વાર્તા:

એક દિવસ, શિષ્યો તેમના ઝેન માસ્ટરની આસપાસ બેઠા. તેમાંથી એકએ કહ્યું, "ઓહ, ગુરુદેવ! કૃપા કરીને આજે અમને એક વાર્તા કહો!"

ગુરુદેવે કહ્યું, "ઠીક છે, પણ વાર્તાના અંતે હું તમને એક પ્રશ્ન પૂછીશ."

વાર્તા સાંભળવાની ઉત્સુકતામાં, બધાએ કહ્યું, "ચોક્કસ! અમે તૈયાર છીએ"

ગુરુદેવે વાર્તા કહેવાનું શરૂ કર્યું. "એક ગામમાં એક ખૂબ જ ચરબીવાળી ભેંસ હતી. દરરોજ તે એક ઝૂંપડી પાસેથી પસાર થતી જ્યારે તે ખેતરોમાં ચરવા જતી. ઝૂંપડીની છત પર, લોકોએ ઝૂંપડાની અંદરના વાતાવરણને ઠંડુ રાખવા માટે ઘણાં ઘાસના પોટલાં મૂક્યાં હતાં.

ભેંસ તેનું માથું ઉપર કરતી અને તેની પહોંચ સુધી આવતા ઘાસના પોટલને નીચે ખેંચતી અને ખાઈ જતી. જ્યારે તે છત પર રાખેલા વધુ ઘાસના પોટલાં સુધી પહોંચી શકી નહીં, ત્યારે તેણે વિચાર્યું, " જ્યારે તેઓ ઝૂંપડાની છત પર આટલા બધા ઘાસના પોટલાં મૂકી શકે છે, તો અંદર કેટલા પોટલાં હશે? પણ અરે, ઝૂંપડીની બારી હંમેશાં બંધ રહેતી. અને અંદર શું હતું તે ભેંસ જોઈ શકતી ન હતી.

એક દિવસ તે ખેતરો તરફ જઈ રહી હતી ત્યારે ભેંસની આંખો આશ્ચર્યચકિત થઈ. ઝૂંપડીની બારી ખુલી હતી! ભેંસ ઉત્સાહથી બારી પર ગઈ અને કાળજીપૂર્વક તેના માથાને અંદર નાખ્યું, કુશળતાપૂર્વક તેના માથાને ખસેડ્યું જેથી તેના શિંગડા માર્ગમાં ન આવે. જેમ તેની અપેક્ષા હતી, ત્યાં ઝૂંપડીના એક ખૂણામાં ઘાસના ઘણા બધા પોટલાં હતાં.

ભલે એ એની ગરદન ગમે તેટલી લંબાવાતી પણ તે ઘાસ સુધી પહોંચી શકી નહિ. તેથી, હવે તે એજ બારી માથી પોતાના શરીરને અંદર ધકેલવાનો પ્રયત્ન કર્યો. તેના શિંગડા, ચહેરો અને તેનું આખું ગળુ અંદર હતું, પરંતુ એ ઘાસ હજી તેના પહોંચની બહાર હતું.

તેની સિદ્ધિ પર તેને જોરથી અવાજ કાઢ્યો, તે માને છે કે તે સંપૂર્ણપણે ઝૂંપડીમાં પ્રવેશી ગયું છે. તેણે ઘાસ સુધી પહોંચવા માટે પોતાની ગરદન લંબાવી, પણ તે કરી શકી નહીં, કેમ કે તેની પૂંછડી હજી અટકેલી હતી!"

ગુરુદેવે અહીં તેમની વાર્તા બંધ કરી દીધી.

તેણે પૂછ્યું, "આ વાર્તા શક્ય છે કે નહીં?"

શિષ્યોએ કહ્યું, "આ બધુ શક્ય નથી."

"કેમ?"

"ભેંસનો સૌથી નાનો ભાગ તેની પૂંછડી છે. જો તે તેનું માથું અને પેટ અંદર નાંખી શકે, તો તે તેની પૂંછડી કેમ ના લાવી શકી?"

ગુરુદેવે કહ્યું, "તમારી વચ્ચે ઘણી ભેંસો છે."

સદગુરુ દ્વારા સ્પષ્ટીકરણ:

સદગુરુ: બાહુબલી વિશે એક અદભૂત વાર્તા છે. બાહુબલીએ ઘણા યુદ્ધો જોયા હતા. એક તબક્કે, તેણે પોતાના ભાઈ સામે યુદ્ધ કરવું પડ્યું. તે યુદ્ધમાં ઘણા લડવૈયાઓએ જીવ ગુમાવ્યા અને યુદ્ધનું મેદાન મૃત શરીર અને લોહીની નદીઓથી ભરાઈ ગયું.

જ્યારે તેણે આ બધું જોયું ત્યારે તે ચોંકી ગયો. તેની અંદર એક પરિવર્તન આવ્યું. તેની અંદર એક સવાલ ઉઠ્યો, "મેં આટલા બધા જીવ કેમ લીધા?" પરંતુ તે કોઈ જવાબ શોધી શક્યો નહીં. બીજી જ ક્ષણે તેણે યુદ્ધ અને તે જે કંઈ પણ કરી રહ્યો હતો તેનો ત્યાગ કર્યો. સંપૂર્ણ ધ્યાન સાથે, એક ઇંચ પણ ખસ્યા વિના, બાહુબલી ચૌદ વર્ષ ઉંડા ધ્યાનમાં એક જગ્યાએ ઊભો રહ્યો. તે સાધનાની તીવ્રતા દ્વારા, તેની સાથે જોડાયેલ ઘણી વસ્તુઓ તેની અંદર તૂટી ગઈ.

