સદગુરુ જુએ છે કે કેવી રીતે યોગ દ્વારા સ્વાભાવિક રીતે જ વજન તેની આદર્શ સ્થિતિમાં આવી જાય છે. વજન ઘટાડવા માટે યોગ કરવું એ તો આ અદ્ભુત કળાકૌશલ્યનો નમુનો માત્ર જ છે, જે આગળના ઘણા બધા માર્ગો પ્રસસ્ત કરે છે.

સદગુરુ:-જો તમે યોગ કરો છો તો તમારું વધારાનું વજન ચોક્કસ જતું રહેશે. યોગાભ્યાસની શરૂઆતમાં ઘણાનું વજન ઘટવા પણ લાગે છે અને ઘણાનું વધી પણ જાય છે. જો તમારી પાચનક્રિયા સારી નથી અને ભોજનને ચરબીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા સારી નથી, તો તમારું વજન સામાન્ય કરતા ઓછું થશે. આવી પરિસ્થિતિમાં જો તમે યોગાભ્યાસ શરુ કરો છો તો તમારી પાચક અગ્નિ સક્રિય થઇ જાય છે અને પાચનમાં સુધારો થવાના કારણે ભોજન વધુ સારી રીતે ચરબીમાં પરિવર્તિત થવા લાગે છે. જેના લીધે તમારું વજન વધવા લાગે છે.    

જો તમારી પાચક અગ્નિ પહેલાથી સારી છે અને તમે યોગાભ્યાસ શરુ કરો છો તો તેવી પરિસ્થિતિમાં પણ ભોજનના રૂપાંતરણનું પ્રમાણ વધુ સારું થશે. પરંતુ ત્યારે શરીર ભોજનને ચરબીમાં પરિવર્તિત કરવાની જગ્યાએ ઉર્જાના સુક્ષ્મ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું શરુ કરશે. હવે, તમે જેટલો પણ ખોરાક લેશો, તમને એવું જ લાગશે કે તમારુ વજન ઓછું થઇ રહ્યું છે. જો તમે યોગાભ્યાસ કરી રહ્યા હો, તો તમે અનુભવી શકશો કે ખુબ મોટા પ્રમાણમાં ભોજન કર્યા બાદ પણ તમારું વજન વધતું નથી, પરંતુ તમારું વજન ઘટશે. ત્યાંજ અમુક સમયે આનાથી વિપરીત પણ થતું હોય, કોઈક કારણસર તમારા ભોજનનું પ્રમાણ ઘટી જવા છતાં તમારું વજન ઘટતું નથી. આનું કારણ એ જ છે કે ભોજનનું રૂપાંતરણ દર બદલાઈ જાય છે.

યોગ આપણા આંતરિક તંત્રને ફરીથી તાજું કરી દે છે અને આપણને એટલો બોધ કરાવે છે કે આપણે વધારે ન ખાઈએ. તમારા શરીરમાં એક પ્રકારની જાગરૂકતા આવી જવાના કારણે, તમારું શરીર એવી રીતે કેળવાય છે કે તે એટલું જ ખાય છે જેટલી તેને જરૂર હોય. તે તેનાથી વધારે કશું નથી ખાતું. આમ થવાના કારણે એ નથી કે તમે કોઈ પ્રકારે પોતાના જીવનને નિયંત્રણમાં રાખો છો કે કોઈ તમને જમવાનું ઓછું કરવા માટે આગ્રહ કરે છે. જો તમે અન્ય કોઈ કસરત કે પ્રયોગ કરશો, તો તમારે પોતાની જાત પર નિયંત્રણ કરવાના પ્રયાસ કરવા પડશે. યોગાભ્યાસમાં તમારે પોતાની જાતને રોકવાની જરૂર નથી રહેતી. તમારે માત્ર યોગાભ્યાસ જ કરવાનો રહે છે. યોગ આપણા શરીરની એવી રીતે સંભાળ લે છે કે તમને જરૂરથી વધારે ખાવા જ નથી દેતું.  યોગમાં અને અન્યમાં આ એક મોટું અંતર છે.

