શું યોગા ડાયાબિટીઝ માટે મદદરૂપ છે?
સદગુરુ એક પ્રશ્નકર્તાને જવાબ આપે છે, જે જાણવા માંગે છે કે શું યોગ તેમના ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરી શકે છે - એક રોગ જે ભારતમાં રોગચાળાની જેમ વધી રહ્યો છે.
પ્રશ્ન: શું યોગ મારી ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરી શકે છે?
સદગુરુ: જ્યારે કોઈ લાંબી બિમારીની વાત આવે, ત્યારે બીમારી ગમે તે હોઈ શકે છે, તેના મૂળ કારણ હંમેશા ઉર્જા શરીરમાં હોય છે। તમારું ઉર્જા શરીર વિવિધ કારણોસર આ રીતે કાર્ય કરે છે. તમે જે પ્રકારના વાતાવરણમાં રહો છો, તમે જે પ્રકારનો ખોરાક લો છો, જે પ્રકારના સંબંધો તમે રાખો છો અથવા તમારી ભાવનાઓ, વલણ, વિચારો અને મંતવ્યોને કારણે હોઈ શકે છે. તે કેટલીક બાહ્ય ઉર્જા પરિસ્થિતિઓને કારણે પણ હોઈ શકે છે જે તમારી આંતરિક ઉર્જાને ખલેલ પહોંચાડશે। કોઈ રીતે, તમારું ઉર્જા શરીર અશાંત છે જે કુદરતી રીતે શારીરિક અને માનસિક બંને રીતે પ્રગટ થશે। એકવાર શરીરનો આ એક પડ - ઉર્જા શરીર - અશાંત થઈ જાય, માનસિક શરીર અને ભૌતિક શરીરને ખલેલ પહોંચાડે છે। ખરેખર તે કોઈ તબીબી સમસ્યા બન્યા પછી જ ડોક્ટરની ચિંતાનો વિષય બની જાય છે। ત્યાં સુધી તે ડોક્ટરની ચિંતાનો વિષય નથી કારણ કે ત્યાં કોઈ શારીરિક અભિવ્યક્તિ નથી.દુર્ભાગ્યે, મેડિકલ વિજ્ઞાન ફક્ત રોગને સમજે છે. તે આરોગ્યના મૂળને સમજી શકતું નથી, તે ક્યાંથી આવે છે અને આરોગ્યનો આધાર શું છે. જો તમને ડાયાબિટીસ છે, તો ખાંડ એ તમારી સાથે સમસ્યા નથી. તે એટલું જ છે કે તમારા સ્વાદુપિંડનું કાર્ય યોગ્ય રીતે નથી થઈ રહ્યું. કટોકટીના પગલા તરીકે તમે ખાંડનું સેવન ઘટાડો છો કારણ કે દવાઓની એલોપેથીક પદ્ધતિમાં, તમારી પાસે સ્વાદુપિંડને સક્રિય કરવાનો બીજો કોઈ રસ્તો નથી, તેથી આ એકમાત્ર ઉપાય છે જે તેઓ તમને શીખવે છે - “ દરરોજ તમારૂ સુગર લેવલ તપાસો અને થોડી ઘણી દવા(ઇન્સ્યુલિન) લો” એલોપેથિક સિસ્ટમ સારવારમાં લક્ષણ પર નિર્ભર કરે છે; ડોક્ટર તમારા લક્ષણો જુએ છે અને તમને સારવાર આપે છે.
