સારા સ્વાસ્થની ગેરેંટી છે-શાંભવી મહામુદ્રા
આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન એક શક્તિશાળી સાધન છે. વૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા પણ સાબિત થયું છે કે, ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક, એવા અનેક લાભ થાય છે.
આધ્યાત્મિક વિકાસ માટે ધ્યાન એક શક્તિશાળી સાધન છે, અને તે માટે અનિવાર્યપણે શરીર અને મનની મર્યાદાઓને દૂર કરવાની પ્રક્રિયા છે-ધ્યાન. અનેક ગુરુ અને તજજ્ઞોએ પણ "ઈનર તકનીક"થી ધ્યાન અને યોગના અનેક શારીરિક અને માનસિક લાભ અનુભવ્યા છે. તાજેતરમાં, વૈજ્ઞાનિક અભ્યાસોએ પણ ધ્યાનથી થતા અદભૂત અનુભવોને સમર્થન આપ્યું છે
ઇશાની પ્રાથમિક તાલીમ એ શામ્ભવી મહામુદ્રા છે. આ એક પ્રાચીન ક્રિયા છે. જેમાં અનેક લોકોએ આ ધ્યાન પ્રક્રિયાના નિયમિત અભ્યાસથી લાગણીઓમાં સંતુલન, એકાગ્રતા, ધ્યાનમગ્ન, ચિત્ત સ્થિરતા અને આરોગ્યમાં થયલા સુધારાના અનુભવો કર્યા છે. વાસ્તવમાં, અમુક વૈજ્ઞાનિક સંશોધન અને અભ્યાસ થયા છે, જેમાં ક્રિયાને નિયમિત રીતે કરવામાં આવે તો, વિવિધ ફાયદોઓનું આંકલન અને સંકલન વિશે જણાવવામાં આવ્યું છે. ક્રિયા દરમિયાન મગજની ગતિવિધિઓ, આરોગ્ય અને સુખાકારની કેવી રીતે અનુભૂતી કે અસર થાય છે, તે અંગેના અનેક સંશોધન કરવામાં આવ્યા છે.
ક્રિયા કેવી રીતે કાર્ય કરે છે?
આજના સમયમાં મોટાભાગના લોકો નાખુશ અથવા બિનઆરોગ્યપ્રદ જીવન જીવે છે, કારણ કે તેમના શારીરિક, માનસિક અને "પ્રાણીક" શરીર વચ્ચે તાલમેલ નથી.
સદગુરુ કહે છે, "આપણા શરીરની એક સિસ્ટમ છે, અને તે નિયમ આધારે આપણું મન અને શરીર કામ કરે છે. આ જેટલી સરળ વાત છે,એટલી જ જટીલ પ્રક્રિયા છે. "પરંપરાગત રીતે યોગ, શરીરને પાંચ સ્તરો પર વહેંચે છે. શારીરિક, માનસિક, પ્રાણીક (ઊર્જા), આકાશી અને પરમાનંદ શરીર. હાલના સમયમાં મોટાભાગના લોકો નાખુશ અથવા બિનઆરોગ્યપ્રદ જીવનની અનુભૂતી કરે છે. કારણ કે આજના મનુષ્યના શારીરિક, માનસિક અને "પ્રાણીક " શરીર વચ્ચે તાલમેલ નથી. સદગુરુ સમજાવે છે, કે, "જો આ બધુ યોગ્ય રીતે ગોઠવાયેલું હોય, તો કુદરતી રીતે આની અભિવ્યક્તિ આનંદની અભિવ્યક્તિ સાથે થાય છે. હવે, આપણે આ ત્રણ અવસ્થાઓમાં સમાનતા કે તાલમેલ રાખવાની તકનીક અંગે વાત કરીશું. જો કે કોઈક કોઈક વખત અકસ્માતે તમે પણ આનંદ કે પરમાનંદની અનૂભુતિ કરી હશે. પણ તે કાયમી રીતે સ્થિર થાય, તે તમારા જીવનનો કુદરતી માર્ગ છે."શામ્ભવી મહામુદ્રા અભ્યાસ
શામ્ભવી મહામુદ્રા પરના વૈવિધ્ય સભર અભ્યાસો છે. તબીબી ક્ષેત્રે રોગની સ્થિતિ પર તેની શું અસર થાય છે, તેની તપાસ કરી છે. તો, અમુક કિસ્સામાં માનસિક વિકૃતિઓ તો, અન્ય કિસ્સામાં ઊંઘ, હૃદયના ધબકાર, મગજની સક્રિયતા વગેરે જેવા વિષયો પર અભ્યાસ કર્યો છે. અન્ય અભ્યાસમાં નિયમિત રીતે જે લોકો ધ્યાન કરે છે તેમના પર પણ અભ્યાસ કરવામાં આવ્યાં છે.