એ માણસ જે આખી દુનિયાને જીતવા માંગતો હતો તે ત્યાં ખૂબ નમ્રતાથી ઉભો હતો, એક ગધેડાને પણ નમન કરવા તૈયાર હતો. પણ તે જ્ઞાન પ્રાપ્ત ના કરી શક્યો.

આ બધા ચૌદ વર્ષોમાં, તેમણે કોઈને એક પણ શબ્દ બોલ્યો નહીં, કે કોઈ કારણોસર તેણે પોતાનું વલણ બદલ્યું ન હતું. તે કેમ સમજી શક્યો નહીં કે તેણે શા માટે જ્ઞાન ના મેળવ્યું. પછી એક યોગી તેની દિશામાં ચાલતો આવ્યો. યોગીએ બાહુબલી તરફ નજર ફેરવી. બાહુબલી તેને પૂછવા માંગતો હતો, "મારે હવે શું કરવું જોઈએ?" પણ ચૌદ વર્ષ સુધી મૌન સાથે ઉભા રહીને, તેને મોં ખોલીને પૂછવાનું હૃદય ન હતું. તેના બદલે એક આંસુ તેની ડાબી આંખમાંથી નીચે એક પ્રશ્ન તરીકે નીકળી આવ્યો:

"મેં મારું રાજ્ય ગુમાવ્યું છે. મેં મારા કુટુંબ, મહેલ અને સુખ-સુવિધાઓનો ત્યાગ કરી દીધો છે. હું એક જંતુ સામે પણ નમવા સુધી પણ પહોંચી ગયો છું. હવે મારે વધુ શું કરવાનું છે?"

યોગીએ કહ્યું, "તમે એક અદ્ભુત માનવીમાં ફેરવાઈ ગયા છો. તમે કોઈ કીડા અથવા જંતુ સામે નમી પણ શકો છો, પરંતુ શું તમે આ રીતે તમારા ભાઈ સમક્ષ નમન કરવા તૈયાર છો? નહીં. આ જ છે જે તમને પાછું પકડે છે."

બાહુબલીને પોતાની આ સ્થિતિ સમજાઈ. તેણે તેના ભાઇ પ્રત્યેની નફરત જેણે તેને જકળી રાખ્યું હતું એને તેનું વિસર્જન કર્યું. તે જ ક્ષણે તે મોક્ષને પ્રાપ્ત થયો. આની જેમ ઘણા લોકો તેમના ઘર, પૈસા અને પરિવારની સગવડ છોડીને ઇશા યોગ કેન્દ્રમાં આવે છે. ઘણા યુવાનીમાં આવે છે, યુવાનીના આનંદને છોડીને તેઓ જે ઇચ્છે છે તે ખાતા નથી, તેઓ ડ્રગ્સ નથી લેતા, તેઓ વાસનાના ગુલામ નથી, તેઓ જે કરી રહ્યા છે તેના વિશે કોઈ અહંકાર વિના રાત દિવસ કામ કરે છે. પરંતુ તેઓ જાણ્યા વિના તેમની સાથે કંઈક પકડી રાખ્યુ હોય શકે છે!

તે સમયે જ્યારે હું આને જોઉં છું ત્યારે તે મને ઘણું દુ:ખ આપે છે, "તેઓ શા માટે કંઇક એવી મૂર્ખ વસ્તુ સાથે જકડાઈ રહ્યા છે?"

જ્યારે એક પરિમાણથી બીજા પરિમાણમાં સંક્રમણ કરવામાં આવે ત્યારે, જ્યારે તમે કોઈ સ્થળમાં પ્રવેશે છે જેના વિષે તમને કઈ પણ ખબર નથી ત્યારે, લોકો અજાણતા કોઈ એવી વસ્તુ સાથે વળગી રહે છે જેનાથી તેઓ પરિચિત છે, તેને જવા દેવાનો ઇનકાર કરે છે. તેઓ ભૂતકાળની કોઈ વસ્તુ, અથવા કંઈક કે જે તેઓએ શીખ્યા, અથવા કંઈક કે જેનો આનંદ માણ્યો હશે, તેને પકડી રાખશે.

જો તમે તેમને સ્વર્ગમાં લઈ જાઓ, ત્યાં પણ તેઓ કંઇક વસ્તુઓ સાથે વળગી રહેશે. તે સેલફોન અથવા ચાદર જેવી કોઈ સરળ વસ્તુ પણ હોઈ શકે છે જેનો તેઓ ઉપયોગ કરે છે. અથવા તેઓ કોઈ નિશ્ચિત સ્થળને પોતાનું જ વિચારે છે અને તે સ્થળે ફક્ત બેસીને ધ્યાન કરશે.

જો આખું શરીર પણ પસાર થઈ જાય, તો પણ આ રીતે પૂંછડી અટકી જાય છે. જો પૂંછડીને યોગ્ય સમયે કાપી નાખવામાં આવે છે, તો તેઓ મોક્ષ પ્રાપ્ત કરી લેશે.