શામ્ભવી મહામુદ્રા અન્ય ધ્યાન પ્રક્રિયાઓ થી અલગ કેમ છે?
સદગુરુ કહે છે કે, આજે આ વિશ્વમાં ઉપલબ્ધ ઘણી બધી અધ્યાત્મિક પ્રક્રિયાઓ પૈકી શામ્ભવી મહામુદ્રામાં એવું શું છે જે એને અનન્ય બનાવે છે?
ધ્યાનથી મહામુદ્રા સુધી
સદ્ગુરુ : ‘ધ્યાન’ એટલે કે ધ્યાન શબ્દ ઘણા બધા રીતે વપરાય છે. મોટેભાગે, જ્યારે તમે કોઈ વસ્તુ ઉપર તમારું લક્ષ્ય કેન્દ્રિત કરી રહ્યા હો ત્યારે લોકો કહેશે કે તમે ધ્યાનમાં છો. જો તમે એક જ વિચારને વારે વારે રટણ કરી રહ્યા છો તો લોકો કહેશે કે તમે ધ્યાનમાં છો. જો તમે સતત ફક્ત એક જ ધ્વનિ કે મંત્રનું ઉચ્ચારણ કરો તો એને પણ ધ્યાન કહેવાય છે. અથવા જો તમે તમે તમારી ભીતર અથવા તમારા ભૌતિક શરીરમાં થનારી વસ્તુઓ વિષે માનસિક રીતે સજાગ હો તો તે પણ ધ્યાન જ કહેવાશે.શામ્ભવી આ કોઈ પણ વર્ગમાં નથી આવતી. તેથી જ અમે શામ્ભવી ને મહામુદ્રા અથવા ક્રિયા કહીયે છીએ. મુદ્રા શું છે? મુદ્રા શબ્દનો સીધો અર્થ છે ‘મોહર’ અથવા ‘સીલ(બંધ)’ કે જેને તમે લૉક કરી દો. આજની દુનિયામાં માનવજાતની સૌથી મોટી સમસ્યા એ ઉર્જાઓનો થતો અપવ્યય છે. કારણ કે માનવજાતના અત્યાર સુધીના ઈતિહાસમાં આપણી ઇન્દ્રિયો અત્યાર સુધીમાં ન થઈ હોય તે રીતે ઉત્તેજિત થઇ રહી છે. ઉદાહરણ તરીકે, આજે આપણે આખી રાત તેજ લાઈટ ચાલુ રાખીને બેસી શકીએ છીએ. તમારી આંખો તેના માટે ટેવાયેલી નથી. તે તો બાર કલાકપ્રકાશ અને બાર કલાક અંધારા કે એકદમ આછા આછા અજવાળા માટે જ ટેવાયેલી છે. તેથી જ તમારી દ્રષ્ટિ ઇન્દ્રિય ગાંડાની જેમ કાર્યાન્વિત થઈ ગઈ છે.
તંત્ર પર પડતો વધારાનો બોજો: ઇન્દ્રિયોને થતું વધારે પડતું ઉત્તેજન.
પહેલાના સમયમાં તમને કાંઈ સંભળાઇ તે માટે ક્યાં તો સિંહે ત્રાડ પાડવી પડતી, હાથી એ બરાડા પાડવા પડતાં અથવા તો બીજો કોઈ અલગ અવાજ થવાની જરૂર પડતી. એ સિવાય બધુ શાંત રહેતું. અત્યારે ચારે તરફ આખો સમય અવાજ જ અવાજ ચાલ્યા કરે છે. તેથી જ તમારા પર કાન વધુ પડતો બોજ થઈ રહ્યો છે. પહેલા કાંઈ રંગીન જોવું હોય તો તો તમારે સૂર્યાસ્તની રાહ જોવી પડતી અને જ્યાં સુધીમાં તમે તમારા પરિવારને એ દ્રશ્યને માણવા માટે બોલાવો ત્યાં સુધીમાં તો સૂર્ય આથમી પણ ગયો હોય. પણ આજે તો તમે ટીવી ચાલુ કરતાં જ દરેક પ્રકારના રંગો જોઈ શકો છો. એકદમ વેગથી થતું પ્રકાશનું આ અનુગમન તમારી આંખોને આંજી નાખે છે.
