ભારતમાં આટલા લોકો ખેતી કેમ કરે છે?
તમિલનાડુ કૃષિ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમ્યાન સદગુરૂ અતિક્રમણ અને વ્યવસાયના માધ્યમોથી પ્રાચીન સમયથી ભારતીય કૃષિના બદલાવની તપાસ કરે છે. આના આડકતરા પરિણામોથી આજનો ખેડૂત આજે પણ સહન કરે છે. તેઓ એવા પગલાઓ સૂચવે છે કે જે આધુનિક ખેડૂતોના જીવનને સુધારવા માટે અને રાષ્ટ્રની કૃષિના ભવિષ્યને સલામત બનાવાવા માટે લેવાવા જ જોઈએ .
પ્ર. અમે કૃષિ યુનિવર્સીટીમાં ભણતા હોવાથી મારો પ્રશ્ન કૃષિને લગતો છે. કૃષિ એ એક ઉદ્યોગ હતો જે મધ્યકાલીન સમયમાં ૩૦ ટકા કરતા વધુ જીડીપીને ટેકો આપતો હતો. પણ હવે તે ઘટીને ૧૬ થી ૧૭ ટકા થઇ ગયો છે. પણ જ્યારે તમે પરિસ્થિતિ જુઓ છો તો આ એક જ ઉદ્યોગ છે જે વસ્તીના બે તૃતીયાંશ કરતા વધુ લોકોને રોજગારી આપે છે. શું આ વિરોધાભાસ દેશના આર્થિક વિકાસમાં અવરોધ ઉભો નથી કરતો?
સદગુરૂ: કૃષિને ઉદ્યોગ કહેવો એ ખુબ જ પ્રગતિકારક છે. ખેતી કરવાની માનવોની ક્ષમતા એ સંસ્કૃતિનો પાયો છે. જો આપણે શિકારી અને ભેગુ કરનારાઓ હોત તો , આપણે આ સંસ્કૃતિ ક્યારેય બનાવી શક્યા ના હોત . કાદવમાંથી અનાજ કાઢવાની આપણી ક્ષમતાને કારણે આપણે શહેરો અને નગરો બનાવ્યા અને સ્થાયી થયા. અને ઘણી બધી કલાઓ, વિજ્ઞાન અને બીજા બધાનો વિકાસ થયો. જો આપણે પશુ પાછળ ભાગતા હોત તો ક્યારેય સંસ્કૃતિનું આવું નિર્માણ ન કરી શક્યા હોત.
કૃષિનો જાદુ
કૃષિ આપણી સંસ્કૃતિનો પાયો છે. આપણે તે ભૂલવું ના જોઈએ આ એક પ્રકારનો જાદુ છે. તમે જે માટી પર ચાલો છો તે અનાજમાં ફેરવાઈ રહી છે. જો તમને ખબર પડતી ના હોય કે હું કયા જાદુની વાત કરી રહ્યો છું, તો આજે રાત્રે ભોજનમાં અથાણાની જગ્યાએ બાજુ પર થોડી માટી મૂકી તમારું ભોજન તેને લઈને કરો. જો આપણે માટી ખાવી પડે તો કેવુ ખરાબ લાગશે .પણ આપણે જેને ખાઈ શકતા નથી તે માટીને અદભૂત ખોરાકમાં ફેરવીએ છીએ. આ ખોરાક આપણું પોષણ કરે છે અને આ હાંડ માંસને લોહી બનાવે છે . જે નાની સુની વાત નથી.
કાદવને આનાજમાં ફેરવવું એ ખેતી છે. માનવજાતે વનસ્પતી જીવનનું નિરીક્ષણ કરીને અને તેનું રક્ષણ કરીને આ અદભૂત પ્રક્રિયાની શોધ કરી છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગને બાદ કરતા આ એક જ એવો દેશ છે કે જ્યાં કૃષિનો ૧૨૦૦૦ વર્ષ કરતા પણ વધુ ઈતિહાસ છે. જો હું ખોટો હોવ તો તમે મને કહિ શકો છો કેમકે તમે કોલેજ માં છો. અહી દક્ષિણ ભારત, તામિલનાડુંમાં આપણે૧૨૦૦૦ વર્ષ કરતા વધુ સમયથી એ જ જમીનનું ખેડાણ કર્યું છે. અમેરીકામાં તેઓ માટી ને DIRTકહે છે. અહી આપને thai mannu( મધર અર્થ ) કહીએ છીએ કેમકે આ માટી સાથે આપણો ગાઢ સંબંધ છે.
