પ્રશ્નકર્તા: હું મારી તીવ્ર જાતીય ઇચ્છાઓથી કેવી રીતે છૂટકારો મેળવી શકું?

સદગુરુ: આપણે હંમેશાં કોઈ વસ્તુથી છુટકારો કેવી રીતે મેળવવો તે દ્રષ્ટિકોણથી જ  વિચારીએ છીએ. તમે બળપૂર્વક કોઈથી  છૂટકારો મેળવી શકતા નથી. જો તમે બળપૂર્વક કંઈક છોડવાનો પ્રયાસ કરો છો, તો તે કોઈ બીજી રીતે ફૂટી નીકળશે અને તમારી અંદર બીજા ઘણા પ્રકારની વિકૃતિઓ આવશે. જો તમે તેને છોડી દેવાનો પ્રયતન કરો છો, તો તે તમારા મન અને ચેતના પર સંપૂર્ણ શાસન કરશે.પરંતુ જો તમને, અત્યારે તમે જે જાણો છો તેના કરતા કંઈક વધારે ગહન મળે, ત્યારે જેનું ઓછું મહત્વ હશે તે ખરી પડશે. શું તમે જુઓ છો, જે લોકો કેટલીક બૌદ્ધિક પ્રવૃત્તિમાં ઊંડાણપૂર્વક ભાગ લે છે, તેઓ સેક્સ માણવાને બદલે કોઈ પુસ્તક વાંચશે. 

તમે જાતીયતા પાછળ કેમ ભાગો છો તેનું  કારણ એ છે, કે હાલમાં તમે જાણતા હોય તેમાંનો આ સૌથી મોટો આનંદ છે જો કોઈ તમને કહે છે કે "તે ખરાબ છે, તેને છોડી દો,"  તો શું તમે તેને છોડી દેશો? ના. પરંતુ જો તમે તેના કરતા કંઇક મોટાનો સ્વાદ લો છો, તો પછી શું કોઈએ તમને તેને છોડવા માટે કહેવું પડશે? તે તેની જાતે જ પડી જશે. તેથી તમારે તેવા આવશ્યક કાર્યો કરવા માટે થોડા સમયનું  રોકાણ કરવું પડશે, કે જેથી તમારા માટે મોટી સંભાવના એક વાસ્તવિકતા બની જાય. જો તમે ઘણું મોટું, વધુ આનંદદાયક અને વધુ ઉત્સાહપૂર્ણ કંઈક મેળવો છો, તો કુદરતી રીતેજ ઓછા આનંદ સાથે જોડાયેલી વસ્તુ છૂટી જશે. તમે તેને છોડ્યું નથી, તે ફક્ત એટલું જ છે કે તમે હવે તે કરતા નથી કારણ કે તમે તમારા માટે એનાથી કંઈક મોટું શોધી કાઢ્યું છે.

જાતિયતા એ તમારો એક નાનો ભાગ છે. લોકો ફક્ત મૂર્ખ નૈતિકતાને લીધે વધુ પડતા જાતીય બન્યા છે, કારણ કે તેઓ તેને બળપૂર્વક છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તમારા જીવનમાં  ઘણા પાસાઓ સાથે આવું બનતું રહ્યું  છે. જ્યારે તમે બાળક હતા ત્યારે તમારા માટે વિશ્વનો જે પણ અર્થ હતો, એ બધું જ છૂટી ગયું કારણ કે તમને કંઈક એવું મળ્યું જે તમે વિચારો છો તેનાથી મોટું છે. આ જ સમાનતા અહીંયા પણ  છે. જો તમને પોતાની માટે ખૂબ ઊંડી તીવ્રતા અને ઊંડો આનંદ અને પરમાનંદ મળે છે, તો પછી આ વસ્તુ છૂટી જશે.

જાતિયતા એ તમારો એક નાનો ભાગ છે. લોકો ફક્ત મૂર્ખ નૈતિકતાને લીધે વધુ પડતા જાતીય બન્યા છે, કારણ કે તેઓ બળપૂર્વક તેને છોડવાનો પ્રયતન કરી રહ્યા છે. તમે પુરુષ અથવા સ્ત્રી તરીકે જેને જાણો છો તે ફક્ત ચોક્કસ કુદરતી પ્રક્રિયાને સેવા આપવા માટે નાના શારીરિક તફાવતનો પ્રશ્ન છે. આપણે શા માટે એક શરીરના ભાગ સાથે આટલું મહત્વ જોડ્યું છે? શરીરના કોઈપણ ભાગને આ પ્રકારનું મહત્વ આપવું યોગ્ય નથી.  જો કોઈપણ ભાગને આ પ્રકારનું મહત્વ પ્રાપ્ત થવું જોઈએ, તો એને લાયક ફક્ત મગજ છે,  નહીં કે ગુપ્તાંગો.

કમનસીબે, તે બધુ ઉલટું થઈ રહ્યું છે કારણકે દરેક જગ્યાએ મૂર્ખ શિખામણ અપાય છે જે કહે છે, "તમારે શુદ્ધ હોવું જોઈએ, તમારે આ વિશે વિચારવું ન જોઈએ." લોકો આનાથી ભરાઈ ગયા છે અને સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત  છે. જો લોકો જીવનને તે રીતે જુએ કે જે રીતે એ છે, તો જાતિયતા ફક્ત તેના યોગ્ય સ્થાને પડી રહેશે - તમારા જીવનમાં ફક્ત એક નાના સ્થાનમાં; તે આટલું મોટું પાંસુ નહીં હોય. અને તે આ રીતે જ હોવું જોઈએ. આ જ રીતે તે દરેક પ્રાણીમાં છે. પ્રાણીઓ બધા સમયે તેના વિશે વિચારતા નથી. જ્યારે એ ત્યાં હોય છે, ત્યારે તે ત્યાં જ છે, અન્યથા તેઓ સતત વિચારતા નથી કે  કોણ પુરુષ છે, કોણ સ્ત્રી છે  ફક્ત માણસો જ તેનામાં આટલા અટવાયેલા  છે. તેઓ તેને એક ક્ષણ માટે પણ છોડી શકતા નથી, કારણ કે મૂર્ખ શિખામણો અને નૈતિકતા, જેનું જીવન સાથે કંઈ લેવાદેવા નથી, એ તેઓની અંદર સમાઈ ગઈ  છે.

જો તેઓ જીવનને તે રીતે જુએ જે રીતે એ છે, તો મોટાભાગના લોકો ખૂબ જ ટૂંકા સમયમાં તેમાંથી વિકાસ કરશે. ઘણા લોકો તેમાં પ્રવેશ્યા વિના તેમાંથી વિકાસ કરી શકે છે. જીવન પરના અયોગ્ય ધ્યાનને કારણે, બધું જ વિકૃત અને વિસ્તૃત થાય છે, બસ. નહિંતર, તમે જોશો કે લોકોની એક મોટી ટકાવારી તેમાં રસ પણ લેશે નહીં, અથવા તેમની રુચિ ખૂબ જ પ્રાસંગીક હશે. તેનું એટલું મહત્વ નહિ રહે, જેટલું  એ અત્યારે છે.

 

સંપાદકની નોંધ: સદગુરુ તંત્ર અને જાતિયતા (તંત્ર એન્ડ સક્ષુયાલિટી) વિશે વાત કરે છે, આ ગેરસમજ ભરેલા વિષય પરની સામાન્ય દંતકથાઓ અને ખોટી માન્યતાઓને સ્પષ્ટ કરે છે.