ભારતીય યુવાઓ યોગ વિજ્ઞાન નો વિરોધ કેમ કરે છે?
વિજ્ઞાન યુનિવર્સિટીના વિદ્યાર્થીએ સદગુરુને પૂછ્યું કે, ભારતીય યુવાનો આપણા શાસ્ત્રમાં જણાવેલ યોગીક વિજ્ઞાનનો વિરોધ શા માટે કરે છે? સદગુરુ યોગની સાચી વ્યાખ્યા અને કેવી રીતે આ યોગીક વિજ્ઞાન, દરેક લોકોને લાગુ પડે છે તેની ચર્ચા કરી હતી.
પ્ર: નમસ્કાર સદગુરુ. હું વિજ્ઞાનનો અભ્યાસુ છું, અને જ્યારે હું મારી કોલેજમાં યોગ અને શંભાવી કરવા અંગે વાત કરું છું. ત્યારે લોકો મારી સામે આશ્ચર્યથી જુએ છે અને કહે છે, કે "તું વિજ્ઞાનનો વિદ્યાર્થી છે, તું આ વિશે વાત કેવી રીતે કરી શકે?"
મારી કોલેજના પ્રથમ વર્ષે તો મને આ બાબતે ખરાબ અનુભવ થયા, પછી મેં આ વાત કરવાનું છોડી દીધું. અત્યારે મારો એક સવાલ છે કે, શા માટે આપણા યુવાનોમાં પોતાના વિજ્ઞાનનો વિરોધ કેમ કરે છે? મતલબ કે, ભારતીય વિજ્ઞાનમાં દરેક વસ્તુની ઊંડી સમજ પ્રસ્થાપિત થયાં પછી જ સ્વીકાર કરવામાં આવ્યો છે. તો પછી પ્રતિકાર શા માટે? અને સૌથી મહત્વનું એ છે કે આપણે જે પ્રતિકાર થઈ રહ્યાં છે તેને સ્વીકૃતિમાં ફેરવીએ, અથવા તો, ઓછામાં ઓછું એટલું તો કરીએ કે, સંપૂર્ણ અર્થ શોધ્યા વિના કોઈપણ વસ્તુને અવગણવું નથી? અને એમ હોય તો, આંતરિક વિજ્ઞાનને આપણે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં કેવી રીતે સમાવી શકીએ?
સદગુરુ: કમનસીબે, આજે વિજ્ઞાન અંગેની આપણી સમજ ખૂબ જ પાતળી છે. જરૂરી છે કે, વિજ્ઞાનને સમજવામાં આવે, તેના સાથે તેનો વ્યવસ્થિત અભિગમ હોવો જોઈએ અને તે પુનરાવર્તિત હોવું જોઈએ. વિજ્ઞાન મૂળભૂત રીતે ભૌતિકશાસ્ત્ર છે, પરંતુ અન્ય વિજ્ઞાન જે વિકસિત થયા છે: તે જૈવિક અભ્યાસ, મનોવૈજ્ઞાનિક અને સામાજિક વિજ્ઞાન તે વિજ્ઞાન છે પણ અલગ છે. તે છતાં વ્યવસ્થિત અભિગમ ધરાવે છે અને તે માત્ર એક વ્યક્તિને લાગુ નથી પડતાં, પરંતુ મોટી સંખ્યામાં લોકો માટે, વિજ્ઞાન અથવા વૈજ્ઞાનિક અભિગમનો સ્વીકાર કરે છે.
તેનો અર્થ એ કે, કોઈ અન્ય વિજ્ઞાન નથી. જે લાગુ પડે છે તે, મોટાભાગે યોગીક વિજ્ઞાન છે. આજે આપણે જે યોગ શબ્દ સાંભળીયે છીએ તે અમેરિકન તરફથી મળ્યો છે, જે આપણો જ છે પણ વળીને પાછો આવ્યો છે. અમેરીકનો માને છે કે યોગ એટલે અમુક ખાસ પ્રકારની શારીરિક અંગ મુદ્રાઓ અને તેમના માટે આ ફેશન સમાન છે. પણ આ યોગ નથી. યોગનો શાબ્દિક અર્થ છે "એકત્વ". એકત્વનો અર્થ શું છે? તમે જે શરીરને હાલ જુઓ છો. તે એક દિવસ દફનાવવા અથવા તો બાળી નાખવામાં આવશે. તમે ધુમ્રપાન કરો કે ન કરે, તમે કોઈપણ રીતે આ ધરામાં સમાવાના?
