Mahabharat All Episodes

દેવયાની અને શર્મિષ્ઠા

સદ્દગુરુ: દેવયાની તે વિસ્તારના અસુરોના રાજા વૃષપર્વની દીકરી શર્મિષ્ઠાની પ્રિય સખિ હતી. એક પ્રસંગ એવો બન્યો જેનાથી એક રીતે તે કુરુવંશનું મૂળ બની ગયો. આ બે યુવતીઓ નદીમાં ન્હાવા ગઈ. શર્મિષ્ઠા એક અસુર રાજકુમારી હતી, દેવયાની શુક્રાચાર્યની પુત્રી હતી, જેઓ એક પૂજારી હતાં તે રીતે, દેવયાની બ્રાહ્મણકુળની હતી. બ્રાહ્મણકુળને તે વખતે સામાજિક રીતે સર્વોચ્ચ ગણવામાં આવતું હતું. તેથી જ તે બંને યુવતી જ્યારે ન્હાવા ગઈ ત્યારે તેમણે પોતાના કપડાં અને ઘરેણાં અલગ અલગ મૂક્યાં.

મહાભારતની આખી વાર્તામાં વરદાનો અને અભિશાપો રહેલાં છે પણ, તમને ખબર નથી કે અભિશાપ એ વરદાન છે કે વરદાન એ અભિશાપ. કારણ કે, જીવન પાસે બધી વસ્તુઓને મિશ્રિત કરી નાખવાની એની પોતાની રીતો છે.

જ્યારે તેઓ નદીમાં રમી રહી હતી ત્યારે જોરમાં પવન ફૂંકાવાને કારણે તેમના કપડાં ભેગાં થઈ ગયાં. જ્યારે તે બંને બહાર આવી ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ કપડાં પહેરવાની ઉતાવળમાં હતી. શર્મિષ્ઠાએ ભૂલમાં અમુક કપડાં દેવયાનીનાં પહેરી લીધાં. તેથી થોડું મજાકમાં અને થોડું પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે દેવયાનીએ કહ્યું કે, “તું તારા પિતાનાં ગુરુની દીકરીનાં કપડાં કઈ રીતે પહેરી શકે છે? એ કેવું લાગે? અને શું એ યોગ્ય છે?”

શર્મિષ્ઠાને પોતાની ભૂલ સમજાઈ. પણ એક રાજકુમારી હોવાને કારણે આવેશમાં આવીને તે બોલી, “તારા પિતા એક ભિક્ષુક છે. તે મારા પિતા આગળ માથું નમાવે છે. તું મારા પિતા જે કંઈ ભિક્ષા આપે છે તેમાંથી જીવે છે. તને તારું સ્થાન ખબર હોવી જોઇએ.” અને તેણે દેવયાનીને ધક્કો મારીને ખાડામાં પાડી દીધી. શર્મિષ્ઠા તેને ત્યાં છોડીને ક્રોધાવેશમાં ત્યાંથી જતી રહી.

જ્યારે દેવયાની ઘરે પાછી આવી ત્યારે તેના પિતાના ખોળામાં લપાઈને બદલો લેવા માટે રડવા લાગી અને કહ્યું, “તમારે આ રાજકુમારીને પાઠ ભણાવવો જ પડશે.” પોતાની દીકરીનું અપમાન કરવાના બદલામાં શુક્રાચાર્યે તે રાજકુમારી પોતાની દીકરીની દાસી બની જાય તેવી માંગણી કરી. રાજા પાસે શુક્રાચાર્ય સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો કારણ કે, શુક્રાચર્ય મરેલાંઓને પુનર્જીવિત કરતાં હતાં અને તેમના વગર તેઓ લડાઈ હારી જાય.

દેવયાનીએ શર્મિષ્ઠા સાથે આમ તો પોતાનો બદલો પૂર્ણ કરી નાખ્યો હતો અને તેણે શર્મિષ્ઠાને ત્યાં જ છોડી જવી જોઈતી હતી પણ, તેને હજી થોડો બદલો લેવો હતો.

મહાભારતની આખી વાર્તામાં વરદાનો અને અભિશાપો રહેલાં છે પણ, તમને ખબર નથી કે અભિશાપ એ વરદાન છે કે વરદાન એ અભિશાપ. કારણ કે, જીવન પાસે બધી વસ્તુઓને ભેગી કરી નાખવાની પોતાની પદ્ધતિઓ છે. એક અભિશાપ વરદાન બની જાય છે અને એક વરદાન અભિશાપ બની જાય છે. તો, શર્મિષ્ઠાને દેવયાનીની દાસી બનવાનો શ્રાપ આપવામાં આવ્યો. દેવયાનીના લગ્ન યયાતિ સાથે થયાં. તેણે, શર્મિષ્ઠા પોતાની અંગત દાસી તરીકે તેના નવા ઘરમાં આવે તેવો આગ્રહ રાખ્યો.

