કૃષિ આગામી આર્થિક ક્રાંતિને ઇંધણ આપી શકે છે
સદગુરુ આજે ભારતમાં કેવી રીતે ખેતી કરવામાં આવે છે તેનો અભ્યાસ કરે છે અને જણાવે છે કે ખેતી ને kick start આપવા માટે શું જોઈશે, જે દેશની અર્થવ્યવસ્થાને બીજા સ્તર સુધી લઈ જઈ શકે છે.
કમનસીબે જે ખેડૂત આપણને અન્ન પૂરું પાડી રહ્યો છે તે ખેડૂતના બાળકો જ ભૂખે મરી રહ્યા છે અને તે પોતાનો જીવ આપી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ દેશે જે ચાર યુધ્ધ લડ્યા છે તેમાં પણ આટલા લોકો મર્યા ન હતા.આ બાબત થી મારું માથું શરમથી ઝૂકી જાય છે.
દુનિયાના અન્નદાતા
આપણા રાષ્ટ્રને દુનિયાના અન્નદાતા બનવા માટે સક્ષમ હોવાના આશીર્વાદ મળ્યા છે કેમકે આપણી પાસે જરૂરી હવામાન, જમીન , વાતાવરણની અનુકૂળ પરિસ્થિતિ અને સૌથી મોટી બાબત એ કે બહોળી વસ્તી છે કે જેની પાસે કાદવને અન્નમાં ફેરવવા માટેની જાદુઈ ટેકનીકનો ઉપયોગ કરવાની આંતરિક સૂઝ પણ છે. જો આપણે આ ક્ષેત્રને કોઈ આકર્ષક પ્રવૃત્તિમાં ફેરવીશું નહિ તો એવી કોઈ આશા નથી કે આગામી પેઢી કૃષિ ક્ષેત્રે જાય. માત્ર આ બાબત જ ગ્રામીણ ક્ષેત્રમાં જ વસ્તીને રોકી રાખશે. જો આ કૃષિક્ષેત્રની આવક આગામી વર્ષોમાં બેવડી ન થાય તો ગ્રામિણ ભારતનું શહેરીકરણ એક સ્વપ્ન બની રહેશે
કૃષિને એક ખૂબ જ લાભદાયક સાહસ બનાવવા માટેની સફળતા માટેનો સૌથી મોટો અવરોધ સીમા છે - જમીનની માલિકી ખૂબ જ ઓછી છે. હજારો વર્ષોથી પણ વધારે વર્ષો સુધી ખેતી અને તેના કારણે જમીનનું વિભાજન થયું છે. આજે ભારતમાં જમીનની માલિકી સરેરાશ એક હેક્ટર થી સહેજ વધારે છે. એક હેક્ટરથી તમે જે કઈ પણ રોકાણ કરો તેનાથી તમે ડૂબી જશો. બે મોટી સમસ્યાઓ છે જે આપણા ખેડૂતોને ધ્વસ્ત કરી રહી છે અને તેમને ગરીબાઈ અને મોત તરફ ધકેલી રહી છે તે એ છે કે સિંચાઇમાં રોકાણ અને બજારમાં વીજળીની અછત. જમીનદારી વગર આ બે મહત્વના પાસાઓ આપણી પહોંચની બહાર રહેશે.
કૃષિની જમીનદારી વધારવી
તેથી અમે વિચારી રહ્યા છીએ કે ખેડૂતોને ઓછામાં ઓછી દસ હજાર એકર જમીન સાથેના ખેડૂત ઉત્પાદક સંઘ (fpo)માં એક સાથે લાવીને કઈ રીતે આમાં ફેરફાર કરી શકાય . ખેડૂતો તેમની જમીન ઉપર પોતાનો અંકુશ મેળવી શકે તેની ખાતરી માટે અમે કાનૂની માળખા પર કામ કરી રહ્યા છીએ અને આ તેમના માટે સો ટકા સલામત છે. ખેડૂતો તેમની જમીનને વ્યક્તિગત રીતે ખેડી શકે. પણ માઈક્રો ઈરીગેશન અને ઉત્પાદન માર્કેટિંગની સંભાળ તેમના માટે એવી કંપનીઓ દ્વારા લેવાયા છે જે આ માટે આવશ્યક રીતે સક્ષમ હોય.