જીવવા માટે કૃષિમાં બદલાવ
લગભગ ૧૭૦ થી ૧૮૦ વર્ષ પહેલાં ભારત ઔધોગિક દેશ હતો . ૩૦૦ વર્ષ પહેલાં આપણે કદાચ આ ગ્રહ પરના સૌથી વધુ ઔધોગિક એકમ આપડા દેશમાં હતા, અહીં કાપડ ઉદ્યોગ એ મોટો ઉદ્યોગ હતો. આપણે આ દેશમાંથી દુનિયાનુ ૬૦ ટકા કાપડ નિકાસ કરતા હતા.૧૮૦૦ થી ૧૮૬૦ ની વચ્ચે બ્રિટીશરો એ જોયું કે યુરોપનું મોટાપ્રમાણમાં નાણું ભારતમાં માત્ર કાપડ ખરીદવા માટે જ આવી રહ્યું હતું. આરબોએ ભારતીય કાપડ ખરીદ્યું અને યુરોપમાં દસ ગણા ભાવે વેચ્યું .તેમનું સોનું ચાંદી ભારતમાં ઠલવાઈ રહ્યું હતું. તેથી. કોલંબસ , વાસ્કો દિ ગામા અને બીજાઓએ તેમના પ્રવાસ શરુ કર્યા. આરબોના દસ ગણા ભાવને ટાળવા માટે દરેકે નવો દરિયાઈ માર્ગ શોધવાનું જોખમ લેવાનું શરુ કર્યું.
જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેમણે આ ઉદ્યોગ જોયો અને ઉદ્યોગ ખૂબ જ સાદો અને કૌશલ્યપૂર્ણ લાગ્યો. કોઈ માણસ બેસે છે અને ઠક,ઠક,ઠક અને કાપડ તેમાંથી બહાર આવે છે.તેમણે જોયું કે આ ખુબ જ સરળ ઉદ્યોગ હતો અને તેઓ મશીનની મદદથી કરી શકે તેમ હતા. તેમણે મશીનોને સ્થાપવાનું શરુ કર્યું હતું.. ૬૦ વર્ષના સમયમાં આ દેશમાં કાપડની નિકાસ ૯૮ ટકા સુધી નીચે આવી ગઈ હતી. માત્ર બે જ ટકા બચી હતી કારણ કે તેમણે ભારે કર લાદયો હતો અને કેટલીક જગ્યાએ તો ખુબ જ સરસ કાપડનું ઉત્પાદન કરાઈ રહ્યું હતું ત્યાં તેમણે તેમના અંગુઠા કાપી નાખ્યા અને લુમ્સનો નાશ કર્યો.
૧૮૩૦ના દાયકામાં એક બ્રિટીશ ગવર્નર જનરલે કહ્યું હતું કે, “ભારતના ખેતરો વણકરોના હાડકાથી સફેદ થઇ ગયા છે”. લાખો લોકો ભુખમરાને કારણે મરી ગયા કારણ કે તેમના ઉદ્યોગનો નાશ કરાયો હતો. આ સમયે ઘણા લોકો કૃષિ તરફ પાછા વળ્યા હતા .આ કૃષિ મુખ્ય જીવન નિર્વાહ બન્યો હતો, તેમના માટે અને કુટુંબ માટે અન્ન પેદા કરવા માટે તેઓએ જમીન ખેડવાનું શરુ કર્યું. એ જ કારણ છે કે ૧૯૪૭માં ભારતની ૭૭ ટકા વસ્તી ખેતીમાં જોડાયેલી હતી.
માનવ સંસાધનનું આયોજન
આજે તે ઘટીને ૬૦ ટકા થયું છે. તેનો અર્થ એ છે કે જો ૧૦ લોકોને ખાવું હોય તો છ લોકો રાંધી રહ્યા છે. માનવ સંસાધનનો આ અસરકારક ઉપયોગ નથી.જો તમે આપણા રાષ્ટ્રને જુઓ તો આપણું સાચું સંસાધન માનવ સંસાધન છે. આપણી પાસે વધુ કઈ નથી, પણ લોકો છે. જો આપણે આ વસ્તીને તાલીમ ,ધ્યાન અને પ્રેરણા આપીએ તો આપણે મોટો ચમત્કાર બની શકીએ છીએ. જો એમ કરવામાં નિષ્ફળ જઈએ તો આપણે તારાજ થઈ જઈશું.
કૃષિમાં ૬૦ ટકા લોકો હોવા એ યોગ્ય નથી. આપણે લોકોને ખસેડવા પડે. લોકોને ખસેડવા એનો અર્થ એ નથી કે તેમને ભૌગોલિક રીતે શહેરોમાં ખસેડવા, પણ તેમને બીજા વ્યવસાયોમાં, કલાઓમાં કે કૌશલ્યમાં ખસેડવા. કોઈ આયોજનબદ્ધ કે સંનિષ્ટ પ્રયત્ન થયો નથી.