ચાલો, અભ્યાસના અમુક પરિણામો પર નજર કરીએ
ધ્યાનના લાભો #1: હ્રદય સંબંધીત
વર્ષ 2008 અને 2012માં પ્રકાશિત થયેલા બે અભ્યાસો જોઈએ તો, શામ્ભવી મહામુદ્રાથી હ્રદય સંબંધીત ફાયદા થયાની વાતને ટેકો આપે છે. અભ્યાસો પ્રમાણે, ધ્યાનની પ્રેક્ટિસ કરતા લોકોમાં વધુ સારી રીતે સંતુલિત કાર્ડિયાક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અને હાર્ટ રેટ વેરિયેબિલિટીમાં (એચઆરવી) વધારો થાયો હતો. ઉચ્ચ સ્તરનું એચઆરવી ઈમ્યુનીટી અને તણાવપૂર્ણ પરિસ્થિતિ સબંધીત છે. જેનાથી લાંબુ જીવન ટકાવી રાખવામાં મદદ મળે છે. તેમ કહેવાય છે. બીજી તરફ, એચઆરવી ઓછા પ્રમાણથી હૃદયની ધમની નબળી પડે, હાયપરટેન્શન, હાર્ટ ફેલ જેવી વિવિધ હૃદયને લગતી બિમારીઓમાં વધારો થાય છે. સંશોધકોએ એવું તારણ કાઢ્યું છે કે, શામ્ભવી મહામુદ્રા અને ઇશાના અન્ય યોગ કરનાર લોકોમાં સહનશીલતા, તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વધુ સારી રીતે હૃદય પ્રતિક્રિયા કરે છે. સાથે હાયપરટેન્શન જેવી હૃદયને લગતી સમસ્યાને ઓછી કરે છે.
ધ્યાનના લાભો # 2: મગજ, સુસંગતતા
બાયોમેડિકલ એન્જિનિયરિંગ સેન્ટર, આઇઆઇટી દિલ્હીના એક અભ્યાસ પ્રમાણે, પ્રેક્ટિસ કરનાર લોકોના મગજના ઈઈજી (ઇલેક્ટ્રોન્સેફાલોગ્રાફી) ડેટા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. પરિણામો દર્શાવે છે કે, પ્રેક્ટિશ કરનારા લોકોના જમણા અને ડાબા મગજ વચ્ચે સારુ અને વધુ સુસંગતતા જાણવા મળી હતી. મગજના વિવિધ કોષો એકબીજા સાથે કેટલી સારી રીતે જોડાયેલ છે, તે ઈઈજી નામના સાધન વડે જાણી શકાય છે. મગજના વિવિધ કોષો વચ્ચે સારી અને ઉચ્ચસ્તરની સુસંગતતા માહિતીનું વિનિમય સૂચવે છે, ઊંચો IQ અને સર્જનાત્મકતા સાથે ભાવનાત્મક સ્થિરતા અને જ્ઞાનાત્મક સમજ સાથે સંકળાયેલ છે.
સંશોધકોએ આલ્ફા, બીટા, ડેલ્ટા અને થેટા તરીકે ઓળખાતા વિવિધ મુખ્ય ઇઇજી બેન્ડ્સ અંગે પણ સંકેતો માપ્યા હતા. શામ્ભવી પ્રેક્ટિશનરો સામાન્ય રીતે ઉચ્ચત્તમ આલ્ફા બેન્ડનો પાવર ધરાવતા હતા, જે દર્શાવે છે કે તેઓ ઓછા તણાવનો અનુભવ કરે છે. ડેલ્ટા બૅન્ડ પાવર અને થીટા બેન્ડમાં વધારો થાય તો, બીટા બૅન્ડના પાવરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બીટા બૅન્ડ ઘટવાથી માનસિક તાણ, ઉત્તેજના અને અસ્વસ્થતામાં ઘટાડો જોવા મળે છે. ઉચ્ચતમ થીટા અને ડેલ્ટા બેન્ડ પ્રવૃત્તિઓને અગાઉના સંશોધનમાં નોંધવામાં આવ્યું છે કે, ધ્યાનની ઊંડાણપૂર્ણ અવસ્થામાં લઈ જતા સૂચક છે. "આલ્ફા સાથે જોડાયેલી ડેલ્ટા, આંતરિક સાહજિક લાગણીઓનું પ્રતિબિંબિ સમાન છે. જેને આપણે છઠી ઇન્દ્રી તરીકે ઓળખીયે છીએ, જેની નોંધ સંશોધકો દ્વારા લેવામાં આવી છે.