જેવી રીતે આ અત્યારે કરવામાં આવે છે કે દરેક ખેડૂતને પોતાનો પંપસેટ પોતાનો બોરવેલ અને વીજળીનું જોડાણ હોય. આ માટેનું રોકાણ ખૂબ જ ઊંચું છે જેનાથી દેવું કરવું અનિવાર્ય થઈ પડે છે અને તે માટે ખેડૂતને કાં તો પોતાની જમીન વેચવી પડે અથવા ગામમાંથી ભાગી જવું પડે અથવા તો ઝાડ પર લટકી જવું પડે. આ બધું કર્યા પછી પણ જ્યારે ખેડૂત એનું ઉત્પાદન વેચવા ઇચ્છે છે ત્યારે ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટ નથી હોતું કે ગોડાઉન નથી હોતું કે કોઈ સ્થાપિત બજાર પણ હોતું નથી. પાક ઉગાડવોએ એક વાત છે પણ જ્યારે પાકને બજારમાં લઇ જવાની વાત આવે ત્યારે ખેડૂત માટે મુશ્કેલી ઊભી થાય છે.
તેથી જો ખાનગી ક્ષેત્ર ખેડૂતોના જૂથ માટે સામુદાયિક માઈક્રો ઈરીગેશન સ્થાપી શકે અને ભાડા ઉપર પાણીનો પુરવઠો પહોંચાડી શકે તો ખેડૂતોને કરેલા મૂડીરોકાણમાં ડૂબી જવાની જરૂર નથી. સરકારને કોઈ ચોક્કસ કાનૂની માળખું ઉભુ કરવું પડશે જેથી રોકાણકારોને વ્યવહારુ payback process થી સુરક્ષિત રહે. અને જો કંપનીઓ fpo માં 10,000 જેટલા ખેડૂતો પાસેથી કુલ ઉત્પાદન કરી શકે તો તેઓ વધુ સારા બજાર ભાવ માટે વાતચીત કરી શકે . જો આપણે આપણા ખેડૂતો માટે આવો ટેકો કરીએ તો તેમને ઉત્પાદન કરવા સિવાય બીજા કોઈની ચિંતા કરવાની રહે નહિ અને ભારત દુનિયાનું બ્રેડ બાસ્કેટ બની શકે છે.
ભારતની માટીને પુનઃજીવિત કરવી
અન્ન ઉગાડવા વિશે આપણા ખેડૂતોમાં ખૂબ જ માત્રામાં જ્ઞાન રહેલું છે. તે ખેડૂત અભણ લાગે છે. આપણે વિચારીએ છીએ કે ત્યાં કશું જ નથી પણ ત્યાં કંઈક જટિલ છે અને જેને કુશળતાપૂર્વક પાર પાડવાની જરૂર છે. આપણા ખેડૂતો ખૂબ કુશળ છે કારણ કે ખેતી એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી છે.
કમનસીબે, જો કે દક્ષિણ ભારતમાં સંગઠિત કૃષિનો બાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ છે છતાં આજે દેશની ઘણી બધી જમીન એક પેઢીમાં બિન ઉપયોગી બની રહી છે કારણ કે આપણે રસાયણોને જમીનમાં નાખી રહ્યા છીએ. જો આપણા ખેડૂતોને સારો પાક લેવો હશે અને કૃષિમાંથી જીવન નિર્વાહ કરવો હશે તો જમીનમાં આવા રસાયણોની જરૂર હોતી નથી. તેને જૈવિક સામગ્રીની જરૂર હોય છે. જો આપણી પાસે વૃક્ષો અને પ્રાણીઓ જમીન પર હશે તો જ જમીન સ્વાસ્થ્યપ્રદ રહેશે.
ભારતમાં અમે ઓર્ગેનિક વૃક્ષ પર આધારિત કૃષિના નાના મોટા પ્રદર્શન કર્યા છે અને ખેડૂતોની આવક ને ૩ થી ૮ ગણી વધારી દીધી છે કારણકે તેમની ખેતીનો ખર્ચ એકદમ ઘટી ગયો છે અને હાલમાં દુનિયામાં જૈવિક ઉત્પાદનોની ખૂબ જ માંગ છે. વિયેતનામ જેવા કેટલાક દેશોએ મોટાપાયે આ ફેરફાર કર્યો છે અને વિયેતનામના નિષ્ણાતો કે જેમની સાથે અમે વાતચીત કરી એમણે અમને કહ્યું કે ત્યાં ખેડૂતોની આવકમાં 20 ગણો જેટલો વધારો થયો છે.
