તમે તમારા સપનાઓ કેવી રીતે સાકાર કરશો.?
સદ્ગુરુ એક વિદ્યાર્થીના પ્રશ્નોના જવાબ આપે છે અને આપણી મહ્ત્વકાંક્ષાઓની પ્રકૃતિને જોતાં આપણી સંપૂર્ણ ક્ષમતાને જાણવા માટે આપણે શું કરવું જોઇયે તે સમજાવે છે.
પ્રશ્ન: નમસ્કાર, મારા સપના મોટા છે અને તે સાકાર થશે તેવી મને આશા છે. પણ હું એવો વ્યક્તિ નથી જે સહેલાઈથી બધાની સાથે ભળી જઉ અને હું દુનિયાનો સામનો કરવાથી પણ ડરુ છું . હું કોલેજ પૂરી કરી મારા સપનાઓના ટૂટવાના ભય વગર તેમને કેવી રીતે અનુસરી શકીશ?
સદ્ગુરુ : જ્યારે લોકો ઊંઘી જાય છે ત્યારે તેઓ સપનાઓ જુવે છે. હું તમને કહી રહ્યો છું કે તમે તમારા સપનાને થોડી વાર માટે સુવડાવી દો . હમણાં કોઈ સપનું જોઈને એ નક્કી ન કરશો કે તમે દુનિયામાં શું બનશો, કારણ કે અત્યારે આ ઘણું જલદી છે.ત્રણ થી પાંચ વર્ષમાં તમે સંપૂર્ણ બદલાઈ ગયા હશો. હકીકતમાં , જોકે આજથી કાલ સુધીમાં પણ કઈક ને કઈ બદલાઈ ગયું હશે, પણ થઈ શકે છે કે તે બદલાવ ધ્યાનમાં ન આવે. તો તમારે આજે એવો વિચાર કરવાની જરૂર નથી કે “ હું દુનિયામાં શું કરવાનો છું?” કારણકે તમે માત્ર નાનો, અસક્ષમ સપનું જ નક્કી કરી શકશો.. હાલમાં તમારું કાર્ય, શક્ય તેટલું જીવનમાં ઉતારવાનું છે. શારીરિક રીતે , માનસિક રીતે, ભાવાનાત્મક રીતે અને તમારી બુદ્ધિના સંદર્ભમાં એક પરીપૂર્ણ વ્યક્તિ તરીકે વિકસો.. બધાજ સ્તરે, તમે જેટલા બની શકો એટલા બનવું જ જોઈએ.
રેટ રેસ માટેની તૈયારી
એક રીતે સપના અથવા મહત્વકાંક્ષાનો અર્થ એ થાય કે તમે કોઈક પ્રકારની રેસ નો વિચાર કરી રહ્યા છો. આજકલ આને રેટ રેસ કહે છે. રેટ રેસ માં મુખ્ય રૂપ થી આજ થાય છે કે કોણ કોના કરતા વધુ સારું છે. આ રેસ ને લાયક બનવા માટે તમારે ઉંદર બનવું પડશે. આ તો સફળતા ની પ્રક્રિયા માથી એક પાછડની બાજુ નું પગલું છે. જો તમે જીતો કદાચ સુપર રેટ(મહાન ઉંદર) બનશો,- પણ રહેશો તો એક ઉંદર જ. એવું ન વિચારો કે “ હું ક્યાં રહીશ, કોના થી કેટલો આગળ કે પાછળ?. આ સમય શક્ય હોય એટલું ગ્રહણ કરવાનો છે. અત્યરે તમારી માટે કેરીઓ ઉગાડવાનો સમય નથી. અત્યારે બસ ફૂલો તોડવાનો અને વિકસવાનો સમય છે.