સહભાગીઓ: હા.
સદગુરુઃ સ્વીકારો કે, તમે આ પૃથ્વીનો એક નાનો અમથો હિસ્સો છો. તમે તમારી ભાવનાઓ ગુમાવી છે. કારણ કે તમને મુક્ત રીત ફરવાની છુટ આપવામાં આવી અને, તમે વિચાર્યું કે તમે પોતે જ વિશ્વ છો. જો તમે વૃક્ષ જેવા થયા હોત, તો હું ખાતરી આપું છું કે, તમે સમજી શક્યા હોત કે, તમે પૃથ્વીનો અંશ છો. માત્ર આ ગ્રહ પર તમને આમ તેમ ફરવાની છુટ આપવામાં આવી છે, તમે કેટલા મૂર્ખ છો! આ શરીર તો ભૌતિક માત્ર છે જે સાચું નથી - તે પુરા બ્રહ્માંડ સાથે અને તમારા પ્રત્યેક પાસા સાથે છે.
આથી યોગ એટલે એકત્વ, અને "એકત્વ" નો અર્થ એ છે કે તમારા વ્યક્તિત્વની મર્યાદાઓ કેવી રીતે દૂર કરવી તે આ વિજ્ઞાનનો ગુણ છે. આથી તમે હમણાં જેવા છો, તેના કરતા તમે વિશાળ થાવ. તમે અહીં નિરૂત્સાહી જીવન અથવા ઉત્સાહી જીવન જીવી શકો છો. નિરૂત્સાહીનો અર્થ અહીં થોડું અલ્પ જીવન થાય છે. હાલ મોટાભાગના લોકો અલ્પ (નિરૂત્સાહી) જીવન જીવી રહ્યાં છે. જો તમે કોઈને પૂછો કે તમારા જીવનની યાદગાર ક્ષણ કઈ છે, તો તેઓ કહેશે કે, "હું જ્યારે પરીક્ષામાં પાસ થયો, ત્યારે મને ખૂબ જ સારું લાગ્યું હતું." પછી, હું દુઃખી થયો. પછી “મને નોકરી મળી જેનાથી હું આનંદીત થયો”. પણ પછી બધાએ મને દુ:ખી કર્યો. પછી “મેં લગ્ન કર્યા”, તે સમય ખરેખર અદ્ભુત હતો, પછી મારા સાસુ આવ્યા અને !" અને આમનું આમ બધુ ચાલુતું રહ્યું. તેઓ તેમના જીવનમાં પાંચ મહાન ઘટનાની ગણતરી કરશે. જો તમારા જીવનની દરેક ક્ષણ ઉત્સાહપૂર્ણ નથી, તો તે એક અલ્પ (નિરૂત્સાહી) જીવન જીવો છો.
જો તમે ઉત્સાહી જીવન જીવવા માંગતા હો, તો વ્યક્તિગત મર્યાદાઓ દૂર થવી જોઈએ. આવું થશે ત્યારે જ, તમે મોટાપાયે જીવનને માણી શકશો અને તમે સામાન્ય રીતે તમારી આસપાસ જે જુઓ છો તે જીવનનો અનુભવ અને ઉત્સાહનો આધાર બને છે. તમે તમારી યુવાનીમાં ક્યારે સાબુના પરપોટા ઉડાવ્યાં છે?
સહભાગીઓ: હજુ પણ અમે યુવાન છીએ...
સદગુરુ: ઓહ! તમે જ્યારે બાળક હતા. ત્યારે સાબુના પરપોટા ઉડાવ્યાં છે?
સહભાગીઓઃ હા
સદગુરુ: ધારો કે તમને ફક્ત આ પરપોટાનો એક મોટો ભાગ મળ્યો છે. પરંતુ બીજાઓને તમારા કરતા મોટો પરપોટો મળ્યો. શા માટે? તમારા ફેફસાંમાં દમ હતું. તમારી પાસે સાબુ પણ હતો. તો પછી એક વ્યક્તિના પરપોટાનું કદ મોટું કેમ થયું. કારણ કે જો તમે તમારી મર્યાદાઓને વિકાસવા દીધી છે. અહીં મહત્વનું એ કે આ ઇચ્છા નથી, પરંતુ મર્યાદિત સંભાવનાઓમાં હવાને વધુ ભરવાથી પરપોટો મોટો બન્યો.