ધ્યાનનાં લાભો # 3: સારી ઊંઘની માત્રામાં સુધારો
યુરોપીયન સ્લીપ રિસર્ચ સોસાયટી, લિસ્બન, પોર્ટુગલની 20 મી કોંગ્રેસમાં રજૂ કરાયેલ એક અભ્યાસમાં 22 થી 55 વર્ષના 15 પુરુષ જેઓ મેડીટેશન કરતા અને અન્ય 15 પુરુષો જેઓ મેડિટેશન કરતા ન હતા, આમ બે સમાન સમુહ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. મેડિટેશન કરતા ગ્રુપે શામ્ભવી મહામુદ્રા અને ઇશાના અન્ય યોગ પ્રથાઓનો અભ્યાસ કર્યો હતો.
સહભાગીઓના આખી-રાત્રીના પોલિસોમ્નોગ્રાફિક માપ લેવાયા હતા અને અન્ય પરિમાણો સાથે ઇઇજી ડેટા પણ લેવામાં આવ્યા હતા. પરિણામો દર્શાવે છે કે, આરઇએમ સ્લીપ, મેડિટેશન કરતાં ગ્રુપના લોકોની ઊંઘની કાર્યક્ષમતા અને સમયની ટકાવારી, જે ગ્રુપના લોકો મેડીટેશન ન હતા કરતા તે લોકોની તુલનાએ નોંધપાત્ર રીતે વધારે હતી. મેડિટેશન કરતા લોકો સારી ઊંઘ માણી શક્યા હતા.
અભ્યાસનું નિષ્કર્ષ, શામ્ભવી મહામુદ્રાથી; ધ્યાન કરવાથી ઊંઘની ગુણવત્તા પર સકારાત્મક અસર થાય છે.
ધ્યાનના લાભો # 4: ધ્યાન અને એકાગ્રતામાં વધારો
જર્નલ પરસેપ્શનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, જાણવા મળ્યું કે, 3 મહિનાના ઈશા યોગ રીટ્રીટ પહેલા અને પછી સ્ટ્રુપ (મનોવૈજ્ઞાનિક) ટાસ્કમાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શક્યા હતા. સ્ટ્રુપ કાર્યની પ્રતિક્રિયા વખતે સમયમાં વિક્ષેપ પડે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ રંગનો સ્પેલીંગ અને એજ રંગ જુઓ તો તે વાંચવું અને બોલવું સહેલુ રહે છે. (ઉદાહરણ તરીકે, "લાલ" અક્ષર કાળા રંગમાં છાપવામાં આવે છે), તો જવાબ આપનાર તે રંગને ઓળખવામાં અને બોલવામાં થાપ ખાય છે. ઈશા યોગ રીટ્રીટના અભ્યાસમાં ભાગ લેનારાઓએ અગાઉની સરખામણીમાં ઓછી ભૂલો કરી હતી.
તેવી જ રીતે, ધ્યાન એકાગ્રતા કાર્યમાં સહભાગીઓ વિવિધ દ્રશ્ય સામે ઉત્તેજના સારી રીતે અનુભવી હતી. જે અત્યંત ટૂંકા સમય માટે બતાવવામાં આવે છે. સહભાગીઓએ રીટ્રીટ પહેલા 58% સાચા જવાબ આપ્યા હતા અને પોસ્ટ-રીટ્રીટ પછી 69% સાચા જવાબ આપ્યા હતા. સંશોધકોએ નિષ્કર્ષ કાઢ્યું કે " ઈશા યોગ રીટ્રીટથી એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાન ક્ષમતામાં સુધારો થાય છે."