આમ, તમારી ઇંદ્રિયો અત્યાર સૌથી ક્યારેય ન કર્યું હોય તેટલું કાર્ય કરે છે. અત્યારે જ્યારે તમારી ઇન્દ્રિયો કામના આટલા ભાર હેઠળ હોય ત્યારે જો તમે શાંતિથી બેસીને “આઉમ, રામ” કે બીજું કાઇ પણ તમે વિચારો છો તે પણ તમને ત્યાં સૌથી આટલા જ વેગથી સતત ઉત્તેજિત કર્યા જ કરશે, જ્યાં સુધી તમે પોતનામાં જ એક શક્તિશાળી પ્રક્રિયાનું નિર્માણ ન કરો. આજના વિશ્વમાં મોટેભાગના લોકો દિવાસ્વપ્ન જોયા વિના આંખો બંધ કરીને બેસી જ નથી શકતા.
ઊર્જાઓને સાચવીને રાખો
શામ્ભવી એ મહામુદ્રા છે કારણકે એ ‘સીલ’ અથવા ‘બંધ’ છે. જ્યારે તમે કોઈ વસ્તુ પર સીલ લગાવીને બંધ કરી દો છો ત્યારે તમારી ઉર્જાઓ એકદમ જુદી જ દિશામાં ફંટાઇ જાય છે. હવે વસ્તુઓ થશે. શમભાવી સિવાય બીજી એવી બહુ જૂજ ક્રિયાઓ છે જે કોઈ વ્યક્તિને ક્રિયા શરૂ કર્યાના પહેલા જ દિવસથી અસર કરે છે. કેમ કે જો તમે આ મહામુદ્રાને સરખી રીતે કરશો તો તમારી પોતાની જ ઉર્જાઓ એવી દિશામાં ગતિમાન થઈ જશે જે દિશામાં સામાન્ય રીતે નથી જતી. નહિતર, તમારી ઉર્જાઓ તમારી ઇન્દ્રિયોને પડતાં બોજા હેઠળ વિખરાઈ જશે. એ એના જેવુ છે કે જામે જો એક જ વસ્તુને સતત જોયા કરો છે તો તમે થોડા સમય પછી થકી જશો. માત્ર તમારી આંખો જ નહીં તમે જ કંટાળી જશો. કેમ કે દરેક વાર જ્યારે તમે કોઈ વસ્તુ પર ધ્યાન આપો છો ત્યારે તમે કેટલીક ઉર્જાઓ છોડો છો. જો પ્રકાશનું એક કિરણ તમારી પાસે આવે ત્યારે એને જોવા માટે પણ તમારે તમારી ઉર્જા વાપરવી પડે છે. જો કોઈ અવાજ થાય તો તેને સાંભળવા માટે પણ તમારે તમારી ઉર્જાઓ વાપરવી પડે છે. અમે એને એ રીતે કરવા માંગીએ છીએ કે એ ઉર્જાઓણો વ્યય થયા બાદ તમે એને પાછી મેળવી કરી શકો. અમે તેથી જ તો તમને માનસિક અને ભાવનાત્મક રીતે તમને એકવીસ મિનિટની એ ક્રિયા કરવા માટે તૈયાર કરીયે છીએ કે જેથી તમે ગ્રહણશીલતના એક સાચા સ્તર પર પહોંચો.
પ્રત્યક્ષ અસરના વૈજ્ઞાનિક પુરાવાઓ
શાંભવી ઉપર ઘણુબધું શોધ-કાર્ય ચાલી રહ્યું છે. તમે જાણો છો, આજના વિશ્વમાં તમારી ભીતર જે થઈ રહ્યું છે તે જ પૂરતું નથી. તે લેબોરેટરીમાં મપાવું જરૂરી છે. વૈજ્ઞાનિકો એ શોધયું છે કે જે લોકો શાંભવી ક્રિયાનો નિયમિત અભ્યાસ કરતાં હોય તે લોકોમાં કોર્ટિસોલ અંતઃસ્ત્રાવની કર્યાન્વિક્તાનો દર નોંધપાત્ર વધારે હોય છે. BDNF- બ્રેઇન ડિરાઈવ્ડ ન્યૂરોટ્રોપિક ફેક્ટર એટલે કે તમારા મગજ દ્વારા ઉત્પાદિત ન્યૂરોનની સંખ્યા પણ વધે છે.
