સ્વચ્છતા આધ્યાત્મિક વિકાસમાં કેવી રીતે મદદ કરે છે?
સ્વચ્છતા ફક્ત આપણા શારીરિક જીવનના પ્રોત્સાહન માટે જ જરૂરી નથી, તે આપણા આધ્યાત્મિક વિકાસ માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ છે કે કેવી રીતે કરચલીથી ભરેલા ગાદલાં અને આપણી આસપાસના અસ્તવ્યસ્ત વાતાવરણ આપણી આધ્યાત્મિક પ્રગતિને મુશ્કેલ બનાવી શકે છે.
સદગુરુ: શૌચ અથવા સ્વચ્છતા એ દરેક વ્યક્તિના આધ્યાત્મિક વિકાસનું મહત્વનું પાસું છે. સ્વચ્છતા વિશે વાત કરવી, તે ફક્ત આપણા શરીર વિશે જ નહીં, તે આપણી આસપાસના વાતાવરણ સાથે પણ ઉંડો જોડાણ ધરાવે છે. આપણી ઇન્દ્રિયો (આંખો, કાન, સ્પર્શ, વગેરે) દ્વારા આપણે જે કંઇ પણ ગ્રહણ કરીએ છીએ તે આપણી અંદર ગંદકી પેદા કરી શકે છે, અથવા આપણી સુખાકારીનું કારણ બની શકે છે.
ખરાબ અનુભવો ટાળો
આપણે જે પણ અનુભવીએ છીએ, જો તે સુખદ છે, તો તેનો અનુભવ અલગ હોય છે. જો તે આપણી ઇન્દ્રિય (આંખો, કાન, સ્પર્શ, વગેરે) માટે સારું નથી, તો તે આપણને ખરાબ અનુભવ આપે છે. જો આપણી આજુબાજુનું વાતાવરણ આપણી ઇન્દ્રિયોને સુખદ નહીં લાગે, તો આપણા મનમાં બનાવેલી તસવીર, આપણા અનુભવો આનંદદાયક નહીં હોય. જ્યારે તમે આ રીતે અપ્રિય લાગણીઓ બનાવો છો, ત્યારે અનુભવની આનંદદાયક સ્થિતિ મેળવવી અને જાળવવી અઘરી બની જાય છે.
તમે ઉદાસ છો કે ખુશ, તે મૂળભૂત રીતે તેના પર નિર્ભર છે કે તમે તમારી જાત સાથે આંતરિક રીતે શું કરી રહ્યા છો. આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ એ છે કે તમે જે પણ કરી રહ્યા છો, તમે તે સભાન થઈને કરી રહ્યા છો- તમે તમારા પોતાના જીવનનો અનુભવ બનાવી રહ્યા છો. જો આવું થવાનું હોય, તો તે મહત્વપૂર્ણ થઈ જાય છે કે આપણે આપણી ઇન્દ્રિયો (આંખો, કાન, સ્પર્શ, વગેરે) દ્વારા મેળવેલી ધારણાને અપ્રિય ન બનાવીએ.
જ્યારે તમે ગાદલું પાથરો છો...
મને ખાતરી છે કે દરેક સંસ્કૃતિમાં, તમારા માતાપિતા અથવા તો તમારા દાદા-દાદીએ તમને તમારા કપડાં અને પલંગને યોગ્ય રીતે રાખવાનું શીખવ્યું હશે. ભારતમાં એવું કહેવામાં આવે છે કે જો તમે તમારી પલંગની ચાદરને આડી-આવડી અને કરચલીથી ભરેલી છોડી દો, તો તેમાં ભૂત આવીને વસી જશે. જ્યારે તમે ઊંઘશો ત્યારે તે તમારી સાથે ઊંઘશે અને તમને ખલેલ પહોંચાડશે. આ જ વાત અંગ્રેજીમાં પણ કહેવામાં આવે છે કે તમે જેવી રીતે પલંગને રાખશો, તમને તેવી જ ઊંઘ આવશે. આજે વૈજ્ઞાનિકોએ આપણને કહ્યું છે કે આખું અસ્તિત્વ એક એવી ઉર્જા છે જે લાખો સ્વરૂપોમાં પોતાને પ્રગટ કરે છે. જેમ જેમ ઉર્જા સ્વરૂપોની રચના કરે છે, સ્વરૂપો પણ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. તમારી આસપાસનાં દરેક સ્વરૂપો એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે.
આપણે જે આકારો બનાવીએ છીએ, આપણી આસપાસ જે પ્રકારના આકાર હોય છે, અથવા જે પ્રકારના ઢાંચામાં આપણે જીવીએ છીએ તે આપણી દરેક વસ્તુ પર ઉંડી અસર કરે છે. જો આપણે આપની બેસવાની રીત, પોતાને વ્યવસ્થિત રાખવા અને આસપાસની વસ્તુઓ વ્યવસ્થિત રાખવા માટે થોડા જાગૃત બનીએ, તો આપણે પોતાની જગ્યાને આપણી આંતરિક વૃદ્ધિ માટે લાયક બનાવી શકીશું, જે આપણી આધ્યાત્મિક પ્રગતિને ઘણી સરળ બનાવશે. જો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, તો પછી તમે ગમે તે રીતે જઇ શકો, પરંતુ જો રસ્તો સારી રીતે બનાવવામાં આવે તો તમે ત્યાં સરળતાથી પહોંચી શકશો. એ જ રીતે, જો આપણી આજુબાજુનું સ્થળ વ્યવસ્થિત હોય તો અંદર વળવું સરળ રહેશે.
Editor’s Note: Isha Kriya is a free online guided meditation that has the potential to transform the life of anyone who is willing to invest just a few minutes a day. Try it out!