નરક ચતુર્દશી: નકારાત્મકતાના અંતનો ઉત્સવ
શ્રીકૃષ્ણએ દિવાળીની પહેલા આવતી ચૌદશે નરક નામના રાક્ષસને માર્યો હતો. આ નરકાસુરની ઈચ્છા હતી કે આ ચૌદશનો ઉત્સવ ઉજવવામાં આવે.
દિવાળી નરક ચૌદશ તરીકે પણ ઓળખાય છે કેમ કે નરકે તેની મરણતિથિની ઉજવણી થાય એવી વિનંતી કરેલી. ઘણા લોકોને એમની મર્યાદાની ખબર મૃત્યની ક્ષણે જ પડે છે. જો તેમને અત્યારે ખબર પડે તો જીવન સુધારી શકાય. પણ મોટાભાગના લોકો છેલ્લી ક્ષણ સુધી રાહ જુએ છે. નરક તેવા લોકો માનો એક છે. પોતાના મૃત્યુ સમયે અચાનક તેને ખબર પડી કે તે પોતાના જીવનમાં શું કરતો હતો અને તેણે કેવી રીતે જીવન વેડફી નાખ્યું. તેથી તેણે કૃષ્ણને વિનંતી કરી, "આજે તમે ખાલી મને જ નહિ પરંતુ મેં જેટલું ખોટું કર્યું તેને પણ મારી રહ્યા છો - આની ઉજવણી થવી જોઈએ." તો તમારે નરકના ખોટા કાર્યોના અંતની નહિ, પરંતુ તમારા અંદરના ખોટા કાર્યોના અંતની ઉજવણી કરવી જોઈએ. તો જ તે સાચી દિવાળી થઇ ગણાય. નહિતર એ ખાલી ઘણા બધા ખર્ચ, તેલ અને ફટાકડા જ છે.
નરક એક ખુબ જ સારા પરિવારમાંથી હતો. કથા કહે છે કે તે વિષ્ણુનો પુત્ર હતો. પણ આ ત્યારે થયું જયારે વિષ્ણુએ એક જંગલી રીંછનું સ્વરૂપ લીધું હતું, તેથી, તેનામાં ચોક્કસ વૃતિયો હતી. એના કરતા પણ વધારે, નરકા મુરાનો મિત્ર બન્યો, જે પછીથી તેનો સેનાપતિ બન્યો. તેમણે સાથે અનેક યુધ્ધો લડ્યા અને હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. કૃષ્ણએ પહેલા મુરાને માર્યો, કારણ કે જો તે બંને સાથે હોય તો નરકાને કોઈ રીતે પરાજિત કરવો શક્ય નહોતો. કૃષ્ણનું નામ મુરારી હોવાનું કારણ છે કે તેમણે મુરાનો વધ કર્યો. દંતકથામાં મુરા પાસે યુધ્ધમાં જાદુઈ શક્તિઓ હોવાનું કહ્યું છે, જેનાથી તે એવો બની ગયો હતો કે તેની સામે કોઈ પણ ઉભું ન રહી શકે. એક વખત મુરાને માર્યા પછી નરકને મારવું ખુબ જ સરળ હતું.
નરકને એટલે મારવામાં આવ્યો કે કૃષ્ણને લાગ્યું કે જો તેને જીવિત રાખવામાં આવે તો એ આ જ રસ્તે ચાલશે. પરંતુ જો તમે એને મૃત્યુની નજીક લઇ જાવ તો એ અનુભૂતિ કરવા માટે શક્ષમ હતો. અચાનક જ તેને અનુભૂતિ થઇ કે તેણે જરૂરિયાત વગર જ ખુબ વધારે ખરાબ કર્મો અને પાપનો સંગ્રહ કર્યો હતો. તેથી તેણે કહ્યું "તમે મારો વધ નથી કરી રહ્યા, તમે મારા ખરાબ કર્મ દુર કરી રહ્યા છો. તમે આ મારી સાથે સારું કરી રહ્યા છો. આ બધાને ખબર પાડવી જોઈએ. જેથી તે મારી સંગ્રહ કરેલી દરેક ખરાબકર્મોના મૃત્યુને ઉજવે કારણ કે તેણે મને નવો પ્રકાશ આપ્યો છે અને તે દરેકના જીવન માં પ્રકાશ લાવે." તેથી, આ પ્રકાશનો ઉત્સવ બની ગયો. આખો દેશ આ દિવસે પ્રજ્વલિત થઇ ઉઠે છે, તમારે તમારી બધી નકારાત્મકતાને સળગાવી દેવાની છે. એ તમે અત્યારે કરો એ સારું છે. નરક માટે, કૃષ્ણ એ તેને કહ્યું હતું "હું તારો વધ કરવાનો છું." પરંતુ તમારા માટે જરૂરી નથી કે કોઈ તમને કહે - એ બસ થઇ જાય.