કોર્ટિસોલ અંતઃસ્ત્રાવની કર્યાન્વિક્તા તમારામાં અલગ સ્તરની જાગૃતિ લાવે છે. આત્મજ્ઞાનને પણ જાગૃતિ કહેવામા આવે છે. શા માટે? શું તમે પહેલેથી જ જાગૃત નથી? ના, તમે તમારા જીવનની દરેક ક્ષણે એક સમાન રીતે જાગૃત નથી. જો તમે ઓછામાં ઓછા નેવું દિવસ સુધી શાંભવી ક્રિયા કરો તો તમારા ઉઠ્યાના અડધો કલાકમાં જ તમારા કોર્ટિસોલની માત્રા એક સામાન્ય વ્યક્તિ કરતાં અનેક ગણી વધારે હશે.
ઉત્તેજના-રોધક, આયુ-રોધક, તણાવ-રોધક
તમારા ઉત્તેજના નિયંત્રિત સરનારા ઘટકોમાં પણ સારો એવો વધારો થાય છે. તમારા જનીન કહે છે કે નેવું દિવસ સતત શાંભાવી ક્રિયા કર્યા બાદ કોષિકાઓના સ્તર પર તમે ૬.૪ વર્ષ જેટલા યુવાન થઈ જાઓ છો. આ બધી વસ્તુઓ ખૂબ જ નિષ્ણાત વૈજ્ઞાનિકો દ્વારા પુખ્તા કરવામાં આવી છે. અને આ બધા ઉપરાંત તમારું મગજ સતત કાર્યરત હોવા છતાંય તમારી પ્રશાંતિમાં વધારો થાય છે. આ શાંભવીનું એક અનન્ય પરિમાણ છે.
અમેરિકામાં થયેલા મોટેભાગના શોધકાર્ય બૌદ્ધ ધ્યાન ઉપર આધારિત છે, યોગના બીજા પરિમાણો પર નહી. બૌદ્ધ પ્રક્રિયાઓનો મુખ્ય હેતુ વ્યક્તિને શાંત અને ખુશ બનાવવાનો છે, પણ સાથે જ તે મગજની સક્રિયતા પણ ઘટાડે છે. જ્યારે શાંભાવી વ્યક્તિને શાંત અને ખુશ તો બનાવે છે પણ એની સાથે જ મગજની સક્રિયતા પણ વધારે છે.
શાંતિ અને શક્યતાઓ - અને તે પણ સમસ્યાઓ વિના
તમારે તમારું મગજ કામ કરતું જ રાખવું જોઈએ. આધ્યાત્મિકતાના નામ ઉપર લોકો બેસીને “રામ, રામ” કે બીજા મંત્રોનું રટણ કર્યા કરે છે. પણ એની જગ્યાએ જો તમે ફક્ત “ડિંગ ડોંગ ડિંગ” એવું રટણ કર્યા કરો તો પણ તમે શાંત થઈ જશો. એ હાલરડાં જેવુ છે. જો તમારે માટે કોઈ હાલરડાં નથી ગાતું તો તમે પોતાના માટે ગાઓ, તમને એ મદદ કરશે. દરેક લોકો અજાણતામાં ઘણી બધી યુક્તિઓ કરે છે અને પોતાની જાતને સતત કાંઈ ને કાંઈ કહ્યા કરે છે. પછી ભલે એ કહેવાતો પવિત્ર ધ્વનિ હોય કે બીજો કોઈ લવારો, જો તમે એને સતત રટ્યા કરશો તો તમારામાં એક પ્રકારની સુસ્તી આવશે. આ સુસ્તીને ઘણી વાર શાંતિ સમજી લેવામાં આવે છે.
તમારી અત્યારે એક જ સમસ્યા છે બૌદ્ધિક સક્રિયતા. જો અમે તમારી બૌદ્ધિક સક્રિયતાને ખેંચી લઈએ તો તમે શાંત અને મજેદાર બની જશો, પણ તમારામાં રહેલી શક્યતાઓ પણ સમાપ્ત થઈ જશે. ખરેખર તો માણસની આ એક જ સમસ્યા છે: તેઓ પોતાની શક્યતાઓને પોતાની સમસ્યાઓની જેમ અનુભવ કરી રહ્યા છે. જો અમે તમારી શક્યતાઓને ખેંચી લઈએ, તમારું અડધું મગજ ખેંચી લઈએ તો ચોક્કસપણે જ તમારી સમસ્યાઓ જતી રહેશે. શાંભાવી તમારી શક્યતાઓને વધારે છે અને તમારી સમસ્યાઓને નિવારે છે એ જ આ મહામુદ્રાની અનન્યતા છે.