પોતાની ભાવનાઓ ને બદલવું આટલું મુશ્કેલ કેમ હોય છે? સોનાક્ષી એ પૂછ્યું સદગુરુ ને
પોતાની ભાવનાઓ ને બદલવું આટલું મુશ્કેલ કેમ હોય છે? શું વિચારોને બદલવાથી ભાવનાઓ પણ બદલાઈ શકે છે? વાંચયે સોનાક્ષી સિંહા ના પ્રશ્ન નો ઉત્તર.
સોનાક્ષી સિંહા: પ્રિય સદગુરુજી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છું અને ઘણી વખત મારા માટે સારી ન હોય તેવી પરિસ્થિતિથી મારી જાતને અળગી કરવામાં મને ઘણી મુશ્કેલી પડે છે. જેમ કે, હું જાણતી હોઉં કે પરિસ્થિતિ મારી ઈચ્છા મુજબ આકાર નથી લઈ રહી, તેવે વખતે મારું મન અન્યત્ર વાળવું અને મારી લાગણીઓને અન્ય દિશા તરફ વાળવાનું કામ ઘણું જ મુશ્કેલ હોય છે. આ પરિસ્થિતિનો સામનો મારે કેવી રીતે કરવો જોઈએ?
સદગુરુ: ઓહ! વિશ્વમાં આ વિશે ઘણી ચર્ચા થાય છે. તમે દિમાગ અને હૃદય (લાગણી)ને લગતા આ મુદ્દા વિશે જાણો છો? તમે જે રીતે વિચારો છો, તે રીતે અનુભૂતિ કરો છો. અને જે રીતે અનુભૂતિ કરો છો, તે રીતે વિચારો છો.
જુદા-જુદા લોકોની પ્રાથમિકતા જુદી-જુદી હોય છે. અમુક લોકો તેમના વિચારોને પ્રાથમિકતા આપે છે... આજે જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, તેના કારણે મોટા ભાગના લોકો માટે તેમની સંવેદનાઓ કરતાં તેમના વિચારો વધુ મહત્વ ધરાવે છે. તેમ છતાં, હજી પણ ઘણા લોકો એવા છે, જેમના માટે તેમના વિચારો કરતાં તેમની સંવેદનાઓ વધુ મહત્વપૂર્ણ છે.
આજકાલ જે લોકો લાગણીઓ થી આગળ ભાગે છે તેઓ મૂર્ખ લાગે છે કારણ કે તેઓ લાગણીઓ ની તાકાત અને બુદ્ધિ ને નથી સમઝતા, છત્તા પણ લોકો ઇમોશનલ કોશન્ટ ની વાતો કરે છે.
પરિવર્તન નો સમય
હવે, સોનાક્ષી જે વિશે પૂછે છે, તે પરિસ્થિતિમાં મૂકાવું તમને ગમતું નથી, પણ લાગણીઓનો ગૂંચવાડો ઊભો થાય છે, આથી વિચારો આવવાના ચાલુ જ રહે છે અને આમ, અજાણપણે તમે તે દિશામાં આગળ વધતા રહો છો.
તમારે એ સમજવાની જરુર છે કે - વિચાર ચપળ હોય છે. આજે મારો વિચાર એવું કહે છે કે સોનાક્ષી સૌથી અદભૂત વ્યક્તિ છે. કાલે તે મને પસંદ ન હોય તેવું કોઈ કાર્ય કરે કરે, તો મારા વિચારો કહેશે કે તે સારી વ્યક્તિ નથી. પણ જો મારી લાગણીઓ આ અદભૂત વ્યક્તિ સાથે આગળ વધી ચૂકી હોય, તો લાગણીઓ તેટલી ત્વરિત કે ચપળ નથી હોતી, તે એટલી ઝડપથી બદલાઈ શકતી નથી, તે અમુક અંશે જીવનસત્વ ધરાવતી હોય છે. તેને (બદલાતાં) સમય લાગે છે. તે દરમિયાન તમે સંઘર્ષ અનુભવો છો, કારણ કે વિચારો કહે છે કે, આ બરાબર નથી, પણ સંવેદના હજી પણ જકડાયેલી હોય છે.
મનનો અજંપો
હવે, આવી સ્થિતિમાં મારે શું કરવું? તમારી સંવેદનાઓને કે વિચારોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે, તમારા મનની પ્રકૃતિ એવી છે કે - હું આ વ્યક્તિ વિશે વિચારવા માંગતો નથી, તેનો અર્થ એ કે હું મારા સમગ્ર જીવન દરમિયાન તે એક વ્યક્તિ વિશે જ વિચાર્યા રાખીશ.
આ એક જાણીતી વાંદરાની વાર્તા છે. તો અમે કહીશું “ વાંદરાઓ વિષે આગલી પાંચ મિનિટ વિચારતા નહીં” શું તમે નહીં વિચારો? ફક્ત વાંદરાઓ!! કારણ કે આ જ તમારા મનની પ્રકૃતિ છે. જો તમે કહેશો” મને કઈ નથી જોઈતું”, ફકત એજ થશે.
આથી, જ્યારે ફરજિયાત વિચારો અને સંવેદનાઓ આવે છે, ત્યારે તમે તે જેવી હોય તેવી રીતે જ તેને જુઓ છો. તમે તેને અટકાવવાનો પ્રયત્ન નથી કરતા. જે ક્ષણે તમે તેને અટકાવવાનો પ્રયત્ન કરો છો, તે ક્ષણે તે વધી જશે. મનની બાબતમાં બાદબાકી અને વિભાજન નથી હોતું, તેમાં ફક્ત સરવાળો અને ગુણાકાર જ હોય છે.
સ્મૃતિઓ થી અંતર
તમારે શું કરવાની જરુર છે? - એક વાત સમજી લેવાની જરુર છે કે વિચારો અને સંવેદનાઓ એ અગાઉથી જ અસ્તિત્વ ધરાવતા, તમને યાદ હોય તેવા ડેટાનું રિસાઈકલિંગ છે. સ્મૃતિ સતત આવ્યા જ રાખે છે. તમારે આ રીતે જોવી પડે છે.
જેવી રીતે તમે એરપોર્ટ જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હોવ તે સમયે જેવી અસ્વસ્થતા અને સંઘર્ષની લાગણી થાય છે, આ એ પ્રકારનું જ છે. પછી કોઈક રીતે તમે એરપોર્ટ પહોંચો છો, એરપ્લેનમાં બેસો છો અને પ્રયાણ કરો છો. વિમાન ઊડી રહ્યું હોય, ત્યારે તમે જ્યારે નીચે નજર કરો છો, ત્યારે ટ્રાફિક જામ કેટલો સરસ દેખાય છે. કારણ કે તમે તે પરિસ્થિતિથી દૂર છો. ટ્રાફિક જામ તો તે જ છે, પણ તમે તેનાથી દૂર હોવાને કારણે તે ટ્રાફિક જામમાં તમને કોઈ સમસ્યા નથી દેખાતી.
વિચારો અને સંવેદનાઓનું પણ એવું જ છે - તમારી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓથી થોડું અંતર રાખવા માટે થોડી પ્રેક્ટિસની જરુર હોય છે અને તમારી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે, પણ જો તમે વ્યક્તિગત વિચાર અને સંવેદના પર ધ્યાન આપશો, તો તે હજારગણાં વધી જશે.
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org