ચેતના શું છે ? એક રહસ્યમય દ્રષ્ટિ
સદગુરુ માનવ ચેતના વધારવાનો શું અર્થ થાય છે તે પ્રશ્ન નો જવાબ આપે છે, અને જીવન બનાવનાર, મૂળભૂત બુદ્ધિ વિશે સમજાવે છે.
પ્રશ્ન: નમસ્કારં , સદગુરુ . આપણી સાધના સહિત ઈશામાં આપણે જે કામ કરી રહ્યા છીએ, અને માનવ ચેતના વધારવા વચ્ચે શું સંબંધ છે?
સદગુરુ: “ચેતન” અથવા “ચેતના” એવો શબ્દ છે જેનો ઉપયોગ ખૂબ જ ખોટા અર્થમાં થાય છે. લોકોએ તેનો વિવિધ રીતે ઉપયોગ કર્યો છે. તેથી સૌ પ્રથમ હું ચેતના શબ્દનો અર્થ સમજાવવા માંગુ છું. છેવટે ચેતન એટલે શું? તમે ઘણી વસ્તુઓનું સંયોજન છો. જીવનના ભાગ રૂપે, શરીર તરીકે, તમે પૃથ્વી, જળ, હવા, અગ્નિ અને અકાશ અથવા ઇથરની ચોક્કસ રકમ છો. આ સિવાય એક મૂળભૂત બુદ્ધિ છે, જે આ બધી બાબતોને એક ખાસ રીતે જોડે છે અને તેમાંથી જીવન બનાવે છે. ત્યાં કાદવની જેમ પડેલા સમાન ઘટકો અહીં જીવન તરીકે બેસી જાય છે - શું અતુલ્ય રૂપાંતર છે! બુદ્ધિનું એક ગહન અને અકલ્પનીય સ્તર છે કે જે હવા જેવી સરળ વસ્તુ ને જીવન માં રૂપાંતરિત કરી શકે છે. જો હવા બંધ, તો જીવન બંધ.તે વૃક્ષ, પક્ષી, જંતુ, કૃમિ, હાથી અથવા માનવી જે કંઈપણ હોય - તે જ સરળ સામગ્રીથી બનેલું છે. જેના કારણે આ બધું શક્ય છે, આપણે સામાન્ય રીતે તેને ચેતન કહીએ છીએ. આપણે આ શબ્દ કેમ વાપરી રહ્યા છીએ? કારણ કે માત્ર સભાન અને જાગૃત હોવાથી આપણે જાણી શકીએ છીએ કે આપણે જીવંત છીએ કે નહિ. જો તમે બેભાન હો, તો તમે જાણતા નથી કે તમે જીવંત છો કે મૃત્યુ પામેલા છો. જો તમે ઉંડી ઉંઘની સ્થિતિમાં છો, તો પણ તમે જાણતા નથી કે તમે જીવંત છો કે નહીં. જો તમે જીવનને અનુભવો છો, તેની જીવંતતા અનુભવો છો, તો તે માત્ર એટલા માટે છે કારણ કે તમે સભાન છો. તેથી આપણે તેને ચેતના કહી રહ્યા છીએ.
હવે આપણે આ ચેતનાનો વિકાસ કરવા માંગીએ છીએ. તમે ખરેખર ન તો સભાનતા વધારી શકો છો, ન તમે તેને નીચે લાવી શકો છો, આપણે ફક્ત નીચેની પૃષ્ઠભૂમિ સામે "ચેતના વધારવા" ની અભિવ્યક્તિનો ઉપયોગ કરીએ. જો તમે અહીં તમારા શરીર સાથે મજબૂત ઓળખ સ્થાપિત કરીને બેઠા છો, તો પછી તમારી સીમાઓ સ્પષ્ટ છે. આ હું છું, આ હું નથી. આ સ્થિતિમાં, તમે તમારી જાતને એક અલગ અસ્તિત્વ તરીકે અનુભવો છો. આનો અર્થ એ કે તમે સર્વાઇવલ મોડમાં છો, તે મનુષ્યની અંદર અથવા બીજા કોઈ પ્રાણીની અંદર જીવંત રહેવાનો એક માર્ગ છે. તમે આમાં કોણ છો તેની સીમાઓ સંપૂર્ણપણે નિશ્ચિત છે. આ મારું શરીર છે, આ તમારું શરીર છે. આ હું છું અને આ તમે છો. બંને માટે એક હોવાનો કોઈ રસ્તો નથી.