ટેનેસીમાં આવું બનેલું. એક સ્ત્રી બંદૂકની દુકાન પર ગઈ. ટેનેસીમાં લોકો માટે એકાંતરે નવી બંદૂકો ખરીદવી બહુ સામાન્ય વાત છે. તો તેણી બંધુક્ની દુકાન પર ગઈ અને કહ્યું," મારા પતિ માટે મારે રિવોલ્વર અને થોડીક ગોળીઓની જરૂર છે." દુકાનદારે પૂછ્યું," તેઓ કઈ કંપની પસંદ કરશે?" તેણીએ કહ્યું,"મેં તેઓને કહ્યું નથી કે હું તમને ગોળી મારવાની છું."
જયારે મૃત્યુ નજીક હોય ત્યારે જરૂરી નથી કે તમને જાણ કરવામાં આવે. આથી દિવાળી એ યાદ અપાવે છે કે કોઈનાથી મરવાને બદલે તમે સજગ રીતે મૃત્યુ પામી શકો અને સજગ જન્મ લઇ શકો. આપણે નથી જાણતા કે પુરુષ, સ્ત્રી, બેકટેરિયા, વાયરસ કે તમારા પોતાના કોષો તમને મારશે. કોઈને કોઈ તો આપણને મારશે. તો સારું છે કે આપણે નરકની ઇચ્છાનો પોતાને યાદ અપાવવા ઉપયોગ કરીએ કે, "હું મારી જાતને કંઈક વધારે સારી બનાવી શક્યો હોત પણ મેં ખોટા કામો કર્યા અને આવો બની ગયો."
આપણે બધા સમાન સામગ્રીથી બન્યા છીએ પણ જુઓ દરેક કેટલા અલગ બન્યા છીએ.પ્રશ્ન ખાલી એટલો જ છે કે તમે દરરોજ શું ભેગું કરી રહ્યા છો? શું તમે પોતાની અંદર ઝેર બનાવી અને સંગ્રહ કરી રહ્યા છો કે તમે પોતાની અંદર દૈવી સુગંધ બનાવી રહ્યા છો? આ પસંદગી છે. સારો જન્મ પામીને ખરાબ કામો કરવાની નરકાસુરની આ કથા મહત્વપૂર્ણ છે. મૃત્યુના ક્ષણે નરકાસુરને ખ્યાલ આવ્યો કે તેની અને કૃષ્ણ વચ્ચે માત્ર એજ તફાવત છે કે દરેકે તેમના જીવનની સાથે શું કર્યું? કૃષ્ણએ પોતાને ભગવાન જેવા બનાવ્યા જયારે નરકાસુરે પોતાને રાક્ષસ બનાવ્યો. આપણી દરેક પાસે આ પસંદગી છે. જો આપણી પાસે પસંદગી ન હોય તો જેઓએ પોતાના જીવનને ઝળહળતા તારા જેવા ઉદાહરણ બનાવ્યા તેઓનો શું મતલબ? એવું નથી કે તેઓ નસીબદાર હતા કે એવી રીતે જ જન્મ્યા હતા. પોતાને ખાસ રીતે બનાવવા માટે ઘણી તોડ-મરોડની જરૂર પડે છે.
જિંદગી તમને ચાબુક મારે તેની રાહ જોવો અથવા તમે ખુદ ચાબુકની હાકથી પોતાના જીવનને દિશા આપો- પસંદી તમારી છે. નરકાએ કૃષ્ણને પસદ કર્યા કે તેઓ તેને હાંકે. જયારે કૃષ્ણએ પોતાને જાતે હાંકી પોતાના વ્યક્તિત્વ અને જીવનનું નિર્માણ કર્યું. આ બહુ મોટો તફાવત છે. એકને ભગવાનની જેમ પૂજવામાં આવે છે અને બીજાને રાક્ષસ ગણવામાં આવે છે- બસ આટલું જ છે. કાંતો તમે જાતે પોતાના જીવનને આકાર આપો અથવા જીવન એક દિવસ તમને ઠોકી પીટીને આકાર આપે- કે આકાર બગાડી દે, કોઈ પણ રીતે. દિવાળી આની યાદ અપાવે છે. ચાલો, આપણે પોતાના જીવનને મંગલ દિશામાં પ્રજ્વલિત કરીએ