વ્યક્તિથી મીઠાશ અને ખુશી ચૂસી લેવાનો હોય છે. જો તમે બીજી વ્યક્તિમાંથી આનંદ ચૂસી લેવાના પ્રયત્નો કરશો તો થોડા સમયમાં, જ્યારે તમને લાગશે કે હવે પહેલા જેવા પરિણામો નથી નીકળી રહ્યાં, તો સંબંધોમાં કડવાશ આવવાની શરૂઆત થઈ જશે.
જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ અમુક વસ્તુઓ થવાની શરુઆત થાય છે. માટે, આજે જ્યારે તમે યુવાન છો ત્યારે તમારે તમારા જીવન તમે જેટલાં પ્રકારનાં સંબંધો ધરાવો છો તે બધાં વિષે વિચારવું જોઈએ. આ માત્ર દૈહિક કે જૈવિક સંબંધો પૂરતું જ નહીં પણ, આ ખુશીની અભિવ્યક્તિના સંદર્ભમાં છે, ખુશી ચૂસી લેવાના સંદર્ભમાં નહીં.
આમ થવા દેવા માટે તમારે સૌથી પહેલાં તમારા પોતાના સ્વભાવથી આનંદિત થવું પડશે. જો તમે આના પર ધ્યાન આપશો કે તમે આનંદથી ઉભરાતો પ્રવાહ બનો અને તમારા સંબંધો ફક્ત આ આનંદને સામેની વ્યક્તિ સાથે વહેંચવા માટે છે, તો સમાન્ય રીતે લોકો સંબંધોના જે સર્કસમાંથી પસાર થાય છે, તમારે તેની ચિંતા કરવાની જરૂર નહીં રહે.
સંબંધો નિભવવા
સંબંધો જીવનના કોઈ એક જ ક્ષેત્રમાં નથી રહેતાં, એકવાર સાથે આવ્યા પછી લોકો ઘણી વસ્તુઓની સહભાગિતા કરે છે. સ્વાભાવિક રીતે નાની નાની વસ્તુઓને લઈને એકબીજા સાથે મતભેદ થવાનું થઈ જાય છે. આના કારણે તમારા ઘણાં સંવાદ વિવાદ બની શકે છે, અને તેમ થશે જ.
તમે આ બધું રોજ રોજ મૅનેજ નથી કરી શકતા. તેથી સૌથી સારું છે કે તમે પોતાને એવી રીતે મૅનેજ કરો કે જેથી તમે તમારા સ્વાભાવ વડે જ રીતે એક આનંદિત અને ખુશદિલ માણસ બનો. જો એવું થશે તો તમારા સંબંધો જરૂરિયાત ઉપર આધારિત નહીં રહે.
જ્યારે સંબંધો જરૂરિયાત ઉપર આધારિત હોય છે, તો જરૂરિયાત પૂરી ન થવાને કારણે તમે ચિડિયા બની જાઓ છો, કડવાશ અનુભવો છો અને છેવટે ફરિયાદ કરવાની શરૂ કરી દો છો કે જે તમને મળવું જોઈતું હતું તે મળી નથી રહ્યું. જો તમે તમારી અંદરની આ જરૂરિયાતને ખતમ કરી દો અને કુદરતી રીતે આનંદથી ઊભરાતી વ્યક્તિ બની જશો. તમારા બધા પ્રકારના લોકોની સાથે સંબંધો અકલ્પ્ય રીતે સંબંધો અદ્ભૂત બની જશે, પછી તે કોઈ પણ હોય. જરૂરી નથી કે તેઓ તમારા જેવા જ હોય. હું કામના કરું છું કે તમારા જીવનમાં સૌથી સુંદર સંબંધો બને.
તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org