ભૌતિક ક્ષેત્રમાં પણ, જેટલી સૂક્ષ્મ વસ્તુ હોય છે, તેટલી વધુ સીમાઓ અદૃશ્ય થઈ જાય છે. આપણે એક જ હવા શ્વાસ માં લઈએ છીએ, જેમાં થોડો ભેજ શામેલ છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણે સતત હવા અને પાણીની આપલે કરીએ છીએ. આપણને આપણી વચ્ચેના આ વિનિમયમાં કોઈ સમસ્યા નથી કારણ કે આપણે હવા અને પાણીથી ઓળખાતા નથી. પરંતુ આપણે આપણા શરીરથી ઓળખાઈએ છીએ અને તેને પોતાનું માનીએ છીએ, તેથી આપણે નથી ઇચ્છતા કે કોઈ આપણા શરીરની સીમાઓનું ઉલ્લંઘન કરે.
તેથી જેને આપણે ચેતના કહીએ છીએ તે ખરેખર તમારા અસ્તિત્વનું એક ખૂબ જ સૂક્ષ્મ પાસું છે અને તે દરેક દ્વારા સામાન્ય રીતે શેર કરવામાં આવે છે. તે તે જ બુદ્ધિ છે જે મારામાં, તમારામાં, દરેકમાં ખોરાકને માંસમાં ફેરવી રહી છે. તેથી જો લોકો તેમના શરીર સાથે ઓળખવાને બદલે તેમના આંતરિક પરિમાણોથી તેમની ઓળખ સ્થાપિત કરે છે, તો પછી તેમની “હું” અને “તમે” ની ભાવના ઘટી જાય છે - “તમે” અને “હું” એક સમાન લાગે છે. આનો અર્થ એ છે કે સામાજિક સ્તરે ચેતના વધી છે.
આપણે કહીએ છીએ કે આપણે ચેતનાનો વિકાસ કરી રહ્યા છીએ. પરંતુ ખરેખર આપણે ચેતનાનો વિકાસ નથી કરી રહ્યા. અમે ફક્ત તમારા અનુભવોને ઉંડા કરી રહ્યા છીએ જેથી તમે વધુ સભાન બનો. આપણે બધા ખૂબ સભાન છીએ અને તેથી જ આપણે જાણીએ છીએ કે આપણે જીવંત છીએ. પ્રશ્ન એ છે કે આપણે કેટલા સભાન છીએ, આપણી ચેતનાનું સ્તર શું છે? એવું નથી કે તમારે તમારી ચેતના વધારવી પડશે, ચેતના હાજર છે, તમારે ફક્ત ત્યાં સુધીની પહોંચ સુધારવી પડશે જેથી તમે તેનો અનુભવ કરી શકો. તે હંમેશા હાજર છે. જો તે હાજર ન હોત, તો તમે આ શ્વાસને જીવનમાં રૂપાંતરિત ના કરી શક્યા હોત, તમે ખોરાકને જીવનમાં બદલી ના શક્યા હોત. તમે જીવંત છો એટલે તમે સભાન છો. એકમાત્ર વસ્તુ એ છે કે કાં તો તમારી પાસે તે સભાનતા સુધીની પહોંચ નથી અથવા તો તે ખૂબ ઓછી છે. જેમ જેમ તમારી પહોંચ સુધરે છે, તેમ તમારી સીમાઓ વિસ્તરતી જાય છે. જો તમે તમારી સભાનતા સાથે તમારી ઓળખ સ્થાપિત કરશો, તો પછી તમે દરેકમાં તમારી પોતાની છબી જોશો, દરેકને 'હું' જ અનુભવશો. યોગનો અર્થ પણ આ જ છે.
“યોગ” શબ્દનો અર્થ છે યુનિયન. મનુષ્ય ઘણી બધી રીતે આ એકતાની ભાવનાનો અનુભવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તેની અભિવ્યક્તિ ખૂબ સરળ રીતે શારીરિક સ્તરે હોય, તો આપણે તેને લૈંગિકતા કહીએ છીએ. જો તે ભાવનાત્મક રૂપે વ્યક્ત કરવામાં આવે છે, તો પછી આપણે તેને પ્રેમ કહીએ છીએ. જો તેને માનસિક અભિવ્યક્તિ મળે, તો તેને લોભ, મહત્વાકાંક્ષા, વિજય અથવા સામાન્ય રીતે 'ખરીદી' પણ કહેવામાં આવે છે. જો તેને સભાન અભિવ્યક્તિ મળે તો તેને યોગ કહેવામાં આવે છે, પરંતુ મૂળ પ્રક્રિયા, મૂળ ઇચ્છા સમાન છે. આનો અર્થ એ છે કે તમે એવી કોઈ વસ્તુનો સમાવેશ કરવા માંગો છો જે તમારો ભાગ નથી. તમે અંતરને , સરહદોનો નાશ કરવા માંગો છો. તમે મારા અને તમારી વચ્ચેના અંતરને દૂર કરવા માંગો છો.
