શું કર્મ અને સમાવેશક્તા વિભિન્ન છે?
કંગના રનૌત વિચારે છે કે શું કર્મ બંધન તોડવું અને સમાવેશી બનવું એ અલગ-અલગ છે? સદ્ગુરુ તેનો જવાબ આપે છે...
કંગના રનૌત: સદ્ગુરુ, તમે કહો છો કે આપણે કર્મનાં બંધનો તોડવાના પ્રયત્ન કરવા જોઈએ, પણ આની સાથે જ તમે લોકોને બધાને પોતાની અંદર સમાવવાનું અને દરેક વસ્તુ સાથે એક ઊંડી ભાગીદારી રાખવાનું પણ કહો છો. તો આ બન્ને વસ્તુ એક સાથે કેવી રીતે શક્ય બની શકે?
સદ્ગુરુ: નમસ્કારમ્ કંગના! આ બે વસ્તુઓ તમને એકબીજાથી વિપરીત કેવી રીતે લાગે છે? કર્મ એટલે આપણે શારીર, મન, ભાવનાઓ તથા ઊર્જાઓ વડે જે કાર્યો કરીએ છીએ તેની શેષ સ્મૃતિ. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો, આ એક સૉફ્ટવેર છે જેને તમે અજાણતામાં બનાવ્યું છે. આ એ યાદશક્તિ છે જે વિવિધ સ્તર પર તમારા જીવનને નિયંત્રિત કરે છે.
શારીરિક યાદશક્તિ હોય છે, મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક તથા ઊર્જાના સ્તરો પર પણ યાદશક્તિ હોય છે - આ તમામ વસ્તુઓ તમારા જીવનને નિયંત્રિત કરે છે જો તમે તેમને તેમ કરવા દો. યાદશક્તિનો અર્થ થાય કે તે ભલે ગમે તેટલી હોય, તો પણ તે માર્યાદિત હોય છે. તમારી યાદશક્તિ સીમાઓમાં બંધાયેલી છે.
કર્મ એક માર્યાદિત ઘેરો છે. આ માર્યાદિત ઘેરામાં કર્મ ઘણું ઉપયોગી છે, તે ઘણી વસ્તુઓ કરી શકે છે. તે તમને ઑટોમેટિક બનાવે છે, જેથી તમે ઘણી બધી બાબતોને વિના પ્રયત્ને પ્રતિસાદ આપી શકો.
જો કે, જ્યારે તમે વિસ્તરણ કરવા ઈચ્છો છો ત્યારે સીમા એક સમસ્યા છે. દા.ત. જો તમે તમારા ઘરની સીમા નક્કી કરવા તેની ફરતે એક રેખા દોરો છો અને જો તમે વિસ્તરણ કરવા ઈચ્છતાં હો, તો તે ખૂબ સહેલું છે. બસ, બહાર નીકળી જાઓ. પણ, ધારો કે તમારા જીવને જોખમ હોય અથવા તમારા જીવન ગુજારવાનો પ્રશ્ન હોય ત્યારે તમે તમારી ચારે બાજુ કિલ્લા જેવી જાડી દીવાલ બાંધી દો છો.
જોખમની સામે તમે સુરક્ષિત અનુભવો છો. પણ માનીલો કે તમારા જીવને કોઈ પણ પ્રકારનું જોખમ નથી, તો તમે સ્વાભાવિક રીતે જ વિસ્તરણ કરવા ઇચ્છશો. જ્યારે તમે વિસ્તરણ કરવા ઈચ્છો છો, તો આ વિશાળ દીવાલને હલાવીને વિસ્તરવું મુશ્કેલ થઈ જાય છે. કદાચ તમે આ દીવાલને કારણે વિસ્તરણ જ નહીં કરો.
તો આજ રીતે, કર્મ કે કર્મની સ્મૃતિ પણ એક પ્રકારની દીવાલ છે જેને તમે ઊભી કરી છે. જો તમે અને ઢીલી નહીં કરો, તો તમે તમારી સિસ્ટમમાં સમાવેશની ભાવના નહીં લાવી શકો. સમાવેશનો અર્થ બધાની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો નથી. અસ્તિત્વનિ પ્રકૃતિ જ સમાવેશી છે.
તમે અહીં અસ્તિત્વ ધરાવો છો તેથી, જે શ્વાસ વૃક્ષો છોડી રહ્યાં છે તમે તેને અંદર લઈ રહ્યાં છો. જે શ્વાસ હું છોડી રહ્યો છું તે વૃક્ષો અંદર લઈ રહ્યાં છે. પણ મોટેભાગનાં લોકો આ વ્યવહાર પ્રત્યે સજાગ નથી. જો તમે આ વ્યવહાર પ્રત્યે સજાગ હો તો, માત્ર અહીં બેઠા બેઠા શ્વાસ લેવાનો અનુભવ જ અદ્ભૂત અને આનંદમય હોત. જો તમે આના પ્રત્યે સભાન નથી તો પણ, તમે જે ઑક્સિજન વૃક્ષો વડે છોડવામાં આવી રહ્યો છે તેના વડે પોષણ તો મેળવશો જ, પણ તમે એનો અનુભવ કરવાનું ચૂકી રહ્યાં છો.
સમાવેશકતાનો અર્થ એ નથી કે તમે કંઇક અલગ કરો છો. તમે ફક્ત અસ્તિત્વની પ્રકૃતિ વિષે સભાન બન્યા, કારણ કે અસ્તિત્વ સંપૂર્ણપણે સમાવેશી છે. વૃક્ષ સાથે કે માટી સાથે જે થાય છે, તે તમારી સાથે પણ થાય છે. તમે જેને ‘તમારી જાત’ ગણો છો, તે વાસ્તવમાં એ માટી જ છે જેના પર તમે ચાલી રહ્યાં છો. સમાવેશકતા કોઈ એવી વસ્તુ નથી જેને તમારે કરવી પડે છે. સમાવેશકતા એ અસ્તિત્વની પ્રકૃતિ છે. તમારે ફક્ત તેના વિષે જાગૃત થવાનું છે. કર્મ એ તમારા વ્યક્તિગત અસ્તિત્વની પ્રકૃતિ છે. તમારે ફક્ત તમારી કર્મગત સીમાઓના બંધનો પ્રતિ જાગૃત થવું પડશે. જો આ જાગૃતતા આવી જશે, તો બાકીનું કામ જીવન તેની મેળે જ સંભાળી લેશે.
તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org