Angamardana & Upa-Yoga for weight loss and flexibility

યોગ એ કોઈ વ્યાયામ નથી. આના બીજા પણ પરિબળો છે. પરંતુ ક્યાંક “ઉપ યોગ” એવું કહેવાય છે એટલે કે વૈકલ્પિક યોગ અથવા તો કોઈ કાર્ય કરવાની ઉપયોગી પદ્ધતિ. આની સાથે કોઈ આધ્યાત્મિક જોડાણ નથી. જો તમે “ઉપ યોગ” અથવા તો અન્ય શારીરિક કસરત કરશો તો તમારું શરીર સુદ્રઢ બનશે એ નિશ્ચિત છે. અને આમાં તમારે જમીન પર માત્ર ૬*૬ ની જગ્યાની જ આવશ્યકતા છે. તમે ખુબ સ્વસ્થ રહી શકશો અને તમારું શરીર સુદ્રઢ બનાવી શકશો. પરંતુ આનાથી કઈ તમારા સ્નાયુઓ જરૂરિયાત કરતા વધી નહીં જાય. ઘણા લોકો આવી રીતે પોતાનું શરીર બનાવી લે છે. તેમને લાગે છે કે તે સ્વસ્થ છે, પણ હું માનું છું કે તેઓ સાંકળોમાં જકડાયેલા છે. શરીર પાસે સારી રીતે કામ લેવા માટે માત્ર શારીરિક સૌષ્ઠવ જ નહીં પરંતુ શરીરનું લચીલાપણું પણ આવશ્યક છે.

યોગમાં અમે માત્ર સ્નાયુઓની તાકાત પર ધ્યાન નથી આપતા. શરીરના બધાજ અંગોનું સ્વસ્થ હોવું પણ ખુબ જ આવશ્યક છે. યોગ પ્રણાલીનો વિકાસ જ એટલે થયો છે કે શરીરના બધા અંગો સ્વસ્થ રહી શકે. તમારું શરીર ભલે કેટલું પણ સુદ્રઢ હોય, પરંતુ તમારું લીવર જ જો કામ ના કરે તો….તેનો શું લાભ? શરીરનું લચીલું હોવું અને કામ કરવા લાયક હોવું ખુબ જ આવશ્યક છે.

 

મનુષ્યના સ્નાયુઓ એક અદ્ભુત વસ્તુ છે. આપણા સ્નાયુઓ ગજબનું કાર્ય કરી શકે છે. તેમને મજબુત બનાવવાની સાથે લચીલું બનાવી તેની ક્ષમતાને ખુબ વધારી શકાય છે. જો તમે વજન ઊંચકવાવાળી કસરતો ખુબ કરશો તો તમારા સ્નાયુઓ ખુબ મોટા તો દેખાશે પરંતુ તેમનામાં લચીલાપણું નહીં હોય. તમે જોયું હશે, જે લોકોએ પોતાના સ્નાયુઓ ખુબ મોટા કર્યા છે. તેઓ ઠીક રીતે નમસ્કાર પણ નથી કરી શકતા. અને ઘણા તો વળી પણ નથી શકતા.

અંગમર્દન એ અન્ય વજન ઉપાડવાવાળા વ્યાયામ કરતા વધુ પ્રભાવી છે, અને તે તમારા શરીરમાં કોઈ પણ વધારાનું તાણ પણ ઉત્પન્ન નથી કરતું.

       અંગમર્દન એ અન્ય વજન ઉપાડવાવાળા વ્યાયામ કરતા વધુ પ્રભાવી છે, અને તે તમારા શરીરમાં કોઈ પણ વધારાનું તાણ પણ ઉત્પન્ન નથી કરતું.  જો હવે તમે તમારું શરીર એ પ્રકારે ઈચ્છો છો કે જે આકર્ષક લાગે, તો આવું કરવાના હાલના સમયમાં ઘણા માર્ગો છે. તમે બાઈસેપ ઈમ્પ્લાન્ટ લગાવી શકો છો. સીલીકોન માત્ર સ્તનોમાં જ નથી લાગતાં, તે બાઈસેપ્સમાં પણ લાગે છે, પીંડલીનીમાં માંસપેસીઓમાં લાગે છે, તેને ક્યાં પણ લગાવી શકાય છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તે ખરાબ છે. જે માટે તમારે કોઈ મેહનત નથી કરવી પડતી. આના માટે તમારે કાર્ટીસોન કે હોરમોન નથી લેવા પડતા અને વજન  પણ નથી ઊંચકવા પડતા. માત્ર દેખાવડું બનવાના આ સરળ ઉપાયો છે.

