બાળકોને આઝાદી આપયે કે ડિસિપ્લિન રખયે?
પોતાના છોકરાઓ ને કેટલી છૂટ આપવી? વીવીએસ લક્ષ્મણે પૂછ્યું સદગુરુ ને
વીવીએસ લક્ષ્મણ: પ્રિય સદગુરુ, હું બાળકોના ઉછેર વિષેનું સત્ય જાણવા માંગુ છું. હું એક બાળક અને યુવા ના રૂપમાં આઝાદી ઈચ્છતો હતો, પોતાની શર્ત પર જીવવા માંગો હતો. મારા વિચારથી દરેક પીઢીમાં આવું જ થાય છે. શું બાળકોને આ સ્વતંત્રતા આપવી અને પોતાના નિર્ણય લેવા દેવું ઠીક હશે? આપણે કઈ જ્ગ્યા પર બંધ લગાવો જોઇએ આથવા તો લગાવવો જોઇયે કે નહીં? સારા માતા પિતા બનવા માટે તમે અમને શું સલાહ આપશો?
સદગુરુ:- નમસ્કારમ લક્ષ્મણ, અમે ક્રિકેટ ના મૈદાન માં તમારા કાંડામાં છુપાયેલી કુશળતા નો ખૂબ આનંદ લીધો છે. જ્યારે વાત બાળકોના ઉછેરની આવે છે.....જુઓ આ વિચાર, કે આપણે આપણા બાળકોને પાળવાના છે, આ એક બહુ પશ્ચિમી વિચાર છે. તમારે ફક્ત તેમને વધવાની પરવાનગી આપવાની છે, તેમને પાળવાના નથી. તમે ફક્ત ગાય-ભેંસ પાળો છો, માણસો નહીં. તમારે ફક્ત વાતવારણ બનાવવાનું છે, પ્રેમ, આનંદ અને જવાબદારીનું.તમે તમારા પ્રશ્ન માં આઝાદી શબ્દનો ઉપયોગ કર્યો છે. આઝાદી એક ખોટો શબ્દ છે. તમારે કોઈ દિવસ આઝાદી શબ્દનો પ્રયોગ ન કરવો જોઇએ અને ન તમારા બાળકોને આઝાદી શબ્દ ની ટેવ પાળવી જોઈએ. તમારે કાયમ તેમના મા જવાબદારીના ભાવ કેળવવા જોઇએ, તેમની પોતાની ભલાઈ, તેમનું સ્વાસ્થ, તેમના વિકાસ…… અને તેમના જીવનના દરેક પાંસઓ સામે પ્રતિક્રિયા આપવાની ક્ષમતાઓ માટે. આને તેમના જીવન મા લાવવું જ પડશે.
જો તેઓની અંદર હોવાની રિતમા જરૂરી જવાબદારી હશે, તો આઝાદી તેનું સહજ પરિણામ છે. આ આજના જમાના ની એક મૂળભૂત સમસ્યા છે, કારણ કે આપણે લક્ષ્ય કેન્દ્રિત એટલે કે goal oriented થઈ ગયા છે. આપણને નતીજાઓમાં રસ છે, પ્રક્રિયામા રસ નથી. જો તમે બગીચામાં ફૂલ જોવા ઇચ્છતા હોવ તો તમારે ફૂલની વાત જ ન કરવી જોઇયે. જો તમે એક સારા માળી છો, તો તમે કોઈ દિવસ ફૂલની વાત નહીં કરો. તમે વાત કરશો માટી, ખાતર, પાણી અને તાપ ની. જો તમે આ વસ્તુઓનું ધ્યાન રાખશો, તો સુંદર ફૂલ ખીલી ઉઠશે.
આવી જ રીતે જ્યારે તમે બાળકોના સુંદર વિકાસ માટે જરૂરી શર્ત નું ધ્યાન રાખો છો, તો બાળકો ખીલી ઊઠે છે. પણ જો તમે તેમને પોતાના દિમાગમાં બનેલા ઢાંચાઓ પ્રણામે ઉછેરવાનો પ્રયત્નો કરશો, તો દરેક બાળક વિરોધ કરશે, કારણ કે તમારા મગજમાં બનેલા સંચાઓ માં કોઈ પણ જીવન ફિટ નહીં થાય. જીવન ને દિમાગ ના સંચાઓ માં ફિટ નહીં કરી શકાય. દિમાગ ને જીવન માં ફિટ થવું પડશે. આ વાત ને સમઝવું પડશે.
તો ચાલો બાળકોના ઉછેર ને લઈને મોટા વિચારો ન કેળવ્યે. ફક્ત ઊંડા પ્રેમ, આનંદ અને જવાબદારી નો એક વાતાવરણ બનાવ્યે. સૌથી મોટી વાત એ છે કે બાળકોને પોતાના માતા-પિતા માં ક્યારેય નારાજગી, ઈર્ષા, નિરાશા, ઉદાસી અને ગુસ્સો ન દેખાવો જોઈએ. તો તમે જોશો કે તમારા બાળકો વધુ સારી રીતે ખીલશે, કારણ કે જો તમે પ્રક્રિયાનું ધ્યાન રાખશો, તો પરિણામ તમે જાતે જ જોઇ શકશો. પણ જો તમારું ધ્યાન પરિણામો માં હશે અને તમે પ્રક્રિયાનું ધ્યાન નહીં રાખો તો તમારું પરિણામ અથવા તો તમારું મનપસંદ પરિણામ બસ એક સપનું જ રહી જશે.
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org