તે વાત ભલે લૈંગિકતા, મહત્વાકાંક્ષા, પ્રેમ અથવા કોઈને જીતવાની હોય, તમે આજ કરી રહ્યા છો. જે તમારું નથી, તમે તેને તમારો ભાગ બનાવી લેવા માંગો છો, અને આ જ યોગ છે. યોગાનો અર્થ એ છે કે તમે દરેક વસ્તુ સાથે એક થઈ ગયા છો. બીજા શબ્દોમાં કહીએ તો, તમે કોણ છો તેની સીમાઓ તોડી નાખી છે. આ વિશે મોટી મોટી વાતો કરવાને બદલે, આપણે જોઈ રહ્યા છીએ કે આને અનુભવ કેવી રીતે બનાવવો જે ભૌતિકથી ઉપર હોય.
શાંભવી મહામુદ્રા આ જ હેતુ માટે છે. એ તમને તે દિશામાં લઈ જશે. તમે શરીર સાથે જોડાયેલા છો, પરંતુ તમે એવા પાસાઓ અનુભવવાનું શરૂ કરો છો જે તમારી શારીરિક મર્યાદાથી બહાર છે. તમે શરીરમાં છો, પરંતુ તમે અનુભવી રહ્યા છો જે શરીર નથી. તમારા જીવનના અનુભવો તમારા આ શરીર સુધી મર્યાદિત નથી. તમે તેને એક મોટી ઘટના તરીકે અનુભવો છો. આ સભાનતા ઉભી કરે છે. આનો અર્થ એ છે કે તમે તમારા પોતાના ભાગ રૂપે તમારી આસપાસના તમામ લોકોનો અનુભવ કરો છો.
તમારા હાથ પર પાંચ આંગળીઓ બનાવતી સામગ્રી થોડા સમય પહેલા પૃથ્વી પર હતી - હવે તે તમારી પાંચ આંગળીઓ છે. ગઈકાલે તમારી થાળીમાં જે હતું તે ખોરાક "તમે" ન હતું. પરંતુ તમે તે ખાવ છો, અને આજે તમે તેને તમારા ભાગ રૂપે અનુભવો છો. જો તમે તેને તમારી સીમામાં શામેલ કરો તો જ તમે તમારા પોતાના ભાગ રૂપે કંઈપણનો અનુભવ કરવા સક્ષમ છો. તમે આખા બ્રહ્માંડને ખાઈ શકતા નથી. તમારે તમારી સીમાઓને વિવિધ રીતે વિસ્તૃત કરવી પડશે.
સંવેદનાની સીમાઓને એવી રીતે વિસ્તૃત કરો કે જો તમે અહીં બેસો, તો આખું બ્રહ્માંડ પોતાના એક ભાગરૂપે અનુભવો - આ યોગ છે; આ સભાનતા વધારશે. અમે તેને દાર્શનિક અથવા વૈચારિક રીતે નહીં પરંતુ પ્રાયોગિક રૂપે કરી રહ્યાં છીએ, તકનીકી પ્રક્રિયાનો ઉપયોગ કરીને કે જે દરેક ઉપયોગ કરી શકે છે. સવાલ એ ઉભો થાય છે કે ટેકનોલોજી જ કેમ? - કેમ કે ટેક્નોલજીની પ્રકૃતિ એવી છે કે જે કોઈ તેનો ઉપયોગ કરવાનું શીખી લે છે તેના માટે તે કામ કરશે. તેના માટે તમારે તેના પર આંખો બંધ કરીને વિશ્વાશ કરવાની જરૂર નથી; તમારે તેની પૂજા કરવાની જરૂર નથી; તમારે તેને વહન કરવાની જરૂર નથી. તમારે ફક્ત તેનો ઉપયોગ કરતાં શીખવું પડશે અને તે તમારા માટે કાર્ય કરવાનું શરૂ કરશે. જે પણ તેનો ઉપયોગ કરવાનું શીખી જાય છે, તે તેના માટે કામ કરવાનું શરૂ કરે છે, પછી ભલે એ ગમે તે હોય. તેથી જ યોગને એક ટેક્નોલૉજી કહેવામાં આવે છે. તમારે ફક્ત તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું પડશે.
સંપાદકની નોંધ ઇશા ડાઉનલોડ્સ પર ઉપલબ્ધ “ઓફ મિસ્ટિક્સ એન્ડ મિસટેક્સ” પુસ્તકમાં સદગુરુના દૃષ્ટિકોણની વધુ સમજ મેળવો. “Of Mystics and Mistakes”, available on Isha Downloads.
A version of this article was originally published in Isha Forest Flower September 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.