એલોપેથિક સિસ્ટમ કોઈપણ ચેપ/રોગ સંક્રમણ માટે એક અદ્દભૂત સિસ્ટમ છે. એલોપેથી એ બહારથી આવતા રોગો માટે શ્રેષ્ઠ વસ્તુ છે। પરંતુ તે ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અથવા આધાશીશી(માઈગ્રેન) વાળા માથાનો દુખાવો જેવી, અંદરથી જાતે બનાવેલી સરળ બિમારીઓ માટે કોઈ ઉપાય આપતું નથી. આધુનિક તબીબી વિજ્ઞાન ફક્ત રોગોનું સંચાલન કરે છે અને ખરેખર તે રોગોથી તમને મુક્ત કરવાની વાત કરતું નથી. અમુક મર્યાદામાં રોગોનું સંચાલન કરવા માટે દવાઓની આખી સિસ્ટમો અને ઘણા પ્રકારના નિષ્ણાતો છે. ફક્ત તે રોગોના સંચાલનમાં ઘણા પૈસા અને સમય ખર્ચવામાં આવે છે. તે લોકો તણાવ વ્યવસ્થાપન (મેનેજમેંટ) વિશે વાત કરે એના જેવુ છે. લોકો તેમના તણાવનું (સ્ટ્રેસ) સંચાલન કરવા માગે છે, લોકો તેમની ડાયાબિટીઝનું સંચાલન કરવા માગે છે, લોકો તેમના બ્લડ પ્રેશરનું સંચાલન કરવા માગે છે। તે હાસ્યાસ્પદ છે. આ પ્રકારની મૂર્ખતા ફક્ત એટલા માટે દાખલ થઈ છે, કે તેઓ તેમના પોતાના જીવનની શક્તિઓ કેવી રીતે કાર્ય કરે છે તેની મૂળભૂત બાબતોને સમજી શક્યા નથી.
જો ડાયાબિટીસ હોય, તો યોગમાં આપણે તેને એક મૂળભૂત ખલેલ તરીકે જોઈએ છીએ। ડાયાબિટીસને કોઈ રોગ તરીકે હળવાશથી લેવામાં આવતો નથી. આપણે જોઈએ છીએ કે શરીરની મૂળભૂત રચનામાં ખલેલ પડી રહી છે. તેના લીધે જ ડાયાબિટીસ થાય છે. અને તે દરેક વ્યક્તિમાં અલગ છે. દરેક વ્યક્તિ માટે, ખલેલનું સ્તર અને દરેક સિસ્ટમમાં થતા ખલેલના પ્રકાર ખૂબ જ અલગ છે. તેથી તેને વ્યક્તિગત રીતે સંભાળવાની જરૂર છે. જો કે, આ રોગ શું છે તે ધ્યાનમાં લીધા વગર, યોગનો ઉદ્દેશ ફક્ત સંતુલન અને ઉર્જાને વધારવું અથવા ઉર્જા શરીરને સક્રિય કરવું છે. યોગનો મૂળ આધાર એ છે કે જો તમારું ઉર્જા શરીર સંપૂર્ણ પ્રવાહમાં છે અને યોગ્ય રીતે સંતુલિત છે, તો તમારા ભૌતિક શરીરમાં અથવા તમારા માનસિક શરીરમાં કોઈ લાંબી બીમારી હોઈ શકે નહીં. આપણે રોગની જેમ સારવાર નથી કરી રહ્યા, આપણે રોગને ફક્ત ઉર્જાના શરીરમાં હોય શકે એવા ખલેલના અભિવ્યક્તિ તરીકે જોઈ રહ્યા છીએ.
જો લોકો તેમના ઉર્જા શરીરને સંતુલિત કરવા અને સક્રિય કરવા માટે, અમુક ચોક્કસ સાધના કરવા માટે તૈયાર હોય, તો તેઓ નિશ્ચિતરૂપે બધી લાંબી બિમારીઓથી મુક્ત થઈ શકે છે.
સંપાદકની નોંધ:ઇશા કાયાકલ્પ એ ડાયાબિટીસ મેનેજમેન્ટ પ્રોગ્રામ આપે છે જે સદગુરુ દ્વારા રચાયેલ એક વિશિષ્ટ ઉપચારાત્મક કાર્યક્રમ છે જે ડાયાબિટીસ વાળા લોકોને તેમની સ્થિતિનું સંપૂર્ણ સંચાલનનો આધાર બનાવવા માટે સક્ષમ બનાવે છે.