સ્વયંસેવા – પોતાની જાતનું સમર્પણ
ઘણીવાર સદગુરુએ કહ્યું છે કે ઈશા કેંદ્ર મોટાપાયે સ્વયંસેવકો દ્વારા સંચાલિત થાય છે. અહીં, સદગુરુ સ્વયંસેવાના મહત્વ અને સાર વિષે વાત કરે છે.
ઘણીવાર સદગુરુએ કહ્યું છે કે ઈશા કેંદ્ર મોટાપાયે સ્વયંસેવકો દ્વારા સંચાલિત થાય છે. અહીં, સદગુરુ સ્વયંસેવાના મહત્વ અને સાર વિષે વાત કરે છે.
સદગુરુ: યોગની આખી પ્રક્રિયા જ પોતાની જાતનું સમર્પણ છે. જયારે હું કહું કે પોતાને સમર્પિત કરો, ત્યારે લોકો નથી જાણતા હોતા કે સહજતાથી કઈ રીતે પોતાની જાતનું સમર્પણ કરવું. લોકોને પોતાને સમર્પિત કરવા માટે કોઈ પ્રકારના માધ્યમની જરૂર પડે છે. તમે તમારા જીવનમાં કોઈને કંઈ પણ આપો - તમે ધન આપી શકો, તમે ખોરાક આપી શકો કે તમે શિક્ષણ આપી શકો. આ બધું જે તમે આપો છો, તે ખરેખર તો તમારી માલિકીનું નથી, ખરું ને? તમારી પાસે આજે જે કંઈ પણ છે, તમારા શરીર સહિત બધું જ, એ તમે આ પૃથ્વીમાંથી ભેગું કર્યું છે અને જયારે તમે જશો ત્યારે તમારે એ પાછું આપવું પડશે.
તમારી પાસે આજે જે કંઈ પણ છે એ તમે આ ગ્રહ પાસેથી ઉધાર લીધેલું છે. એ ખરેખર તમારું નથી, તમે તેનો ઉપયોગ કરી શકો છો, તમે તેનો આનંદ લઈ શકો છો. ભલે માનતા હો કે તમે તેના માલિક છો, પણ તમે ખરેખર તમે તેની માલિકી ધરાવી શકતા નથી. તમે માનો છો કે તમે તમારા ઘરના માલિક છો, તમે માનો છો કે તમે તમારા વસ્ત્રોના માલિક છો, તમે માનો છો કે તમે તમારા બાળકોના માલિક છો, તમારી પત્ની, તમારા પતિ. તેઓ તમારા માટે અહીં છે, તમે તેમને માણી શકો છો એટલે કે આનંદ લઈ શકો છો, પરંતુ જયારે તમારે જવાનું થશે, ત્યારે તમારે તેમને છોડીને જવું પડશે.
ખરેખર તમારું કઈ જ નથી અને જે તમારું નથી તમે તેને આપી ન શકો. ખરેખર તો આપવા જેવું કંઈ છે જ નહીં. આ પ્રકારે અપાયેલાનું કોઈ મૂલ્ય નથી, પરંતુ તમને આપવા માટે એક માધ્યમ ની જરૂર પડે છે.
મૂળભૂત રીતે એક માત્ર વસ્તુ જે તમે આપી શકો એ છે તમારી જાતને, પરંતુ સહજતાથી કઈ રીતે પોતાની જાતને સમર્પિત કરવી એની તમને ખબર નથી, તેથી તમે વસ્તુઓનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને અર્પણ કરો છો. તમે પોતાની જાતને સમર્પિત કરવા માટે પ્રવ્રુત્તિનો પણ એક માધ્યમ તરીકે ઉપયોગ કરી શકો છો. જો તમે આ વિષે જાણતા નથી, તો અર્પણ કરવું એક મોટી સમસ્યા બની જાય છે. જો તમે પોતાની જાતે જ પોતાની જાતને એટલે કે સ્વયંને સમર્પિત કરવા માટે ઇચ્છુક ન બનાવો, તો તે એક ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા બની જાય છે.
જો તમે અર્પણ કરવું એટલે માત્ર વસ્તુઓ આપવી તેમ સમજો છો, તો કુદરતી રીતે તમારી અંદર ભય ઉત્પન્ન થશે કારણ કે, "જો હું બધું જ આપી દઈશ તો મારુ શું થશે?". આમ થાય છે કારણ કે, આપણે અર્પણ કરતા ડરીએ છીએ. લોકો તેમના પ્રેમ અને તેમની ખુશીને લઈને કંજૂસ બની ગયા છે કારણ કે, તેઓ એમ વિચારે છે કે અર્પણ કરવું એટલે માત્ર વસ્તુઓ આપવી. તમે કેટલા પ્રમાણમાં વસ્તુઓ આપી શકો છો?
