આસનો દરમિયાન કેમ ન બોલવું જોઈએ
સદગુરુ કહે છે કે આસનોની પ્રેક્ટિસ કરતી વખતે શાંત રહેવું અને ધ્યાન કેન્દ્રિત કરવું કેમ ખુબ જરૂરી છે.
પ્રશ્નકાર: આપણે શા માટે આસન કરતી વખતે બોલવું ન જોઈએ અથવા કોઈ બીજું આસનમાં ભૂલ કરતું હોય ત્યારે તેમને સુધારવું ન જોઈએ?
સદગુરુ: આસન એ ધ્યાનની ખૂબ જબરજસ્ત રીત છે. તમે સ્થિર નથી બેસી શકતા માટે સ્થિર રહેવા માટે તમે બીજું કઈક કરો છો. પતંજલિએ યોગ સૂત્રમાં કહ્યું છે કે, ‘સ્થિરમ સુખમ આસનમ’. એ જે સંપૂર્ણપણે સ્થિર અને આરામની અવસ્થામાં છે. એનો અર્થ એ કે, તમારું શરીર આરામમાં છે, તમારું મન આરામમાં છે અને તમારી ઉર્જાઓ જીવંત અને સ્થિર છે. કુદરતી રીતે જ ધ્યાનાત્મક બની જવા માટે આસનો એક પ્રકારની તૈયારી છે.
એક રીતે, આસન ધ્યાનમગ્ન થવાની ખૂબ જ જબરજસ્ત રીત છે. તમે ધ્યાનમય હો ત્યારે કોઇની સાથે વાત કરી શકો એ વિચાર જ વાહિયાત છે. આસન માટે પણ એવું જ છે. બોલવાથી તમારા તંત્રમાં ઘણા બધા ફેરફાર થાય છે. તમે એને જાતે ચકાસી શકો છો. પહેલા શાંતિપૂર્વક બેસો અને તમારા હ્રદયના ધબકારા માપો. પછી તમે બોલો અને ફરી તરત જ તમારા હ્રદયના ધબકારા માપો- બંનેમાં ઘણો તફાવત હશે. ધબકારા તો માત્ર એક ઉદાહરણ છે. બોલવાથી ખાલી શારીરિક પાસાઓ પર અસર નથી થતો તમારું ઉર્જા તંત્ર પણ એનાથી પ્રભાવિત થાય છે. એ બધુ જવા દો, તમે તમારું ધ્યાન કેન્દ્રિત કર્યા વિના આસન કઈ રીતે કરશો?
એક વાર યુ.એસમાં એક યોગના વર્ગમાં એક બહેને મને બોલવા માટે આમંત્રિત કર્યો. એ બહેન એક ઇશા મેડિટેટર હતા અને વર્ષોથી યોગ-શિક્ષક તરીકે કાર્ય કરતાં હતા. હું જ્યારે એમના યોગ સ્ટુડિયોમાં ગયો ત્યારે સંગીત વાગતું હતું અને તે અર્ધમત્યેંદ્રાસનમાં હતા અને ત્યાં શીખવા આવેલા લોકો સાથે માઈક્રોફોન ઉપર સતત વાત કરી રહ્યા હતા. જ્યારે મે આ જોયું ત્યારે મારે ત્યાંથી જતાં રહેવું હતું પણ એમને મને જોઈને ‘હાઈ’ કર્યું, આસનમાંથી ઊભા થઈ ગયા અને મારી પાસે આવ્યા. હું તેમણે બાજુ પર લઈ ગયો અને કહ્યું કે યોગ શીખવવાની આ યોગ્ય રીત નથી કારણ કે આ રીતે કોઈના તંત્રમાં ઘણી જ ગંભીર અસ્થિરતા આવી શકે છે. તેમણે કહ્યું કે તેઓ ખરેખર જ એવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. થોડા વખત પછી એમને યોગનું શિક્ષણ આપવાનું બંધ કરી દીધું અને તેઓની સમસ્યાઓ અદ્રશ્ય થઈ ગઈ.
આસન કરતી વખતે વાતો ન કરવી જોઈએ. અને તમને ન કરવા જેવુ લાગે ત્યારે આસન ન કરવા જોઈએ. મેં લોકોને બાથરૂમ માટેની રિસેસમાં આસન કરતાં જોયા છે, કારણ કે તેમને દુનિયાને જણાવવું છે કે તેઓ યોગ કરે છે. એ મૂર્ખતા છે. જો તમે બાથરૂમમાટે દોડ્યા વિના કે કોઇની સાથે વાતો કર્યા વિના કે કાંઈ પીધા વિના રહી શકતા હો તો તમે યોગ કરો છો અને એ પ્રચાર કરવાની સારી બાબત હશે. તમારે લોકોને જણાવવા માટે કોઈ આસનમાં આવવાની જરર નથી.
એક નિયમ તરીકે, આસનમાં તમે ધ્યાન કેન્દ્રિત કરવા માટે, શ્વાસોછ્વાસ નિયંત્રિત કરવા માટે કે તમારા ઉર્જા તંત્રને પ્રભાવિત ન થવા દેવા માટે પણ તમારે ન બોલવું જોઈએ. અને એ બધાં કરતાં પણ આસન એ ધ્યાનની પ્રાથમિક અવસ્થા છે. જો તમે આસન દરમિયાન બોલશો તો તમે તમારા શ્વાસોછ્વાસ પર, મગજમાં ધ્યાન કેન્દ્રિત કરવા પર, તેમજ તમારા ઉર્જા તંત્રની સ્થિરતાને ખલેલ પહોંચાડશો.
અને જ્યાં સુધી બીજા કોઇના ખોટા આસન સુધારવાનો પ્રશ્ન છે ત્યાં સુધી- શારીરિક રીતે, એટલે કે એમને અડીને જ્યારે તમે એમના આસનો સુધારો છો ત્યારે એ એટલું અસરકારક નથી. જો યોગ શિક્ષક જ બરોબર સૂચનાઓ આપે તો લોકો જાગ્રત થઈને પોતાના આસનની ભૂલો સુધારવાના પ્રયત્નો કરશે. અને જ્યારે તેઓ કોઈ ચોક્કસ અવસ્થામાં હશે ત્યારે તમે તેમને અડીને તેમની ભૂલો સુધારવાના પ્રયત્ન કરશો ત્યારે તમે તેમને નુકસાન પહોંચાડશો.
ઉદાહરણ તરીકે, મારી એક આંગળીને જ હલાવવાથી ઘણી બધી વસ્તુઓ ઉપર અસર પડે છે. મારા સ્નાયુઓ, અસ્થિઓ, હાડપિંજર, મન તેમજ ઉર્જાઓએ આ માટે ચોક્કસ પ્રકારે કામ કરવું પડે છે. જો તમે મારી આંગળી પકડીને એને હલાવો છો તો એ તદ્દન અલગ વાત છે. તો યોગ શિક્ષકે તમે સમજો ત્યાં સુધી તમને બોલીને જ સુધારવા જોઈએ, અને તમારે અંદરથી એ ભૂલોને સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ.
Editor’s Note: Isha Hatha Yoga programs are an extensive exploration of classical hatha yoga, which revive various dimensions of this ancient science that are largely absent in the world today. These programs offer an unparalleled opportunity to explore Upa-yoga, Angamardana, Surya Kriya, Surya Shakti, Yogasanas and Bhuta Shuddhi, among other potent yogic practices.