        હા, બોડી બિલ્ડીંગ તમને જાનવરો જેવી તાકાત આપશે. પરંતુ આપ તેવી જ તાકાત બીજી અન્ય રીતે પણ પ્રાપ્ત કરી શકો છો અને સૌથી મહત્વનું તમારા શરીરને લચીલું પણ રાખી શકો છો જે વધારે મહત્વપૂર્ણ છે. ખુશીના અનેક પાસાઓ છે – સારું સ્વાસ્થ્ય, ઉર્જા, મનોવૈજ્ઞાનિક અને અધ્યાત્મિક પાસાઓ. જયારે આપણે રોજ સવારે યોગને ૩૦ મિનિટથી ૧ કલાકનો સમય આપીએ છીએ તો આપણે ઇચ્છીએ છીએ તે પ્રમાણે આખા શરીરને તેનો લાભ સમાન રૂપે મળશે, આપણને માત્ર ફૂલેલા સ્નાયુઓ નથી જોઈતા.

        તેથી, જો તમે તમારા સ્નાયુઓ મજબૂત બનાવવા માંગો છો, તો શું તમે વજન નથી ઉચકી શકતા? તમે કરી શકો છો, કારણકે આધુનિક ટેકનોલોજીએ આપણા જીવનમાંથી શ્રમ અને કસરતને દૂર કરી દીધી. આપણને હવે પાણીની ડોલ ઉંચકવાની કે અન્ય બીજો કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી પડતી. હવે બધું જ મશીનો દ્વારા થઈ જાય છે. હવે તમારે માત્ર તમારા આઈફોનનો જ વજન ઉપાડવાનો હોય છે. એના સિવાય તમારે કોઈ વજન ઉપાડવાની જરૂર નથી પડતી. હવે તમે જ્યારે આખો દિવસ પોતાના હાથ પગ જ નથી હલાવતા તેવામાં થોડી ઘણી હળવા વજન ઉપાડવા વાળી કસરત કરો તો એમાં કઈ ખોટું નથી.

 

પરંતુ ઉપ યોગમાં કસરત કરવા માટે તમારે તમારા શરીરના વજનનો ઉપયોગ કરવો પડે છે. અંગમર્દન એ જ છે, જેની માટે તમારે તમારા પોતાના જ શરીરના ભારનો ઉપયોગ કરવાનો હોય છે. પછી તમારા પાસે આજુબાજુ ક્યાંય જીમ નહતું એવું બહાનું નથી રહેતું, આ તમે ક્યાંય પણ પોતાની રીતે કરી શકો છો. આ કોઈપણ વેટ ટ્રેનિંગની જેમ શરીરને સુદ્રઢ બનાવવા માટે અસરકારક છે, અને આ શરીર પર કોઈ વધારાનો માનસિક તણાવ પણ નહીં બનાવે. અને આ તમને સમજદાર વ્યક્તિ બનાવવાની સાથે સાથે ખૂબ મજબૂત પણ બનાવશે - ખૂબ જ મજબૂત.

યોગ - અસ્તિત્વને ઉજાગર કરતું એક પરિબળ

અમે યોગ વજન ઘટાડવા માટે નથી શીખવતા. આ કઇ પાતળા થવા માટે, પીઠ કે માથાના દુઃખાવાના નિરાકરણ માટે છે એવું નથી. હાં, તેમ છતાં આ બધું થઈ જશે, સાથે સ્વસ્થ બનવું, શાંતિપૂર્ણ, પ્રેમાળ, સૌમ્ય બનવું આ બધું જ થશે, પરંતુ આ બધા યોગના વધારાના ફાયદા છે. યોગનું મૂળ નથી. વજન ઘટાડવા માટે તમારે યોગ કરવાની જરૂર નથી. એના માટે તો તમારે ધ્યાન પૂર્વક ભોજન, ટેનિસ રમવું અને તરવું એટલું જ પર્યાપ્ત છે. તે તમને સ્વસ્થ રાખશે, તમારે તેના માટે યોગ કરવાની જરૂર નથી. યોગનું કાર્ય તમારા અંદર એક અલગ પરિબળ સ્થાપિત કરવાનું છે, જે શારીરિક ફેરફારોથી પર છે. અને જ્યારે એ પરિબળ સ્થાપિત થાય છે ત્યારે તમારા માટે લાખો માર્ગ ખુલ્લા થશે. જે બાબતો માટે તમે ક્યારે વિચાર્યું પણ નહિ હોય એ તમારી માટે જીવંત વાસ્તવિકતા બની જાય છે, કારણકે હવે શારીરિકથી પર એવું એ પરિબળ જીવંત થઈ જાય છે.

સંપાદકની નોંધ : ઈશા હઠ યોગ અંગમર્દન અને ઉપ યોગનાં વર્ગો પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા સંપૂર્ણ વિશ્વમાં ચલાવે છે.