આ પ્રકારની અર્થવ્યવસ્થાને કારણે આપણે ધીરેધીરે આપણે ઓછા પ્રેમાળ, ઓછા આનંદી અને ઓછા શાંત બની ગયા છીએ કારણ કે આપણે અર્પણ કરતાં ડરીએ છીએ.
સ્વયંસેવા એ પોતાની જાતને અર્પણ કરવાની પ્રક્રિયા છે. એ સ્વયંને અર્પણ કરવાની એક તક છે. તમે માત્ર અહીં બેસીને, આંખો બંધ કરીને સ્વયંને આ જગતને અર્પણ કરી શકો છો. તે શક્ય છે, પરંતુ આ કક્ષાની જાગૃતતા બધા મનુષ્યોમાં નથી. જ્યાં સુધી ત્યાં કોઇ ક્રિયા કે પ્રવ્રુત્તિ ના હોય ત્યાં સુધી લોકોને પોતાની જાતને કેવી રીતે સમર્પિત કરવી તેની ખબર નથી પડતી. તેઓને પોતાની જાતને કોઈ વસ્તુને સમર્પિત કરવા ક્રિયાની જરૂર પડે છે. સામાન્ય રીતે, આપણે જે થોડું કામ કરીએ છીએ, તેમાં ગણતરીઓ હોય છે, "મારે કેટલું કરવું જોઈએ? મારે શું કામ કરવું જોઈએ? મને આમાંથી શું મળશે?" આ ગણતરીઓમાં, કાર્યની બધી સુંદરતા જતી રહે છે અને જીવનની પ્રક્રિયા જ કદરૂપી થઈ જાય છે. તમારા જીવનમાં મોટા ભાગે તમે તે જ પ્રવ્રુત્તિઓ કરી રહ્યા છો તે તમે જાતે પસંદ કરી હોય છે. તેમ છતાં, આપણે સામાન્ય પ્રવૃત્તિઓ સાથે ખૂબ જ સંઘર્ષ સાથે કરી રહ્યા છીએ કારણ કે, આપણે આપવા માટે ઇચ્છુક નથી. ક્યાંક આપણે ભૂલી ગયા છીએ કે આપણે આ કામ રાજીખુશીથી શરુ કર્યું હતું.
સ્વયંસેવા એ પોતાના જીવનને સમર્પિત કરવાનો અને ઇચ્છુક બનતા શીખવાનો એક રસ્તો છે. માત્ર આન વિષે કે તેના વિષે ઇચ્છુક નહિ,માત્ર ઇચ્છુક.
જ્યાં સુધી મનુષ્ય ઇચ્છુક નહીં થાય ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય સાથે કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા નહિ થઈ શકે. તેથી સ્વયંસેવા એ ઇચ્છુક બનવાનું એક અસાધારણ સાધન છે. આ પ્રકારની ઇચ્છાશક્તિની શરૂઆત જો એક સુરક્ષિત વાતાવરણમાં થાય તો એ સારું છે. એટલા માટે જ ઈશાની આખી પ્રક્રિયા સ્વયંસેવાના માધ્યમથી થાય છે, જેથી તમને એક સુરક્ષિત વાતાવરણ મળી શકે જ્યાં તમે ૧૦૦% ઇચ્છુક બનો છતાં તમારું શોષણ ન થાય. અમે હંમેશા સ્વયંસેવા પર ભાર આપીએ છીએ, જેથી તમે આ વાતાવરણનો ઉપયોગ ઇચ્છુક બનવા માટે કરો. પછી તેનો પ્રસાર તમારા રોજિંદા જીવનમાં પણ થશે. સૌથી વિશેષ તો એ કે તેનો પ્રસાર તમારા અસ્તિત્વમાં થશે, જેથી તમે જ ઇચ્છાશક્તિ બનો.
સંપાદકની નોંધ: જો તમે ભારતમાં ઈશાની પ્રવૃત્તિઓને ટેકો આપવા માંગતા હોવ તો કૃપા કરી volunteering@ishafoundation.org પર ઇમેઇલ કરો અથવા 8300098777 પર કોલ કરો.