અલ્પ વિકસિત માનવતા
આપણી ખેતીની સમસ્યા ત્યારે શરુ થઇ કે જ્યારે ૪૫ થી ૫૦ વર્ષ પહેલાં આપણે ભરણપોષણ કરતી ખેતીથી રોકડીયા ખેતી અથવા તો ધંધાધારી ખેતી તરફ વળ્યા. હજુ પણ તે પૂર્ણ રૂપે થઈ રહી નથી. કારણ કે તે આયોજનબદ્ધ્ર રીતે કરવામાં આવી ન હતી.આ ને કારણે તમે જોશો કે ગ્રામીણ પ્રજા ખુબ જ કુપોષિત છે. જો તમે ૪૦ વર્ષ પહેલાં કોઈ ગામમાં ગયા હોત તો તમને બધાજ લોકો ફાટેલા કપડામાં, પીવાના પાણીની તંગીમાં, ભેંસો અને લોકો એક જ તળાવમાંથી પાણી પીતા- આમ બધાજ પ્રકારની સમસ્યાઓ ત્યાં હતી. પણ સ્ત્રી પુરુષો ખુબ મજબૂત હતા. આજે તમે કોઈ ગામમાં જાવ તો તેમની .
સાવ કંગાળ સિસ્ટમ હજુ પણ પૂર્ણ રૂપે વિકસી નથી. તેઓ ભરણપોષણ ખેતીથી રોકડી ખેતી તરફ વળ્યા એનાં લીધે દુબળા પડ્યા છે .
જ્યારે તેઓ ભરણપોષણની ખેતી કરતા હતા ત્યારે તેમની પાસે પૈસા ન હતા પણ તેઓ વિવિધ ખોરાક લેતા હતા. આજે દક્ષિણ ભારતમાં મુખ્ય ખોરાક ભાત,આમલી, કાંદા અને મરચા બન્યો છે..સ્વાદિષ્ટ કઈ રીતે બનાવવું એ તેઓ જાણે છે. રસમ સધામ ( રસમ ભાત) એ જ પુરતા છે. ઉત્તરમાં , ઘઉં , મરચા અને કાંદા. આને કારણે પોષણનું સ્તર નાટ્યાત્મક રીતે નીચે ઉતર્યું છે.આ ગંભીર ચિંતા છે કારણકે આપણે અલ્પ વિકસિત માનવતાની પેઢીનું ઉત્પાદન કરી રહ્યા છીએ .
આ દેશમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના જીવનના શરૂઆતના તબક્કામાં સારી રીતે ખાધું નથી અને પછીથી પણ તેઓ ખાઈ શક્યા નથી. શરીર અને મગજનો વિકાસ ચાલ્યો ગયો છે. હાલની સૌથી અગત્યની વાત આયોજનબદ્ધ ખેતી, ટેકનોલોજીનું આગમન અને સદ્ધર અર્થતંત્ર જરૂરી છે. હાલમાં સરેરાશ જમીન માલિકી એક હેક્ટર કે ૨.૫ એકર છે જેનાથી તમે કશું અર્થપૂર્ણ કરી ના શકો. આટલી નાની જમીનની માલિકીથી તમે કઈ મહત્વપૂર્ણ કરી શકો નહિ. તેથી આપણે કોઈ ચોક્કસ પ્રકારનો સુધારો લાવવા માટે ખેડૂત ઉત્પાદન સંસ્થા અને બીજું ઘણું બધું કરવાનો પ્રય્તન કરી રહ્યા છીએ. ખેતી, સિંચાઈ અને માર્કેટિંગ હેતુ માટે સુધારો જરૂરી છે.ખેતરનું કદ નાનું હોવાથી આનો કોઈ ઉકેલ નથી.
ઉકેલ તરફ કાર્ય
નદીઓની ચળવળના ભાગ રુપે ખેડૂતોની આવકને બેવડી કરવા માટેનો એક ગંભીર પ્રયત્ન છે . જો તમે ચોક્કસ ટેકનોલોજી અપનાવો તો પાંચ થી છ વર્ષના સમયગાળામાં તમે તમારી આવકને ત્રણ થી આઠ ગણી વધારી શકો છો. આ માટે સિંચાઈનું જોડાણ એ ખુબ મહત્વનું છે. ઉપરાંત જળસ્રોતનો યોગ્ય ઉપયોગ અને પ્રાણીઓને પાછા ખેતર પર લાવવા એ પણ જરૂરી છે. ટ્રેક્ટર માત્ર જમીન ખેડે છે. તે જમીનને ફળદ્રૂપ બનાવતું નથી.તે માટે તમારે પ્રાણીઓ જરૂરી છે. પ્રાણીઓ વગર ભવિષ્યમાં તમે ખેતી નહિ કરી શકો.
આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પણ આ એક વિશાળ અને વિવિધતાવાળો દેશ છે કે જ્યાં કઈ પણ હકારાત્મક કે નકારાત્મક વિરોધ કે ધમાલ વગર થઇ શકે નહિ.દરેક નાની બાબત માટે એક સંઘર્ષ હોય છે. પણ જો આપણે આ અત્યારે નહિ કરીએ તો ભારતની ખેતી ખતરામાં પડી શકે છે. જો તમે ખેડૂતોનો સર્વે કરો તો કેટલા ખેડૂતો ઈચ્છે છે કે તેમનું સંતાન કૃષિ ક્ષેત્રમાં જાય? મારું માનો તો આ આંકડો બે થી પાંચ ટકા થી વધુ નથી.. જે દેશ માટે સારું નથી.
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org