દેવયાનીએ શર્મિષ્ઠા સાથે આમ તો પોતાનો બદલો પૂર્ણ કરી નાખ્યો હતો અને તેણે શર્મિષ્ઠાને ત્યાં જ છોડી જવી જોઈતી હતી પણ, તેને હજી થોડો બદલો લેવો હતો. તેથી શર્મિષ્ઠા તેના લગ્ન પછી તેની દાસી તરીકે તેની સાથે ગઈ. યયાતિ અને દેવયાની પતિપત્ની તરીકે સાથે રહ્યાં અને તેમને યદુ નામનો એક પુત્ર થયો. યાદવો આ યદુકુળમાંથી આવે છે.

શર્મિષ્ઠા દેવયાનીની દાસી હોવાં છતાં એક રાજકુમારી હોવાને કારણે તેણે પોતાની જાતને એક પ્રભાવશાળી રીતે રાખી હતી. તેણે પોતાની જાતને દેવયાની કરતાં પણ વધારે આકર્ષક બનાવી. દેખીતી રીતે જ, યયાતિ તેનાં પ્રેમમાં પડ્યો. તેમની વચ્ચે એક ખાનગી પ્રેમપ્રકરણ પણ ચાલ્યું અને તેમને એક બાળક થયું. તે બાળક પુરુ હતો, જે કુરુવંશનો એક જનક બન્યો.

Mahabharat Episode 3: Curses or Blessings?

જ્યારે શુક્રાચાર્યને જાણ થઈ કે યયાતિએ તેમની દીકરી સાથે વિશ્વાસઘાત કરીને એક દાસી વડે પુત્ર મેળવ્યો છે ત્યારે તેમણે યયાતિને શ્રાપ આપ્યો કે, “તું તારું યૌવન ખોઈ બેસે.” તેથી યયાતિ એક વ્રુદ્ધ વ્યક્તિ બની ગયો.

સ્વાભાવિક યયાતિના પ્રથમ પુત્ર હોવાનાં કારણે યદુએ રાજા બનવું જોઈએ પણ અમુક દુષ્કર્મોના કારણે તે ન બની શક્યો. જ્યારે શુક્રાચાર્યને જાણ થઈ કે યયાતિએ તેમની દીકરી સાથે વિશ્વાસઘાત કરીને એક દાસી વડે પુત્ર મેળવ્યો છે ત્યારે તેમણે યયાતિને શ્રાપ આપ્યો કે, “તું તારું યૌવન ખોઈ બેસે.” તેથી યયાતિ એક વ્રુદ્ધ વ્યક્તિ બની ગયો.

તે આ વસ્તુ પચાવી શક્યો નહીં. જ્યારે યદુ મોટો થયો અને સંપૂર્ણ યુવાન થયો ત્યારે યયાતિએ તેને કહ્યું, “મને તારી યુવાની થોડો સમય માટે આપ આને મને થોડાં વર્ષ આનંદ કરવા દે. પછી હું તને તારી યુવાની પાછી આપી દઈશ.” યદુએ કહ્યું, “ના, પહેલાં તમે મારી માતા સાથે દગો કર્યો અને હવે મારા યૌવન માટે મને છેતરવા માંગો છો.” તેથી, યયાતિએ યદુને શ્રાપ આપ્યો : “તું કદી રાજા નહીં બને.”

યયાતિનો બીજો પુત્ર પુરુ, જે શર્મિષ્ઠા વડે થયો હતો, તેણે સામે ચાલીને પોતાનું યૌવન પોતાના પિતાને આપી દીધું અને કહ્યું, “ પિતાશ્રી, યુવાનીનો આનંદ લો. તેનો મારા માટે કોઈ અર્થ નથી.” યયાતિ ફરીથી યુવાન બન્યો અને થોડા સમય માટે એક યુવાન તરીકે જીવ્યો. જ્યારે તેને થયું કે હવે તે આનાથી સંતુષ્ટ છે ત્યારે તેણે તેનું યૌવન ફરીથી તેના પુત્ર પુરુને સોંપી દીધું અને તેને રાજા બનાવ્યો.

ક્રમશ:...

More Mahabharat Stories

Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower June 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.