શિવ- સ્થિરતા, આનંદ અને માદક્તા
સદગુરુ સમજાવે છે કે કેવી રીતે શિવ આનંદ અને ઉત્સાહનો માદક મિશ્રણ છે, જે તમને સંવેદનાથી દૂર લઈ જાય છે અને સંપૂર્ણ જીવનને જાણવામાં મદદ કરે છે.
સદગુરુ : શું જીવન પીડા છે કે આનંદ? "મને તાજેતરમાં પૂછવામાં આવ્યું હતું. મેં જવાબ આપ્યો: જો તમારી પાસે વિકલ્પ હોય, તો તમે શું પસંદ કરશો?
દરેકની પસંદગી હંમેશાં સુખદતાનું સૌથી મોટું સ્વરૂપ છે. તેમ છતાં, આપણે પોતાને દુઃખ-ઉત્પાદનની મશીનોમાં ફેરવી દીધા છે. એ એટલા માટે કારણ કે આપણે આપણા મનોવૈજ્ઞાનિક માળખામાં રચનાને વિભાજિત કરી છે. એકવાર તમે સર્જનને 'સારા' અને 'ખરાબ' માં વિભાજીત કરો, સ્વીકૃત અને અસ્વીકૃત કરો, તમે આનંદની શક્યતાને છોડી દીધી છે.
અહિયાં શિવ આપના માટે ઘણા શક્તિશાળી રૂપક બની જાય છે. યોગી તરીકે, તે ત્રણ આવશ્યક ગુણો દર્શાવે છે: સ્થિરતા, આનંદ અને માદકતા. આ બધી રચનાના મૂળ સિદ્ધાંતો છે. આ વિના, માનવ જીવન એક અનંત સંઘર્ષ છે.
આધુનિક વિજ્ઞાન અને યોગ પરંપરા એ માને છે કે બ્રહ્માંડનો મૂળ અનિવાર્યપણે સ્થિરતા છે. તેમ છતાં આપણે મહાવિસ્ફોટ અને વિસ્ફોટથી આકાશગંગા વિશે જાણીએ છીએ, છતાં પણ બ્રહ્માંડનો મોટો ભાગ હજુ પણ સ્થિર છે.
આ યોગીક વ્યવહારમાં શિ-વા છે, 'તે જે નથી'. આ સર્જનનું મૂળ સ્રોત છે, અણુ અને બ્રહ્માંડના મૂળભૂત આધાર. જો મનુષ્યો જીવનને ભૌતિકતા અને શારીરિકતાથી ઉપર જાણવા ઈચ્છે, તો તે આવશ્યક છે કે તેઓ સ્થિર બને.
આ સ્થિરતામાંથી ગતિશીલતા ઊભી થાય છે જે બ્રહ્માંડને પ્રગટ થવા દે છે. આ સર્જનની સમૃદ્ધિ માટે જવાબદાર છે. આ ઉત્સાહ આપણને રચનામાં જોડાવા માટે, જીવનમાં ભાગ લેવાની છૂટ આપે છે. માનવ શરીર દરેક ક્ષણે મરણ તરફ દોરાય છે, અને મન, મૂંઝવણની તીવ્ર દિશા તરફ દોરાય છે. ઉત્સાહ વિના, માનવ જીવન ખરેખર અશક્ય હશે.
જો કે, સર્જનની અતાર્કિક અને વિપરીત પ્રકૃતિ સાથે જોડાવવા માટે, આપણે લ્યુબ્રિકન્ટ જેવી મદકતાની જરૂર છે. તે આ મદકતા જ છે જે શિવાને તપસ્વી અને નર્તક, સંન્યાસી અને ગૃહસ્થનું એક આકર્ષક મિશ્રણ બનાવે છે. તે આ જ મદકતા જે તેમને ઉત્સાહી અને નિષ્પક્ષ બનાવે – જીવન સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલું, તે છતાં તેનાથી અપ્રભાવિત.
લોકકથામાં શિવને કાયમ મદક્તાની સ્થિતિમાં રજૂ કરવામાં આવે છે. પરંતુ શિવ ભાંગનું સેવન નથી કરતાં. તે સ્વયં ભાંગના પ્રતિરૂપ છે, જે મદક્તાનો સ્રોત છે.
આપણે પ્રાચીન કાળથી મદક્તા/નશા માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી છે. કેટલાક તેને પ્રેમ દ્વારા શોધે છે. બીજા, દારૂ અને અન્ય રાસાયણિક પદાર્થો તરફ વળે છે. મદકતાનો મૂળ અર્થ છે કે આપણે ઘર્ષણને ઘટાડીએ, વિશ્વ સાથેના આપણા જોડાણને લૂબ્રિકેટ કરીએ.
રાસાયણિક નશામાં એકમાત્ર સમસ્યા તે છે કે તે આપણી ક્ષમતાને લૂંટી લે છે. જો આપણે નશામાં આંતરિક સ્રોત દોરી શકીએ, તો આપણું શારીરિક અને માનસિક જીવન સંપૂર્ણપણે સરળ અને અખંડ રહેશે, આપણી ક્ષમતા વધારશે, હજી પણ વધુ સુખ લાવશે.
આપણે આપણા જીવનમાં આ ત્રણ ગુણોને સભાનપણે કેવી રીતે વિકસિત કરી શકીએ? મહાશિવરાત્રિ માનવજાતનો ખીલવાનો સારો સમય છે. તમે આ સરળ પ્રેક્ટિસનો પ્રયાસ કરી શકો છો. દિવસ દરમિયાન, અલગ-અલગ સમય પર સ્થિરતા અને મૌનને કોઈપણ રૂપમાં લાવવાનો પ્રયત્ન કરો. સૂર્યાસ્ત પછી, પોતાને ઉત્સાહી બનાવી અને ડાન્સ કરો. જો તમે આખી રાત જાગતા રહો, દિવસ દરમિયાન સ્થિર હોવા છતાં, તમે જોશો કે ચોક્કસ નશો તમારા અસ્તિત્વમાં કુદરતી રીતે વ્યાપક છે.
જે શિવ દ્વારા પ્રસારિત થાય છે તેને કઈ ઈચ્છા નથી રહેતી, ના કઇ માટે દુખી થવાની. હવે કશું મહત્વ નથી ધરાવતું. જ્યારે કશાનું જ મહત્વનું ના રહે, ત્યારે બધું જ મહત્વપૂર્ણ હોય. જ્યારે વસ્તુઓ પસંદગીથી થાય તો તમે ગૂંચવણમાં ફસાઈ જાઓ છો. જ્યારે બધું મહત્વપૂર્ણ હોય, ત્યારે તમે આઝાદ છો! હવે તમે તીવ્ર મદકતાની આઝાદીમાં ભીંજાઇ ગયા છો. તમે જીવનને તેના શિખર પર સ્પર્શ કર્યો છે. જ્યારે તમે તે તીવ્રતાને સ્પરશો છો, કેન્દ્રિત રીતે, ત્યારે તમે ખરેખર શિવને સ્પર્શી લીધા છે.