એ જ રીતે, મારું શરીર અને તમારું શરીર અલગ છે. જ્યાં સુધી આપણે દફનાવવામાં ન આવે ત્યાં સુધી આપણે આ સમજી શકતા નથી. કે આપણે પૃથ્વીનો જ એક ભાગ છીએ. પણ હાલ તો, સો ટકા સ્પષ્ટ છે કે, આ મારું શરીર છે, અને તે તમારું શરીર છે. આ મારું મન છે અને તે તમારું મન છે. આ એ તે ન હોઈ શકે અને તે આ ન હોઈ શકે. પરંતુ મારા અને તમારા જીવનમાં અમુક વસ્તુ સાચી નથી. ત્યાં તો, ફક્ત જીવન છે. અહીં તો તમે કેટલું જીવન પ્રાપ્ત કરો છો, તે તમારા જીવનનો અવકાશ અને સ્કેલ નક્કી કરે છે, તમે કેટલી માહિતી પ્રાપ્ત કરો છો તે નથી. જો એવું હોય તો તમે તમારી વ્યક્તિત્વની મર્યાદાઓનો ભંગ કરવો પડશે. જ્યારે મર્યાદાઓ દૂર થાય છે, ત્યારે આપણે કહીએ છીએ કે તમે યોગમાં છો. જો કોઈ વિસર્જન અનુભવે છે, તો આપણે તે વ્યક્તિને યોગી તરીકે સંબોધન કરીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ કેટલો દૂર જશે તે વિવિધ વાસ્તવિકતાઓને આધિન છે, પરંતુ ઓછામાં ઓછું આપણે વૈજ્ઞાનિક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આથી આપણે કેવી રીતે આપણી વ્યક્તિગત મર્યાદાઓ તોડીએ તેના પર વિચાર કરીએ.
તમારી બધી મર્યાદાઓ તમે જાતે જ બનાવી છે, સાચું ને? તમે જ મર્યાદાઓ બનાવો, અને પછી તમે તે મર્યાદાઓમાં ગુંગળામણ અનુભવો છો. આ કેવા પ્રકારની જીંદગી છે? જો કુદરતી રીતે જે મર્યાદા હોય તે સમજી શકાય છે. પરંતુ તમે જાતે જ મર્યાદાઓનો પહાડ બનાવ્યો છે અને આત્મસંયમના અનુસંધાનમાં તમારી પોતાની મર્યાદા થોપી દો છો. સ્વ-બચાવની આ દિવાલો વચ્ચે તમે સ્વ-કેદની અનુભૂતી કરો છો. જો તમારે આમ ન કરવું હોય તો, તમારે યોગ કરવા જોઈએ. "મારે વળવું જોઈએ, મારે ફરવું જોઈએ, મારે મારા માથા પર ઊભા રહેવું જોઈએ?" આ બધું યોગ નથી, યોગનો અર્થ વાકાચુંકા થવાનો નથી. તમે ગમે તે રીતે યોગ કરી શકો છો - શ્વાસ લઈ શકો છો, ચાલતા, વાત કરતા, વાંચતા, ઊંઘતા અથવા ઊભા ઊભા પણ યોગ કરી શકો છો. આની કોઈ ચોક્કસ પ્રવૃત્તિ નથી. પણ ચોક્કસ પરિમાણ છે.
લોકો મને સતત પૂછતા રહે છે, "સદગુરુ, તમે કેટલાં કલાક યોગાસન કરો છો?" ત્યારે હું કહું છું, "વીસ સેકંડ!" ખરેખર, તે સાચું છે. હું સાધના ફક્ત વીસ સેકંડ જ કરું છું. હું સવારે ઊઠી, માત્ર વીસ સેકન્ડ યોગ કરું છું. તો પછી હું દિવસના બાકી સમયમાં યોગ નથી કરતો? ના! એવું નથી, હું યોગ જીવી રહ્યો છું, મારું આખું જીવન સતત મારી અંદર અને બીજાની અંદરની મર્યાદાઓને દૂર કરવામાં વીત્યું છે. જે મારા માટે આ યોગ સમાન છે. અત્યારે આપણે અહીં શું કરી રહ્યા, આ પણ યોગ જ છે.
Editor's Note: Whether you're struggling with a controversial query, feeling puzzled about a taboo topic, or just burning with a question that no one else is willing to answer, now is your chance to ask! Ask Sadhguru your questions at UnplugWithSadhguru.org.