જો તમે મૂલ્યવર્ધિત ઉત્પાદનો, દૂધ, મત્સ્ય અને કલા વગેરે માંથી આવતી આવકને આમાં ઉમેરો તો ગ્રામીણ ભારતમાં વિકાસની અદભુત વાત બની કંપનીઓએ આ તકનો લાભ લેવો જોઈએ જેથી તેમાંથી તેઓ લાભ મેળવી શકે અને યોગદાન આપી શકે. એવા ઘણા બધા રસ્તાઓ છે કે જ્યાં પૂરેપૂરી અર્થવ્યવસ્થા વૃક્ષ સંબંધિત ઉત્પાદનની આસપાસ કાર્ય કરી શકે. દાખલા તરીકે ઇમારતી લાકડું અને પર્યટન માટેનું વૈશ્વિક બજાર લાખો ડોલર મૂલ્ય ધરાવે છે.
ગંદકી થી સંપતિ સુધી
ગંદકીને સંપત્તિમાં ફેરવવામાં કોર્પોરેટ્સ બીજી મોટી ભૂમિકા ભજવી શકે છે. આપણાં શહેરો અને નગરોમાં મોટાભાગનું ગંદુ પાણી નદીઓમાં અને મહાસાગરોમાં ઠાલવવામાં આવે છે. આ માત્ર પ્રદૂષણનો મોટો ખતરો જ નથી પણ એક મોટું આર્થિક નુકસાન પણ છે. કારણકે આજે ઘણી બધી ટેકનોલોજી હાજર છે જે ગંદકીને સંપત્તિમાં ફેરવી શકે છે. સિંગાપુરે ગંદા પાણીને પીવાના પાણીમાં તબદિલ કરવાનું પ્રદર્શન કર્યું છે. જો આપણે ભારતના નગરો અને શહેરોનાં માત્ર 36 બિલિયન ગંદા પાણીનો ઉપયોગ કરીએ તો આપણે સૂક્ષ્મ સિંચાઈ 6 થી 9 મિલિયન હેક્ટરમાં કરી શકીએ છીએ.
આ બધી બાબતોને સરકાર દ્વારા અસરકારક રીતે આર્થિક સહાય આપી શકાય નહિ. સરકારી સહાયનું સ્વરૂપ એવું છે કે જે હંમેશા સમયસર થઈ શકતી નથી. ખાસ કરીને જ્યારે વૃક્ષ આધારીત ખેતીની વાત આવે છે કે ત્યારે સમયસર વૃક્ષારોપણ કરવું પડે છે ત્યારે આ કોર્પોરેટ ક્ષેત્ર જ છે જે ખેડૂતોને મદદ કરવા માટે જરૂરી કુશળતા બતાવી શકે છે.
જો કોર્પોરેટ ક્ષેત્ર આશરે ૨૫ હજાર ખેડૂતો અને 1,00,000 હેક્ટર જમીનનું મોટા પાયે પ્રદર્શન કરવામાં રોકાણ કરે તો તેને સંગઠિત માઈક્રો ઇરીગેશન અને માર્કેટિંગમાં તબદિલ કરી શકાય. જો લોકો મોટી આર્થિક સફળતાને જુએ તો તેં અટકશે નહિ. લોકો તેને સમગ્ર દેશમાં લઈ જવાનું શરૂ કરશે.
જ્યારે આપણે અર્થતંત્રના વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણે શેરબજાર અને બીજી કેટલીક બાબતો તરફ વિચાર કરીએ છીએ. પણ આપણી વસ્તીના 65 ટકા લોકો ગામડામાં રહે છે જો આપણે તેમની આવકને બેવડી કરીએ તો આપણું અર્થતંત્ર ઊંચાઈને આંબશે.
આજે ભારત સમૃધ્ધિના દ્વાર પર બેઠુ છે. જો આપણે આગામી ૧૦ વર્ષમાં સાચું કામ કરીએ તો આપણે લોકોના વિશાળ સમૂહને જીવનના એક સ્તરથી બીજા સ્તર સુધી લઈ જઈ શકીએ. કોર્પોરેટ સેક્ટરને આ બદલાવ લાવવા માટે તેની વિશેષતા અને ક્ષમતાઓને ઉપયોગ કરવા માટેનો લાભ અને જવાબદારીઓ છે. આ ચેરિટી નથી.આ મહત્વપૂર્ણ વળતર સાથેનું રોકાણ છે. જે આર્થિક અને લાખો લોકોને ગૌરવપ્રદ અને સમૃદ્ધિ પૂર્ણ જીવન પૂરું પાડશે.