યુનિવર્સિટી ડે ટોલ્યોઉઝ, સાયકિયાટ્રી અને હ્યુમન બિહેવિયર ડિપાર્ટમેન્ટ, યુસી ઈર્વિન અને ઇન્ડિયાના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિનની ટીમના સંયુક્ત અભ્યાસમાં જોવામાં મળ્યું કે, કેવી રીતે ઇશા યોગના અભ્યાસથી ધ્યાન કેન્દ્રિત કરવાના સ્રોતોમાં વધારો થાય છે. જેના કારણે કોઈપણ કામ વધુ સારી રીતે કરી શકાય છે. એકાગ્રતા અને ધ્યાન ઝડપી કેન્દ્રિત થાય છે. જ્ઞાનાત્મક સુગમતા અને સ્વયંસંચાલિત પ્રતિભાવમાં ઘટાડો આવે છે. અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, સામાન્ય લોકોની તુલનામાં લોકોમાં જ્ઞાનાત્મક પ્રણાલીઓમાં માળખાકીય અને વિધેયાત્મક ફેરફારો જોવા મળ્યાં હતા.
ધ્યાનના લાભો # 5: માસિક સ્રાવ વિકારમાં ઘટાડો
લગભગ 75% સ્ત્રીઓ માસિક સ્રાવને લગતી સમસ્યાનો અનુભવ કરતી હોય છે. જેના કારણે શારીરિક, માનસિક સામાજિક અને આર્થિક રીતે અસર થતી હોય છે. પ્રાથમિક ઉપાય કરવા છતાં પણ સંતોષ થતો નથી. અંતમાં સ્ત્રીયો હારીને હતાશ થઈને શસ્ત્રક્રિયા કે ઓપરેશન કરવાનું પસંદ કરતી હોય છે. હાલમાં, યોગ દ્વારા અનેક વિકારોને દૂર કરવામાં માટેના વૈકલ્પિક સારવાર લોકપ્રિય બની છે.
આ પ્રકારના વિકારો દૂર કરવા માટે થોડાક સમય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરવામાં આવ્યો. જેના ઉત્કૃષ્ટ પરીણામો સામે આવ્યાં. પૌલ હોસ્પિટલ્સ એનએચએસ ટ્રસ્ટ, યુકે અને ઇન્ડિયાના યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનની એક ટીમએ જુદા જુદા દેશ (અમેરિકા, યુકે, સિંગાપુર, મલેશિયા અને લેબનોન)ની 128 સ્ત્રીઓ, જેમની ઉંમર 14 થી 55 વર્ષની વચ્ચે હતી. આ સ્ત્રીઓના સમુહની શામ્ભવી મહામુદ્રાની પ્રેક્ટિશ કરાવી. જેમાં 72 ટકા સ્રીઓને રોજ અને બાકીની સ્રીઓને સપ્તાહમાં 1 થી 3 વખત પ્રેક્ટિસ કરાવી. બાદમાં તેમને પ્રશ્નાવલીમાં અનુભવ ઉત્તર સ્વરૂપે લેવામાં આવ્યાં હતા.
પ્રશ્નાવલિમાં ઉત્તરદાતાઓને ક્રિયા શરૂ કરતા પહેલા અને વિવિધ માસિક વિકારોના પ્રભાવ વિશે ઓછામાં ઓછા છ મહિના સુધી પ્રેક્ટિસ કર્યા પછી તેમને પૂછ્યું હતું કે, આ અભ્યાસમાં આવરી લેવાતી સમસ્યા ડાઇસ્મેનનોરિયા, પ્રિસ્ટમેસ્ટ્રિક સિન્ડ્રોમના લક્ષણો, માસિક પ્રવાહનું ભારેપણું, માસિક ચક્રની અનિયમિતતા, વિકાર માટે તબીબી અથવા સર્જિકલ મદદની જરૂર અને માસિક સમયગાળા દરમિયાન કામની હાનિનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પરિણામો પર નજર કરીએ તો, ડાઇસ્મેનનોરિયાનામાં 57% , માનસિક બાબતે 72%, માસિક સમયમાં ચીડિયાપણામાં, મૂડ સ્વિંગ, રડવા કે નિરાશ થવાના સમય સાથે ડિપ્રેશન અને દલીલો, સ્તનમાં સોજો અને સેન્સીટીવીટીમાં 50% અને પેટ વધવું કે ફૂલવા સાથે વજન વધવામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો. સાથે ગંભીર માસિક પ્રવાહના કિસ્સામાં 87% અને માસિક ચક્રની અનિયમિતતામાં 80% ઘટાડો જોવા મળ્યો. તબીબી સેવા અથવા આપરેશનની જરૂરિયાતમાં 63%નો ઘટાડો થયો હતો અને આ બધા માનસિક અસ્વસ્થતાના કારણે કાર્ય કરવામાં આવતી અશક્તિના કેસમાં 83%નો ઘટાડો નોંધાયો હતો.