જો તમે કોઈ દૌડ જીતવા માંગતા હોવ તો, માત્ર ઈચ્છા કરવાથી એ નહીં થાય. તમારે એક યોગ્ય મશીન બનાવવી પડશે. તમારી પાસે મારુતિ ૮૦૦ છે , અને તમે ફોર્મ્યુલા વન રેસ જીતવાનો વિચાર કરી રહ્યા છો. તમે જેટલા ઇચ્છો એટલા સપના જોઈ શકો છો કે કેવી રીતે લુઇસ હેમિલ્ટન તમને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ તમે તમારી મારુતિ ૮૦૦ થી એનાથી આગળ નીકળી ગયા !!તમે આ બધાં સપનાંઓ જોઈ શકો છો પણ તમે ટ્રેક પર જઇને કઇક કરવાનો પ્રયત્ન કરશો તો તમારી મારુતિના ચારે ચાર પૈડા અલગ-અલગ દિશાઓમાં ઉડી જશે.
રેસ જીતવાનો પ્રયત્ન ન કરો. માત્ર એક સારું મશીન બનાવો- જે વધુ મહત્વનું છે. દૌડ જીતવાના વિચારનો અર્થ છે કે તમેં પાછળ વડીને જુઓ છો કે “મારી પાછળ કોઈ છે” એવું નિહાળો છો. જો તમારી આસપાસ મુર્ખાઓનું ટોળું છે અને તમે રેસ જીતી રહ્યા છો તો તમે એક વધુ સારા મુર્ખ હશો, બસ.એવી રીતે ક્યારેય વિચાર કરવો નહીં. કોઈના થી વધુ સારું થવાની ઇચ્છા, એ ખોટી દિશા છે જે સમગ્ર માનવજાતી માટે નક્કી કરવામાં આવી છે. આ તમને કાયમ નાના નાના ઝગડાઓ થી ઘેરેલો રાખશે. આ બધા થી વધુ જો તમે કોઈની નિષ્ફળતાનો આનંદ માણી રહ્યા હોવ તો , તે એક બીમારી છે.
કઈક એવું થાય જેની તમે કલ્પના પણ ન કરી હોય
તમારે દુનિયામાં શું કરવું જોઈએ? તમારે એ કરવું જોઇયે જે સૌથી વધારે જરૂરી હોય, નહી કે જે તમાર દિમાગમાં હોય. તમારા મગજમાં જે હોય તે દુનિયા માટે યોગ્ય ન હોય. તો પછી એને કરવાનો મુદ્દો શું છે? ઘણા બધા લોકોએ તેમની ધૂન મુજબ કર્યું છે અને ઘણી રીતે વિશ્વનો નાશ કર્યો છે. જે જરૂરી છે તેને આપણે આનંદપૂર્વક કરીયે તો આપણને અભિવ્યક્તિ મળશે અને લોકો ભેગા થઇને તે પ્રવૃત્તિ ને સમર્થન આપશે – પછી સફળતા મળશે.
તો તમારા સપનાઓ ને થોડીવાર માટે સુવાડી દો કારણ કે સપના જીવનના ભુતકાળના અનુભવમાંથી આવે છે. આપણા ભવિષ્યનું આપણા ભૂતકાળ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. નહિ તો,આપણે ફક્ત ભૂતકાળને રીસાયકલ કરીને વિચારીશું કે આ જ ભવિષ્ય છે. મોટાભાગના લોકો માટે ભવિષ્યનો વિચાર એ છે કે, ભૂતકાળનો એક ટુકડો લઈને, તેને થોડું સજાવીને તેને જ ભવિષ્ય મને છે, જે થોડું સુધારેલું છે.
ભવિષ્ય નવીનતમ હોવું જોઈએ .તમે જેનું સપનું નથી જોઈ શકતા તે તમાર જીવન માં થાય એવા મારા તમને આશીર્વાદ છે. તમે જેની કલ્પના ના કરી શકો તે થવું જ થાય. જો તમે જે સપનું જોઈ શકો છે, તે જ સાકાર થાય તો તેનો શું લાભ? તમે તેનું જ સપનું જોઈ શકો છો જેના વિષે તમે જાણો છો, અને જો એજ થાય તો આ બેકાર જીવન છે. એવું કઈ થવા દો જેની તમે કલ્પના પણ નથી કરી શકતા ત્યારે જ જીવન રોમાંચક બનશે.
હું તમારા સપનાઓ નો નાશ કરવા માંગુ છું. તેનો નાશ થવા દો જેથી તમે તમારી પૂર્ણ ક્ષમતા સુધી વિકસિત થવાની ઈચ્છા કરી શકો.
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org