આમ અંતમાં સંશોધકો નિષ્કર્ષ કાઢ્યું કે, "માસિક વિકારના લક્ષણોમાં સંલગ્ન ઉપચાર માટે ક્રિયા ફાયદા કારક છે."
ધ્યાનના અન્ય લાભ
શામ્ભવી મહામુદ્રાની પ્રેક્ટિસ કરતા 536 લોકોને પુછવામાં આવ્યુ કે, ક્રિયા કેવી રીતે દવા, ડિપ્રેશન, એલર્જી, અસ્થમા કે અન્ય બિમારીઓ દૂર કરવામાં મદદરૂપ થઈ હતી. 91% કરતા વધુ લોકોએ આંતરિક શાંતિ, 87% લોકોએ લાગણીઓમાં સંતુલન, 80% લોકોએ માનસિક શાંતિ અને 79% લોકોએ ઊર્જાના ઉચ્ચ સ્તરનો અનુભવ કર્યો હતો તો, 74% લોકોએ આત્મવિશ્વાસ અને 70% લોકોએ એકાગ્રતા અને ઉચ્ચ સર્જનાત્મકતામાં વધારો થવાની વાત કરી હતી.
87% લોકોએ માન્યું કે ડિપ્રેશનમાં ઘટાડો અને રાહત મળી હતી. 25% લોકોએ એલોપેથીની દવામાં ઘટાડો અને 50% લોકોએ દવાને બંધ કરી હતી. તેવી જ રીતે, 86% લોકો જેઓ અકારણ ડર અને ચિંતામાંથી મુક્તિ મળી અને તેમાં 28% લોકોએ દવા ઘટાડી, તો 50% લોકોએ દવા બંધ કરી દીધી. અનિદ્રાના કેસમાં 73% લોકોએ સારી ઊંધની વાત કરી અને તેમાં પણ 40% લોકએ દવા ઘટાડી, તો 30% લોકએ ઊંધની દવા લેવાનું બંધ કર્યું. માથાનો દુઃખાવો, અસ્થમા, ફાઈબ્રોમીઆલ્ગીઆ, ગેસ, ડાયાબિટીસ, હાયપરટેન્શન, હ્રદયરોગ અને અન્ય ગંભીર બિમારીઓથી પીડાતા લોકોએ પણ તેમની સમસ્યમાં સારો એવો ઘટાડો જોયો હતો.
સંક્ષેપમાં
એકસાથે લેવામાં આવેલા તમામ પરિણામોમાં તણાવમાં, ચિંતામાં ઘટાડો, માનસિક સતર્કતા અને ધ્યાનમાં વધારો થાય છે, શામ્ભવી મહામુદ્રાની પ્રેક્ટિસ કરવાથી સ્વ-જાગૃતિમાં વધારો થાય છે. એક વાત ચોક્કસ છે કે, નિયમિત રીતે પ્રેક્ટિસ કરવાથી કાર્ડિયાક બાબતોમાં લાભ થાય છે અને અમુક કિસ્સામાં દવા લેવાનું ઓછુ અથવા બંધ કરવાની વાત પણ સામે આવી છે. હાઈપરટેન્શન, ડિપ્રેશન અને માસિક સમસ્યાઓ સહિતના અનેક સમસ્યામાં ઘટાડો કરે છે.
અજમાવી જુઓ!
શામ્ભવી મહામુદ્રાની વિશેષતા, તમારે દિવસ દરમિયાન ફક્ત 21 મિનિટનો સમય આપવાનો હોય છે. ક્રિયાએ “ઈનર ઈજનેરી” પ્રોગ્રામનો ભાગ છે, ઇશાના મુખ્ય કોર્સનો અભ્યાસ ઓનલાઇન તમે તમારા ઘરમાં જ જોઈ શકો છો, અને શામ્ભવી મહામુદ્રાના પ્રોગામ નિયમિત રીતે વિશ્વભરમાં કરાવવામાં આવે છે.
અન્ય એક વિકલ્પમાં ઈશા ક્રિયા માર્ગદર્શન આધારિત ક્રિયા છે. ઇશા ક્રિયા એક શક્તિશાળી પ્રથા છે. જેને 12 થી 18 મિનિટ સુધી કરવાની હોય છે. આ માટેની મફત માર્ગદર્શિકા ઓનલાઈન ઓફર થાય છે. જે લોકો ધ્યાનનો અનુભવ કરવા માંગતા હોય તે લોકો માટે આ એક ઉત્તમ શરૂઆત સાબિત થશે. IshaKriya.com પર જાવ.